અમદાવાદ તા.૨ ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય '૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ' યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પોરબંદર જિલ્લામાં આવેલા ૨૨૫થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ વિસ્તારો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી રાજ્યની શાળાઓમાં 'વેટલેન્ડ ક્લબ' બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર મંત્રી શ્રી મોઢવાડિયાએ ભાર મૂક્યો હતો.
સાંસ્કૃતિક વારસાની ઉજવણીઃ અમદાવાદમાં 8મું આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.