Achira News Logo
Achira News

સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં બે શંકાસ્પદોની અટકાયત

Akila News
સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં બે શંકાસ્પદોની અટકાયત
Full News
Share:

વઢવાણ તા.પઃ સુરેન્‍દ્રનગર અંબિકા પાર્ક વિસ્‍તારમાં રહેણાંક મકાનમાં ચોરી થઈ હતી મકાન માલિક બહારગામ ગયા હતા તે દરમિયાન મકાનના તાળા તોડી અને મકાનને ટાર્ગેટ બનાવવામાં આવ્‍યું હતું અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ૩૧.૩૦ લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. અલગ અલગ ૨૭ પ્રકારની વસ્‍તુની ચોરી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્‍યું છે. આ અંગે નજીકના સીસીટીવી ફૂટેજ તેમજ વગેરે હુમન સોર્સની મદદથી શહેરી વિસ્‍તાર ચોરીની ઘટનાને અંજામ આપતા રવિ હકાભાઇ પાટડીયા અને સતિષભાઈ ઉર્ફે બોલો બટુકભાઈ વ્‍યાસની અટકાયત કરવામાં આવી હતી. જેમાં રવિ હકાભાઇ પાટડીયા રહે મફતિયા પરા ટીબી હોસ્‍પિટલ પાછળ અને સતીશ ઉર્ફે ભોલો વ્‍યાસ રહે ફિરદોસ સોસાયટી બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્‍યારે તેમની પાસેથી ૨૭ જેટલી અલગ અલગ ચોરી કરેલી વસ્‍તુઓ મળી આવી હતી અને તેમના દ્વારા જ ચોરીને અંજામ આપવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું હતું ત્‍યારે આ અંગે રવિ હકાભાઇ પાટડીયા ઉપર ચોટીલા મોરબી લીંબડી ગોંડલ અને જોરાવનગર પોલીસ સ્‍ટેશનમાં આઠ ગુના નોંધાયેલા છે અને સતીશ વ્‍યાસ ઉપર પણ સીટી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન ઉપરમાં જ અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે. બંને ઇસમોની અટકાયત કરી લઈ અને કુલ ૩૧.૩૦ લાખ રૂપિયાના સોના ચાંદીના ઝવેરાત અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે અને ભોગ બનનાર મકાન માલિકોને આ તેમની મિલકત અને સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ પરત આપવામાં આવી છે ત્‍યારે ઘર ફોડ ચોરીની ઘટનાનો અનડિટેટ ગુનો લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ અને સિટી પોલીસે ડિટેક્‍ટ કરી અને ચોરોને પણ કાયદાનું ભાન કરાવવામાં આવ્‍યુંછે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં બે શંકાસ્પદોની અટકાયત | Achira News