અહીંની આર. આર. લાલન કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન (PM-USHA)ના આર્થિક સહયોગથી “સંસ્કૃત ભાષા અને વિભિન્ન લૌકિક વિદ્યાઓ” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી વિદ્વાનો અન કાર્યક્રમના પ્રથમ સત્રમાં કોલેજના આચાર્ય ડૉ. સી.એસ. ઝાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પરિસંવાદની ભૂમિકા સ્પષ્ટ કરતા મુખ્ય સંયોજક અને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. મેહુલ શાહે જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે ભારતીય જ્ઞાન પરંપરાને પુનર્જીવિત કરવા માટે આધુનિક જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓને સંસ્કૃત સાથે જોડવી અનિવાર્ય છે. મુખ્ય અતિથિ પદેથી કચ્છ યુનિવર્સિટીના ડૉ. કશ્યપ ત્રિવેદીએ યોગ અને આયુર્વેદ દ્વારા આધુનિક જીવનશૈલીના નિયમન પર માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય વક્તા તરીકે નડિયાદથી આવેલા ડૉ. અમૃત ભોગાયતાએ ‘સર્વવિદ્યાપ્રકાશકમ્ સંસ્કૃતમ્’ વિષય પર વ્યાખ્યાન આપતા સંસ્કૃતની વૈજ્ઞાનિકતા સમજાવી હતી. આ તકે પસંદગી પામેલા 44 લેખોની પરિસંવાદ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સંશોધન સત્ર અને સમાપન બીજા સત્રમાં ચાર અલગ અલગ વિભાગોમાં કુલ 70 જેટલા સંશોધકોએ પોતાના શોધપત્રો રજૂ કર્યા હતા. આ સત્રોમાં ડૉ. પંકજ ઠાકર, ડૉ. કીર્તિદા વ્યાસ, ડૉ. અત્રિ રાજગોર અને પ્રો. મંજુલા મહેશ્વરીએ અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. સમાપન સત્રમાં નખત્રાણા કોલેજના આચાર્ય ડૉ. વિષ્ણુ ત્રિવેદીએ ઉપસ્થિત રહી સંસ્કૃતની વર્તમાન સમયમાં ઉપયોગિતા વિશે વાત કરી સંશોધકોને બિરદાવ્યા હતા. આ પરિસંવાદમાં કુલ 151 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 125 જેટલા પ્રતિભાગીઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રો. મેહુલ પુરોહિતે અને આભારવિધિ પ્રો. માધવી ધોળકિયાએ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ સુચિતા, મયુરી, હિરલ, સાનિયા, એન્જલ, નિસર્ગ અને હિતે ભારે જહેમત ઉઠાવી હતી.
સંસ્કૃત ભાષા અને અસ્થાયી વિજ્ઞાનઃ એક રાષ્ટ્રીય સેમિનાર
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.