Achira News Logo
Achira News

સુરેન્દ્રનગર સબ જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ જપ્ત

Divya Bhaskar
સુરેન્દ્રનગર સબ જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ જપ્ત
Full News
Share:

સુરેન્દ્રનગર સબ જેલમાંથી ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેલની બેરેક નંબર 3માં આવેલા ટોયલેટમાંથી ખાડો ખોદીને છુપાવેલા ચાર મોબાઈલ ફોન સહિત કુલ 1300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર સબ જેલના જેલર એફ.એસ. મલેક અને તેમની ટીમે જેલમાં અચાનક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બેરેક નંબર 3ના ટોયલેટમાં જમીનમાં ખાડો કરીને દાટેલી હાલતમાં આ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ત્રણ કીપેડવાળા મોબાઈલ ફોન, એક એન્ડ્રોઈડ ફોન, એક ચાર્જર અને એક હેન્ડસ ફ્રીનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓની કુલ કિંમત 1300 રૂપિયા આંકવામાં આવી છે. આ મોબાઈલ ફોન કોના હતા તે અંગે કેદીઓને પૂછપરછ કરતા કોઈએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી, જેલરે અજાણ્યા કેદીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે સુરેન્દ્રનગર સબ જેલમાં અગાઉ પણ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના બનાવો બન્યા છે. ભૂતકાળમાં હાથ-પગના મોજાનો દડો બનાવી અને સેલોટેપનો ઉપયોગ કરીને મોબાઈલ મંગાવવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુરેન્દ્રનગર સબ જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ જપ્ત | Achira News