Achira News Logo
Achira News

સૌરાષ્ટ્રમાં શિયાળાનો અંત, ગરમીનું મોજું ફરી વળ્યું

Divya Bhaskar
સૌરાષ્ટ્રમાં શિયાળાનો અંત, ગરમીનું મોજું ફરી વળ્યું
Full News
Share:

માસ મહિનાના પ્રારંભે બે ત્રણ દિવસ કડકડતી ટાઢ રહ્યા બાદ હવે શિયાળો અંતિમ ચરણમાં પહોંચી ગયો હોય એવા વાતાવરણની અનુભૂતિ થઈ રહી છે. જેમાં મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા ક્લાય મેટ ચેન્જને કારણે ત્રણ દિવસથી ઠંડી એકદમ ઘટી ગઈ છે. ઠંડીનો પારો ગગડી જતા ગરમીનો પાર હવામાન વિભાગના આંકડા મુજબ ગયા સપ્તાહે 10થી 12 ડીગ્રી લઘુતમ તાપમાન હોવાથી રાત્રે ઠંડીનું જોર હતું. મહત્તમ તાપમાન 27 ડીગ્રી ઉંચું નોંધાતા દિવસભર ગરમી રહી હતી. હવે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસથી ઉનાળો શરૂ થઈ ગયો હોય એવી ગરમીની અનુભૂતિ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 ફ્રેબ્રુઆરીથી 8 સુધી મહતમ તાપમાન વધીને 32 થી34 ડીગ્રી ઉંચું જવાની શક્યતા હોવાથી દિવસભર પંખા કે એસી ચાલુ કરવા પડે તેવી ગરમીનો અહેસાસ થશે અને લઘુતમ તાપમાન 16થી 18 ડીગ્રી રહેવાની શક્યતા હોવાથી રાત્રે પણ બહુ જ ઓછી ઠંડી લાગશે. માવઠાની શકયતા ન હોવાથી વાતાવરણ એકદમ ચોખ્ખું રહેશે. એટલે કૃષિ વિભાગ તરફથી ખેડૂતોને કોઈ સાવચેતીના સૂચનો આપવામાં આવ્યા નથી. મસીનો ઉપદ્રવ વધ્યોએરંડાના ઉત્પાદનથી મસી નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. આખા શહેરમાં ઊડતી જીવાત શરીરમાં ચુંબકની જેમ ચોંટી જાય છે અને આંખ, મોઢામાં કે કાનમાં ઘુસી જતી હોવાથી લોકોને ભારે મુશ્કેલી થાય છે. બીજી તરફ બેવડી ઋતુની સ્વાસ્થ્ય પર માઠી અસર થશે તેવી તબીબોએ શકયતા દર્શાવી છે. ખાનગી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે વાયરલ બીમારીઓમાં 60 ટકા જેટલો વધારો થયો હતો અને હવે ફરીથી બેવડી ઋતુને કારણે બેવડા જોશથી આ બીમારીઓ વધવાની શકયતા છે. દૂષિત પાણીના લીધે ઝાડા ઉલ્ટીના કેસો પણ વધ્યા છે. આ ઉપરાંત હવે ગરમીને કારણે મોડી સાંજથી રાત્રી દરમિયાન મચ્છર સેનાનું ભારે આક્રમણ રહેતા બીમારીઓ વધુ ફેલાય તેવી શકયતા તબીબી સુત્રોએ વ્યક્ત કરી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સૌરાષ્ટ્રમાં શિયાળાનો અંત, ગરમીનું મોજું ફરી વળ્યું | Achira News