Achira News Logo
Achira News

સિરામિક ટાઇલ્સની ચુકવણી ન કરવા બદલ વેપારીને જેલની સજા અને દંડ

Akila News
સિરામિક ટાઇલ્સની ચુકવણી ન કરવા બદલ વેપારીને જેલની સજા અને દંડ
Full News
Share:

રાજકોટ, તા. ર૦: ઉધાર માલ લઈ બદલામાં આરોપીએ ચેક આપી, ચેક મુજબની રકમ ન ચુકવતા, મુઝફરપુર-બિહારના વેપારી વિજયકુમારને-મોરબીના મહે. ચોથા એડીશ્‍નલ ચીફ જયુડી. મેજીસ્‍ટ્રેટએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા.૩,૩૩,૬૬૮/- નો ડબલ રકમનો દંડ (રૂા.૬,૬૭,૩૩૬/-) તેમજ દંડ ન ભરે તો ૩ માસની અલગથી સાદી કેદની સજા ૯ ટકા વ્‍યાજ તા.૧૫/૦૯/૨૦૨૩ થી ફરીયાદી વેપારીને ચુકવવાનો હુકમ મોરબીની નામદાર અદાલતે ફરમાવેલ છે. આ બનાવની વિગત એવી છે કે, હરી ઓમ મારબલ પેઢીના પ્રોપરાઈટર-મુઝફરપુર -બિહારના પ્રોપરાઈટર-વિજયકુમારે, ફરીયાદી-સ્‍પીનીકસ સીરામીક ભાગીદારી પેઢીના ભાગીદાર-પ્રયાગપરી અશોકપરી ગોસ્‍વામી-મોરબીવાળા પાસેથી વર્ષ ૨૦૨૩ માં સીરામીક વિટ્રીફાઈડ ટાઈલ્‍સનો ઉધારમાલ ખરીદ કરેલ હતો. અને તેઓએ તેમના બદલામાં તેમની બેંકનો ચેક આપેલ હતો. જે ચેક આપતી વખતે ફરિયાદીને એવું વચન અને વિશ્વાસુ આપેલ કે તમો બેંકમાં ચેક વટાવવા માટે નાંખશો ત્‍યારે ચેક મુજબની રકમ તમોને મળી જશે. ફરિયાદીએ સમય મર્યાદામાં ચેક બેંકમાં વટાવતા જે ચેક અપૂરતા ભંડોળ (ફન્‍ડસ અનસફીશ્‍યન્‍ટ)ના કારણે પરત ફરતા, આરોપીને ટેલીફોનિક તેમજ નોટીસ દ્વારા જાણ કરેલ છતાં આરોપીએ ચેક મુજબની રકમ ફરિયાદીને ન ચુકવતા નામદાર મોરબીના મહે.ચોથા એડીશ્‍નલ ચીફ જયુડી.મેજી.ની કોર્ટમાં નેગો. ઈન્‍સ્‍ટ્રુ. એકટ-૧૩૮ મુજબ ફરિયાદીએ તાઃ ૧૫/૦૯/૨૦૨૩ ના રોજ કેસ દાખલ કરતા સમયે દસ્‍તાવેજો અસલ/નકલ/ખરીનકલ વિગેરે રજુ રાખેલ હતા. ત્‍યારબાદ આરોપી સામે નામદાર કોર્ટે સમન્‍સની બજવણી કરતા આરચેપી કે તેમના પ્રતિનિધિ હાજર ન રહેતા જેથી સદરહુ કેસ એકતરફી આગળ ચાલવા લાગેલ અને અને આરોપીને પુરતી તક આપવા છતાં કોઈ જવાબ રજુ ન કરતા આરોપીનો જવાબનો હકક બંધ કરી દીધેલ.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સિરામિક ટાઇલ્સની ચુકવણી ન કરવા બદલ વેપારીને જેલની સજા અને દંડ | Achira News