Achira News Logo
Achira News

હરિ પ્રબોધમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત નોટબુકનું વિતરણ કર્યું

Divya Bhaskar
હરિ પ્રબોધમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત નોટબુકનું વિતરણ કર્યું
Full News
Share:

‘સેવા એ જ પરમો ધર્મ’ની ભાવનાને સાર્થક કરતા, હરિ પ્રબોધમ પરિવાર દ્વારા ગાયકવાડ મિલ ચાલમાં રહેતા સેવાભાવી અગ્રણી પ્રકાશભાઈ ચૌહાણના નિવાસસ્થાને જરૂરિયાતમંદ 550 છાત્રોને નિઃશુલ્ક નોટબૂકનું વિતરણ કરાયું હતું. હરીપ્રબોધમ પરિવારના જીગરભાઇ અને દિવ્યેશભાઇ હાજ આ કાર્યક્રમમાં ACB (એન્ટી કરપ્શન બ્યુરો) સુરત શાખાના જેઠાલાલ અને તેમની સમગ્ર ટીમે ઉપસ્થિત રહીને વિશેષ સાથ-સહકાર આપ્યો હતો. સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓ જ્યારે સાથે મળીને કામ કરે છે, ત્યારે સમાજના છેવાડાના માનવી સુધી મદદ પહોંચી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં ​જેરામભાઈ સોસા, ​અશોક પાંડે, ​જયંતિભાઈ ચૌહાણ, ​મનીષ ભારત, ​ગુડ્ડુભાઈ, ​પદ્માબેન તથા રેણુકાબેને હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વિતરણ વ્યવસ્થામાં સક્રિય સેવા આપી હતી.નવા શૈક્ષણિક સત્ર પૂર્વે મળેલી આ સહાયથી વાલીઓનો આર્થિક બોજ હળવો થયો છે. હરિ પ્રબોધમ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના ઉત્થાન માટે પાયાની જરૂરિયાત છે અને કોઈ પણ બાળક સાધનોના અભાવે ભણતરથી વંચિત ન રહે તેવો અમારો પ્રયાસ છે. ડો.સુકેશ ગુપ્તા, ડો.નિસર્ગ પટેલ, ડો. ભૌમિત ટંડેલ, ડો.જીગર ગાવિત, અમિતભાઇ મિશ્રા, શાંતાબેન જયરામ સોસા, ઉમાબેન , કરણભાઇ શંકર રસોઈયા, ડો.નિકુંજ પટેલ સહિતનાઓએ દાનથી આ સેવામાં સહયોગી બન્યા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

હરિ પ્રબોધમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત નોટબુકનું વિતરણ કર્યું | Achira News