કમોસમી વરસાદથી દાહોદ જિલ્લામાં વ્યાપક વિક્ષેપ પડ્યો
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. ફતેપુરા તાલુકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતાં. બીજી તરફ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અડધો કલાકમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ફતેપુરાના અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતાં. ફતેપુરા ગ્રામ પંચાયત ઘોર નિંદ્રામાં જોવા મળી હતી.ફતેપુરા, સલરા, વડવાસ, કરોડીયા, વલોન્ડી ,પાટવેલ, નવાગામ, છાલોર જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.હરીજન વાસનો રોડ ઊંચો કરી દેવાતા મકાનોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી પલળી હતી. ડબગરવાસના વહેરા ઉપર દબાણ કરી દેતા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતાં.આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર રાજકોટમાં કાયદાના લીરેલીરા ઉડાડતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણીની તપાસમાં ખુલાસો થયો છે કે, શહેરમાં મોટા પાયે બાળ લગ્નો થઈ રહ્યા છે. લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજી કરનારા યુગલોમાંથી અંદાજે 122 યુગલો સગીર હોવાનું સામે આવતા મનપા તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2025 થી અત્યાર સુધીમાં રાજકોટ મનપામાં લગ્ન નોંધણી માટે સેંકડો અરજીઓ આવી હતી. આ અરજીઓની જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે દસ્તાવેજોના આધારે માલૂમ પડ્યું કે 122 જેટલા કિસ્સાઓમાં વર અથવા કન્યા (અથવા બંને) લગ્ન સમયે કાયદેસરની ઉંમર ધરાવતા નહોતા. આ યુગલોએ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને બાળ લગ્ન કરી લીધા હોવાનું સ્પષ્ટ થતા તંત્રએ તાત્કાલિક અસરથી આ તમામ લગ્ન સર્ટિફિકેટ નામંજૂર કરી દીધા છે. આ તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે, આ 122 સગીર યુગલો પૈકીના અનેક કિસ્સાઓમાં તો યુગલોને બાળકો પણ થઈ ગયા છે. હવે જ્યારે બાળકોના જન્મના દાખલા કે અન્ય સરકારી કામકાજ માટે મેરેજ સર્ટિફિકેટની જરૂર પડી ત્યારે તેઓએ નોંધણી કરાવવા અરજી કરી હતી. જોકે, ઉંમર ઓછી હોવાને કારણે હવે આ યુગલો માટે કાયદાકીય મુશ્કેલીઓ વધવાના એંધાણ છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કાયદા મુજબ નિર્ધારિત ઉંમર વગર થયેલા લગ્નોની નોંધણી થઈ શકે નહીં. આ ઘટસ્ફાટ બાદ હવે સામાજિક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગ બાળ લગ્ન અટકાવવા માટે વધુ કડક પગલાં ભરે તેવી શક્યતા છે. આ પણ વાંચો----West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન રાજકોટ શહેરમાં સાયબર ગુનેગારોએ હવે ઉચ્ચ સરકારી અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.રાજકોટ પીજીવીસીએલની લક્ષ્મીનગર મેઈન બ્રાન્ચમાં જનરલ મેનેજર (ફાઈનાન્સ)તરીકે ફરજ બજાવતા કિંતુકુમાર શશીકાંતભાઈ મલકાણને સાયબર ગઠિયાઓએ પોતાની જાળમાં ફસાવી રૂ.4560904ની છેતરપિંડી આચરી છે. આ બનાવ અંગે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની વિગત મુજબ 4 મે 2026ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ ફરિયાદી કિંતુકુમાર મલકાણ પોતાની ઓફિસમાં હાજર હતા.તે સમયે તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.જેમાં PGVCLના એમ.ડી.કેતન જોષીનો પ્રોફાઇલ ફોટો રાખવામાં આવ્યો હતો.ઠગે પોતાની ઓળખ એમ.ડી.તરીકે આપી મેસેજ કર્યો હતો કે,આ મારો અંગત નંબર છે કોઈની સાથે શેર કરતા નહીં.ત્યારબાદ આરોપીએ પોતે મીટિંગમાં હોવાનું કહી ફોન ઉપાડયો નહોતો અને મેસેજ દ્વારા મનીષા મંડલ નામના બેંક એકાઉન્ટની વિગતો મોકલી તાત્કાલિક 45.60 લાખ રૂપિયા RTGS કરવા આદેશ આપ્યો હતો. પોતાના ઉચ્ચ અધિકારીનો આદેશ સમજીને મલકાણે પીજીવીસીએલના એસ.બી.આઈ.ખાતાનો ચેક લખી કર્મચારી મારફતે ઈન્ડસઈન્ડ બેંકના આપેલા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી દીધા હતા.જોકે ગઠિયાની લાલચ આટલેથી અટકી નહોતી.બપોરે ફરીથી તે જ નંબર પરથી બીજા 30.60 લાખ રૂપિયા નીતિન નામના ખાતામાં ટ્રાન્સફર કરવાનો મેસેજ આવ્યો હતો.સતત બીજા પેમેન્ટની માંગણી થતા ફરિયાદીને શંકા ગઈ હતી અને તેમણે રૂબરૂ જઈને એમ.ડી.કેતન જોષી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આવો કોઈ મેસેજ તેમણે મોકલ્યો જ નથી.જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તાત્કાલિક સાયબર હેલ્પલાઈન પર જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે રાજકોટના DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે, ગઈકાલે બપોરે આ ઘટના ઘટી હતી. PGVCLના અધિકારી કિન્તુ માલકણને તેમની કંપનીના જનરલ મેનેજર કેતન જોશીના નામે મેસેજ આવ્યો હતો. તેમણે મેસેજમાં જણાવેલા એકાઉન્ટ નંબર પર 45 લાખ ટ્રાન્સફર કર્યા હતાં.ભોગ બનનારને લાગ્યું કે આ તેના સાહેબ છે જેથી પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. બીજી વખત પૈસા માંગતાં તેમને શંકા ગઈ હતી અને તેઓ સાયબર ફ્રોડનો શિકાર થયા હોવાનું સામે આવ્યું હતું. અમને ફરિયાદ મળતા અમે કાર્યવાહી કરી છે. 2.5 લાખ રૂ.ઉપડ્યા હતાં અને બાકીની રકમ અમે ફ્રીઝ કરાવી છે. એક પણ વખત ખરાઈ કર્યા વગર નાણાકીય વ્યવહાર ન કરવો જોઈએ.આ પણ વાંચોઃ Banaskantha News: જગદીશ વિશ્વકર્માના ગેનીબેન સામેના નિવેદનનો વિરોધ, વાવ થરાદમાં કોંગ્રેસ અને પોલીસ આમને સામને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં વિપક્ષ નેતાના પદને લઈને કોંગ્રેસ છાવણીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પછી વિપક્ષી નેતાની વરણી થવાની છે ત્યારે હવે આ પદ માટે કોંગ્રેસના 4 દિગ્ગજ કોર્પોરેટરો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. આ પદ મેળવવા માટે નેતાઓએ પ્રદેશ નેતૃત્વ સમક્ષ જોરદાર લોબિંગ શરૂ કરી દીધું છે. વિપક્ષી નેતા પદની રેસમાં હાલ મુખ્યત્વે ત્રણ સમીકરણો ચર્ચાઈ રહ્યા છે જેમાં લઘુમતી ચહેરો, હિન્દુ ચહેરો અથવા મહિલા ચહેરો હોઇ શકે છે. લઘુમતી સમાજમાંથી બે મજબૂત નામો ચર્ચામાં છે. જેમાં શહેઝાદ ખાન પઠાણ અગાઉ બે ટર્મ આ પદ સંભાળી ચૂક્યા છે, જ્યારે હવે તેમની સામે ઝુલ્ફીકાર પઠાણનું નામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષી પણ આ રેસમાં મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તેઓ પ્રદેશના ટોચના નેતાઓની નજીક હોવાનું મનાય છે, જે તેમના પક્ષમાં મોટું પાસું સાબિત થઈ શકે છે. જો કોંગ્રેસ હાઈકમાન્ડ મહિલા કાર્ડ રમવાનું વિચારે અથવા નોન-ગુજરાતી મતદારોને આકર્ષવા માંગે, તો કામિની ઝાનું નામ સૌથી આગળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચારેય દાવેદારોએ પોતપોતાની રીતે શક્તિ પ્રદર્શન અને રજૂઆતો શરૂ કરી દીધી છે. શહેઝાદ ખાન પઠાણનો અનુભવ તેમની તરફેણમાં છે, તો નીરવ બક્ષી હિન્દુ ચહેરા તરીકે પક્ષની નવી રણનીતિમાં ફિટ બેસી શકે છે. બીજી તરફ, કામિની ઝા મહિલા સશક્તિકરણના નામે બાજી મારી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ કોના નામ પર મહોર મારે છે. આ નિર્ણય આગામી કોર્પોરેશનની ચૂંટણીઓ માટે પક્ષની દિશા નક્કી કરશે. આ પણ વાંચો----West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન ગુજરાતની જીવાદોરી ગણાતી એસ.ટી. નિગમ (GSRTC) હાલ મોટા વિવાદના વમળમાં ફસાઈ છે. નિગમમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ અને હવે સ્ટાફની ભરતી કરવાને બદલે આઉટસોર્સિંગ એટલે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવાના નિર્ણયને પગલે કર્મચારી સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કર્મચારી યુનિયનના ધીરેન્દ્રસિંહ સોલંકીના જણાવ્યા મુજબ, એસ.ટી. નિગમમાં હાલ અંદાજે 2,000 થી વધુ સ્ટાફની જગ્યાઓ ખાલી છે. આ સ્ટાફની અછતને કારણે અનેક ગ્રામ્ય અને લાંબા અંતરના રૂટ કેન્સલ કરવા પડી રહ્યા છે. નિગમ જાણી જોઈને રૂટ કેન્સલ કરી રહ્યું છે જેથી કરીને ખાનગી બસો અને કોન્ટ્રાક્ટ પદ્ધતિને પ્રોત્સાહન આપી શકાય. નિગમ હવે ડ્રાઈવર અને કંડક્ટરોને સીધી ભરતીને બદલે કોન્ટ્રાક્ટ પર લેવાની તૈયારી કરી રહ્યું છે. તેમના કહેવા મુજબ નિગમ દ્વારા પોતાના કાફલામાં નવી બસો વસાવવાને બદલે 1,000 જેટલી બસો ભાડે લેવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આ નિર્ણયને કર્મચારી સંગઠનો નિગમના ખાનગીકરણ તરફનું પ્રથમ પગલું ગણાવી રહ્યા છે. સંગઠનોનો આક્ષેપ છે કે સરકાર ધીમે ધીમે નિગમને ખાનગી હાથોમાં સોંપવા માંગે છે, જેનાથી કાયમી નોકરીની આશા રાખતા યુવાનોને મોટો અન્યાય થશે. એસ.ટી. નિગમના આ નિર્ણય સામે વિવિધ કર્મચારી યુનિયનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જો સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને આઉટસોર્સિંગનો નિર્ણય પાછો નહીં ખેંચે, તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન અને ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મુસાફરોને પણ ડર છે કે ખાનગીકરણને કારણે ભવિષ્યમાં એસ.ટી.ના ભાડામાં મોટો વધારો થઈ શકે છે. આ પણ વાંચો---West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાલનપુર ખાતેની એક સભામાં સાંસદ ગેનીબેનની સાડીના પાલવમાંથી ભાજપે આ વખતે સીટો આંચકી લીધી એવું નિવેદન કરતાં જ ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે.તાજેતરમાં થરાદમાં સમૂહ લગ્નમાં ઋષિ ભારતી બાપુએ જગદીશ વિશ્વકર્માનો વિરોધ કરવા અપીલ કરી હતી. ત્યારે હવે વાવ થરાદમાં કોંગ્રેસે ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રેલી કાઢી હતી. જગદીશ વિશ્વકર્માના પૂતળાનું દહન કરતાં પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ થયું હતું. વાવ થરાદમાં કોંગ્રેસે સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રેલી કાઢી હતી. ગૌમાતા સર્કલથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસે રેલી કાઢી હતી. આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પૂતળાનું દહન કરતાં પોલીસ સાથે સામાન્ય માથાકૂટ થઈ હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકરો પાસેથી પૂતળુ છીનવી લીધું હતું. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતાં. પૂતળા દહન દરમ્યાન પોલીસ એક્શનમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. બીજી તરફ પાટણના રાધનપુરમાં પણ સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસની રેલી યોજાઈ હતી. કોંગ્રેસ કાર્યકરો દ્વારા નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું. આવેદન બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કરાયો હતો. પૂતળા દહન દરમ્યાન પોલીસ એક્શનમાં આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગી નેતાઓએ કહ્યું હતું કે, ગેનીબેન ઠાકોર વિરુદ્ધની ટિપ્પણી ગુજરાતની જનતા અને મહિલા શક્તિનું અપમાન છે.ભાજપ અધ્યક્ષ સામે કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદની માગ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Gujarat Weather: 8મી મે સુધી ભારે વરસાદની શક્યતા, 11મે બાદ ગરમીનું પ્રમાણ વધશે: અંબાલાલ પટેલની આગાહી