રાજકોટ:કુદરતે દરેક જીવને કંઈકને કંઈક વિશેષ શક્તિ આપી છે,પરંતુ હાથીઓ પાસે જે'સિક્સ સેન્સ'છે તે જાણીને તમે પણ દંગ રહી જશો. જ્યારે પણ ભૂકંપ આવે છે,ત્યારે મનુષ્યોને ખબર પડે તે પહેલાં જ હાથીઓ બેચેન થઈ જાય છે. વૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે હાથીઓ આ ખતરાને તેમના મોટા કાનથી નહીં,પરંતુ તેમના વિશાળ પગ વડે પારખી લે છે. હાથીના પગ માત્ર શરીરનો ભાર ઉઠાવવા માટે જ નથી,પણ તે કુદરતી'સિસ્મોગ્રાફ' (ભૂકંપ માપક યંત્ર) જેવું કામ કરે છે. પગમાં છુપાયેલું છે અદભૂત વિજ્ઞાન: હાથીના પગના તળિયા નીચે ચામડીના જાડા સ્તરમાં'પેસિનિયન કોર્પસલ્સ'નામના અત્યંત સંવેદનશીલ કોષો હોય છે. આ કોષો જમીનમાં થતા સહેજ દબાણ કે ધ્રુજારીને તરત જ પકડી લે છે. જ્યારે ભૂકંપના તરંગો જમીનની અંદરથી પસાર થાય છે,ત્યારે હાથીઓ તેને મનુષ્યો કરતાં ક્યાંય વહેલા અનુભવી શકે છે. ઇન્ફ્રાસાઉન્ડ: હવામાં નહીં,જમીનમાં વાતચીત:
હાથીઓની છઠ્ઠી ઇન્દ્રિયાઃ તેમના પગથી ભૂકંપની ઓળખ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.