મુંબઇઃ આઇપીએલમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝન સારી ન રહી હોય, પરંતુ ટીમ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. તેણે CSK સામેની મેચમાં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યાં તે 50 હજાર રન પૂરા કરનારી પહેલી ટીમ બની છે. મોટાભાગની ટીમોIPL 2026માં પ્લેઓફમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ ફરી એકવાર આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારી છે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાંCSKએ 8 વિકેટે જીત મેળવી છે. આ સાથે IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની આ સાતમી હાર છે. મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં જીત મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નવા રેકોર્ડ પણ બનાવી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં આવો જ એક રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ઇનિંગમાં 114મો રન બનાવતાની સાથે જT20 ક્રિકેટમાં 50,000 રન પૂરા કર્યા છે.
હાર છતાં મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો નવો રેકોર્ડ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.