મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) દ્વારા માર્ચ 2026માં યોજવા જઈ રહ્યો છે 10મો દીક્ષાંત સમારોહ એક નવો ઇતિહાસ રચાવ જઈ રહ્યો છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં અને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ વાર, દીક્ષાંત સમારોહ જેવી મહત્ત્વની ગરિમા પૂર્ણ ઇવેન્ટ તમામ વહીવટી અને વ્યવસ્થાપક સમિતિઓની કમાન સંપૂર્ણપણે મહિલા અધિકારીઓ અને મહિલા અધ્યાપિકા અને મહિલા કર્મચારીઓ ને સોંપવામાં આવી છે. કુલપતિ ડો ભરતભાઈ રામાનુજ ના નવતર અભિગમ સાથે 10396 સ્નાતકોને પદવી એનાયત થશે. દીક્ષાંત સમારોહના સુચારુ આયોજનમાં કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશન પ્રો. તેજસ પી. જોશી અને તેમની પરીક્ષા ટીમ દ્વારા જવાબદારીઓ નિભાવવામાં આવી રહી છે. શૈક્ષણિક સંકલન, પ્રોટોકોલ વ્યવસ્થા, લોજિસ્ટિક્સ, મંચ વ્યવસ્થા, દસ્તાવેજીકરણ, વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓ, મહેમાનોનું સંચાલન અને વહીવટી કામગીરી—દરેક ક્ષેત્રમાં મહિલા નેતૃત્વ હેઠળ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ આયોજન કરવામાં આવી રહ્યું છે. કુલપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મહિલા નેતૃત્વ હેઠળ આયોજિત આ 10મો દીક્ષાંત સમારોહ શૈક્ષણિક ગૌરવ, શિસ્ત અને સંસ્થાગત પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે અને દેશની અન્ય યુનિવર્સિટીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. વિદ્યાશાખા અને ડિગ્રીધારકોની સંખ્યા મહિલા નેતૃત્વ હેઠળની મુખ્ય સમિતિઓ
સર્વ-મહિલા ટીમના નેતૃત્વમાં એમ. કે. બી. યુ. ના ઐતિહાસિક 10મા પદવીદાન સમારંભે શૈક્ષણિક નેતૃત્વમાં નવા યુગની શરૂઆત કરી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.