Achira News Logo
Achira News
Akila News logo
Akila News
Feb 4, 2026, 01:51 AM
મહત્વપૂર્ણ ખનીજ મંત્રીસ્તરીય બેઠક દ્વારા અમેરિકા-ભારત સંબંધો મજબૂત થયા

મહત્વપૂર્ણ ખનીજ મંત્રીસ્તરીય બેઠક દ્વારા અમેરિકા-ભારત સંબંધો મજબૂત થયા

​ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકામાં આયોજિત 'ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટ્રીયલ' બેઠકમાં ભાગ લેશે. આ કાર્યક્રમ પહેલાં મંગળવારે તેઓ અમેરિકાના સેક્રેટરી માર્કો રુબિયો સાથે એકાંતમાં (વન-ઓન-વન) મુલાકાત કરશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે વ્યુહાત્મક ખનીજોના પુરવઠા અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા થશે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી ક્ષેત્રે કાચા માલની ઉપલબ્ધતા અંગે વિગતવાર વાટાઘાટો થવાની શક્યતા છે. ​ભારતના ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) ક્ષેત્રમાં રિકવરી અને વિસ્તરણના સંકેતો જોવા મળી રહ્યા છે. જાન્યુઆરી ૨૦૨૫માં ભારતનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ (પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ) વધીને ૫૫.૪ પર પહોંચ્યો છે, જે ડિસેમ્બરમાં ૫૫.૦ હતો. આ વધારો સૂચવે છે કે નવા ઓર્ડર અને ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ થઈ રહી છે. ઉદ્યોગ જગતના નિષ્ણાતોના મતે, બજારમાં માંગ વધવાને કારણે આ સકારાત્મક ફેરફાર આવ્યો છે. આ આંકડો ૫૦ થી ઉપર હોવાનો અર્થ એ છે કે ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ રહી છે, જે ભારતીય અર્થતંત્ર માટે પ્રોત્સાહક સમાચાર છે. ​ઉદ્યોગ મંડળ ફિક્કીએ જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેનો સંભવિત વેપાર કરાર બંને દેશોના વ્યાપારી આત્મવિશ્વાસને મજબૂત કરવાની ક્ષમતા ધરાવે છે. આ કરાર દ્વારા દ્વિપક્ષીય આર્થિક જોડાણને વધુ ઊંડું બનાવી શકાશે. ફિક્કીના અહેવાલ મુજબ, આ કરારથી ટેકનોલોજીના આદાન-પ્રદાન અને રોકાણના ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે. અમેરિકા ભારતનું મોટું ટ્રેડિંગ પાર્ટનર હોવાથી, આ વાટાઘાટો ભારતીય નિકાસકારો માટે નવા બજારો ખોલી શકે છે અને સપ્લાય ચેઈનને વધુ મજબૂત બનાવી શકે છે. ​સંસદમાં મેમોઇર વિવાદ મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર તેમને ગૃહમાં બોલવાની મંજૂરી આપી રહી નથી. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિવાદથી 'ગભરાઈ' ગયા છે. આ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે અને કોંગ્રેસે લોકશાહીના અધિકારોના હનનનો આરોપ લગાવ્યો છે. વિપક્ષી નેતાએ કહ્યું કે તેઓ જનતાના અવાજને સંસદમાં રજૂ કરવા માંગે છે, પરંતુ સત્તાધારી પક્ષ તેમાં અવરોધ ઊભો કરી રહ્યો છે.
98 shares
😊
Akila News logo
Akila News
Feb 4, 2026, 01:26 AM
ટેરિફ ઘટાડીને અને સિરામિકની આયાતને વેગ આપીને અમેરિકા અને ભારત વેપાર સમજૂતી પર પહોંચ્યા

ટેરિફ ઘટાડીને અને સિરામિકની આયાતને વેગ આપીને અમેરિકા અને ભારત વેપાર સમજૂતી પર પહોંચ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારતે યુરોપીયન યુનિયન પછી હવે અમેરિકા સાથે પણ ટ્રેડ ડીલ કરવામાં સફળતા મેળવી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કર્યા બાદ યુએસ-ભારત ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. તેના કારણે ભારત પર લાદવામાં આવેલો રેસિપ્રોકલ ટેરિફ રપ ટકાથી ઘટીને ૧૮ ટકા થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે રશિયન ઓઇલ ખરીદી પરનો રપ ટકા ટેરિફ સંપૂર્ણ નાબૂદ થશે. આમ કુલ પ૦ ટકાના બદલે હવે ફક્ત ૧૮ ટકા જ ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર અમેરિકામાં અન્ય જે દેશો પાસેથી સિરામિક પ્રોડક્ટ આયાત કરે છે. તેની સાપેક્ષે ભારત ઉપર વધુ ટેરિફ લગાવામાં આવ્યો હોવાથી ત્યાંની માર્કેટમાં ટકી રહેવું હવે મુશ્કેલ બન્યું હતું. આ ટેરીફની જાહેરાત થતા વેંત જ અમેરિકાના આયતકારો દ્વારા ઓર્ડર ધડાધડ કેન્સલ કરવામાં આવ્યા હતા ઉપરાંત શિપમેન્ટ પણ રોકી દેવાયા હતા. બાદમાં થોડા સમય બાદ વેપારે થોડી ગતિ પકડી હતી.મોરબીનો સિરામિક ઉદ્યોગ દર વર્ષે અમેરિકામાં અંદાજે રૂ.1600 કરોડની ટાઇલ્સની નિકાસ કરે છે. તેવામાં ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરીફ લાગુ કરવાનો બૉમ્બ ફોડતા સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. જો કે હવે આ ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવતા સિરામિક ઉદ્યોગે રાહત અનુભવી છે.આ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું કે અમેરિકા દ્વારા ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. જેનાથી સિરામિક ઉદ્યોગને ફાયદો થશે. નિકાસ ફરી પહેલા જેટલી તથા તેનાથી વધુ થવાની અપેક્ષા છે. ટેરીફ રેટ વીએતનામ, પાકિસ્તાન અને ચીનથી નીચા છે. જેથી તેનો સીધો ફાયદો ભારતના ઉદ્યોગને થશે. નિકાસ વધશે તો નવા ઉદ્યોગો અને નવા રોકાણ તેમજ નવી રોજગારી પણ ઉભી થશે
22 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:29 PM
બંદરના માછીમારોએ કાયમી ડ્રેજિંગ અને બંદર સુવિધાઓમાં સુધારાની માંગ કરી

બંદરના માછીમારોએ કાયમી ડ્રેજિંગ અને બંદર સુવિધાઓમાં સુધારાની માંગ કરી

પોરબંદરના સુભાષનગર સ્થિત હોલ ખાતે પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળની અધ્યક્ષતામાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશનની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખારવા સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. અસ્માવતીઘાટ પાસે આ પરિણામે બોટોને પોરબંદર જેટીની સામે ખુલ્લા સમુદ્રમાં એન્કર પોઈન્ટ પર ફરજિયાત ઊભી રાખવી પડે છે. હાઈટાઈડ દરમિયાન એકસાથે બોટો બંદરમાં પ્રવેશ કરતી હોવાથી અંદર ભારે ભરાવો સર્જાય છે, જેના કારણે માછલીઓના વેચાણ ભાવ ઘટે છે. આથી એક બોટ દીઠ વર્ષે અઢીથી ત્રણ લાખ રૂપિયાનું નુકશાન થાય છે. પોરબંદર બંદરમાં અંદાજે 4500 નાની-મોટી બોટો હોવાથી કુલ આર્થિક નુકશાન 60 થી 70 કરોડ રૂપિયાનું થાય છે. આ મુદ્દે અગાઉ અનેક વખત સરકારમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા માછીમારો દ્વારા ફરી એકજૂટ થઈ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અસ્માવતીઘાટ પાસેની મુખ્ય ચેનલમાં રેતી દૂર કરી કાયમી ડ્રેજીંગ કરવામાં આવે તેવી ખારવા સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર માંગ કરી છે. બંદરમાં અન્ય અસુવિધાઓબેઠકમાં ડ્રેજિંગ ઉપરાંત બંદરની અંદર લાઈટનો અભાવ, શૌચાલય, ફાયર સેફટી, સફાઈ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ હોવાનું જણાવ્યું હતું પોરબંદરના માછીમારોને થતું આર્થિક નુકશાન અટકી શકે અને બંદર પર પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેવી માંગ ઉઠી છે.
82 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 06:53 PM
અમેરિકા-ભારત વેપાર સમજૂતીથી બજારોમાં તેજી, ટેરિફમાં 18 ટકાનો ઘટાડો

અમેરિકા-ભારત વેપાર સમજૂતીથી બજારોમાં તેજી, ટેરિફમાં 18 ટકાનો ઘટાડો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં 18% ઘટાડો કરવાની જાહેરાત કરી, જેના પરિણામે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. મહિનાઓ સુધી વાટાઘાટો બાદ આખરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થતા સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ભારતમાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરાતા એનર્જી, ટેકનિક, કૃષિ સહિતના સેક્ટરમાં અમેરિકાની વસ્તુઓ માટે ભારતના માર્કેટના દરવાજા ખોલવામાં આવશે. બજેટની જોગવાઈઓના અર્થશાસ્ત્રીઓ અને કોર્પોરેટ જગત દ્વારા પોઝિટીવ અર્થઘટન અને હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિની અપેક્ષાએ આજે બજારમાં લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સાથે મહારથીઓની ખરીદી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટી આવતાં ભારત માટે પોઝિટીવ પરિબળે પણ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. કોમોડીટી માર્કેટની વાત કરીએ તો સોના-ચાંદીની કિંમતોમાં પણ હવે શેરબજાર જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીની કિંમતમાં જોરદાર ઘટાડા બાદ આજે બંને કિંમતી ધાતુના ભાવમાં તોફાની તેજી જોવા મળી હતી. આજે માર્કેટ ખૂલતાં જ ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો અને સોનાના ભાવમાં પણ એકઝાટકે 5 હજાર રૂપિયાનો વધારો નોંધાયો હતો. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.79% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.91% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસ, રિયલ્ટી, પાવર, યુટીલીટી, કેપિટલ ગુડ્સ અને ઇન્ડસ્ટ્રીયલ્સ સેક્ટરમાં ભારે ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4436 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3304 અને વધનારની સંખ્યા 981 રહી હતી, 151 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 10 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... નિફ્ટી ફ્યુચર બંધ :- ( 25817 ) :-આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 25676 પોઇન્ટના પ્રથમ અને 25606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 25909 પોઇન્ટથી 25979 પોઇન્ટ, 26008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 25606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી...!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ગ્લેનમાર્ક ફાર્મા ( 1966 ) :-ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1944 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1930 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1980 થી રૂ.1988 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. રૂ.1994 ઉપર તેજી તરફી ધ્યાન. જેએસડબલ્યુ સ્ટીલ ( 1235 ) :-A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1214 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1208 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1247 થી રૂ.1255 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1443 ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1474 આસપાસ સપોર્ટથી રૂ.1424 થી રૂ.1414 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1480 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો. આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1393 ) :-રૂ.1409 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1414 ના સપોર્ટ તબક્કાવાર રૂ.1380 થી રૂ.1367 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1420 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા… મિત્રો, આગામી સમયગાળામાં ભારતીય શેરબજારની દિશા થોડા સમય માટે અસ્થિર અને દબાણ હેઠળ રહી શકે છે. બજેટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટ પર એસટીટીમાં વધારો થવાથી ટૂંકા ગાળામાં ટ્રેડિંગ વોલ્યુમ ઘટી શકે છે, ખાસ કરીને ડેરિવેટિવ્ઝ આધારિત અને હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ કરનારા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે. વૈશ્વિક સ્તરે મજબૂત ડોલર, ઊંચા બોન્ડ યીલ્ડ, અમેરિકા-યુરોપ વચ્ચેના વેપાર તણાવ અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓને કારણે ઉભરતા બજારોમાંથી મૂડી બહાર જતી રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં, રૂપિયાની નબળાઈ અને ઊંચા બજાર મૂલ્યાંકન પણ ભારતીય બજાર માટે ટૂંકા ગાળાનો નકારાત્મક પરિબળ બની શકે છે, જેના કારણે સૂચકાંકોમાં કરેકશન જોવા મળી શકે છે. તેમ છતા, મધ્યમથી લાંબા ગાળામાં ભારતીય શેરબજારની મૂળભૂત સ્થિતિ મજબૂત રહેવાની સંભાવના છે. ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનો ખર્ચ, મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ અર્થતંત્રમાં વિસ્તરણ, તેમજ સ્થાનિક રોકાણકારોની સતત એસઆઈપી પ્રવાહ બજારને આધાર આપશે. જો રૂપિયો સ્થિર રહે અને કર નીતિમાં આગલા સમયગાળામાં સ્પષ્ટતા અને સુસંગતતા જોવા મળે, તો ગુણવત્તાવાળા વિદેશી રોકાણકારો ફરીથી ભારતીય બજાર તરફ આકર્ષાઈ શકે છે. એટલે કે ટૂંકા ગાળામાં ચઢાવ-ઉતાર રહેવા છતાં, લાંબા ગાળાના રોકાણકારો માટે સિલેક્ટિવ રીતે સારા ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવાની તક ભારતીય બજાર પૂરી પાડતું રહેશે.
60 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 06:25 PM
ભારતીય રૂપિયો 13 વર્ષનો વિક્રમ તોડ્યો, ડોલર સામે મજબૂત થયો

ભારતીય રૂપિયો 13 વર્ષનો વિક્રમ તોડ્યો, ડોલર સામે મજબૂત થયો

મુંબઈ: ભારતીય અર્થતંત્ર માટે આજે એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થયો છે. વિદેશી મુદ્રા બજારમાં આજે રૂપિયાએ ૧૩ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ૨૦૧૩ બાદ પ્રથમ વખત રૂપિયામાં એક જ દિવસમાં આટલો મોટો સુધારો જોવા મળ્યો છે.બજાર બંધ રહ્યું ત્યારે ૧ અમેરિકન ડોલરનો ભાવ ૯૦ રૂપિયા નોંધાયો હતો. છેલ્લા કેટલાક સમયથી ડોલર સામે રૂપિયો દબાણમાં હતો, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની દરમિયાનગીરી અને વિદેશી ભંડોળના પ્રવાહને કારણે રૂપિયામાં રિકવરી આવી છે.આજના વેપાર દરમિયાન ડોલર ઇન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હતી, જેનો સીધો ફાયદો ભારતીય ચલણને થયો છે. રૂપિયાની આ મજબૂતીથી આયાતકારોને, ખાસ કરીને ક્રૂડ ઓઈલની આયાતમાં મોટી રાહત મળશે અને મોંઘવારી નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.
34 shares
😊
Akila News logo
Akila News
Feb 3, 2026, 06:13 PM
ભારતઃ મોંઘવારી ભથ્થું 60 ટકાને પાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ભથ્થામાં વધારો

ભારતઃ મોંઘવારી ભથ્થું 60 ટકાને પાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ભથ્થામાં વધારો

નવી દિલ્હી:કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે માર્ચ મહિનો આર્થિક રીતે શાનદાર રહેવાનો છે. શ્રમ બ્યુરો દ્વારા ડિસેમ્બર 2025ના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW) ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ મોંઘવારી ભથ્થું (DA) હવે 60% (ચોક્કસ કહીએ તો 60.35%) ના સ્તરને વટાવી ગયું છે. સરકાર હંમેશા પૂર્ણાંકમાં જ વધારો કરે છે, તેથી હવે 60% DA મળવું નિશ્ચિત માનવામાં આવે છે.જો કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર ₹50,000 હોય, તો અત્યાર સુધી તેમને 58% ના દરે ₹29,000 ભથ્થું મળતું હતું. હવે 60% મુજબ આ રકમ વધીને ₹30,000 થઈ જશે. એટલે કે દર મહિને સીધો ₹1,000નો વધારો થશે. તેવી જ રીતે પેન્શનરોને પણ દર મહિને ₹600 થી ₹700 નો ફાયદો થવાની ધારણા છે.7મા પગાર પંચ હેઠળ 60% DA એ એક મોટો આંકડો છે. અગાઉ જ્યારે DA 50% એ પહોંચ્યું હતું ત્યારે HRA માળખામાં ફેરફાર થયો હતો. હવે 60% ના સ્તર બાદ સરકારી વર્તુળોમાં 8માં પગાર પંચની ચર્ચાઓ વધુ તેજ બનશે. કર્મચારી સંગઠનો આ સ્તરને પગાર પુનઃનિર્માણ માટે એક મજબૂત આધાર માની રહ્યા છે.સરકારી પ્રક્રિયા મુજબ, ડિસેમ્બરના આંકડા આવ્યા બાદ માર્ચ મહિનામાં કેબિનેટની બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જોકે, આ વધારો 1 જાન્યુઆરી, 2026 થી જ અમલમાં ગણાશે. એટલે કે જ્યારે માર્ચનો પગાર આવશે ત્યારે કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું બાકી નીકળતું તફાવતનું નાણું (Arrears) પણ સાથે મળશે.
30 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 06:01 PM
ભારત-અમેરિકા વેપાર સમજૂતીઃ ભારતીય નિકાસ માટે સુવર્ણ તક

ભારત-અમેરિકા વેપાર સમજૂતીઃ ભારતીય નિકાસ માટે સુવર્ણ તક

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે એક નવા આર્થિક યુગની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના ગાઢ સંબંધોના પરિણામે એક ઐતિહાસિક વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ કરારની સૌથી મોટી હાઈલાઈટ એ છે કે અમેરિકાએ ભારત સામેના 'રેસિપ્રોકલ ટેરિફ'ને 25% થી ઘટાડીને 18% કરી દીધા છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ ડીલને ભારત માટે "સુવર્ણ તક" ગણાવતા કહ્યું કે, આ કરાર આપણા પડોશી દેશો અને સ્પર્ધકોની સરખામણીમાં ભારતને વૈશ્વિક બજારમાં ઘણું આગળ લઈ જશે. આ સમજૂતીથી ભારતીય નિકાસકારો માટે અમેરિકાના દ્વાર વધુ સરળતાથી ખુલશે. ખેડૂતોની ચિંતાઓને દૂર કરતા પીયૂષ ગોયલે સ્પષ્ટ આશ્વાસન આપ્યું છે કે આ વેપાર કરારથી ભારતીય કૃષિ ક્ષેત્રને કોઈ નુકસાન નહીં પહોંચે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "દેશના ડેરી અને કૃષિ ક્ષેત્રો સંપૂર્ણપણે સુરક્ષિત છે." સરકારે રાષ્ટ્રીય હિત અને જાહેર હિતને સર્વોપરી રાખીને જ આ શરતો મંજૂર કરી છે. વિપક્ષી દળો દ્વારા કરવામાં આવતા પ્રચાર વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે નાના ખેડૂતોના હિતો સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી, ઉલટું આ કરારથી ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. જોકે, આ ઐતિહાસિક સિદ્ધિની જાહેરાત દરમિયાન સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. પીયૂષ ગોયલે વિપક્ષ, ખાસ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, વિપક્ષી દળોએ સંસદમાં જે વર્તન કર્યું તે લોકશાહી માટે શરમજનક છે. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે દેશના ભવિષ્ય માટે આટલો મહત્વનો કરાર થયો છે, ત્યારે વિપક્ષ સ્પીકરની ખુરશીનું અપમાન કરીને ચર્ચામાં અવરોધ ઊભો કરી રહ્યો છે. સંસદમાં મડાગાંઠને કારણે સરકારે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જનતા સુધી આ માહિતી પહોંચાડવી પડી છે, જે વિપક્ષની બિનજવાબદારી દર્શાવે છે.
58 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:12 PM
કર્ણાટક ઔદ્યોગિક ક્ષેત્ર વિકાસ બોર્ડે ફોક્સકોન અને સ્થાનિક ગ્રામ પંચાયત વચ્ચેના કરવેરા વિવાદમાં હસ્તક્ષેપ કર્યો

કર્ણાટક ઔદ્યોગિક ક્ષેત્ર વિકાસ બોર્ડે ફોક્સકોન અને સ્થાનિક ગ્રામ પંચાયત વચ્ચેના કરવેરા વિવાદમાં હસ્તક્ષેપ કર્યો

બેંગલુરુ:કર્ણાટકના દેવનાહલ્લીમાં સ્થિત એપલના આઇફોન બનાવતી કંપની'ફોક્સકોન'અને સ્થાનિક કોયરા ગ્રામ પંચાયત વચ્ચે સર્જાયેલી ખેંચતાણનો અંત લાવવા માટે'કર્ણાટક ઔદ્યોગિક વિસ્તાર વિકાસ બોર્ડ' (KIADB)એ મેદાનમાં ઉતરવું પડ્યું છે. ગ્રામ પંચાયતે ફોક્સકોન પર ટેક્સ ચોરી અને સ્થાનિકોને નોકરી ન આપવાનો આરોપ લગાવી નોટિસ ફટકારી હતી,જેના જવાબમાં બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તારની મિલકતો પર વેરો વસૂલવાની સત્તા માત્ર સરકાર હસ્તકનાKIADBપાસે જ છે. શું હતો સમગ્ર વિવાદ? કોયરા ગ્રામ પંચાયતે ફોક્સકોનને7દિવસનું અલ્ટીમેટમ આપીને બાંધકામ લાયસન્સ અને કરવેરાની વિગતો માંગી હતી. પંચાયતે ચેતવણી આપી હતી કે જો ટેક્સ નહીં ભરાય તો સામૂહિક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જોકે, KIADBએ સ્પષ્ટતા કરી છે કે આ જમીન પંચાયતની માલિકીની નથી,પરંતુ તેને'સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન' (SIR)તરીકે જાહેર કરવામાં આવી છે,તેથી ઔદ્યોગિક એકમોએ સીધો વેરો બોર્ડને જ ચૂકવવાનો રહેશે.
3 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:12 PM
આરબીઆઇએ 31 માર્ચ, 2026ના રોજ સરકારી વ્યવહારો માટે બેંક શાખાઓ ખોલી

આરબીઆઇએ 31 માર્ચ, 2026ના રોજ સરકારી વ્યવહારો માટે બેંક શાખાઓ ખોલી

મુંબઈ:નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસોમાં સરકારી વ્યવહારો અને કર વસૂલાતની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે (RBI) એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે 31 માર્ચ, 2026ના રોજ જાહેર રજા હોવા છતાં, સરકારી કામકાજ સાથે જોડાયેલી તમામ બેંક શાખાઓ (Agency Banks) સામાન્ય જનતા માટે ખુલ્લી રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વર્ષના અંતિમ દિવસે થતી આવક અને ચૂકવણીઓને તે જ નાણાકીય વર્ષના ચોપડે રેકોર્ડ કરવાનો છે.દર વર્ષે 31 માર્ચ એ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે સરકારી ટેક્સ, સબસિડી, પેન્શન અને વિભાગીય ટ્રાન્સફર જેવા કરોડોના વ્યવહારો થતા હોય છે. જો આ દિવસે બેંકો બંધ રહે, તો સરકારી હિસાબો અને ઓડિટ પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. ભારત સરકારની ખાસ વિનંતી પર RBIએ આ પગલું ભર્યું છે જેથી નાણાકીય ડેટાનું સચોટ સેટલમેન્ટ થઈ શકે.જે કરદાતાઓ છેલ્લા દિવસે ઇન્કમ ટેક્સ અથવા અન્ય સરકારી ફી ભરવા માંગતા હોય, તેઓ બેંકમાં જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.ચલણ જમા કરાવવા કે સરકારી પેમેન્ટ મેળવવા માટે લોકોને ધક્કા ખાવા નહીં પડે.આ આદેશ ખાસ કરીને એવી એજન્સી બેંકોને લાગુ પડે છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારના નાણાકીય વ્યવહારો સંભાળે છે.RBIના ચીફ જનરલ મેનેજર ડૉ. સુદર્શન સાહુના હસ્તાક્ષર સાથેના આ પરિપત્રમાં બેંકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ આ માહિતી ગ્રાહકો સુધી પહોંચાડે, જેથી અંતિમ સમયે કોઈ ગેરસમજ ન સર્જાય.
95 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 04:11 PM
નીચા ફુગાવો અને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા વચ્ચે RBIની નાણાકીય નીતિ સમિતિ વ્યાજદરની સમીક્ષા કરશે

નીચા ફુગાવો અને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા વચ્ચે RBIની નાણાકીય નીતિ સમિતિ વ્યાજદરની સમીક્ષા કરશે

EMIમાં થશે ઘટાડો? ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની 3 દિવસીય નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 4 ફેબ્રુઆરી બુધવારથી શરૂ થશે. આ બેઠક વિકાસ-કેન્દ્રિત કેન્દ્રીય બજેટ, નીચા ફુગાવા અને તાજેતરમાં લાંબા સમયથી રાહ જોવાતી ભારત-અમેરિકા વેપાર કરારની રજૂઆત વચ્ચે થઈ રહી છે જેણે બાહ્ય અસ્થિરતાને દૂર કરી છે. ADVERTISEMENT નિષ્ણાતોના મતે ગયા વર્ષે ફેબ્રુઆરીથી RBI એ રેપો રેટમાં કુલ 1.25 ટકાનો ઘટાડો કર્યો છે અને હાલમાં વૃદ્ધિ કે ફુગાવા અંગે કોઈ મોટી ચિંતા નથી, તેથી વ્યાજ દર સ્થિર રાખી શકાય છે. જો કે, કેટલાક નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે લોનને વધુ સસ્તી બનાવવા માટે બીજો દર ઘટાડો શક્ય છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળની 6 સભ્યોની નાણાકીય નીતિ સમિતિનો નિર્ણય શુક્રવારે જાહેર કરવામાં આવશે. એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે MPC રેપો રેટને હોલ્ડ પર રાખે તેવી શક્યતા છે અને આનાથી દર ઘટાડવાના ચક્રનો અંત આવી શકે છે. Business Business Business Business Business Gujarat Sports Gujarat World Sports Agriculture News: પ્રાકૃતિક કૃષિમાં જળચક્ર ખાદ્યચક્ર અને નાઇટ્રોજન ચક્રની મહત્વની ભૂમિકા
51 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 02:01 PM
ભારતે અમેરિકા સાથે વ્યૂહાત્મક વેપાર સમજૂતી કરી, હરીફ દેશો કરતાં આગળ વધ્યું

ભારતે અમેરિકા સાથે વ્યૂહાત્મક વેપાર સમજૂતી કરી, હરીફ દેશો કરતાં આગળ વધ્યું

મુંબઈ:ભારત અને અમેરિકા વચ્ચે થયેલો ઐતિહાસિક વેપાર સોદો માત્ર આર્થિક કરાર નથી,પરંતુ ભારત માટે વ્યૂહાત્મક જીત છે.2ફેબ્રુઆરી, 2026ના રોજ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થયેલી આ સમજૂતીએ વૈશ્વિક સપ્લાય ચેઈનના સમીકરણો બદલી નાખ્યા છે. આ સોદાને કારણે હવે અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પરનો ટેરિફ ઘટીને18%થઈ ગયો છે,જે હરીફ દેશોની સરખામણીએ ભારતને'બિગ બ્રધર'ની ભૂમિકામાં લાવે છે. હરીફ દેશો સામે ભારતની સરસાઈ: નવા ટેરિફ દરો મુજબ,ભારતીય માલ હવે એશિયાના અન્ય દેશો કરતા અમેરિકન ખરીદદારો માટે વધુ સસ્તો અને આકર્ષક બન્યો છે: આ તફાવતને કારણે ટેક્સટાઇલ,ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રના ભારતીય નિકાસકારો માટે અમેરિકામાં કમાણીની નવી તકો ઊભી થઈ છે. ચીન સામે અમેરિકાના કડક વલણનો સીધો ફાયદો હવે ભારતને મળશે.
1 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:41 PM
અમેરિકા-ભારત વેપાર સમજૂતી બાદ ભારતીય શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો

અમેરિકા-ભારત વેપાર સમજૂતી બાદ ભારતીય શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો

મુંબઈ:મંગળવારનો દિવસ ભારતીય શેરબજારના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર સોદાના સમાચાર આવતાની સાથે જ દલાલ સ્ટ્રીટમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. બજાર ખૂલ્યાની માત્ર20મિનિટમાં જ રોકાણકારોની સંપત્તિમાં₹20લાખ કરોડનો ઉછાળોજોવા મળ્યો હતો,જેણે બજારના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. તેજી પાછળના3મુખ્ય કારણો: 1.ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક અને ટેરિફમાં કાપ: તેજીનું સૌથી મોટું કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત છે. અમેરિકાએ ભારતીય નિકાસ પરનો ટેરિફ50%થી ઘટાડીને સીધો18%કરી દીધો છે. આ નિર્ણયથી ભારતીય કંપનીઓ માટે અમેરિકન બજારના દરવાજા મોકળા થયા છે. ખાસ કરીને પાકિસ્તાન,વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા સ્પર્ધક દેશો કરતા ભારત હવે અમેરિકામાં વધુ સસ્તો માલ વેચી શકશે.
15 shares
😊
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 01:32 PM
અમેરિકા-ભારત વેપાર સમજૂતીથી નિકાસ સ્પર્ધાત્મકતા અને આર્થિક જોડાણમાં વધારો થયો

અમેરિકા-ભારત વેપાર સમજૂતીથી નિકાસ સ્પર્ધાત્મકતા અને આર્થિક જોડાણમાં વધારો થયો

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા મહત્વપૂર્ણ વેપાર કરારને ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC) ના ગુજરાત ચેપ્ટર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. આ કરાર મુજબ, અમેરિકાએ ભારતીય નિકાસ પરના અસરકારક ટેરિફ રેટને 50% થી ઘટાડીને માત્ર 18% કરવાની સંમતિ આપી છે, જે તાજેતરના વેપાર તણાવને ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવશે. IACC ગુજરાતના ચેરમેન અમિત દોશીએ આ પગલાને આવકારતા જણાવ્યું હતું કે, આ કરાર ઉદ્યોગ જગત અને રોકાણકારો માટે સકારાત્મક સંકેત છે. તેનાથી બંને દેશો વચ્ચે આર્થિક જોડાણ ઊંડું બનશે અને વેપારમાં વધુ સ્પષ્ટતા તેમજ આગાહીક્ષમતા આવશે. આ સમજૂતીને કારણે ભારત અન્ય એશિયન ઉભરતા બજારોની સરખામણીમાં નિકાસ સ્પર્ધાત્મકતામાં આગળ નીકળી જશે. વર્ષ 2025 ના આંકડા મુજબ, ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ $92 બિલિયન (20%) જેટલો છે. સુધારેલા ટેરિફ માળખાથી ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ સામાન, લેધર અને કેમિકલ જેવા ક્ષેત્રોને સીધો લાભ મળશે. IACC ગુજરાત આ કરારના ફાયદાઓ છેવાડાના ઉદ્યોગો સુધી પહોંચે તે માટે કટિબદ્ધ છે, જેથી લાંબાગાળાની આર્થિક ભાગીદારી વધુ મજબૂત બની શકે.
94 shares
😊
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 01:24 PM
ગુજરાતે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં શ્રેષ્ઠ રાજ્યનો પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો

ગુજરાતે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં શ્રેષ્ઠ રાજ્યનો પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો

ગુજરાતે અન્ય ક્ષેત્રોની જેમ સિવિલ એવિએશન ક્ષેત્રે પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તાજેતરમાં હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે તા. ૨૮ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાયેલ 'વિંગ્સ ઇન્ડિયા-૨૦૨૬'માં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.રામ મોહન નાયડુના હસ્તે ગુજરાતને બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે તેમ ગુજરાતના સિવિલ એવિએશન કમિશનર કે.એલ. બચાણીએ જણાવ્યું હતું. સિવિલ એવિએશન કમિશનર બચાણીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે,કેન્દ્રીય મંત્રીના હસ્તે એનાયત કરવામાં આવેલ આ પુરસ્કાર ગુજરાતની ઉડ્ડયન ક્ષેત્રની મેન્ટેનન્સ, રીપેર અને સમારકામ સહિતની માળખાકીય સુવિધાઓ તેમજ એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવે છે. ગુજરાતની સાથે-સાથે તેલંગાણા અને ઉત્તરાખંડ પણ આ શ્રેણીમાં સંયુક્ત વિજેતા રહ્યા છે.આ સિદ્ધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના એવિએશન ક્ષેત્રને આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન બનાવવા અને છેવાડાના માનવી સુધી એર કનેક્ટિવિટી પહોંચાડવાના રાજ્ય સરકારની દૂરદર્શિતાને સમર્પિત છે.
62 shares
😊
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:08 PM
દીપ્તિ શર્મા બની વિશ્વની નંબર વન T20 બોલર

દીપ્તિ શર્મા બની વિશ્વની નંબર વન T20 બોલર

દિલ્હી,તા.3:આઈસીસી (ICC)દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ મહિલા રેન્કિંગમાં ભારત માટે ખુશી અને આંચકાના મિશ્ર સમાચાર આવ્યા છે. ભારતની સ્ટાર ઓલરાઉન્ડરદીપ્તિ શર્માએઈતિહાસ રચતા વિશ્વની નંબર-1 T20બોલર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જોકે,બીજી તરફ વન-ડે રેન્કિંગમાં લાંબા સમયથી બાદશાહત ભોગવતીસ્મૃતિ મંધાનાએપોતાનું પ્રથમ સ્થાન ગુમાવવું પડ્યું છે. દીપ્તિની ઐતિહાસિક સિદ્ધિ: શ્રીલંકા સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમT20મેચમાં દીપ્તિએ માત્ર20રન આપીને એક મહત્વની વિકેટ ઝડપી હતી. આ શાનદાર અને કરકસરભરી બોલિંગના જોરે તેને રેટિંગ પોઈન્ટ્સમાં મોટો ફાયદો થયો છે. દીપ્તિએ ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડને માત્ર એક પોઈન્ટના અંતરથી પાછળ છોડીને વિશ્વની સર્વશ્રેષ્ઠT20બોલરનો તાજ પોતાના નામે કર્યો છે. ભારતની અન્ય બોલર અરુંધતી રેડ્ડીએ પણ પાંચ સ્થાનની છલાંગ લગાવી36મું સ્થાન મેળવ્યું છે. સ્મૃતિને ક્યાં લાગ્યો ઝટકો?
42 shares
😊
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 11:54 AM
વડોદરામાં બાળકોમાં હિંસક વર્તનમાં વધારોઃ વાલીઓ માટે ચિંતાનો વિષય

વડોદરામાં બાળકોમાં હિંસક વર્તનમાં વધારોઃ વાલીઓ માટે ચિંતાનો વિષય

વડોદરામાં બાળકોમાં વધી રહેલી હિંસક પ્રવૃત્તિઓ હાલમાં વાલીઓ માટે ચિંતાનો વિષય બની છે. સ્થાનીય વાલીઓના મતે, આજના સમયમાં સોશિયલ મીડિયાનો અનિયંત્રિત ઉપયોગ બાળકોના માનસ પર નકારાત્મક અસર કરી રહ્યો છે. ઈન્ટરનેટ પર પીરસાતું હિંસક કન્ટેન્ટ અને ગેમિંગની લત બાળકોને અગ્રેસિવ બનાવી રહી છે. આ ઉપરાંત, શિક્ષણ ક્ષેત્રે વધતી સ્પર્ધા અને દરેક પ્રવૃત્તિમાં ટોચ પર રહેવાની વાલીઓની જીદ પણ બાળકો પર માનસિક બોજ વધારે છે. જ્યારે બાળકો આ અપેક્ષાઓ પૂરી નથી કરી શકતા, ત્યારે તેઓમાં હતાશા અને ગુસ્સો જોવા મળે છે, જે અંતે હિંસક વર્તનમાં પરિણમે છે. બીજી તરફ, આજના આર્થિક યુગમાં વધતી મોંઘવારીને પહોંચી વળવા માટે માતા-પિતા બંનેએ નોકરી કે વ્યવસાયમાં વ્યસ્ત રહેવું પડે છે. પરિણામે, તેઓ પોતાના સંતાનોને પૂરતો ગુણવત્તાસભર સમય (Quality Time) આપી શકતા નથી. વાલીઓએ સ્વીકાર્યું છે કે બાળકો પર પૂરતું ધ્યાન ન આપવાને કારણે તેઓ એકલતા અનુભવે છે અને ખોટા માર્ગે દોરાય છે. નિષ્ણાતો અને વાલીઓનું માનવું છે કે જો સમયસર બાળકો સાથે સંવાદ સાધવામાં નહીં આવે અને તેમના પર લાદવામાં આવેલા ભણતરના ભારને હળવો કરવામાં નહીં આવે, તો આવનારી પેઢીનું માનસિક સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે.
2 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 09:37 AM
ખુશ નિવૃત્તિઃ નિવૃત્તિ આયોજનમાં લાંબા ગાળાની વ્યૂહરચનાનું મહત્વ

ખુશ નિવૃત્તિઃ નિવૃત્તિ આયોજનમાં લાંબા ગાળાની વ્યૂહરચનાનું મહત્વ

કેતન ખત્રી દ્વારા, અમદાવાદ, તા. 3 ફેબ્રુઆરી : નિવૃત્તિ આયોજન એ દરેક રોકાણકારના જીવનનું સૌથી મહત્વપૂર્ણ આર્થિક લક્ષ્ય છે. આઈસીઆઈસીઆઈ (ICICI) પ્રુડેન્શિયલ એએમસીના ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી પ્રિન્સિપાલ ચિંતન હરિયાના જણાવ્યા અનુસાર, નિવૃત્તિ બાદનું જીવન સુખમય વીતે તે માટે માત્ર બચત પૂરતી નથી, પરંતુ યોગ્ય એસેટ એલોકેશન અને શિસ્તબદ્ધ રોકાણ અનિવાર્ય છે. કામકાજના વર્ષો દરમિયાન ભેગું કરેલું ભંડોળ નિવૃત્તિ પછીના ૨૫-૩૦ વર્ષ સુધી ટકી રહે તે માટે લાંબા ગાળાની વ્યૂહરચના ઘડવી જરૂરી છે.એસેટ એલોકેશન: પોર્ટફોલિયોની સફળતાનો પાયોચિંતન હરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નિવૃત્તિ આયોજનના કેન્દ્રમાં એસેટ એલોકેશન હોવું જોઈએ. નાણાંને ઇક્વિટી, ડેટ અને સોના-ચાંદી જેવી કોમોડિટીઝમાં વહેંચવા એ જોખમ ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ઐતિહાસિક અભ્યાસો દર્શાવે છે કે પોર્ટફોલિયોની ૯૧.૫% સફળતા માત્ર યોગ્ય એસેટ ફાળવણી પર નિર્ભર હોય છે. વિવિધ એસેટ ક્લાસના પ્રદર્શનનું વિશ્લેષણ કરતા તેમણે ઉમેર્યું કે છેલ્લા ૨૧ વર્ષોમાં (FY05 થી FY25) નિફ્ટી ૫૦ (Nifty 50 TRI) ૧૨ વર્ષ શ્રેષ્ઠ રહ્યો છે, જ્યારે સોનાએ ૮ વર્ષ સારું વળતર આપ્યું છે. કયો એસેટ ક્લાસ ક્યારે તેજીમાં આવશે તે નક્કી ન હોવાથી વિવિધીકરણ જ એકમાત્ર સુરક્ષા છે.વિવિધ એસેટ ક્લાસનું મહત્વ:* ઇક્વિટી: મૂડીમાં વૃદ્ધિ લાવવા માટેનું એન્જિન છે.* ડેટ: પોર્ટફોલિયોમાં સ્થિરતા અને નિયમિત આવકની ખાતરી આપે છે.* સોનું અને ચાંદી: મોંઘવારી અને કરન્સીના મૂલ્યમાં ઘટાડા સામે સુરક્ષા (હેજ) પૂરી પાડે છે.લાર્જકૅપ પેસિવ ફંડ્સની ભૂમિકાઇક્વિટી રોકાણ માટે લાર્જકૅપ પેસિવ ફંડ્સ (ઇન્ડેક્સ ફંડ્સ અને ETFs) એક સરળ અને ઓછી કિંમતનો વિકલ્પ છે. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સે છેલ્લા ૨૦ વર્ષમાં ૧૨.૯% વાર્ષિક વળતર આપીને રોકાણકારોની સંપત્તિમાં વધારો કર્યો છે. લાર્જકૅપ કંપનીઓ મજબૂત કેશ ફ્લો અને સ્થિરતા ધરાવતી હોવાથી નિવૃત્તિના પોર્ટફોલિયોમાં તે પાયાના પથ્થર જેવી ભૂમિકા ભજવે છે. હાલમાં લાર્જકૅપ કંપનીઓનું મૂલ્યાંકન મિડકેપ અને સ્મોલકેપની સરખામણીએ સસ્તું હોવાથી તેમાં રોકાણની સારી તક છે.નિષ્ણાતોના મતે, જે રોકાણકારો ડિમેટ ખાતું ધરાવે છે તેમના માટે ETFs અને અન્ય લોકો માટે ઇન્ડેક્સ ફંડ્સ નિવૃત્તિ માટેના કોર્પસ બનાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે. યોગ્ય સમયે પોર્ટફોલિયોનું રિબેલેન્સિંગ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરાયેલું આયોજન જ નિવૃત્ત જીવનને આર્થિક રીતે સુરક્ષિત બનાવી શકે છે.આલેખન : ચિંતન હરિયા, પ્રિન્સિપલ – ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી.
12 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 09:30 AM
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાતથી શેરબજારમાં ઉછાળો

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાતથી શેરબજારમાં ઉછાળો

મુંબઇ,તા.૩: બધા જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ભારત સાથે લાંબા સમયથી રાહ જોવાતી વેપાર ડીલની જાહેરાત કરી છે. આ મહત્‍વપૂર્ણ સમાચાર બાદ,મંગળવારના ઉદઘાટન દરમિયાન સેન્‍સેક્‍સ ૨,૪૦૦ પોઈન્‍ટથી વધુના વધારા સાથે ખુલ્‍યો,અને નિફ્‌ટી ૨૫,૮૦૦ ને પાર કરી ગયો. હાલમાં,શેરબજાર ઝડપથી ટ્રેડ થઈ રહ્યું છે.IT,ઓટો અને રિયલ એસ્‍ટેટમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. નિફ્‌ટી રિયલ્‍ટી ૫% વધ્‍યો. નિફ્‌ટીITઇન્‍ડેક્‍સ ૨.૫્રુ વધીને ૩૯,૦૦૬.૧૦ પર પહોંચ્‍યો.ભારત અને અમેરિકા વચ્‍ચેના બહુપ્રતિક્ષિત વેપાર કરારની જાહેરાતથી શેરબજારમાં રોકાણકારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ઇકોનોમિક ટાઇમ્‍સના એક અહેવાલ મુજબ,શરૂઆતના ટ્રેડિંગના માત્ર ૧૫ મિનિટમાં જ રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ.૧૩ લાખ કરોડનો વધારો થયો.BSEપર લિસ્‍ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ.૪૬૮.૩૨ લાખ કરોડ થયું. મંગળવાર,૩ ફેબ્રુઆરીના રોજ ખુલતાની સાથે જ બજાર રોકેટ પર ચાલતું હોય તેવું લાગતું હતું. ભારતીય શેરબજારના બંને મુખ્‍ય સૂચકાંકો,નિફ્‌ટી અને સેન્‍સેક્‍સમાં લગભગ ૫્રુનો ઉછાળો આવ્‍યો. છેલ્લા કેટલાક મહિનામાં પણ બજારમાં આટલો ઉછાળો જોવા મળ્‍યો ન હતો. બપોરે ૨.૧૫ કલાકે સેન્‍સેકસ ૨૨૪૧ પોઇન્‍ટ વધીને ૮૩૯૦૭ તો નીફટી ૬૬૨ વધીને ૨૫૭૭૧ ઉપર ટ્રેડ કરે છે. ૩ ફેબ્રુઆરીના રોજ,બીએસઈ સેન્‍સેક્‍સ શરૂઆતના ટ્રેડિંગમાં લગભગ ૩,૫૦૦ પોઈન્‍ટ ઉછળીને ૮૫,૩૨૩ પર પહોંચ્‍યો. નિફ્‌ટી ૫૦ લગભગ ૧,૨૦૦ પોઈન્‍ટ (૪.૭%) ઉછળીને ૨૬,૩૦૮ પર પહોંચ્‍યો. મિડકેપ અને સ્‍મોલકેપ સૂચકાંકો પણ લગભગ ૩.૪% વધ્‍યા. આજના બજાર તેજી પાછળના પાંચ કારણો શોધી કાઢીએ. ભારત-અમેરિકા વેપાર સોદાની અસરઃ મહિનાઓની વાટાઘાટો પછી,ભારત અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ વેપાર સોદા પર પહોંચ્‍યા. યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જાહેરાત કરી કે યુએસ ભારત પર લાદવામાં આવેલ પારસ્‍પરિક ટેરિફ ૫૦% થી ઘટાડીને ૧૮% કરશે. ભારત યુએસ ઉત્‍પાદનો પર ટેરિફ પણ ઘટાડશે. આ કરારથી ભારતીય શેરબજાર પર નોંધપાત્ર દબાણ દૂર થયું છે,જેના કારણે વિદેશી રોકાણકારો (એફઆઈઆઈ) સાવધ રહ્યા હતા. મજબૂત બનતા રૂપિયાને પણ ટેકો મળ્‍યો : મજબૂત થતા રૂપિયાએ સ્‍થાનિક બજારને પણ ટેકો આપ્‍યો. ભારતીય રૂપિયો તેના અગાઉના બંધ કરતા ૯૦.૪૦ પર ખુલ્‍યો. નિષ્‍ણાતો કહે છે કે ભારત-અમેરિકા વેપાર સોદા અને ભારત-ઇયુ વેપાર સોદાને કારણે રૂપિયાને ટેકો મળ્‍યો છે.
16 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 09:28 AM
ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે'સામાન નિયમો, 2026'અને નવા કસ્ટમ્સ નિયમો રજૂ કર્યા

ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે'સામાન નિયમો, 2026'અને નવા કસ્ટમ્સ નિયમો રજૂ કર્યા

નવી દિલ્હી, તા. 3 ફેબ્રુઆરી : કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ‘બેગેજ રૂલ્સ, 2026’ અને નવા કસ્ટમ્સ રેગ્યુલેશન્સ જાહેર કરવામાં આવ્યા છે. બદલાતી આર્થિક સ્થિતિ અને પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે કસ્ટમ્સ પ્રક્રિયાને વધુ પારદર્શક અને મુસાફરો માટે અનુકૂળ બનાવી છે. આ નવા નિયમો દ્વારા ઈલેક્ટ્રોનિક ડિકલેરેશન અને ઝડપી ક્લિયરન્સની સુવિધા પ્રાપ્ત થશે.કરમુક્ત સામાનની નવી મર્યાદાઓનવા નિયમો મુજબ, ભારતીય રહીશો, ભારતીય મૂળના પ્રવાસીઓ અને વેલિડ વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે ડ્યુટી ફ્રી એલાઉન્સ વધારીને 75,000 રૂપિયા કરવામાં આવ્યું છે. વિદેશી મૂળના પ્રવાસીઓ માટે આ મર્યાદા 25,000 રૂપિયા અને ક્રૂ મેમ્બર્સ માટે 2,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે, જમીન માર્ગે ભારત આવતા મુસાફરોને આ સામાન્ય ડ્યુટી ફ્રી એલાઉન્સનો લાભ મળશે નહીં.સોનાના દાગીના અને રહેઠાણ બદલવા અંગેના લાભજ્વેલરી લાવવાના નિયમોમાં મોટો ફેરફાર કરતા હવે જૂની મૂલ્ય મર્યાદા દૂર કરી માત્ર વજનના આધારે છૂટછાટ અપાશે. એક વર્ષથી વધુ વિદેશમાં રહીને પરત ફરતા ભારતીય રહીશોમાં મહિલાઓ 40 ગ્રામ સુધી અને પુરુષો 20 ગ્રામ સુધીના સોનાના દાગીના કોઈ પણ ડ્યુટી વગર લાવી શકશે.રહેઠાણ બદલીને (Transfer of Residence) કાયમી ભારત પરત ફરતા લોકો માટે પણ રાહત જાહેર કરાઈ છે. જેમાં 12 મહિના સુધી વિદેશ રહેલા લોકો માટે 1.5 લાખ, 1 થી 2 વર્ષ માટે 3 લાખ અને 2 વર્ષથી વધુ સમય વિદેશમાં રહેનારા લોકો માટે 7.5 લાખ રૂપિયા સુધીની ડ્યુટી ફ્રી મર્યાદા નક્કી કરાઈ છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે વસ્તુઓની એક સિંગલ રેશનલાઈઝ્ડ યાદી તૈયાર કરવામાં આવી છે.લેપટોપ, પાલતુ પ્રાણીઓ અને અન્ય સુવિધાઓનવા નિયમોમાં 18 વર્ષથી વધુ ઉંમરના મુસાફરો માટે એક લેપટોપ અને પાલતુ પ્રાણીઓ (Pets) લાવવાની જોગવાઈને પણ ડ્યુટી ફ્રી કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત, ટેમ્પરરી ઈમ્પોર્ટ અને રી-ઈમ્પોર્ટ માટે વિશેષ સર્ટિફિકેટની સુવિધા ઉભી કરાઈ છે, જેથી એરપોર્ટ પર સામાન અટકાવવાની સમસ્યામાંથી મુક્તિ મળશે.કસ્ટમ્સ વિભાગે અગાઉના 35 સર્ક્યુલરોને રદ કરી એક નવો માસ્ટર સર્ક્યુલર જારી કર્યો છે, જે તમામ એરપોર્ટ પર સમાન અમલીકરણ સુનિશ્ચિત કરશે. આ સુધારાઓથી ભારતને વૈશ્વિક સ્તરે પ્રવાસન અને મુસાફરો માટે વધુ સુવિધાજનક દેશ બનાવવાનો લક્ષ્ય છે.
72 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 09:06 AM
સાંસદ પૂનમબેન મેડમે જામનગરમાં વેપાર અને ઉદ્યોગને વેગ આપવા બદલ પ્રધાનમંત્રી મોદી અને નાણાપ્રધાન સીતારામનનો આભાર માન્યો

સાંસદ પૂનમબેન મેડમે જામનગરમાં વેપાર અને ઉદ્યોગને વેગ આપવા બદલ પ્રધાનમંત્રી મોદી અને નાણાપ્રધાન સીતારામનનો આભાર માન્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૩: એમ.એસ એમ.ઈ. સહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર ઉપર કોઇ નવા કર વેરા ન હોવાથી અને મંજુરીઓનું સરળીકરણ,બ્રાસ ઉદ્યોગ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર અને ઉદ્યોગોને ગતિશીલતા પ્રદાન કરશે તેમ જણાવતા ૧૨-જામનગર લોકસભાક્ષેત્રના સંસદસભ્‍ય પૂનમબેન માડમ એ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણજીનો આભાર વ્‍યક્‍ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી ના નેતળત્‍વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા પ્રસ્‍તુત થયેલુ વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ પ્રગતિના સીમા ચિホો પાર કરતા ભવ્‍ય ભારતના સર્વાંગી વિકાસને સુનિヘુિત કરનારૂ છે. તેમ સંસદસભ્‍ય શ્રી પૂનમબેન માડમએ એક નિવેદનમાં જણાવી ઉમેર્યું છે કે એમ એસ એમ.ઇ. સહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર ઉપર કોઇ નવા કર વેરા ન હોવાથી અને મંજુરીઓનું સરળીકરણ બ્રાસ ઉદ્યોગ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર અને ઉદ્યોગોને ગતિશીલતા પ્રદાન કરશે તેમજ કર્તવ્‍ય ભવનમાં તૈયાર થયેલું આ નવ્‍ય ઉર્જાસભર અંદાજપત્ર,ગરીબ,યુવા,અન્નદાતા,નારી-શક્‍તિ,જનજાતીય વર્ગ અનુસૂચિત જાતિ પ્રત્‍યે સમર્પિત ભાવ સાથે આર્થિક-સામાજીક સશક્‍તિકરણ પુરૂ પાડશે. અને એકંદરે ટકાઉ આર્થિક વળદ્ધિ,ક્ષમતા નિર્માણ અને સબકા સાથ,સબકા વિકાસના એમ ત્રણ કર્તવ્‍યો સાથે વિકસિત ભારત તરફ કેન્‍દ્રિત આ રોડમેપ રાષ્‍ટ્રના સર્વાગી વિકાસને અકિત કરે છે. ૧૨-જામનગર લોકસભા ક્ષેત્રના સંસદસભ્‍ય શ્રી પૂનમબેન માડમએ સંસદમાં તારીખ ૧ લી ફેબ્રુઆરીના રજુ થયેલા આ અંદાજપત્ર અંગે વિશેષમાં જણાવ્‍યુ હતુ કે યુવા શક્‍તિ સંચાલિત અંદાજપત્રમાં ગરીબો,વંચિતો,અન્નદાતા,અનુસુચિત જાતિ-જનજાતિ,મહિલાઓના લાભ ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરવાના સરકારના શ્નસંકલ્‍પઙ્ખને સાકાર કરે છે અને પ્રથમ કર્તવ્‍ય આર્થિક વિકાસને વેગ આપવાનું અને ટકાવી રાખવાનું છે,બીજું કર્તવ્‍ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું અને તેમની ક્ષમતાનું નિર્માણ કરવા સંબંધિત છે,ત્રીજું કર્તવ્‍ય,સબકા સાથ,સબકા વિકાસના વિઝન સાથે જોડાયેલું છે.‘‘ઇઝ ઓફ ડુઈંગ''અને‘‘ઈઝ ઓફ લીવીંગ''ને કેન્‍દ્રમાં રાખીને વિશિષ્ટ ઇન્‍ફાસ્‍ટ્રક્‍ચર પર્યાવરણીય પ્રગતિ,આર્થીક સુધારાઓ,ટેરીફના ઘટાડા સહિતની સંખ્‍યાબંધ જનસુખાકારીની બાબતો અર્થતંત્રની દ્રષ્ટીએ ક્રાંતિકારી પહેલ ગણાય છે જેનું લક્ષ્ય‘‘વિકસિત ભારત''ના લક્ષ્યાંકને સિદ્ધ કરવાનું છે. ઉમળકાભેરના આ પ્રતિભાવોમાં સંસદસભ્‍ય શ્રી પૂનમબેન માડમએ એમ પણ કહ્યુ હતુ કે,આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાનું દ્રઢ દિશાસૂચન કરે છે.
7 shares
😊
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 07:05 AM
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે 2026-27 માટેનું બજેટ રજૂ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે 2026-27 માટેનું બજેટ રજૂ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું વર્ષ 2026-27 માટેનું બજેટ AMTS ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ચેરમેનની રજૂઆત મુજબ, અગાઉના 991 કરોડના બજેટમાં 20 કરોડના સુધારા સાથે કુલ બજેટ 1011 કરોડ રૂપિયા થયું છે.
16 shares
😐
Western Times logo
Western Times
Feb 3, 2026, 05:44 AM
ભારત સરકારે 2026-27 માટે ₹53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

ભારત સરકારે 2026-27 માટે ₹53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

નવી દિલ્હી,કેન્દ્ર સરકારે ૨૦૨૬-૨૭નું ૫૩.૫ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ અગાઉના વર્ષની તુલનાએ ૫.૫ ટકા વધારે છે. ૨૦૨૫-૨૬માં બજેટ ૫૦ લાખ કરોડ રૂપિયા હતું. સરકારે આટલું મોટું બજેટ તો રજૂ કર્યું, પરંતુ તેની સામે તેના હાથમાં ચોખ્ખી આવક તો ૩૫ લાખ કરોડ રૂપિયા જ છે. આ રકમ તે ક્યાંથી લાવશે તે સવાલ થાય છે. સરકાર આના માટે લોન લેશે.સરકારે ગયા વર્ષે ૧૫.૫૮ લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ૨૦૩૦ સુધીમાં દેવુ ઘટાડીને જીડીપીના ૫૦ ટકા સુધી લવાશે. સરકારને ૨૦૨૬-૨૭માં ૪૪ લાખ કરોડથી પણ વધુ રકમની આવકની આશા છે. તેમા ૧૫.૨૬ લાખ કરોડ રૂપિયાનો ટેક્સ રાજ્યોને આપવામાં આવશે. આમ સરકારની કુલ કર આવક ૨૮.૬૬ લાખ કરોડ રૂપિયા થશે. આ સિવાય સરકારને ૬.૬૬ લાખ કરોડ રૂપિયાની નોન-ટેક્સ આવક પણ મળશે. આ હિસાબે સરકારની કુલ આવક ૩૫.૩૩ લાખ કરોડ રૂપિયા થશે.વિશ્વના દરેક દેશની સરકાર ઋણ લે છેઆમ રાજ્યોનો હિસ્સો વહેંચ્યા પછી કેન્દ્ર સરકારની પાસે ૨૦૨૬-૨૪ માટે ૩૫.૩૩ લાખ કરોડ રૂપિયા બચશે. તેમા કેન્દ્ર સરકાર ૧૪.૬૬ લાખ કરોડ રૂપિયા તો ઇન્કમ ટેક્સના મળશે. આ ઉપરાંત ૧૦.૧૯ લાખ કરોડ રૂપિયા જીએસટીના મળવાની આશા છે. બાકીની આવક કોર્પાેરેશન ટેક્સ, કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટીમાંથી સરકારને થશે. અહીં સવાલ એ થાય કે ૩૫.૩૩ લાખ કરોડ રૂપિયાની આવક સામે સરકાર ૫૩.૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કેવી રીતે કરશે. તેનો જવાબ છે સરકાર આ માટે બજારમાંથી રૂપિયા ઉઠાવશે, એટલે કે ઉધાર લેશે. વિશ્વના દરેક દેશની સરકાર ઋણ લે છે.બજેટ મુજબ કેન્દ્ર સરકારની એક રૂપિયાની કમાણીમાં ૨૪ પૈસા તો ઉધારના જ હશે. બજેટ દસ્તાવેજ મુજબ જોઈએ તો ૨૦૨૬-૨૭માં કેન્દ્ર સરકાર લગભગ ૧૭ લાખ કરોડનું ઋણ લેશે. સરકાર અહીં સરકારી સંસ્થાઓ પાસેથી લોન લેશે અને ૧૫ હજાર કરોડ રૂયિયાનું ધિરાણ વિદેશમાંથી પણ લેવાશે. સરકારે ગયા વર્ષે ૧૫.૫૮ લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. બજેટ ભાષણમાં નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર દેવુ ઘટાડવા પ્રયત્નશીલ છે. ૨૦૩૦ સુધી દેવુ જીડીપીના ૫૦ ટકા કરવાનો અંદાજ છે. હાલમાં દેવુ જીડીપીના ૫૯.૧ ટકા છે. ૨૦૨૬-૨૭માં તેને ઘટાડીને ૫૫.૬ ટકા કરવામાં આવશે.SS1MS
77 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:36 AM
ભારતના નાણાં મંત્રાલયે વિલંબિત ઓડિટ અહેવાલો માટે ફી રજૂ કરી

ભારતના નાણાં મંત્રાલયે વિલંબિત ઓડિટ અહેવાલો માટે ફી રજૂ કરી

નવી દિલ્‍હી તા.૩: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાં વિલંબ કરનારાઓને છેલ્‍લી તારીખ વીતિ ગયા પછી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરનારે રૂ. ૩૫૦૦૦ની હી ચૂકવવી પડશે. તેમાં બીજી સ્‍પષ્ટતા એ કરવામાં આવી છે. કે હવે આ પેનલ્‍ટી નહિ, પરંતુ ફી ગણવામાં આવશે. પેનલ્‍ટીને કાયદાકીય કોર્ટમાં પડકારી શકાતી હતી, તેથી પેનલ્‍ટી કર્યા પછી કોર્ટ કેસ થતાં હતા. તેને પડકારવામાં આવતી હતી, પરંતુ ફી સામે કોઈ જ કોર્ટમાં જવાની ગુંજાયશ નહિ. પહેલી એપ્રિલ ૨૦૨૬થી નવી જોગવાઈ લાગુ પડશે. ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની છેલ્‍લી તારીખ વીતિ ગયા પછી રૂ. ૭૫૦૦૦ની ફી ભરવી પડશે, પરંતુ, તેની ઉપર પણ એક મહિનો કે વધુ સમય થઈ જાય અને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાં નહિ આવ્‍યો હોય તો તે કંપનીને કે પછી પ્રોફેશનલ્‍સે રૂ. ૧.૫ લાખની ફી ચૂકવવી પડશે., એમ આવકવેરાના કાયદાના જાણકારનું કહેવું છે. જૂની કાયદાકીય જોગવાઈ મુજબ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ ચૂકી જનારાઓ તરફથી આવકવેરા અધિકારી સમક્ષ કરવામાં આવતી રજૂઆતમાં યોગ્‍ય લાગે તો અધિકારી પોતે જ ડિલે કોન્‍ડોન કરી દેતા હતા. પરિણામે કંપનીઓને આ સમસ્‍યા નડતી નહોતી. તેથી વિલંબ પછીય પેનલ્‍ટી થતી નહોતી. પરંતુ આ વખતના બજેટમાં અધિકારી પાસેથી ૭૫૦૦૦ની ફી લાગી જશ. પહેલી પેનલ્‍ટી વેવ કરવાની સત્તા જ છીનવી લેવામાં આવત હતી. જૂની પ્રોવિઝનમાં કંપનીના કુલ ટર્નઓવરના અડધા ટકા કે પછી રૂ. ૧.૫ લાખ બેમાંથી જે ઓછું હોય તેટલી પેનલ્‍ટી કરવામાં આવતી હતી. પહેલી ફેબ્રુઆરી ૨૦૨૬ના રજૂ કરવામાં આવેલા બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ૩૦મી સપ્‍ટેમ્‍બર સુધીમાં ઓડિટ રિપોર્ટ ફાઈલ ન થાય તો પહેલી ઓક્‍ટોબરે રૂ. ૭૫૦૦૦ની ફી લાગી જશે. પહેલી ઓક્‍ટોબર કે તે પછી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટે પહેલા ફી પેટે રૂ. ૭૫૦૦૦ જમા કરાવવા ફરજિયાત છે. આ ફી જમા ન કરાવે તો તેવા સંજોગોમાં તેમના ઓડિટ રિપોર્ટ અપલોડ થઈ શકતા નથી. એક મહિનાથી વધુ થાય તો દોઢ લાખ ભરવાના તે પછી જ રિપોર્ટ ફાઇલ થઇ શકશે.(૩૮.૧૬) ઓડિટ રિપોર્ટ કોણે ફાઈલ કરવા પડે?
94 shares
😢
Western Times logo
Western Times
Feb 3, 2026, 05:31 AM
ભારતે 165 દેશોના જીડીપીને વટાવીને વિક્રમજનક બજેટ રજૂ કર્યું

ભારતે 165 દેશોના જીડીપીને વટાવીને વિક્રમજનક બજેટ રજૂ કર્યું

નવી દિલ્હી,ભારત વૈશ્વિક અર્થતંત્રનું નવું પાવરહાઉસ બનવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી. દેશના બજેટને જોઈને આપણે આ જોઈ શકીએ છીએ. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ૫૮૩.૫ બિલિયન ડોલર અથવા રૂ. ૫૩.૫ લાખ કરોડનું બજેટ જાહેર કર્યું. નોંધપાત્ર વાત એ છે કે આ વાર્ષિક બજેટ વિશ્વભરના ૧૬૫ દેશોના જીડીપી કરતાં પણ વધુ છે. આનો અર્થ એ થયો કે ૧૬૫ દેશોનો જીડીપી પણ ભારત એક વર્ષમાં તેના દેશને ચલાવવા માટે જે ખર્ચ કરે છે તેના કરતાં ઓછો છે. ગયા વર્ષે, દેશનું બજેટ રૂ.૫૦ લાખ કરોડથી ઓછું હતું. જો આપણે દેશના વાર્ષિક બજેટ વિશે વાત કરીએ, તો તે રૂ.૫૩.૫ લાખ કરોડ અથવા રૂ.૫૮૩.૫ બિલિયન છે. જ્યારે ગયા વર્ષે, દેશનું વાર્ષિક સુધારેલું બજેટ રૂ.૫૦ લાખ કરોડથી ઓછું હતું. આંકડાકીય રીતે, આ પહેલી વાર છે જ્યારે દેશનું વાર્ષિક બજેટ રૂ.૫૦ લાખ કરોડને વટાવી ગયું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ નું બજેટ રૂ.૪૮.૨૧ લાખ કરોડ હતું. તે પહેલાં, નાણાકીય વર્ષ ૨૦૨૩ નું બજેટ રૂ.૪૫ લાખ કરોડ હતું. નાણાકીય વર્ષ ૨૦૨૨ નું બજેટ રૂ.૩૯.૪૫ લાખ કરોડ હતું. આનો અર્થ એ છે કે દેશના બજેટમાં દર વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.મોદી સરકારના કાર્યકાળનું આ ૧૩મું પૂર્ણ બજેટ હતું. ત્યારથી, બજેટ ખર્ચમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. મોદીનું પહેલું પૂર્ણ બજેટ જુલાઈ ૨૦૧૪ માં રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે, દેશનું બજેટ રૂ.૧૭.૯૫ લાખ કરોડ હતું. નાણાકીય વર્ષ ૨૦૨૭ નું બજેટ રૂ.૫૩.૫૦ લાખ કરોડ હોવાનો અંદાજ છે. આનો અર્થ એ છે કે બજેટમાં પહેલાથી જ ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ, તે ૨૦૦% વધારો દર્શાવે છે. આગામી વર્ષાેમાં વધુ વધારો થવાની અપેક્ષા છે.નોન-ડેટ આવક અને કુલ ખર્ચ અનુક્રમે રૂ.૩૬.૫ લાખ કરોડ અને રૂ.૫૩.૫ લાખ કરોડ હોવાનો અંદાજ છે. કેન્દ્ર સરકારની ચોખ્ખી કર આવક રૂ.૨૮.૭ લાખ કરોડ હોવાનો અંદાજ છે. કુલ બજાર ઉધાર રૂ.૧૭.૨ લાખ કરોડ હોવાનો અંદાજ છે, અને ડેટેડ સિક્યોરિટીઝમાંથી ચોખ્ખી બજાર ઉધાર રૂ.૧૧.૭ લાખ કરોડ હોવાનો અંદાજ છે. નોન-ડેટ આવક માટે સુધારેલ અંદાજ રૂ.૩૪ લાખ કરોડ છે, જેમાંથી કેન્દ્ર સરકારની ચોખ્ખી કર આવક રૂ.૨૬.૭ લાખ કરોડ છે. કુલ ખર્ચ માટે સુધારેલ અંદાજ રૂ.૪૯.૬ લાખ કરોડ છે, જેમાંથી મૂડી ખર્ચ આશરે રૂ.૧૧ લાખ કરોડ છે.નોંધનીય છે કે, ૨૦૨૭ ના નાણાકીય વર્ષનું બજેટ ૧૬૫ દેશોના જીડીપી કરતા વધારે છે. ભારતની ૨૬મી સૌથી મોટી અર્થવ્યવસ્થા પછી, અન્ય કોઈ દેશનો જીડીપી ભારતના વાર્ષિક બજેટ જેટલો મોટો નથી. નોંધનીય છે કે, વિશ્વની ૨૭મી સૌથી મોટી અર્થવ્યવસ્થા સિંગાપોરનો કુલ જીડીપી ઇં૫૭૪.૧૮૫ બિલિયન છે, જ્યારે દેશનું બજેટ ઇં૫૮૩ બિલિયનથી વધુ છે.SS1MS
40 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:30 AM
બજારની અનિશ્ચિતતા વચ્ચે બિટકોઇનની કિંમતો 10 મહિનાની નીચી સપાટીએ પહોંચી

બજારની અનિશ્ચિતતા વચ્ચે બિટકોઇનની કિંમતો 10 મહિનાની નીચી સપાટીએ પહોંચી

નવી દિલ્‍હી તા.૩: વિશ્વની સૌથી મોંઘી ક્રિપ્‍ટોકરન્‍સી, બિટકોઈન, ઘણા સમયથી નોંધપાત્ર ઘટાડો અનુભવી રહી છે. સોમવારે પણ બિટકોઈનમાં ઘટાડો થયો હતો, જે એશિયન બજારોમાં ૧૦ મહિનાના નીચલા સ્‍તરે પહોંચ્‍યો હતો. સપ્તાહના અંતે વેચવાલી બાદ, બજારમાં અનિヘતિતાનો અનુભવ થઈ રહ્યો છે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. બિટકોઈનનો ભાવ ૨.૫% ઘટીને ડોલર ૭૪,૫૪૧ (આશરે રૂ. ૬૮ લાખ) થયો. જોકે, પછીથી તે થોડો સુધર્યો. સાંજે ૫ વાગ્‍યે, એક બિટકોઈન ડોલર ૭૭,૬૬૨ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગયા વર્ષે બિટકોઈનનો ભાવ ૨૦% થી વધુ ઘટ્‍યો છે. આ ઘટાડો એવા સમયે આવ્‍યો છે જ્‍યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને ક્રિપ્‍ટોકરન્‍સીના સમર્થક માનવામાં આવે છે. તેમનો ક્રિપ્‍ટો એક્‍સચેન્‍જ સાથે જોડાયેલો વ્‍યવસાય પણ છે. જાન્‍યુઆરીમાં બિટકોઈનના ભાવમાં લગભગ ૧૧% નો ઘટાડો થયો. ૨૦૧૭ના પ્રારંભિક કોઈન ઓફરિગ (ICO) તેજી પછી આ સૌથી મોટો ઘટાડો હતો. આ ઘટાડો એવા સમયે આવ્‍યો છે જ્‍યારે શેરબજારમાં પણ ઉથલપાથલ છે. સોનાના ભાવમાં સોમવારે પણ ઘટાડો ચાલુ રહ્યો, ગયા અઠવાડિયે એક દાયકામાં સૌથી મોટો ઘટાડો થયો હતો. ગયા વર્ષે, વ્‍હાઇટ હાઉસના ક્રિપ્‍ટો તરફી વલણ અને સંસ્‍થાકીય રોકાણકારોના વધતા રસને કારણે બિટકોઈનનો ભાવ ડોલર ૧૨૬,૦૦૦ (લગભગ રૂ. ૧.૧૫ કરોડ) ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્‍યો હતો. જોકે, તે પછી તરત જ મોટો વેચાણ થયું. ત્‍યારથી બિટકોઈનના ભાવમાં લગભગ ૪૦% નો ઘટાડો થયો છે.
48 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:30 AM
ભારત અને અમેરિકા વેપાર સમજૂતી પર સંમત થયા, ટેરિફમાં 32 ટકા રાહત લાવી

ભારત અને અમેરિકા વેપાર સમજૂતી પર સંમત થયા, ટેરિફમાં 32 ટકા રાહત લાવી

નવી દિલ્‍હી તા.૩: ભારત અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ આખરે વેપાર કરાર પર સંમત થયા છે. આ કરાર હેઠળ, ટ્રમ્‍પ વહીવટીતંત્રે પારસ્‍પરિક ટેરિફ (આયાત જકાત) અગાઉના ૨૫% થી ઘટાડીને ૧૮% કરી દીધી છે. રશિયા સાથે તેલ વેપાર પર લાદવામાં આવેલ વધારાના ૨૫્રુ ટેરિફને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્‍યો છે. એકંદરે, આ ૩૨% ટેરિફ રાહત દર્શાવે છે. યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જણાવ્‍યું હતું કે આ વેપાર કરાર તાત્‍કાલિક અસરથી અમલમાં આવશે, જે ભારત માટે તાત્‍કાલિક ટેરિફ રાહત દર્શાવે છે. ટેરિફ બોજમાં ઘટાડો થવાથી યુ.એસ.માં નોંધપાત્ર વ્‍યવસાયિક કામગીરી ધરાવતી કંપનીઓ માટે માર્જિનમાં સુધારો થવાની, સ્‍પર્ધામાં વધારો થવાની અને વધુ ઓર્ડર જનરેટ થવાની અપેક્ષા છે. આનાથી નિઃશંકપણે કંપનીની આવક અને નફાકારકતામાં વધારો થશે. યુએસ ટ્રેડ ટેરિફમાં આ છૂટછાટ ભારતના ઘણા નિકાસલક્ષી ક્ષેત્રો માટે ફાયદાકારક છે. અગાઉ, ૨૭ ઓગસ્‍ટના રોજ ૫૦% સુધીના કડક ટેરિફ લાગુ કરવામાં આવ્‍યા હતા, જેના કારણે ખર્ચનું દબાણ વધ્‍યું હતું અને યુએસ બજારમાં ભારતીય માલની માંગમાં ઘટાડો થયો હતો. ટેરિફમાં ઘટાડા સાથે, યુએસમાં નોંધપાત્ર રોકાણ ધરાવતી કંપનીઓને માર્જિનમાં રાહત, સ્‍પર્ધાત્‍મકતામાં સુધારો અને ઓર્ડર પર સ્‍પષ્ટતાનો અનુભવ થવાની અપેક્ષા છે. ભારતીય નિકાસકારો, ખાસ કરીને કાપડ, સીફૂડ, ઓટો એન્‍સિલરી, રસાયણો અને પસંદગીની ગ્રાહક કંપનીઓને નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે. કાપડ અને વષાો, ઈન્‍ડો કાઉન્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીઝ, કાઇટેક્‍સ, ગોકલદાસ એક્‍સપોર્ટ્‍સ, પર્લ ગ્‍લોબલ, વેલસ્‍પન ઈન્‍ડિયા, હિમતસિગકા સીડે, ત્રિશૂળ, વર્ધમાન ટેક્‍સટાઈલ, અરવિદ, સીફૂડ સેક્‍ટર, એપેક્‍સ ફ્રોઝન ફૂડ્‍સ, વોટરબેઝ, અવંતિ ફીડ્‍સ, ઓટો અને ઓટો આનુષંગિકો, સોનાBLW,રામકૃષ્‍ણ ફોર્જિગ, ભારત ફોર્જ, ટાટા મોટર્સ, સંવર્ધન મદ્રાસન સંવર્ધન મધરસન, બાલકૃષ્‍ણ ટાયર્સ, સાંસેરા એન્‍જિનિયરિંગ, કેમિકલ્‍સ અને એગ્રોકેમિકલ્‍સ, યુપીએલ એસઆરએફ, જ્‍યુબિલન્‍ટ ઇંગ્રેવિયા, આરતી ઇન્‍ડસ્‍ટ્રીઝ, પીઆઈ ઈન્‍ડસ્‍ટ્રીઝ, ઉપભોક્‍તા કંપનીઓ, એલટી ફૂડ્‍સ (દાવત),KRBL(ઇન્‍ડિયા ગેટ), ટાટા કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સ.
64 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 04:04 AM
ટેરિફમાં ઘટાડો થતાં ભારત-અમેરિકા વેપાર સમજૂતીથી ભારતીય બજારને વેગ મળ્યો

ટેરિફમાં ઘટાડો થતાં ભારત-અમેરિકા વેપાર સમજૂતીથી ભારતીય બજારને વેગ મળ્યો

India US Trade Deal અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં 18% ઘટાડો કરવાની જાહેરાત કરી. જેનાથી ભારતીય બજારમાં ઉછાળો આવ્યો. મંગળવારે ખુલતા જ સેન્સેક્સ 2,236.55 (2.74%) પોઈન્ટના ઉછાળા સાથે 83,903.01 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 50 694 પોઈન્ટના ઉછાળા સાથે 25,782.65 અંકે ખૂલ્યો. ADVERTISEMENT શેરબજારમાં તેજી Business Business Business Business Business India World Opinion Gujarat Gujarat Uttarakhand: 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 3 લોકોના મોત, અનેક ઘાયલ
36 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 06:05 PM
ભારતનું કેન્દ્રીય બજેટ NRI અને PROI માટે પોર્ટફોલિયો રોકાણ યોજનાને ઉદાર બનાવે છે

ભારતનું કેન્દ્રીય બજેટ NRI અને PROI માટે પોર્ટફોલિયો રોકાણ યોજનાને ઉદાર બનાવે છે

નવી દિલ્હી:કેન્દ્રીય બજેટ2026-27માં વિદેશમાં વસતા ભારતીયો (NRI)અને બિન-નિવાસી રોકાણકારો (PROI)માટે ખુશીના સમાચાર આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (PIS)માં મોટા ફેરફારો કરીને વિદેશી મૂડી પ્રવાહને આકર્ષવા માટે રેડ કાર્પેટ બિછાવી છે. આ ઉદારીકરણનો મુખ્ય હેતુ ભારતીય શેરબજારમાં રોકાણની પ્રક્રિયાને વધુ સરળ અને આકર્ષક બનાવવાનો છે. બજેટના મુખ્ય આકર્ષણો: નિષ્ણાતોનો મત અમેટ્રાPMSનાCIOકરણ અગ્રવાલના જણાવ્યા મુજબ,આ ફેરફારોNRIરોકાણકારોને ભારતીય અર્થતંત્રના વિકાસનો સીધો લાભ લેવામાં મદદ કરશે. ખાસ કરીને ડોલર સામે રૂપિયાની સ્થિતિને જોતા,વ્યવસ્થિત પરિભ્રમણ (Systematic Rotation)દ્વારા એક મજબૂત અને સ્થિતિસ્થાપક ભારત પોર્ટફોલિયો બનાવી શકાય છે.
89 shares
😊
Akila News logo
Akila News
Feb 2, 2026, 04:48 PM
ગુજરાત સરકારે બિન-કૃષિ ક્ષેત્રના એકમોની માહિતી એકત્ર કરવા માટે રાજ્યવ્યાપી સર્વેક્ષણ હાથ ધર્યું

ગુજરાત સરકારે બિન-કૃષિ ક્ષેત્રના એકમોની માહિતી એકત્ર કરવા માટે રાજ્યવ્યાપી સર્વેક્ષણ હાથ ધર્યું

ગાંધીનગર : ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા જાન્યુઆરી-૨૦૨૬ થી ડિસેમ્બર-૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી “Annual Survey of Unincorporated Sector Enterprises (ASUSE)” વિષય પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ મોજણીનો મુખ્ય હેતુ રાજ્યના વિશાળ બિનકૃષિ ક્ષેત્રના એકમોની વિવિધ માપદંડો અંગેની સચોટ માહિતી એકત્રિત કરવાનો છે તેમ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ સર્વેમાં મુખ્યત્વે નાના ઉત્પાદકો, સેવા પ્રદાતાઓ અને વેપારી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા પસંદ કરાયેલ ગામો અને શહેરી વિસ્તારોની મુલાકાત લેશે. તેઓ ઘરે-ઘરે જઈને નિયત પત્રકોમાં વિગતવાર માહિતી એકઠી કરશે. એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરે નીતિ ઘડતર અને વિવિધ યોજનાકીય બાબતોના આયોજન માટે કરવામાં આવશે.સર્વેની કામગીરીમાં તમામ નાગરિકોને જરૂરી વિગતો આપી પૂરતો સાથ-સહકાર આપવા અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.
4 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 04:18 PM
ભારતની રાજ્ય-દર-રાજ્ય માથાદીઠ આવકઃ બિહાર રાષ્ટ્રીય સરેરાશને વટાવી ગયું

ભારતની રાજ્ય-દર-રાજ્ય માથાદીઠ આવકઃ બિહાર રાષ્ટ્રીય સરેરાશને વટાવી ગયું

નવી દિલ્હી: ભારત ભલે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું હોય, પરંતુ જ્યારે વાત સામાન્ય નાગરિકની વાર્ષિક કમાણી એટલે કે 'માથાદીઠ આવક' (Per Capita Income) ની આવે છે, ત્યારે રાજ્યો વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. તાજેતરના આંકડા મુજબ, બિહારની માથાદીઠ આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે હવે વાર્ષિક ₹76,000 સુધી પહોંચી ગઈ છે. બિહારના નાણામંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવે ગૌરવ સાથે જણાવ્યું કે બિહારનો આર્થિક વિકાસ દર 13.1% છે, જે રાષ્ટ્રીય સરેરાશ (7.3%) કરતા ઘણો વધારે છે.દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ, બિહાર કરતા કમાણીમાં દોઢ ગણું આગળ છે. વર્ષ 2024-25માં યુપીની માથાદીઠ આવક અંદાજે ₹1 લાખ થી ₹1.50 લાખની વચ્ચે રહી છે. બીજી તરફ, ઔદ્યોગિક હબ ગણાતા ગુજરાતની માથાદીઠ આવક ₹2.5 લાખ થી ₹3 લાખની વચ્ચે નોંધાઈ છે. આંધ્રપ્રદેશ (₹2.6 લાખ) અને પંજાબ (₹2.2 લાખ) પણ આ યાદીમાં મજબૂત સ્થાન ધરાવે છે.તમને જાણીને નવાઈ લાગશે કે માથાદીઠ આવકની બાબતમાં દિલ્હી કે મહારાષ્ટ્ર નહીં, પરંતુ નાનકડું સિક્કિમ રાજ્ય દેશમાં ટોચ પર છે. સિક્કિમમાં દરેક વ્યક્તિ સરેરાશ વાર્ષિક ₹5.87 લાખ કમાય છે. પ્રવાસન અને જળવિદ્યુત (Hydro-power) સિક્કિમની આ સમૃદ્ધિના મુખ્ય સ્ત્રોત છે. અલબત્ત, ઓછી વસ્તી પણ આ ઊંચી આવક પાછળનું એક ટેકનિકલ કારણ છે.બિહાર સરકારે હવે નાગરિકોની આવક બમણી કરવા માટે હાઈ-લેવલ કમિટીની રચના કરી છે. સરકાર હવે વીજળી અને રસ્તાઓથી આગળ વધીને ઔદ્યોગિકીકરણ અને રોજગાર સર્જન પર ધ્યાન આપી રહી છે. જો ભારતની રાષ્ટ્રીય સરેરાશની વાત કરીએ તો તે હાલમાં ₹2 લાખ થી ₹2.35 લાખની વચ્ચે છે, જે દર્શાવે છે કે હજુ પણ બિહાર અને યુપી જેવા રાજ્યોએ લાંબી મજલ કાપવાની બાકી છે.
22 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 02:30 PM
ભારતનું નવમું પૂર્ણ બજેટઃ અર્થતંત્રને વેગ આપવો અને એમએસએમઈ વિકાસને પ્રોત્સાહન આપવું

ભારતનું નવમું પૂર્ણ બજેટઃ અર્થતંત્રને વેગ આપવો અને એમએસએમઈ વિકાસને પ્રોત્સાહન આપવું

રાજકોટ, તા.૨: કેન્‍દ્રીય નાણામંત્રીશ્રીમતી નિર્મલા સિતારામનજી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ નું નવમું સંપર્ણ બજેટ રજુ કરવામાં આવ્‍યું છે. જેને રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા સર્વાંગી વિકાસ માની આવકારે છે. ભારતની અર્થવ્‍યવસ્‍થા મજબુત બની છે તેમજ વિકસીત ભારત ક્‍૨૦૪૭નો રોડમેપ તૈયાર કરાયેલ છે. પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા, માનદમંત્રીશ્રી નૌતમભાઈ બા રસીયા, સહમંત્રીશ્રી ઉતસવભાઈ દોશી, ટ્રેઝરરશ્રી વિનોદભાઈ વિનોદભાઈ કાછડીયા તથા તમામ કારોબારી સભ્‍યોએ આ બજેટને આવકારતા જણાવેલ કે, આ બજેટમાં તમામ વર્ગોનો સમાવેશ કરાયેલ છે. ખાસ કરીને રાજકોટ ચેમ્‍બરની જે માંગણી હતી કેMSMEએકમોને વધુમાં વધુ બુસ્‍ટ આપવું તે માંગણી મહદઅંશે સ્‍વીકા રેલ છે. આમMSMEભારતનું ગ્રોથ એન્‍જીન હોયMSMEને પ્રોત્‍સાહીત કરવા માટે આશરે ૧૦ હજાર કરોડ ફાળવવામાં આવેલ છે તે આવકારદાયક છે. જેનાથી રાજકોટ-સૌરાષ્‍ટ્રના પ્‍લ્‍પ્‍ચ્‍ એકમોનો વધુ વિકાસ થશે. વધુમાં સરકારશ્રીને કોઈપણ ખરીદી કરવાની થાય ત્‍યારે તે ડાયરેકટMSMEપાસેથી ખરીદી કરશે જેMSMEને બુસ્‍ટ આપવાનુંરૂ પગલુ ગણી શકાય. સાથો સાથ જામનગર ખાતેWHOના આયુર્વેદીક પરીક્ષણ કેન્‍દ્ર અપગ્રેડ કરાવાની જે જાહેરાત કરી છે તે સમગ્ર સૌરાષ્‍ટ્ર માટે આવકારદાયક છે. આ બજેટમાં શહેરી વિકાસ, ગ્રામીણ, અર્થવ્‍યવસ્‍થા, ઉદ્યોગો, આવાસ, ગરીબ, મહિલા, કિશાન, આરોગ્‍ય વિગેરે પર વધુ ફોકસ કરવામાં આવેલ છે. ખાસ કરીને અર્થવ્‍યવસ્‍થાને વધુ મજબુત બનાવવાનો પ્રયાસ કરાશે, વિકસીત ભારત તરફ મજબુત પગલા લેવામાં અગ્રેસર રહેશે, ઈન્‍ફસ્‍ટ્રક્‍ચર ડેવલોપ ઉપર વધુ ફોકસ, રોજગાર સર્જન,AIનો વધુ ઉપયોગ, યુવાઓ, મહિલાઓ, ખેડુતો, ગરીબોને વધુમાં વધુ લાભ મળે, નિકાસને વધુ વેગ આપવો અને કન્‍ટેઈનર નિર્માણ માટે ૧૦ હજાર કરોડ, ભારત દેશને બાય કાર્માનું હબ બનાવવા માટે આ સેંકટર માટે ૧૦ હજાર કરોડ, સૌથી માોટું ટેક્ષટાઈલ પાર્કનું નિર્માણ, તેમજ ટેક્ષટાઈલ ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા માટે મહાત્‍મા ગાંધી હેન્‍ડલૂમ યોજના, મહાત્‍મા ગાંધી ગ્રામ સ્‍વરાજ યોજના, ટુરીઝમનો વધુ વિકાસ કરાશે અને નવા ટ્રેનીંગ સેન્‍ટર શરૂ કરાશે, માળખાકીય સુવિધા માટે ૧૨.૨ લાખ કરોડ, ઈલે કટ્રોકનીસ નિર્માણ માટે ૪૦ હજાર કરોડ, આત્‍મનિર્ભર ભારત ટોપ-અપ માટે બે હજાર કરોડ, દુલર્ભ ખનીજ કોરીડો માટે રાજ્‍યોને મદદ, સેમીકન્‍ડકટર ૨.૦ મીશનનું લોન્‍ચ, ૭હાઈસ્‍પીડ રેલ કોરીડોર, સોલા રથી જોડાયેલ વસ્‍તુઓ સસ્‍તી થશે, ત્રણ નવીAIMSનું નિર્માણ, વિદેશી યાત્રા સસ્‍તી કરાશે, જીલ્લાની હોસ્‍પીટલોને વધુ અપગ્રેડ કરાશે, કેન્‍સર-ડાયાબીટીસ સહિત ગંભીર રોગોની દવાઓ સસ્‍તી કરાશે, બેન્‍કીંગ સિસ્‍ટમ માટે ઉચ્‍ચસ્‍તરીય સમિતિની રચના, નવો ઈન્‍કમટેક્ષ કાયદો સરળ કરીને ૧લી એપ્રિલથી ૨૦૨૬ લાગુ કરાશે,ITR-૧ અનેITR-૨ ૩૧ જુલાઈ સુધી ભરી શકશે. ટેકસમાં ગડબડી માટે સજા નહી માત્ર દંડ જેવી જોગવાઈઓ રજુ કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે
18 shares
😊
Akila News logo
Akila News
Feb 2, 2026, 02:29 PM
ભારતની એસટીટી વૃદ્ધિનો ઉદ્દેશ ઘરની બચતને અનુમાનિત જોખમોથી બચાવવાનો છે

ભારતની એસટીટી વૃદ્ધિનો ઉદ્દેશ ઘરની બચતને અનુમાનિત જોખમોથી બચાવવાનો છે

નવી દિલ્હી,તા.02:કેન્દ્રીય બજેટ2026-27માં શેરબજારના ડેરિવેટિવ્ઝ (F&O)સેગમેન્ટ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં કરાયેલા વધારાને લઈને ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દે સ્પષ્ટતા કરતા દેશના મુખ્ય આર્થિક સલાહકાર (CEA)વી. અનંત નાગેશ્વરને જણાવ્યું છે કે,સરકારનો હેતુ ટેક્સ વસૂલીને તિજોરી ભરવાનો નથી,પરંતુ સામાન્ય લોકોની મહેનતની કમાણીને સટ્ટાકીય જોખમોથી બચાવવાનો છે. નાગેશ્વરને પત્રકારો સાથેની વાતચીતમાંSEBIના ડેટાનો હવાલો આપતા કહ્યું કે,મોટાભાગના છૂટક રોકાણકારો ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ભારે નુકસાન કરી રહ્યા છે. "અમે ઈચ્છીએ છીએ કે ઘરગથ્થુ બચતનો ઉપયોગ સટ્ટાખોરીને બદલે લાંબા ગાળાની સંપત્તિ વધારવા માટે થાય,"તેમ તેમણે ઉમેર્યું હતું. ટેક્સમાં કેટલો વધારો થયો? (નવા દરો): નાણામંત્રી નિર્મલા સીતારમણે સૂચવેલા ફેરફારો મુજબ હવે ટ્રેડિંગ કરવું મોંઘું પડશે:
19 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 02:21 PM
ભારતનું કેન્દ્રીય બજેટ 2026-27: સ્થિરતા અને સુધારાઓનું સંતુલન

ભારતનું કેન્દ્રીય બજેટ 2026-27: સ્થિરતા અને સુધારાઓનું સંતુલન

નવી દિલ્હી,તા.02:નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે વર્ષ2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે,જે આર્થિક સ્થિરતા અને સુધારા વચ્ચેનું સંતુલન જાળવવાનો પ્રયાસ હોવાનું જણાય છે. આ બજેટમાં મધ્યમ વર્ગના કરદાતાઓ,શેરબજારના રોકાણકારો અને સામાન્ય ગ્રાહકો માટે કેટલીક રાહતો સાથે કેટલાક આકરા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. ચાલો જોઈએ કોના માટે બજેટ'ખુશખબર'લાવ્યું છે અને કોના માટે'પીડા'. કરદાતાઓ અને ગ્રાહકો માટે શું બદલાયું? કરદાતાઓ માટે સૌથી મોટી રાહતITRસુધારવા (Revised Return)ના સમયમાં કરવામાં આવી છે. હવે નજીવી ફી સાથે31ડિસેમ્બરના બદલે31માર્ચસુધી રિટર્ન સુધારી શકાશે. વિદેશ પ્રવાસ કે વિદેશી શિક્ષણ માટે મોકલાતા નાણાં પરનોTCSદર5%થી ઘટાડીને2%કરવામાં આવ્યો છે. ગ્રાહકો માટે'જીવનરક્ષક'રાહત આપતા સરકારે કેન્સરની17દવાઓ અને અન્ય દુર્લભ રોગોની સારવાર પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી છે. જોકે,પુખ્ત વયના લોકો માટેના ડાયપર,વીડિયો ગેમ્સ અને શૈક્ષણિક સીડી-રોમ જેવી વસ્તુઓ પર ટેક્સ વધતા તે મોંઘી થશે.
72 shares
😢
Akila News logo
Akila News
Feb 2, 2026, 02:08 PM
રાજકોટ ધારાસભ્યએ વચગાળાના કેન્દ્રીય બજેટને આવકાર્યુંઃ વિકસિત ભારતની દિશામાં એક મજબૂત પગલું

રાજકોટ ધારાસભ્યએ વચગાળાના કેન્દ્રીય બજેટને આવકાર્યુંઃ વિકસિત ભારતની દિશામાં એક મજબૂત પગલું

રાજકોટ,તા.૨: વિધાનસભા ૬૮-રાજકોટના ધારાસભ્‍ય ઉદય કાનગડએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં નાણાંમંત્રીશ્રી નિર્મલા સીતારામનજીએ રજુ કરેલ વચગાળાના કેન્‍દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ને આવકારી કેન્‍દ્રની ભાજપ સરકારને અભિનંદન આપતા જણાવ્‍યું હતું કે કેન્‍દ્રીય બજેટ કરોડો દેશવાસીઓની આશા અને આકાંક્ષાઓની પરીપૂર્તિ કરનારૂ નિવડશે. સમાજના દરેક વર્ગના લોકોની જરૂરીયાતોનો ખ્‍યાલ રાખનારૂ સર્વસમાવેશક અને સર્વસ્‍પશી બજેટ માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત-૨૦૪૭ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્‍ધતાને વધુ વેગ આપી વિકસિત ભારત તરફ મજબૂત પગલુ ભરનારૂ નિવડશે. છેલ્લા દશ વર્ષોમાં ભારતીય અર્થતંત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્‍યું છે. દેશવાસીઓઆશા અને આશાવાદ સાથે ભવિષ્‍યને નિહાળી રહયા છે. કેન્‍દ્રીય બજેટ સર્વાગિ વિકાસ,આર્થિક સ્‍થિરતા,રોજગારી સર્જન,આધુનિક ઢાંચાકીય વિકાસ તથા સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ કેન્‍દ્રીય બજેટમાં ગતિશીલ અર્થતંત્ર, સશકત નાગરિક, સર્વાગિ વિકાસરૂપી ત્રણ કર્તવ્‍યનો ત્રિવેણી સંગમ થયો છે અને વિકસિત ભારત તરફ એક મજબૂત પગલું ભરતું રોજગારી, ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર અને જનહિતને કેન્‍દ્રમાં રાખતા વિકાસલક્ષી બજેટ આપવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનજી અને કેન્‍દ્ર સરકારને અભિનંદન પાઠવતા અંતમાં ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવેલ હતું.
98 shares
😊
Akila News logo
Akila News
Feb 2, 2026, 02:00 PM
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 2026માં 60 ટકા મોંઘવારી ભથ્થું મળી શકે છે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 2026માં 60 ટકા મોંઘવારી ભથ્થું મળી શકે છે

નવી દિલ્‍હી,તા.૨: કેન્‍દ્રીય કર્મચારીઓ અને પેન્‍શનધારકો માટે વર્ષ ૨૦૨૬ની શરુઆત સારા સમાચાર સાથે થઈ છે. ઔદ્યોગિક શ્રમિકો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક(AICPI-IW)ના ડિસેમ્‍બરના આંકડા જાહેર થયા બાદ હવે મોંઘવારી ભથ્‍થા(DA)માં વધારો થવો નિ?તિ જણાઈ રહ્યો છે. શ્રમ બ્‍યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા નવેમ્‍બર ૨૦૨૫નાAICPI-IWના આંકડા ૧૪૮.૨ પર પહોંચી ગયા હતા. છેલ્લા ૧૨ મહિનાના સરેરાશ ઇન્‍ડેક્‍સના આધારે ગણતરી કરતાં મોંઘવારી ભથ્‍થું ૫૯.૯૩%ની આસપાસ પહોંચ્‍યું હતું. ડિસેમ્‍બરના આંકડાઓ પણ સામાન્‍ય રહેતા હવે તે ૬૦%ની સપાટી વટાવી ચૂકયું છે. સરકાર હંમેશા પૂર્ણાંકમાંDAજાહેર કરતી હોવાથી,કર્મચારીઓને જાન્‍યુઆરી ૨૦૨૬થી ૬૦%ના દરે મોંઘવારી ભથ્‍થું મળવું લગભગ નક્કી છે. સામાન્‍ય રીતે દર દસ વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. ૭માં પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં,કેન્‍દ્રીય કર્મચારીઓ અને પેન્‍શનરો માટે મોંઘવારી ભથ્‍થું (DA)અને મોંઘવારી રાહત(DR)માં વધારો અટકશે નહીં. સરકાર નવી ભલામણો લાગુ ન થાય ત્‍યાં સુધી અગાઉની વ્‍યવસ્‍થા મુજબ જ દર છ મહિને (જાન્‍યુઆરી અને જુલાઈ) આ વધારો કરવાનું ચાલુ રાખશે.
65 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 01:52 PM
બજેટના દિવસે ઉછાળા પછી ભારતીય શેર બજારમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે.

બજેટના દિવસે ઉછાળા પછી ભારતીય શેર બજારમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે.

મુંબઈ:રવિવારે બજેટના દિવસે જોવાયેલો ભયાનક કડાકો સોમવારે'મૂલ્ય ખરીદી' (Value Buying)માં ફેરવાઈ ગયો હતો. ભારતીય શેરબજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી,જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને1%થી વધુના ઉછાળા સાથે બંધ થયા. બજેટમાંSTTવધારાના સમાચારથી ગભરાયેલા રોકાણકારો હવે ભારતના મજબૂત આર્થિક પાયા અને લાંબા ગાળાના વિકાસના વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોય તેવું જણાય છે. BSEસેન્સેક્સ આજે943પોઈન્ટના તોતિંગ ઉછાળા સાથે81,666પર બંધ રહ્યો,જ્યારેNSEનિફ્ટી263પોઈન્ટ વધીને25,088ની સપાટી પર સ્થિર થયો હતો. બજેટના દિવસે સેન્સેક્સમાં જે1,550પોઈન્ટનું ગાબડું પડ્યું હતું,તેનો મોટો હિસ્સો આજે એક જ દિવસમાં ભરાઈ ગયો છે. તેજીના મુખ્ય કારણો: સાવચેતી હજુ પણ જરૂરી
84 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 01:25 PM
કેન્દ્રીય બજેટ 2026-27: કરવેરા સલાહકારે રાહત પગલાંની ટીકા કરી

કેન્દ્રીય બજેટ 2026-27: કરવેરા સલાહકારે રાહત પગલાંની ટીકા કરી

રાજકોટ : નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના કેન્‍દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જાણીતા કરવેરા સલાહકાર ધવલભાઈ ખખ્‍ખરે(મો. ૯૮૭૯૩ ૩૨૦૯૪) જણાવ્‍યું છે કે, આ બજેટમાં વેપારીઓ, મધ્‍યમવર્ગ અને પગારદાર વર્ગને જે રાહતની અપેક્ષા હતી તે મળી નથી. તેમણે આ બજેટને 'દેશની વિકાસયાત્રા'ના નામે રજૂ થયેલું પરંતુ કરદાતાઓ માટે ‘નિરાશાજનક' ગણાવ્‍યું છે. બજેટની મુખ્‍ય જોગવાઈઓ ટેક્‍સ સ્‍લેબ અને સ્‍કીમ : આવકવેરાની નવી અને જૂની સ્‍કીમમાં આવક મર્યાદા કે આવકવેરાના દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી. જોકે, નવી સ્‍કીમ હેઠળ ૧૨ લાખ સુધીની આવક પર કોઈ ટેક્‍સ લાગશે નહીં તેવી જોગવાઈ છે. પગારદાર વર્ગ : સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શનની મર્યાદા રૂ. ૭૫,૦૦૦ યથાવત રાખવામાં આવી છે, જેમાં કોઈ વધારો કરાયો નથી.
93 shares
😢
Akila News logo
Akila News
Feb 2, 2026, 01:14 PM
ભારતે 2047 સુધીમાં વૈશ્વિક સેવા અગ્રણી બનવા માટે અંદાજપત્રનો રોડમેપ રજૂ કર્યો

ભારતે 2047 સુધીમાં વૈશ્વિક સેવા અગ્રણી બનવા માટે અંદાજપત્રનો રોડમેપ રજૂ કર્યો

નવી દિલ્હી, તા. 02: નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે તેમનું રેકોર્ડ નવમું બજેટ રજૂ કરીને દેશના આર્થિક ભવિષ્યનો રોડમેપ જાહેર કર્યો છે. આગામી સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવા છતાં, સરકારે કોઈપણ મોટી કર રાહતો આપવાને બદલે લાંબા ગાળાના આર્થિક લક્ષ્યાંકો અને 'કેપેક્સ' (મૂડીખર્ચ) પર પોતાની પકડ મજબૂત રાખી છે. સરકારનું મુખ્ય લક્ષ્ય ભારતને 2047 સુધીમાં ગ્લોબલ સર્વિસ લીડર બનાવવાનું અને રૂપિયાના મૂલ્યને રક્ષણ આપવાનું છે.બજેટના મુખ્ય આકર્ષણો:• ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બુલેટ ટ્રેન: મૂડી ખર્ચમાં 9% નો વધારો કરી તેને રૂ. 12.2 લાખ કરોડ કરવામાં આવ્યો છે. મુંબઈ-અમદાવાદની જેમ હવે બેંગલુરુને હૈદરાબાદ અને ચેન્નાઈ સાથે જોડતા હાઈ-સ્પીડ રેલ કોરિડોર પણ બનાવવામાં આવશે.• નવી અર્થવ્યવસ્થા અને AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને અગ્રેસર બનાવવા માટે રૂ. 40,000 કરોડના ખર્ચે 'સેમિકન્ડક્ટર મિશન 2.0' લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે.• ડેટા સેન્ટર માટે ટેક્સ હોલિડે: ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવા માટે ભારતમાં ડેટા સેન્ટર સ્થાપતી વિદેશી કંપનીઓને 2047 સુધી ટેક્સમાંથી મુક્તિ આપવાનો મોટો નિર્ણય લેવાયો છે.શેરબજાર અને કરદાતાઓ માટે શું?બજેટમાં સામાન્ય કરદાતાઓ માટે કોઈ નવા ફેરફાર કરવામાં આવ્યા નથી. જોકે, ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવાના પ્રસ્તાવને કારણે શેરબજારમાં નરમાશ જોવા મળી હતી અને સેન્સેક્સ-નિફ્ટીમાં 2% જેટલો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, વિદેશી રોકાણને આકર્ષવા માટે FEMA ના નિયમોમાં પણ મોટા ફેરફારો કરવાની જાહેરાત કરાઈ છે.નિષ્કર્ષ:વડાપ્રધાન મોદીએ આ બજેટને "સુધારા અને વિકાસનું સંકલન" ગણાવ્યું છે, જ્યારે વિપક્ષે તેને નિરાશાજનક અને બેરોજગારી જેવા મુદ્દાઓને અવગણનારું ગણાવ્યું છે. એકંદરે, આ બજેટ 'વિકસિત ભારત' ના સ્વપ્નને સાકાર કરવા માટે ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતું જણાય છે.
69 shares
😊
Sandesh logo
Sandesh
Feb 2, 2026, 11:43 AM
વાપી આગ દુર્ઘટનાઃ ઔદ્યોગિક કેન્દ્રમાં આગ લાગી

વાપી આગ દુર્ઘટનાઃ ઔદ્યોગિક કેન્દ્રમાં આગ લાગી

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપીમાં આગની એક દુર્ઘટના સામે આવી છે. વાપીના વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કમાં આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા બે વ્યક્તિઓ દાઝી ગયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. આગ લાગવાની જાણ થતા જ સ્થાનિક ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આસપાસની અન્ય કંપનીઓ સુધી આગ ન પ્રસરે તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.
28 shares
😢
Gujarat Samachar logo
Gujarat Samachar
Feb 2, 2026, 11:05 AM
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો મળશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો મળશે

Article AI Image Government Employee DA News: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે વર્ષ 2026ની શરુઆત સારા સમાચાર સાથે થઈ છે. ઔદ્યોગિક શ્રમિકો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક(AICPI-IW)ના ડિસેમ્બરના આંકડા જાહેર થયા બાદ હવે મોંઘવારી ભથ્થા(DA)માં વધારો થવો નિશ્ચિત જણાઈ રહ્યો છે. ડિસેમ્બરના આંકડાઓએ આપ્યા સંકેત
76 shares
😊
Western Times logo
Western Times
Feb 2, 2026, 10:30 AM
ભારતે ગિફ્ટ સિટીમાં રોકાણકારો માટે 20 વર્ષની કરવેરાની રજા જાહેર કરી

ભારતે ગિફ્ટ સિટીમાં રોકાણકારો માટે 20 વર્ષની કરવેરાની રજા જાહેર કરી

ગાંધીનગર, દેશની પ્રથમ સ્‍માર્ટ સિટી ગુજરાત ઈન્‍ટરનેશનલ ફાઈનાન્‍સ ટેક સિટી (ગિફટ સિટી)માં રોકાણકારોને આકર્ષવા બજેટમાં મોટી જાહેરાત થઈ હતી. જે મુજબ ગિફટ સિટીમાં ૨૦ વર્ષ માટે ટેક્‍સમાં છૂટ આપવામાં આવી હતી. કેન્‍દ્રીય બજેટની જાહેરાતો અનુસાર, GIFT સિટીમાં સ્‍થપાયેલા એકમો હવે ૨૦ વર્ષના ટેક્‍સ હોલિડે (કર મુક્‍તિ) માટે પાત્ર બનશે, જે અગાઉના ૧૦ વર્ષના લાભ કરતા બમણો છે. ફાઇનાન્‍સ બિલમાં જણાવ્‍યા મુજબ, આ ટેક્‍સ હોલિડેનો સમયગાળો પૂરો થયા પછી, આ એકમો પર ૧૫% ના રાહત દરે ટેક્‍સ લાગશે. કેન્‍દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્‍યું હતું કે, ઇન્‍ટરનેશનલ ફાઇનાન્‍સિયલ સર્વિસ સેન્‍ટરની સ્‍પર્ધાત્‍મકતા વધારવા માટે, સેક્‍શન ૧૪૭ હેઠળ કપાતનો સમયગાળો વધારીને ૨૫ વર્ષમાંથી ૨૦ સતત વર્ષો માટે અને OBU (ઓફશોર બેંકિગ યુનિટ્‍સ) માટે ૨૦ સતત વર્ષો કરવાની દરખાસ્‍ત છે. કપાતનો સમયગાળો પૂરો થયા પછી IFSC ના આ એકમોની વ્‍યવસાયિક આવક પર ૧૫% ના દરે ટેક્‍સ લેવામાં આવશે. તેની સરખામણીમાં, ભારતમાં અન્‍ય સ્‍થળોએ કાર્યરત વિદેશી કંપનીઓએ તેમની આવક પર અંદાજે ૩૫% ટેક્‍સ ચૂકવવો પડે છે. તેની સામે GIFT સિટીમાં માત્ર ૧૫% ટેક્‍સ એક મોટું આકર્ષણ બનશે. સરકારે ટ્રેઝરી સેન્‍ટર્સ માટે ડીમ્‍ડ ડિવિડન્‍ડ ની જોગવાઈઓને તર્કસંગત બનાવવાનો પ્રસ્‍તાવ પણ મૂક્‍યો છે. ગાંધીનગરમાં આવેલું GIFT સિટી ભારતનું પ્રથમ ‘ઓફશોર-સ્‍ટાઈલ’ ફાઇનાન્‍શિયલ સેન્‍ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણયને આવકારતા GIFT સિટીના મેનેજિગ ડિરેક્‍ટર અને ગ્રુપ CEO સંજય કૌલે જણાવ્‍યું હતું કે, આ બજેટ દેશના પ્રથમ IFSC માંથી વ્‍યવસાય કરતા એકમો માટે લાંબા ગાળાની ટેક્‍સ નિヘતિતા પ્રદાન કરે છે, જે ભારતની ઓફશોર નાણાકીય સ્‍પર્ધાત્‍મકતામાં વધારો કરશે.
9 shares
😐
Western Times logo
Western Times
Feb 2, 2026, 10:23 AM
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર સમજૂતીઃ નિકાસ માટે ગેમ ચેન્જર પરંતુ મુસ્લિમ દેશો માટે ચિંતાનો વિષય

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર સમજૂતીઃ નિકાસ માટે ગેમ ચેન્જર પરંતુ મુસ્લિમ દેશો માટે ચિંતાનો વિષય

આ કરાર ભારત માટે એક મોટી સિદ્ધિ સમાન (એજન્સી)નવી દિલ્હી, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આગામી મુક્ત વેપાર કરારની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. આ કરાર દક્ષિણ એશિયાઈ અર્થતંત્ર પર મોટી અસર કરી શકે છે. આ કરારને ભારત માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે, પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા મુસ્લિમ દેશોમાં ચિંતા છે. આ કરાર બાદ ઘણા ભારતીય ઉત્પાદનો યુરોપિયન બજારમાં ઓછા અથવા કોઈ કરવેરા વિના વેચી શકાશે. આનો સીધો ફાયદો ભારતીય કંપનીઓને થશે અને તેમની નિકાસ ઝડપથી વધશે. કાપડ, વસ્ત્રો, ફાર્માસ્યુટિકલ, ચામડું, આઈટી અને ઓટો ક્ષેત્રોમાં ખાસ કરીને આ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની આશા છે. બાંગ્લાદેશના અર્થતંત્રનો મુખ્ય આધાર રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગ છે. બાંગ્લાદેશ લાંબા સમયથી યુરોપિયન દેશોમાં સસ્તા કપડાંની નિકાસ કરે છે. જોકે, વેપાર કરાર સાથે ભારત તે બજારમાં સસ્તા અને ગુણવત્તાયુક્ત કપડાંની નિકાસ પણ કરી શકશે. ભારતમાં કપાસના ઉત્પાદનથી લઈને તૈયાર કપડાં સુધીની સંપૂર્ણ સપ્લાય ચેઇન છે. તેનાથી ભારતીય ઉત્પાદનોની કિંમત ઘટે છે અને ડિલિવરીને ઝડપી બનાવે છે. નિષ્ણાતો માને છે કે આનાથી બાંગ્લાદેશના ગાર્મેન્ટ નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને ત્યાં લાખો નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે. પાકિસ્તાન યુરોપિયન બજારમાં પોતાના ટેક્સટાઈલ અને કપડા ઉત્પાદનો પર પણ ખૂબ નિર્ભર છે. હાલમાં, તે ચોક્કસ વેપાર વિશેષાધિકારો ભોગવે છે, પરંતુ ભારત-ઈયુ કરાર પછી તેને ભારતીય કંપનીઓ તરફથી સીધી સ્પર્ધાનો સામનો કરવો પડશે. પાકિસ્તાની વેપાર સંગઠનો કહે છે કે આનાથી તેમની નિકાસ, વિદેશી કમાણી અને રોજગાર પર પ્રતિકૂળ અસર પડી શકે છે. પાકિસ્તાન પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, અને આ ડીલ તેની સ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે.ભારત સરકારનું લક્ષ્ય છે કે ૨૦૩૦ સુધીમાં નિકાસ વધારીને ૧૦૦ અરબ ડોલરથી વધુ સુધી લઈ જવાનું છે. યુરોપિયન યુનિયન સાથેના કરારથી ભારતને મોટું બજાર, વિદેશી રોકાણ અને નવી નોકરીઓ મળવાની આશા છે.
49 shares
😊
Western Times logo
Western Times
Feb 2, 2026, 10:23 AM
જાન્યુઆરીમાં યુપીઆઈ વ્યવહારો 21.70 અબજ સુધી પહોંચ્યા, મૂલ્ય વૃદ્ધિ 1.33% પર

જાન્યુઆરીમાં યુપીઆઈ વ્યવહારો 21.70 અબજ સુધી પહોંચ્યા, મૂલ્ય વૃદ્ધિ 1.33% પર

નવી દિલ્‍હી, યુનિફાઇડ પેમેન્‍ટ્‍સ ઇન્‍ટરફેસ (UPI) વ્‍યવહારોમાં જાન્‍યુઆરીમાં ૦.૩૨ ટકાનો નજીવો વધારો થયો, જે ડિસેમ્‍બરમાં ૨૧.૬૩ અબજની તુલનામાં ૨૧.૭૦ અબજ સુધી પહોંચ્‍યો. મૂલ્‍યની દ્રષ્ટિએ, જાન્‍યુઆરીમાં વ્‍યવહારો ૧.૩ ટકા વધીને રૂા.૨૮.૩૩ લાખ કરોડ થયા, જે ડિસેમ્‍બરમાં રૂા.૨૭.૯૭ લાખ કરોડ હતા. જાન્‍યુઆરીમાં દૈનિક વ્‍યવહારો વધીને ૭૦ કરોડ થયા, જે ડિસેમ્‍બરમાં ૬૯.૮ કરોડ હતા. મૂલ્‍યની દ્રષ્ટિએ, તે જ મહિનામાં રૂા.૯૧,૪૦૩ કરોડ સુધી પહોંચી ગયા, જે ડિસેમ્‍બર ૨૦૨૫ માં રૂા.૯૦,૨૧૭ કરોડ હતા. આ ૨૦.૪૬ અબજ વ્‍યવહારો અને નવેમ્‍બરમાં રૂા.૨૬.૩૨ લાખ કરોડનું મૂલ્‍ય હતું. વાર્ષિક ધોરણે, જાન્‍યુઆરી ૨૦૨૫ ની તુલનામાં UPI વ્‍યવહાર વોલ્‍યુમમાં ૨૮ ટકા અને મૂલ્‍યમાં ૨૧ ટકાનો વધારો થયો છે. વર્લ્‍ડલાઇનના ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર (ભારત) રમેશ નરસિહને જણાવ્‍યું હતું કે, ‘‘UPI મજબૂત માળખાકીય ગતિ દર્શાવવાનું ચાલુ રાખે છે. તેની ટકાઉપણું અંદાજિત વૃદ્ધિ જેટલી જ મહત્‍વપૂર્ણ છે. દરરોજ ૭.૭ અબજ વ્‍યવહારો સાથે, UPI હવે માત્ર ચુકવણી માધ્‍યમ નથી પરંતુ એક મહત્‍વપૂર્ણ રાષ્ટ્રીય ડિજિટલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર છે જે મોટા પાયે વપરાશ, વાણિજ્‍ય અને નાણાકીય સમાવેશને ટેકો આપે છે.” તાત્‍કાલિક ચુકવણી સેવા (IMPS) દ્વારા વ્‍યવહારો જાન્‍યુઆરીમાં ૧.૬ ટકા ઘટીને ૩૭૪ મિલિયન વ્‍યવહારો થયા, જે ડિસેમ્‍બરમાં ૩૮૦ મિલિયન વ્‍યવહારો હતા. મૂલ્‍યની દ્રષ્ટિએ, જાન્‍યુઆરીમાં તે ૧.૭ ટકા વધીને રૂા.૬.૭૩ લાખ કરોડ થયું, જે અગાઉના મહિનામાં રૂા.૬.૬૨ લાખ કરોડ હતું. નવેમ્‍બરમાં, ૩૬૯ મિલિયન વ્‍યવહારો માટે મૂલ્‍ય રૂા.૬.૧૫ લાખ કરોડ હતું. દૈનિક વ્‍યવહારોની સંખ્‍યા ૧૨.૨૬ મિલિયનથી ઘટીને ૧૨.૦૭ મિલિયન થઈ. દૈનિક વ્‍યવહારોનું મૂલ્‍ય ૧.૬ ટકા વધીને રૂા.૨૧,૭૦૯ કરોડ થયું. FASTag વ્‍યવહારો જાન્‍યુઆરીમાં ૩ ટકા ઘટીને ૩૭૩ મિલિયન થયા જે ડિસેમ્‍બરમાં ૩૮૪ મિલિયન હતા. તેનું મૂલ્‍ય પણ ૨ ટકા ઘટીને જાન્‍યુઆરીમાં રૂા.૭,૨૩૨ કરોડ થયું જે નવેમ્‍બરમાં અનુક્રમે રૂા.૭,૩૮૫ કરોડ અને રૂા.૭,૨૩૨ કરોડ હતું, જે નવેમ્‍બરમાં અનુક્રમે રૂા.૩૬૯ મિલિયન અને રૂા.૭,૦૪૬ કરોડ હતું. સરેરાશ દૈનિક વ્‍યવહારો ઘટીને ૧૨.૦૫ લાખ થયા, જેનું મૂલ્‍ય રૂા.૨૩૩ કરોડ હતું. જાન્‍યુઆરીમાં આધાર સક્ષમ ચુકવણી સિસ્‍ટમ (AEPS) દ્વારા ૯૯ મિલિયન વ્‍યવહારો થયા હતા, જે ડિસેમ્‍બરમાં ૯૫ મિલિયનથી ૪% વધુ છે. નવેમ્‍બરમાં આ આંકડો ૧૦૮ મિલિયન હતો. વ્‍યવહારોનું કુલ મૂલ્‍ય રૂા.૨૫,૯૦૭ કરોડ હતું, જે ડિસેમ્‍બરમાં રૂા.૨૫,૧૬૭ કરોડ હતું. નવેમ્‍બરમાં તે રૂા.૨૮,૪૨૮ કરોડ હતું. આ મહિને દૈનિક વ્‍યવહારોની સંખ્‍યા ૩૦.૮ લાખથી વધીને ૩૧.૮ લાખ થઈ ગઈ છે, અને વ્‍યવહારોનું મૂલ્‍ય પણ રૂા.૮૧૨ કરોડથી વધીને રૂા.૮૩૬ કરોડ થયું છે.
76 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 09:33 AM
ભારતના નાણાં મંત્રીએ અભ્યાસ અને તબીબી હેતુઓ માટે વિદેશી રેમિટન્સ પર કરવેરામાં કાપ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો

ભારતના નાણાં મંત્રીએ અભ્યાસ અને તબીબી હેતુઓ માટે વિદેશી રેમિટન્સ પર કરવેરામાં કાપ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો

નવી દિલ્‍હી,તા.૦૨: કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં વિદેશ ફરવાના શોખીનો, વિદેશ જવા ઈચ્‍છુક વિદ્યાર્થીઓ અને દર્દીની સારવાર માટે વિદેશ મોકલાતા નાણાંને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે ‘લિબરાઈજ્‍ડ રેમિટન્‍સ સ્‍કીમ' (LRS) હેઠળ અભ્‍યાસ અને મેડિકલ માટે વિદેશ મોકલાતા નાણાં (રેમિટન્‍સ) તેમજ વિદેશના ટુર પેકેજના વેચાણ પર સ્રોત પરનો ટેક્‍સ ઘટાડીને બે ટકા કરવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો છે. નાણાંમંત્રીએLRSહેઠળ એજ્‍યુકેશન અને મેડિકલ હેતુ હેઠળના‘ષોત પર એકત્રિત કરાયેલ ટેક્‍સ' (TCS) દરને પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરવાની જાહેરાત કરી છે. પ્રસ્‍તાવ મુજબ, શિક્ષણ અથવા દર્દીની સારવાર માટે ૧૦ લાખ રૂપિયાથી વધુ રકમ મોકલવા પર પાંચ ટકાના બદલે બે ટકાTCSલાગુ પડશે. હાલLRSયોજના હેઠળ ભારતમાં રહેતા સગીર સહિત તમામ નાગરિકો દર વર્ષે ૨,૫૦,૦૦૦ ડોલર સુધીની રકમ વિદેશ મોકલી શકે છે. અત્‍યાર સુધી આના પર પાંચ ટકાTCSદર લાગુ પડતો હતો, જોકે હવે તેમાં શિક્ષણ અને સારવાર સિવાય અન્‍ય માટે મોકલાતા નાણાં પર ૨૦ ટકા ટીસીએસ દર યથાવત્‌ રહેશે. બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ વિદેશમાં ફરવું પણ સસ્‍તુ થયું છે. નાણામંત્રીએ વિદેશ પ્રવાસ પેકેજના વેચાણ પરનો ટીસીએસ દર પાંચ અને ૨૦ ટકાથી ઘટાડીને સીધું જ બે ટકા કરવાનો પ્રસ્‍તાવ આપ્‍યો છે. વર્તમાનમાં ૧૦ લાખ રૂપિયા સુધીના વિદેશ પ્રવાસના પેકેજ પર પાંચ ટકા અને તેથી વધુના પેકેજ પર ૨૦ ટકા ટીસીએસ લાગુ છે.
82 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 09:29 AM
ગિફ્ટ સિટીની સ્પર્ધાત્મકતા વધારવા માટે ભારતે 20 વર્ષની કરવેરાની રજા આપી

ગિફ્ટ સિટીની સ્પર્ધાત્મકતા વધારવા માટે ભારતે 20 વર્ષની કરવેરાની રજા આપી

ગાંધીનગર,તા.૦૨: દેશની પ્રથમ સ્‍માર્ટ સિટી ગુજરાત ઈન્‍ટરનેશનલ ફાઈનાન્‍સ ટેક સિટી (ગિફટ સિટી)માં રોકાણકારોને આકર્ષવા બજેટમાં મોટી જાહેરાત થઈ હતી. જે મુજબ ગિફટ સિટીમાં ૨૦ વર્ષ માટે ટેક્‍સમાં છૂટ આપવામાં આવી હતી. કેન્‍દ્રીય બજેટની જાહેરાતો અનુસાર,GIFTસિટીમાં સ્‍થપાયેલા એકમો હવે ૨૦ વર્ષના ટેક્‍સ હોલિડે (કર મુક્‍તિ) માટે પાત્ર બનશે, જે અગાઉના ૧૦ વર્ષના લાભ કરતા બમણો છે. ફાઇનાન્‍સ બિલમાં જણાવ્‍યા મુજબ, આ ટેક્‍સ હોલિડેનો સમયગાળો પૂરો થયા પછી, આ એકમો પર ૧૫% ના રાહત દરે ટેક્‍સ લાગશે. કેન્‍દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્‍યું હતું કે, ઇન્‍ટરનેશનલ ફાઇનાન્‍સિયલ સર્વિસ સેન્‍ટરની સ્‍પર્ધાત્‍મકતા વધારવા માટે, સેક્‍શન ૧૪૭ હેઠળ કપાતનો સમયગાળો વધારીને ૨૫ વર્ષમાંથી ૨૦ સતત વર્ષો માટે અનેOBU(ઓફશોર બેંકિગ યુનિટ્‍સ) માટે ૨૦ સતત વર્ષો કરવાની દરખાસ્‍ત છે. કપાતનો સમયગાળો પૂરો થયા પછીIFSCના આ એકમોની વ્‍યવસાયિક આવક પર ૧૫% ના દરે ટેક્‍સ લેવામાં આવશે. તેની સરખામણીમાં, ભારતમાં અન્‍ય સ્‍થળોએ કાર્યરત વિદેશી કંપનીઓએ તેમની આવક પર અંદાજે ૩૫% ટેક્‍સ ચૂકવવો પડે છે. તેની સામેGIFTસિટીમાં માત્ર ૧૫% ટેક્‍સ એક મોટું આકર્ષણ બનશે. સરકારે ટ્રેઝરી સેન્‍ટર્સ માટે ડીમ્‍ડ ડિવિડન્‍ડ ની જોગવાઈઓને તર્કસંગત બનાવવાનો પ્રસ્‍તાવ પણ મૂક્‍યો છે. ગાંધીનગરમાં આવેલુંGIFTસિટી ભારતનું પ્રથમ‘ઓફશોર-સ્‍ટાઈલ' ફાઇનાન્‍શિયલ સેન્‍ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણયને આવકારતાGIFTસિટીના મેનેજિગ ડિરેક્‍ટર અને ગ્રુપCEOસંજય કૌલે જણાવ્‍યું હતું કે, આ બજેટ દેશના પ્રથમIFSCમાંથી વ્‍યવસાય કરતા એકમો માટે લાંબા ગાળાની ટેક્‍સ નિヘતિતા પ્રદાન કરે છે, જે ભારતની ઓફશોર નાણાકીય સ્‍પર્ધાત્‍મકતામાં વધારો કરશે. આ પગલાંGIFTસિટીને વૈશ્વિક સ્‍તરે સ્‍પર્ધાત્‍મક નાણાકીય ડેસ્‍ટિનેશન તરીકે વધુ મજબૂત બનાવશે. ઉલ્‍લેખનીય છે કે ૨૦૨૬ની શરૂઆતમાં ગિફટ સિટીમાં ઈન્‍ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્‍થાપના કરવામાં આવી હતી. જે દેશમાં સ્‍થપાયેલું પ્રથમ ઇન્‍ડિયનAIરિસર્ચ ઓર્ગેનાઈઝેશન હતું. ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી પીપીપી મોડલ પરIAIRO૧ જાન્‍યુઆરી ૨૦૨૬થી કાર્યરત થયું હતું.
33 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 09:28 AM
પાન મસાલાના ઉત્પાદન પર ભારતનો આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ નાણાકીય વર્ષમાં ₹2,330 કરોડની આવક પેદા કરે તેવી અપેક્ષા છે 2026-27

પાન મસાલાના ઉત્પાદન પર ભારતનો આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ નાણાકીય વર્ષમાં ₹2,330 કરોડની આવક પેદા કરે તેવી અપેક્ષા છે 2026-27

નવી દિલ્‍હી,તા.૦૨: સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં પાન મસાલા ઉત્‍પાદન પર લાદવામાં આવેલા આરોગ્‍ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસથી રૂ.૧૪,૦૦૦ કરોડની કમાણી કરવાની અપેક્ષા રાખે છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી પાન મસાલા ઉત્‍પાદન પર લાદવામાં આવેલ આરોગ્‍ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ ૪૦ ટકાGSTથી અલગ છે. આ સેસની ગણતરી પાન મસાલા ઉત્‍પાદક કંપનીઓની ઉત્‍પાદન ક્ષમતાના આધારે કરવામાં આવશે. ૪૦%GSTઉમેર્યા પછી, પાન મસાલા પરનો કુલ કરબોજ ૮૮% રહેશે. બજેટ દસ્‍તાવેજો અનુસાર, સરકાર ચાલુ નાણાકીય વર્ષના બાકીના બે મહિના (ફેબ્રુઆરી અને માર્ચ) માં આરોગ્‍ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકરમાંથી રૂ.૨,૩૩૦ કરોડ અને ૨૦૨૬-૨૭ માં રૂ.૧૪,૦૦૦ કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે. પાન મસાલા ઉત્‍પાદક કંપનીઓની ઉત્‍પાદન ક્ષમતા પર લાદવામાં આવેલા ઉપકરમાંથી એકત્ર કરાયેલા નાણાં રાજ્‍યો સાથે આરોગ્‍ય જાગૃતિ અથવા અન્‍ય આરોગ્‍ય સંબંધિત યોજનાઓ/પ્રવૃત્તિઓ માટે શેર કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ડિસેમ્‍બર ૨૦૨૫ માં સંસદમાં જણાવ્‍યું હતું કે આ આરોગ્‍ય ઉપકરનો હેતુ રાષ્ટ્રીય મહત્‍વના બે ક્ષેત્રો આરોગ્‍ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સમર્પિત અને અનુમાનિત સંસાધન પ્રવાહ બનાવવાનો છે. સંસદે ડિસેમ્‍બરમાં પાન મસાલા પર આવા ઉપકર લાદવા અને તમાકુ પર એક્‍સાઇઝ ડ્‍યુટી લાદવાની મંજૂરી આપી હતી. કેન્‍દ્ર અને રાજ્‍યના નાણામંત્રીઓ ધરાવતીGSTકાઉન્‍સિલે સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ માં નિર્ણય લીધો હતો કે જ્‍યારે લોન ચૂકવ્‍યા પછી વળતર સેસ મિકેનિઝમ સમાપ્ત થાય છે, ત્‍યારેGSTઉપરાંત આવા ઉત્‍પાદનો પર સેસ અને એક્‍સાઇઝ ડ્‍યુટી વસૂલવાની પદ્ધતિ નક્કી કરવામાં આવશે.GSTકાઉન્‍સિલે નિર્ણય લીધો હતો કેCOVID-19રોગચાળા દરમિયાન રાજ્‍યોનેGSTઆવકના નુકસાનની ભરપાઈ કરવા માટે લેવામાં આવેલી લોન ચૂકવ્‍યા પછી વળતર સેસ સમાપ્ત થશે. રૂ.૨.૬૯ લાખ કરોડની લોન ૩૧ જાન્‍યુઆરી, ૨૦૨૬ સુધીમાં ચૂકવવામાં આવશે.
49 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 09:27 AM
બજેટ 2026: પગારદાર અને મધ્યમ વર્ગને અસર કરતી મુખ્ય જાહેરાતો

બજેટ 2026: પગારદાર અને મધ્યમ વર્ગને અસર કરતી મુખ્ય જાહેરાતો

નવી દિલ્‍હી,તા.૦૨: બજેટ ૨૦૨૬માં પગારદાર અને મધ્‍યમ વર્ગ માટે અનેક રાહત પગલાં જાહેર કરવામાં આવ્‍યા છે. જોકે, આગામી નાણાકીય વર્ષો માટે આવકવેરા સ્‍લેબ અને સ્‍ટાન્‍ડર્ડ કપાતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. હવે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે બજેટમાં એવી કઈ જાહેરાતો કરવામાં આવી છે જે સામાન્‍ય લોકો, અથવા કરદાતાઓ અને મધ્‍યમ વર્ગના ખિસ્‍સા પર અસર કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે તે ૧૪ જાહેરાતો શું છે... ૧. નવો આવકવેરા કાયદો બજેટ ભાષણ મુજબ, નવો આવકવેરા કાયદો ૧ એપ્રિલ, ૨૦૨૬ થી અમલમાં આવશે. સરળ આવકવેરા નિયમો અને ફોર્મ ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે. સામાન્‍ય નાગરિકો માટે તેનું પાલન કરવાનું સરળ બનાવવા માટે ફોર્મ્‍સને ફરીથી વ્‍યાખ્‍યાયિત કરવામાં આવ્‍યા છે. ૨. શૂન્‍ય કપાત પ્રમાણપત્ર
34 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 09:14 AM
બજારની અસ્થિરતા વચ્ચે સરકારી બજેટમાં સ્થિરતાની માંગ

બજારની અસ્થિરતા વચ્ચે સરકારી બજેટમાં સ્થિરતાની માંગ

સોનુ-ચાંદી આસમાનથી ધરતી તરફ ઝડપભેર પરત આવી રહ્યા છે. શેર બજાર પણ ડચકા ખાવા લાગ્‍યું છે. રોકાણકારોના હૈયા થરથરી જાય તે રીતે સોના ચાંદીની કિંમતો ગગડી હતી. રોકાણકારોનો મદાર બજેટ પર હતો, પણ બજેટ બાદ શેર બજારની હવા નીકળી ગઇ હતી. રોકાણકારોની દશા મોકાણકારો જેવી બની ગઇ છે. બજેટની સમીક્ષા કરતા જણાય છે કે સરકારનું મુખ્‍ય લક્ષ્ય આર્થિક સ્‍થિરતા અને લાંબાગાળાનો વિકાસ છે. આ બજેટમાં મધ્‍યમ વર્ગ અને ગ્રામીણ અર્થતંત્ર વચ્‍ચે સંતુલન જાળવવાના પ્રયાસ કરવામાં આવ્‍યો છે. સરકારે માળખાગત સુવિધાઓ જેવી કે રેલવે, હાઈવે અને પોર્ટ્‍સ માટે જંગી ફાળવણી ચાલુ રાખી છે. આનાથી રોજગારીની નવી તકો ઊભી થવાની આશા છે. વિકાસ સડસડાટ જાય તેમ છે,પણ રોકાણકારોમાં ફફડાટ નિヘતિરૂપે છે. કરવેરાની વાત કરીએ તો, વ્‍યક્‍તિગત આવકવેરામાં અમુક રાહતો આપીને વપરાશ વધારવાનો પ્રયત્‍ન થયો છે. જોકે, મોંઘવારી સામે ઝઝૂમતા સામાન્‍ય માણસ માટે આ રાહતો કેટલી અસરકારક રહેશે તે જોવું રહ્યું. બીજી તરફ, સ્‍ટાર્ટઅપ્‍સ અન ‘‘એમએસએમઇ'' ક્ષેત્ર માટે પ્રોત્‍સાહક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ પગલું દેશના ઉદ્યોગ સાહસિકોને મજબૂત બનાવશે. ખેતી ક્ષેત્રે ટેકનોલોજી અને ડિજિટલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પર ભાર મુકાયો છે. કુદરતી ખેતી અને સંગ્રહ શક્‍તિ વધારવા માટેની જોગવાઈઓ પ્રશંસનીય છે. પરંતુ, ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે હજુ વધુ નક્કર અમલીકરણની જરૂર જણાય છે. શિક્ષણ અને આરોગ્‍ય ક્ષેત્રે પણ ફાળવણીમાં વધારો થયો છે, જે માનવ સંસાધન વિકાસ માટે જરૂરી છે.
34 shares
😢
Akila News logo
Akila News
Feb 2, 2026, 08:57 AM
સરકારી બજેટ વાસ્તવિક જીવનના આર્થિક પડકારોને પ્રતિબિંબિત કરવામાં નિષ્ફળ

સરકારી બજેટ વાસ્તવિક જીવનના આર્થિક પડકારોને પ્રતિબિંબિત કરવામાં નિષ્ફળ

૧. બજેટમાં કુલ આર્થિક સ્‍થિતિને આશાવાદી રીતે રજૂ કરવામાં આવેલ છે,પરંતુ વાસ્‍તવિક જનજીવનની મુશ્‍કેલીઓ પૂરતી દેખાતી નથી. ૨. જીડીપી (જીડીપી) વૃદ્ધિના આંકડા મુખ્‍ય કેન્‍દ્રમાં છે,પરંતુ રોજગાર અને આવક વૃદ્ધિનો સીધો સંબંધ સ્‍પષ્ટ નથી. ૩. રાજકોષીય ખાધ ઘટાડવાનો ભાર ખર્ચ કાપ દ્વારા આવે છે,આવક વધારવાના માળખાકીય સુધારા ઓછા છે.
42 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 08:46 AM
ભારતે સરળ આવકવેરાની આકારણી પ્રક્રિયા શરૂ કરી

ભારતે સરળ આવકવેરાની આકારણી પ્રક્રિયા શરૂ કરી

નવી દિલ્‍હી તા.૨: આવકવેરાના રિટર્નની આકારણી કરવાની સાથે જ હવે ફરજિયાત કરવામાં આવ્‍યો છે. આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રસ્‍તુત ફેરફાર કરવામાં આવ્‍યો છે. પહેલી એપ્રિલ ૨૦૨૭થી અમલમાં આવનારી આ નવી વ્‍યવસ્‍થા હેઠળ આવકવેરા અધિકારીએ આકરણીનો ઓર્ડર કરે તેની સાથે જ પેનલ્‍ટીનો ઓર્ડર ફરજિયાત કરવો પડે તેવી જોગવાઈ નવા બજેટમાં કરવામાં આવી છે. આ બંને બાબતો એક જ ઓર્ડરમાં કરી દેવાન રહેશે. ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ સપન વસાનું કહેવું છે કે આ નવી જોગવાઈને પરિણામે પરિણામે કરદાતાઓ એક પછી એક અલગ અલગ પ્રોસિજર કરવી પડશે નહિ. આજે રજૂ કરેલા બજેટના માધ્‍યમથી નવી કરવામાં આવેલી જોગવાઈ મુજબ કલમ ૨૨૦(૨)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કમિશનર અપીલ અથવા તો આઈટીએટી-ઇન્‍કમ ટેક્‍સ એપેલેટ ટ્રિબ્‍યુનલ દ્વારા ઓર્ડર કરવામાં આવે તે પછી નોટિસ દર્શાવેલી આકારણીની રકમ પર વ્‍યાજ ચૂકવવું પડશે. પરંતુ પેનલ્‍ટીની રકમ પર વ્‍યાજ ચૂકવવું પડશે નહિ. અપીલ પેન્‍ડિગ હશે ત્‍યાં સુધી કોઈ જ વ્‍યાજ ચૂકવવું પડશે નહિ અત્‍યારની કાયદાકીય જોગવાઈ હેઠળ આવકવેરા આકારણીનો ઓર્ડર કરે તેમાં પેનલ્‍ટીની પ્રક્રિયા ચાલુ કરવા માટેની કારણદર્શક નોટિસ આપે છે. ત્‍યારબાદ કરદાતાને યોગ્‍ય રજૂઆત કે સ્‍પષ્ટતા કરવાની તક આપ્‍યા પછી પેનલ્‍ટીનો ઓર્ડર કરે છે. આવકવેરા કાયદાની વર્તમાન જોગવાઈ મુજબ કરદાતાએ વેરા અને વ્‍યાજ સાથેની ભરવાપાત્ર બનતી રકમના ૨૦ ટકા રકમ જમા કરાવ્‍યા બાદ જ તેની બાકીની રકમ પર રિકવરી સામે સ્‍ટે મળી જાય છે. બજેટમાં કરવામાં આવેલા ફેરફારને કારણે ટેક્‍સની રકમના માત્ર દસ ટકા ભરીને સ્‍ટે મળી જશે.
39 shares
😐