Achira News Logo
Achira News
A
Akila News
May 5, 2026, 06:08 AM
યુદ્ધવિરામનો અંત આવ્યા બાદ પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધ્યો

યુદ્ધવિરામનો અંત આવ્યા બાદ પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધ્યો

નવી દિલ્‍હી તા.૫: ૧૮ દિવસના યુદ્ધવિરામ પછી પヘમિ એશિયામાં તણાવ ફરી વધ્‍યો છે. યુએઈમાં ઈરાની ડ્રોન હુમલા, બહેરીનમાં રેડ એલર્ટ અને હોર્મુઝ સ્‍ટ્રેટ કટોકટીએ વૈશ્વિક ચિતાઓ વધારી છે. ઈરાની મીડિયાએ લશ્‍કરી સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે યુએસ દળોએ ઈરાન માલ લઈ જતી બે નાગરિક બોટને નિશાન બનાવી હતી. ઈરાન કહે છે કે આ સામાન્‍ય કાર્ગો જહાજો હતા, આઈઆરજીસી સ્‍પીડબોટ નહીં, અને તેમાં સવાર પાંચ નાગરિકો માર્યા ગયા હતા. મધ્‍ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્‍ચે હાલમાં યુદ્ધવિરામ લાગુ છે. જોકે, આ ક્ષેત્રમાં ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળવાનો ભય મંડરાઈ રહ્યો છે. સોમવારે ઈરાને સંયુક્‍ત આરબ અમીરાત (UAE) પર ડ્રોન હુમલો કર્યો. અહેવાલો અનુસાર, આ ડ્રોન હુમલામાં તેલ પ્‍લાન્‍ટમાં આગ લાગી હતી. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્‍ચે ફુજૈરાહ યુએઈ માટે મહત્‍વપૂર્ણ છે. ફુજૈરાહ એ પાઇપલાઇનનું ટર્મિનસ છે જેનો ઉપયોગ યુએઈ ઈરાન-ઈરાન યુદ્ધ દરમિયાન હોર્મુઝ સ્‍ટ્રેટ દ્વારા તેના તેલનું પરિવહન ટાળવા માટે કરી રહ્યું છે. સોમવારે યુદ્ધવિરામ અમલમાં આવ્‍યા પછી યુએઈએ પહેલી વાર મિસાઈલ ચેતવણી જારી કરી. ૩ ભારતીય નાગરિકો ઘાયલ
89 shares
😢
A
Akila News
May 5, 2026, 05:58 AM
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સુનેત્રા પવારે સૌથી વધુ મતદાનનો રેકોર્ડ બનાવ્યો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સુનેત્રા પવારે સૌથી વધુ મતદાનનો રેકોર્ડ બનાવ્યો

મુંબઈ/બારામતી તા.૫: નાયબ મુખ્‍ય પ્રધાન અને અજિત પવાર જૂથના ઉમેદવાર સુનેત્રા પવારે બારામતી પેટાચૂંટણીમાં એક રેકોર્ડ બનાવ્‍યો છે. તેમણે ૨,૧૮,૯૩૦ મતોથી જીત મેળવી છે, જે દેશના વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ મતોના માર્જિનનો રેકોર્ડ છે. તેઓ સૌથી વધુ લીડ સાથે વિજયી બન્‍યા છે. આ પહેલા મહારાષ્ટ્રમાં સૌથી વધુ મતોના માર્જિનનો રેકોર્ડ સ્‍વર્ગસ્‍થ નાયબ મુખ્‍ય પ્રધાન અજિત પવારના નામે હતો. તેમણે ૨૦૧૯માં ૧,૬૫,૨૬૫ મતોના માર્જિનથી જીત મેળવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં આ સૌથી મોટી જીત હતી. જોકે, ૨૦૨૨ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં, ભાજપના બે નેતાઓએ અજિતદાદાનો રેકોર્ડ તોડ્‍યો હતો. જેમાં સાહિબાબાદ, ગાઝિયાબાદથી ભાજપના ધારાસભ્‍ય સુનીલ કુમાર શર્મા અને નોઈડાથી ભાજપના ધારાસભ્‍ય પંકજ સિહનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં સુનીલ કુમાર શર્માએ સમાજવાદી પાર્ટીના અમરપાલ શર્માને ૨,૧૪,૮૩૫ મતોથી હરાવ્‍યા હતા. ભારતમાં વિધાનસભા ચૂંટણીમાં આ સૌથી મોટી લીડ હતી. તે પછી પંકજ સિહે તે જ ચૂંટણીમાં અજિત પવારનો રેકોર્ડ તોડ્‍યો. તેમનો વિજય માર્જિન ૧, ૮૧,૦૦૦ હતો. હવે, ૪ વર્ષ પછી, સુનેત્રા પવારે બદલો લીધો છે. તેમણે આ બંને નેતાઓને પાછળ છોડી દીધા છે અને દેશમાં સૌથી વધુ લીડ મેળવવાનો રેકોર્ડ બનાવ્‍યો છે. આ ચૂંટણીમાં, સુનેત્રા પવારનો વિરોધ કરી રહેલા અન્‍ય ૨૨ ઉમેદવારોને કુલ માત્ર ૪,૮૩૭ મત મળ્‍યા છે.
75 shares
😊
W
Western Times
May 5, 2026, 05:54 AM
બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજયઃ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના લાંબા સમયથી ચાલતા દેવાની પૂર્તિ

બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજયઃ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના લાંબા સમયથી ચાલતા દેવાની પૂર્તિ

બંગાળમાં ૭૫ વર્ષ બાદ ભાજપનું પિતૃઋણ અદા! -શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર પહેલીવાર ભગવો લહેરાયો ઈતિહાસ સાક્ષી છે કે જનસંઘ (હવે ભાજપ)નો જન્મ બંગાળના ગર્ભમાંથી થયો હતો (એજન્સી)કોલકાતા, પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો ઈતિહાસ લખાયો છે. હુગલીની લહેરોથી લઈને દાર્જિલિંગની પહાડીઓ સુધી જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે, જે દર્શાવે છે કે બંગાળનો રાજકીય મિજાજ બદલાઈ ગયો છે. આ દિવસની રાહ ભાજપના નેતાઓ અને કાર્યકરો દાયકાઓથી જોઈ રહ્યા હતા. ભાજપ માટે બંગાળ વિધાનસભા ચૂંટણીની જીત માત્ર એક જીત નથી, પરંતુ તે પિતૃઋણની ચુકવણી પણ છે, જે ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી પ્રત્યે આ વિચારધારાના દરેક કાર્યકર પર ઉધાર હતી તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. ભાજપના પિતામહ ગણાતા શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર પ્રથમ વખત પૂર્ણ બહુમતી સાથે કમળ ખીલ્યું છે. ભાજપના સ્થાપક દીનદયાલ ઉપાધ્યાયના કર્તવ્ય પથ ઉત્તરાખંડથી ઉત્તર પ્રદેશમાં તો પહેલા જ સરકાર બની ગઈ હતી, પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ બંગાળમાં ૭૫ વર્ષ પછી આ સપનું સાકાર થયું છે. મુખર્જીના વિચારોના આધારે જ ભાજપનો પાયો નખાયો હતો. આવી સ્થિતિમાં શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર ભાજપ એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણીના વલણોમાં રાજ્યમાં ભાજપ બહુમતી કરતાં વધુ બેઠકો મેળવતી જણાય છે. ભાજપ ૧૯૦થી વધુ બેઠકો જીતતી દેખાઈ રહી છે, જ્યારે ્‌સ્ઝ્ર ૧૦૦થી ઓછી બેઠકો પર સમેટાઈ રહી હોય તેમ લાગે છે. આવી સ્થિતિમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે.
31 shares
😐
A
Akila News
May 5, 2026, 05:52 AM
ભાજપે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિજય મેળવ્યો, તેની રાષ્ટ્રીય હાજરીનો વિસ્તાર કર્યો

ભાજપે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિજય મેળવ્યો, તેની રાષ્ટ્રીય હાજરીનો વિસ્તાર કર્યો

નવી દિલ્‍હી તા.૫: પヘમિ બંગાળની બંપર જીતે ભારતીય જનતા પાર્ટી અથવાNDAશાસિત રાજ્‍યોની સંખ્‍યામાં ફરી વધારો કર્યો છે. વલણોમાં મળતી દેખાતી જીત બાદ હવે ૨૨ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં ભગવા સરકાર સત્તા પર સ્‍થાપિત થઈ ગઈ છે. દેશની રાજધાની દિલ્‍હી, સૌથી વધારે લોકસભા સીટવાળા ઉત્તર પ્રદેશ, યુપીથી અડીને આવેલા બિહાર ઉપરાંત રાજસ્‍થાન, મહારાષ્ટ્ર, મધ્‍ય પ્રદેશ, ઉત્તરાખંડ, પヘમિ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, ઓડિશા, ગુજરાત, આસામ, ગોવા, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્‍ડ, મણિપુર, સિક્કિમ, મેઘાલય અને મિઝોરમમાં પણNDAઅથવા ભાજપની સરકાર છે. ભાજપે ખુદ પોસ્‍ટ કર્યો ભગવા મેપ
98 shares
😐
W
Western Times
May 5, 2026, 05:50 AM
રાજકીય પક્ષોના આક્ષેપો વચ્ચે ધરપકડમાં ઘટાડા વચ્ચે ઇડીએ રેકોર્ડ સંપત્તિ જપ્ત કરી

રાજકીય પક્ષોના આક્ષેપો વચ્ચે ધરપકડમાં ઘટાડા વચ્ચે ઇડીએ રેકોર્ડ સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હી,રાજકીય સોપારી ફોડવાના આક્ષેપો વચ્ચે ઇડીએ આ વર્ષે ધરપકડો ઓછી કરી છે. જોકે તેણે જપ્ત કરેલી સંપત્તિનું મૂલ્ય રેકોર્ડ સ્તરે રહ્યું છે. મની લોન્ડરિંગ કેસોમાં ઇડી દ્વારા કરવામાં આવેલી ધરપકડોમાં ૨૦૨૬ના નાણાંકીય વર્ષ દરમિયાન આશરે ૨૭ ટકા ઘટાડો નોંધાયો છે, પરંતુ આ સમયગાળા દરમ્યાન જપ્ત કરાયેલ સંપત્તિનું મૂલ્ય રૂ. ૮૧,૦૦૦ કરોડના રેકોર્ડ સ્તરે નોંધાયું છે જે અત્યાર સુધીની સૌથી મોટી રકમ ગણાય છે, એમ સત્તાવાર રીતે બહાર પડાયેલી આંકડાકીય માહિતીમાં જણાવાયું છે. કેન્દ્રીય એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત હાથ ધરેલા સર્ચ અથવા દરોડાઓ ૩૧ માર્ચે સમાપ્ત થયેલા ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષ દરમિયાન લગભગ બમણા થઈ ૨,૮૯૨ સુધી પહોંચી ગયા। આ એક્ટ હેઠળ ઇડી પાસે ગુનાઇત પ્રવૃત્તિઓથી કમાયેલી સંપત્તિની વ્યાખ્યા, ધરપકડ, સર્ચ અને જપ્તી તેમજ સંપત્તિ અટેચમેન્ટ જેવા વ્યાપક અધિકારો છે. આ કાયદાની જોગવાઈઓ હેઠળ જામીન મેળવવા પણ અત્યંત મુશ્કેલ બને છે, કારણ કે અદાલતને આરોપી નિર્દાેષ છે અને જામીન દરમિયાન ફરી ગુનો નહીં કરે તેવી ખાતરી થવી જરૂરી છે.ગત નાણાકીય વર્ષ દરમિયાન, ઇડીએ છેતરપિંડીનો ભોગ બનેલાં પીડિતોને જપ્ત કરેલી સંપત્તિ પરત અપાવવાના પોતાના લક્ષ્યને બમણું પાર કર્યું હતું. એજન્સીએ આ સમયગાળા દરમિયાન ૩૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની સંપત્તિ પરત કરી હતી, જ્યારે એપ્રિલ ૨૦૨૫માં અને ૨૦૨૬ની શરૂઆતમાં ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.૨૦૨૫-૨૬ના વાર્ષિક અહેવાલમાં દર્શાવેલાં આંકડાઓ અનુસાર જાણવા મળ્યું કે આ વર્ષે ઇડીએ ૧૫૬ લોકોને ધરપકડ કરી હતી. ૨૦૨૪-૨૫માં આ આંકડો ૨૧૪ અને ૨૦૨૩-૨૪માં ૨૭૨ હતો, એટલે આશરે ૨૭ ટકા ઘટાડો નોંધાયો છે. ઇડીના અધિકારીએ જણાવ્યું હતું કે એજન્સી દ્વારા “વધુ સચોટ અને પુરાવા આધારિત તપાસ” હાથ ધરવાના કારણે ધરપકડોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.એક જ વર્ષમાં અત્યાર સુધીના “સર્વાેચ્ચ” પ્રોવિઝનલ એટેચમેન્ટ (નાણાંકીય વર્ષ ૨૦૨૬) વિશે વિગત આપતા — જેમાં ૭૧૨ આદેશો હેઠળ ૮૧,૪૨૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી, જે મૂલ્યમાં ૧૭૧ ટકાનો વધારો દર્શાવે છે — એજન્સીએ જણાવ્યું કે આ પ્રક્રિયા ગુનેગારોને ગેરકાયદે કમાણીથી વંચિત રાખવાનું મહત્વપૂર્ણ સાધન છે. તુલનાત્મક રીતે, વર્ષ ૨૦૨૫ દરમિયાન ૪૬૧ પ્રોવિઝનલ એટેચમેન્ટ આદેશો હેઠળ ૩૦,૦૩૬ કરોડ રૂપિયાની સંપત્તિ ળિઝ કરવામાં આવી હતી। આવા એટેચમેન્ટ આદેશો પ્રાથમિક હોય છે અને ઁસ્ન્છ હેઠળની અર્ધ-ન્યાયિક સંસ્થા દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે. ટેલિવિઝન અને અખબારોમાં વ્યાપક રીતે આવરી લેવાતા ઈડ્ઢના દરોડાઓ હ્લરૂ૨૬માં બમણા કરતાં વધુ થઈ ૨,૮૯૨ સુધી પહોંચી ગયા, જ્યારે અગાઉના વર્ષમાં આ આંકડો ૧,૪૯૧ હતો.SS1MS
92 shares
😢
A
Akila News
May 5, 2026, 05:49 AM
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો

કોલકત્તા તા.૫: પશ્ચિમબંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં મમતા બેનર્જીના નવ મંત્રીઓને હારનો સામનો કરવો પડ્‍યો છે. મમતા બેનર્જી ૨૦૧૧ થી મુખ્‍યમંત્રી હતા અને તેમની સામે એંટી ઇનકંબેંસી જોવા મળતી હતી. તેમણે આનો સામનો કરવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ કંઈ કામ આવ્‍યું નહીં. મમતા બેનર્જી સરકારમાં મંત્રી રહેલા નવ નેતાઓને આ વખતે હારનો સામનો કરવો પડ્‍યો. પヘમિ બંગાળમાં બંને તબક્કામાં મતદાન ૯૦ ટકાથી વધુ થયું, જેનાથી રાજ્‍યમાં સૌથી વધુ મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખ્‍યા હતા. ભાજપે મતદાન પછી જીતનો દાવો કર્યો હતો અને કહ્યુ હતુ કે લોકોએ ટીએમસીના વિરુદ્ધમાં ભારે મતદાન કર્યું છે. દરમિયાન ટીએમસીએ દાવો કર્યો કે લોકો તેમના મત ગુમાવવાના ડરથી મતદાન કરવા માટે તેમના ઘરોમાંથી બહાર આવ્‍યા હતા. જોકે જ્‍યારે પરિણામો આવ્‍યા ત્‍યારે એ સ્‍પષ્ટ થઈ ગયું કે બંગાળમાં સત્તા વિરોધી લહેરથી મતદાન થયું હતું. મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી શશી પાંજા શ્‍યામપુકુર વિધાનસભામાંથી હારી ગયા. લાઇબ્રેરી મંત્રી સિદ્દીકુલ્‍લાહ ચૌધરી મંતેશ્વરથી હાર્યા.
51 shares
😢
W
Western Times
May 5, 2026, 05:46 AM
અમેરિકી અહેવાલમાં બૌદ્ધિક સંપદા અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેલા દેશોની ઓળખ કરવામાં આવી

અમેરિકી અહેવાલમાં બૌદ્ધિક સંપદા અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેલા દેશોની ઓળખ કરવામાં આવી

વોશિંગ્ટન,ટ્રેડિંગ પાર્ટનર દેશોમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્‌સના પાલન તથા રક્ષણમાં અસરકારકતા લાવવા કાર્યરત યુએસ ટ્રેડ રીપ્રેઝન્ટેટિવ દ્વારા ૩૦૧ પાનાનો રિપોર્ટ પ્રસિદ્ધ થયો છે. તેમાં ભારત, ચીન અને રશિયા સહિત ૬ દેશને પ્રાયોરિટી વોચ લિસ્ટમાં રખાયા છે. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન એન્ડ એન્ફોર્સમેન્ટ ૨૦૨૬ શીર્ષક હેઠળ યુએસટીઆર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આ વિશેષ અહેવાલમાં વિયેટનામને પ્રાયોરિટી ફોરેન કન્ટ્રી જાહેર કરાયું છે. છેલ્લા ૧૩ વર્ષમાં પ્રથમ વખત વિયેટનામનો આ કેટેગરી હેઠળ સમાવેશ થયો છે. આઈપી સંબંધિત કાયદા, નીતિ અને અમલમાં સૌથી વધુ ઢીલાશ ધરાવતા દેશને પીએફસી કેટેગરીમાં રાખવામાં આવે છે. આ કેટેગરી હેટળના દેશમાં યુએસ પ્રોડક્ટ્‌સને સૌથી વધુ હાનિ પહોંચતી હોય છે. યુએસટીઆરના જણાવ્યા મુજબ, વિયેટનામ ક્યારેય આઈપી રાઈટ્‌સના રક્ષણ માટે અસરકાર કાયદા બનાવવા અને તેનો અમલ કરવા માટે નિષ્ઠાપૂર્વક વાટાઘાટો કરતું નથી. પ્રાયોરિટી વોચ લિસ્ટમાં રખાયેલા દેશોમાં આઈપી પ્રોટેક્શનના અમલ અથવા માર્કેટ એસેસ બાબતે કોઈ સમસ્યા રહેતી હોય છે. આવા ૧૯ દેશની યાદીમાં યુરોપિયન યુનિયન, તુર્કીયે અને પાકિસ્તાન આવે છે.SS1MS
4 shares
😐
W
Western Times
May 5, 2026, 05:45 AM
ગુજરાતમાં ભાજપની જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી

ગુજરાતમાં ભાજપની જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી

ગુજરાતમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્‌યાઃ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા ગાંધીનગર, પશ્ચિમ બંગાળમાં મતગણતરી હજુ ચાલુ છે પણ અત્યાર સુધીના પરિણામોમાં ભાજપ જીત તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી ગાંધીનગર કમલમ ખાતે કાર્યકરો દ્વારા ઝાલમૂડી ખાઈને કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપની મજબૂત લીડ સામે આવતા ગુજરાતમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’થી લઈને સુરતના રસ્તાઓ સુધી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનોખી રીતે ઝાલમુરી બનાવીને જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં નારા, ફટાકડા અને મીઠાઈ સાથે કાર્યકરો આ જીતને ભવ્ય રીતે ઉજવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ આગળ વધી રહી હોવાના સંકેતો મળતા જ ગુજરાતમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરી બનાવીને અનોખી રીતે જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ઝાલમુડી બનાવવા માટે ખાસ કારીગરો સામગ્રી સાથે કમલમ પર પહોંચ્યા હતા. જે સમગ્ર કાર્યક્રમને ખાસ બનાવે છે. બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલી આ વાનગી દ્વારા જીતનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં પ્રચાર દરમિયાન ઝાલમુડી ખાધી હતી. જેના કારણે આ વાનગી ખાસ ચર્ચામાં આવી હતી. હવે જીતના અવસરે એ જ ઝાલમુડી બનાવીને ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યકરો માટે ગૌરવ અને આનંદનો વિષય બની છે. કમલમ ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો અને બધા જ જીતના ઉત્સાહમાં ગરકાવ થઈ ગયા હતા. આ રીતે સ્થાનિક સંસ્કૃતિને જોડીને ઉજવણી કરવાનું દ્રશ્ય સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
74 shares
😊
A
Akila News
May 5, 2026, 05:43 AM
વિજયની પાર્ટીએ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી

વિજયની પાર્ટીએ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી

ચેન્‍નાઇ, તા.૫: તમિલનાડુમાં મોટો ફેરફાર થયો છે. બે સૌથી જૂના પક્ષો,DMKઅનેAIADMKને રાજ્‍ય વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્‍યો. બે વર્ષ પહેલાં રચાયેલા અભિનેતા વિજયની પાર્ટીએ જંગી જીત મેળવી છે. વિજયના તોફાને ઝપ્‍ધ્‍ ને હાર આપી દીધી. મુખ્‍યમંત્રી સ્‍ટાલિન ચૂંટણી હારી ગયા છે. વિજય ૪૯,૦૦૦ થી વધુ મતોથી જીત્‍યો. વિજયની પાર્ટી,TVK, ૧૦૮ બેઠકો સાથે એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. તમિલનાડુમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. અભિનેતા વિજયની પાર્ટી,TVK, બહુમતી હાંસલ કરવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. આ સાથે, તમિલનાડુમાં મુખ્‍યમંત્રી પદ માટેની સ્‍પર્ધા તેજ થઈ ગઈ છે. વિજય કોની સાથે સરકાર બનાવશે તે એક કે બે દિવસમાં સ્‍પષ્ટ થઈ જશે. રાહુલ ગાંધીએ વિજય સાથે વાત કરીઃ ટીવીકે તમિલનાડુમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવતા, સરકાર રચનાની ચર્ચા તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટીવીકેના વડા સાથે ફોન પર વાત કરી અને તેમને તેમની જીત બદલ અભિનંદન આપ્‍યા, જેનાથી અટકળો શરૂ થઈ ગઈ. હવે પ્રશ્‍ન એ છે કે થલાપતિ વિજય કઈ પાર્ટી પાસેથી સમર્થન માંગશે. જો તેમને કોંગ્રેસનો ટેકો મળે તો પણ તેઓ પાંચ બેઠકો ઓછી રહેશે. તેથી, એઆઈએડીએમકે સાથે જોડાણ અંગે અટકળો ચાલી રહી છે. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી ગઈકાલે મોડી રાત્રે થલાપતિ વિજયના નિવાસસ્‍થાને સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તમિલનાડુમાં બહુમતી માટે ૧૧૮ બેઠકોની જરૂર છે. વિજયની પાર્ટીએ ૨૩૪ બેઠકોમાંથી ૧૦૮ બેઠકો જીતી છે, જેના કારણે તેઓ જાદુઈ સંખ્‍યાથી માત્ર ૧૦ બેઠકો ઓછી છે. સરકાર રચના સમીકરણ શું છે? જરૂરી બહુમતીથી થોડું ઓછું, ટીવીકે સરકાર રચના માટે ત્રણ દૃશ્‍યો પર વિચાર કરી રહ્યું છે.
58 shares
😢
A
Akila News
May 5, 2026, 05:42 AM
શિવસેના-એનસીપી નેતાઓની મુંબઈમાં ગુપ્ત બેઠક, અટકળો તેજ

શિવસેના-એનસીપી નેતાઓની મુંબઈમાં ગુપ્ત બેઠક, અટકળો તેજ

મુંબઈ: અહીંની એક ખાનગી લક્ઝરી હોટલમાં મોડી રાત્રે શિવસેના અને એનસીપીના દિગ્ગજ નેતાઓ અચાનક એકઠા થતા રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્કો શરૂ થયા છે. રાતોરાત થયેલી આ હિલચાલ અને બંધબારણે થયેલી લાંબી મંત્રણા મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ મોટા ઉલટફેર અથવા નવા સમીકરણો તરફ સ્પષ્ટ ઈશારો કરી રહી છે.
34 shares
😢
W
Western Times
May 5, 2026, 05:41 AM
કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને પ્રચંડ જીત મળી છે.

કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને પ્રચંડ જીત મળી છે.

કેરળમાં ડાબેરીઓની હાર થતાની સાથે જ ડાબેરીઓનો ગઢ સત્તામાંથી સમાપ્ત થયો છે. (એજન્સી)થિરૂવનંતપૂરમ્‌, દક્ષિણ ભારતના રાજકીય પ્રવેશ દ્વાર સમાન કેરલમમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું યુનાઈટેડ ડેમોક્રિટિક ફન્ટે સ્પષ્ટ બહુમતિ મેળવી છે. જ્યારે સત્તારૂઢ લેફ્ટ ડેમોક્રિટિક ફન્ટ એટલે કે એલએફડીને આંચકો લાગ્યો છે. કેરલમાં સત્તા જતા જ દેશમાં ડાબેરીઓનો પણ સફાયો થઈ ગયો છે. કેરળના ચોકાવનારા પરિણામો સામે આવ્યા છે. કેમ કે ડાબેરીઓ પાસેથી કોંગ્રેસ ગઠબંધને સત્તા છીનવી લીધી છે. કોંગ્રેસ ગઠબંધન યુડીએફએ સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી છે. સત્તા વિરોધી લહેરના કારણે પિનરાઈ વિજયનને સત્તા ખોવાનો વારો આવ્યો છે. કેરળમાં ભવ્ય જીત મળતા કોંગ્રેસના નેતાઓએ વધાવી છે. કેરળ વિધાનસભાની ચૂટણીના પરિણામની વાત કરીએ તો કોંગ્રેસ ૬૩ બેઠકો જીતી છે, તો સીપીઆઈએ ૨૬ બેઠકો જીતી છે. આ ઉપરાંત ઈન્ડિયન મુસ્લિમ લીગે ૨૨ બેઠકો પર જીત મેળવી છે. સીપીઆઈએ ૮ બેઠક તેમજ કેરલા કોંગ્રેસે સાત બેઠકો પર જીત મેળવી છે. આ ઉપરાંત રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીએ ત્રણ અને ભાજપે ત્રણ બેઠકો પર જીત મેળવી છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન જેમના નેતૃત્વમાં ડાબેરીઓએ સતત બીજી વાર સત્તા મેળવીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ આ વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો છે. કેરળમાં ડાબેરીઓની હાર થતાની સાથે જ ડાબેરીઓનો ગઢ સત્તામાંથી સમાપ્ત થયો છે.
87 shares
😢
W
Western Times
May 5, 2026, 05:41 AM
રાજકીય તણાવ વચ્ચે પંજાબ પોલીસે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક સામે બે એફ. આઈ. આર. નોંધી છે.

રાજકીય તણાવ વચ્ચે પંજાબ પોલીસે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક સામે બે એફ. આઈ. આર. નોંધી છે.

નવી દિલ્હી,આમ આદમી પાર્ટી (આપ) છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે. પંજાબના બે અલગ-અલગ જિલ્લાઓમાં તેમની સામે બિન-જામીનપાત્ર ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસ નોંધાયા બાદ પંજાબ પોલીસની એક ટીમ દિલ્હી સ્થિત સંદીપ પાઠકના નિવાસ્થાને પણ પહોંચી હતી.આ દરમિયાન, રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક દિલ્હી સ્થિત પોતાના ઘરેથી ગાડીમાં બેસીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. પંજાબ સરકારના આ પગલા બાદ હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ મામલામાં ભાજપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે પંજાબ પોલીસે રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકના નિવાસ્થાને જઈને દરોડા પાડવાનો પ્રયાસ કર્યાે. અમે પંજાબ સરકારને સવાલ પૂછવા માંગીએ છીએ કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ છે કે તમારી પોલીસ ડ્રગ માફિયાઓને પકડી શકતી નથી, જ્યાં પવિત્ર હરમંદિર સાહિબના ગેટ પર પણ ગોળીબાર થાય છે અને પોલીસ અધિકારીઓની ઓફિસ પર હુમલા થાય છે, ત્યાં નિયંત્રણ લાવવાને બદલે જે રીતે પાઠકજીના ઘરે પંજાબ પોલીસે દરોડા પાડ્યા છે તે અત્યંત નિંદનીય છે.SS1MS
23 shares
😢
W
Western Times
May 5, 2026, 05:30 AM
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા સ્થગિત, સૈન્ય કાર્યવાહી શરૂ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા સ્થગિત, સૈન્ય કાર્યવાહી શરૂ

વોશિગ્ટન,દુબઈ/વોશિંગ્ટનઃ ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્‌ર્સે રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઈસ્લામિક ગણરાજ્ય સાથે ‘અસંભવ’ મિલિટ્રી ઓપરેશન અથવા સમજૂતી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં હોવાનો દાવો કર્યાે હતો. આ સાથે ઈરાને અમેરિકાને ૩૦ દિવસના યુદ્ધવિરામનો ૧૪ મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે, ટ્રમ્પે આ પ્રસ્તાવની સમીક્ષા કરવાની સાથે તે સ્વીકૃત નહીં હોય તેવા પણ સંકેત આપ્યા હતા. સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ઈરાને ૪૭ વર્ષ સુધી કરેલા કૃત્યોની હજુ સુધી યોગ્ય કિંમત ચૂકવી નથી. આ નિવેદને ફરી યુદ્ધ ભડકવાની આશંકા ઊભી કરી છે.મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુÙઆરીએ ઈરાન સામે શરૂ કરેલું યુદ્ધ ૮ એપ્રિલથી અટકેલું છે. ત્યાર પછી પાકિસ્તાનમાં શાંતિ મંત્રણાનો નિષ્ફળ પ્રયત્ન થઈ ગયો છે. આ સિવાય ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી પર નાકાબંધી સામે અમેરિકાએ ઈરાનના બંદરો પર નાકાબંધી કરેલી છે. આ સામ-સામી નાકાબંધી વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ મંત્રણા થઈ શકી નથી અને ત્યારથી અમેરિકા અને ઈરાન ધાક-ધમકી વચ્ચે પરસ્પર શાંતિ પ્રસ્તાવો આપી રહ્યા છે.ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્‌ર્સે કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પાસે યુદ્ધવિરામ અંગે નિર્ણય લેવાનો સમય ઘટી ગયો છે. તેમણે આ માટે ચીન, રશિયા અને યુરોપના વલણમાં આવેલા ફેરફાર ટાંક્યા હતા. આ સાથે ઈરાને પ્રમુખ ટ્રમ્પને ૧૪ સૂત્રોનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો. ઈરાને કહ્યું, બંને પક્ષો વચ્ચે પેન્ડિંગ મુદ્દાનો ૩૦ દિવસમાં ઉકેલ આવવો જોઈએ અને યુદ્ધવિરામને લંબાવવાના બદલે યુદ્ધ સમાપ્ત કરવા પર ધ્યાન આપવું જોઈએ. તહેરાનના પ્રસ્તાવમાં ઈરાનની સરહદેથી અમેરિકન સૈન્ય દળોને પાછા હટાવવા, નાકાબંધી દૂર કરવી, ઈરાનની જપ્ત સંપત્તિઓને મુક્ત કરાવવી અને પ્રતિબંધ હટાવવાનો સમાવેશ થાય છે. સાથે લેબનોન સહિત બધા જ મોરચા પર યુદ્ધ સમાપ્ત કરવા અને હોર્મુઝની ખાડી માટે એક નવા તંત્ર પર સહમતીનો પણ ઉલ્લેખ કરાયો હતો.હોર્મુઝની ખાડીમાં ઈરાનના બંદરો પર અમેરિકાની નાકાબંધીના કારણે ઈરાનનું ચલણ રિયાલ સતત બીજા દિવસે રવિવારે યુએસ ડોલર સામે વધુ નબળું થયું હતું. તહેરાનના મુખ્ય ચલણ એક્સચેન્જ પર રિયાલ ડોલર સામે ૧૮.૪૦ લાખના નવા તળીયે ટ્રેડ થયો હતો. આગામી દિવસોમાં રિયાલમાં વધુ કડાકાની આશંકા છે.
40 shares
😢
A
Akila News
May 5, 2026, 05:26 AM
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકે નેતા કે. આર. પેરિયાકરુપ્પન એક મતથી હારી ગયા છે.

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકે નેતા કે. આર. પેરિયાકરુપ્પન એક મતથી હારી ગયા છે.

ચેન્‍નાઇ તા.૫: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એક રોમાંચક અને લગોલગ ટક્કર જોવા મળી હતી. ડીએમકેના વરિષ્ઠ નેતા અને સહકારિતા મંત્રી કેઆર પીરિયાકરુપ્‍પને માત્ર એક મતના અંતરથી પોતાની બેઠક ગુમાવી દીધી. તેના સામેના ટીવીકે ઉમેદવાર સીનિવાસ સેથુપતિએ ૮૩૩૭૫ વોટ મેળવ્‍યા હતા. પીરિયાકરુપ્‍પન ૮૩૩૭૪ મત મળ્‍યાં હતા. છેલ્‍લા રાઉન્‍ડ સુધી પીરિયાકરુપ્‍પન ૩૦ મતથી આગળ ચાલી રહ્યાં હતા. પરંતુ છેલ્‍લા રાઉન્‍ડમાં એક મતે આખું સમીકરણ બદલાવી નાખ્‍યું. આ સીટ પર આર. પલકુરિચી પંચાયતના બે હજારથી વધુ મતદાતાઓએ પ્રશાસનિક સીમા વિવાદનું સમાધાન ન થવાના કારણે મતદાનનો બહિષ્‍કાર કર્યો હતો. આ બહિષ્‍કારની સીધી અસર ચૂંટણી પરિણામ પર પડી. પીરિયાકરુપ્‍પન ડીએમકેના મોટા નેતા માનવામાં આવે છે. તેને ૨૦૦૬થી સતત ચાર વાર તિરુપ્‍પતૂરથી ધારાસભ્‍ય તરીકે પંસદ કરવામાં આવ્‍યાં હતા. તે ૨૦૨૧માં સત્તામાં આવ્‍યાં પછી ગ્રામીણ વિકાસ મંત્રી બન્‍યા. ડિસેમ્‍બર ૨૦૨૨માં તેઓને સહકારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી. આ પહેલા તે માનવ સંસાધન તેમજ મંદિર પ્રશાસન મંત્રી પણ રહી ચૂક્‍યા છે. સિવાગંગા જિલ્‍લામાં પાર્ટીના જિલ્‍લા સચિવ તરીકે પણ તેણે મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. પીરિયાકરુપ્‍પનએ ડીએમકે વિદ્યાર્થી શાખાથી રાજકીય સફર શરૂ કરી હતી. તેમણે વાણિજ્‍ય અને કાયદામાં ગ્રેજ્‍યુએશનની ડિગ્રી મેળવી છે. આ હારથી ડીએમકે કેમ્‍પમાં નિરાશા ફેલાઈ છે. પાર્ટીના ઘણા નેતાઓ આ પરિણામને સ્‍થાનિક મુદ્દાઓ અને વિરોધી પક્ષોની એકજૂટ રણનીતિનું પરિણામ માનતા છે. જ્‍યારે ટીવીકે સમર્થકો આ જીતને મોટા રાજકીય પરિવર્તનનો સંકેત ગણાવી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્‍યા મુજબ મતગણતરી સંપૂર્ણપણે પારદર્શક રહી હતી. અંતિમ વોટના અંતરે આખા તમિલનાડુનું ધ્‍યાન આ સીટ તરફ ખેંચાઈ ગયું. પીરિયાકરુપ્‍પનએ હજી સુધી કોઈ અધિકારીક પ્રતિક્રિયામાં હાર સ્‍વીકારી છે કે નહીં, તેની પુષ્ટિ થઈ નથી. તેમનાં નજીકના સહયોગીઓ કહે છે કે તેઓ પાર્ટીની રણનીતિ પર ગંભીરતાથી વિચાર કરશે. આ ચૂંટણી પરિણામે સાબિત થાય છે કે લોકતંત્રમાં દરેક મતની કિમત હોય છે. એક વોટે માત્ર એક મંત્રીની સીટ જ છીનવી નથી, પણ આખા ચૂંટણી પરિપ્રેક્ષ્યને નવો વળાંક આપી દીધો.
68 shares
😢
A
Akila News
May 5, 2026, 05:21 AM
રાજ્ય-સ્તરની ચૂંટણી સમજૂતીમાં ઉછાળો આવતા ભારતને આંચકો લાગ્યો

રાજ્ય-સ્તરની ચૂંટણી સમજૂતીમાં ઉછાળો આવતા ભારતને આંચકો લાગ્યો

નવી દિલ્‍હી, તા. ૫: નસીબ ગણતરીના સમયમાં કેવો પલટો મારે છે તે ઈન્‍ડિયા બ્‍લોક બહુ આકરી રીતે શીખ્‍યુ છે. મહિના પહેલા શું સ્‍થિતિ હતી અને પાંચ રાજ્‍યોની ચૂંટણીના પરિણામ આવ્‍યા પછી સ્‍થિતિ કેવી થઈ છે તે ઇન્‍ડિયા બ્‍લોકની હાલત જોઈ દેખાઈ રહ્યુ છે. કેરળનો અંતિમ કિલ્‍લો તૂટતા ડાબેરીઓનો દેશમાં અસ્‍ત થયો છે. બંગાળીઓએ મમતાને મમતને ફગાવી દઈ ભાજપને ખોબલે-ખોબલે મત આપ્‍યા છે આ સિવાય અન્‍ય એક પ્રાદેશિક પક્ષ ડીએમકેનો કિલ્‍લો તમિલનાડુમાં નવા જ બનેલા અભિનેતા વિજયના પક્ષ ટીવીકેએ ધરાશાયી કરી નાખ્‍યો છે. આમ ૨૦૨૪ની ચૂંટણી પછી શાસક પક્ષ એનડીએને ભીડવવાના મનોરથો ધરાવતા વિપક્ષ ઇન્‍ડિયા બ્‍લોક માટે તાજેતરમાં પાંચ રાજ્‍યોની વિધાનસભા ચૂંટણી પછી અત્‍યંત વરવી સ્‍થિતિનું નિર્માણ થયું છે. જો કે રાજ્‍ય સ્‍તરના આ પરિણામોની કંઈ તાત્‍કાલિક સંસદમાં તો અસર નહીં પડે, પરંતુ સોમવારના પરિણામો આ ઇન્‍ડિયા બ્‍લોકના આંતરિક પરિમાણો પર ચોક્કસ અસર પડશે. ભાજપે ૪૨ સાંસદો સંસદમાં મોકલતું પヘમિ બંગાળ જેવું મોટું રાજ્‍ય કબ્‍જે કર્યું છે અને તેનો ફાયદો તેને ચોક્કસ ૨૦૨૯માં મળશે. આ ઉપરાંત તેના સથવારે તેને રાજ્‍યસભામાં પણ તેની બેઠકો વધારવામાં મદદ મળશે. રાજ્‍યસભામાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવશે તો આヘર્ય નહી થાય. તાજેતરની ચૂંટણીઓમાં એક પછી એક પ્રાદેશિક પક્ષો પછડાટ અનુભવી રહ્યા છે તે તેમના માટે બોધપાઠ સમાન છે. બિહારમાં લાલુપ્રસાદનો પક્ષ આરજેડી, યુપીમાં અખિલેશ યાદવનો પક્ષ સપા, મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને દિલ્‍હીમાંથી આમ આદમી પાર્ટી જેવા પક્ષ સત્તાની બહાર થયા છે હવે તેમાં ટીએમસી અને ડીએમકેનો ઉમેરો થયો છે. તેના કારણે ઇન્‍ડિયા બ્‍લોકની અંદર પ્રાદેશિક પક્ષોનો અવાજ જે રાહુલની નેતાગીરી સામે ઉઠાવતો હતો તે સાવ બોદો થઈ જશે તેમ મનાય છે. તેમા પણ મમતા બેનરજી પોતે જ ચૂંટણીમાં હારી જતા એક સમયે જેને ભારતના ભાવિ વડાપ્રધાન તરીકે પ્રોજેક્‍ટ કરવામાં આવતી હતી તેનું પોતાનું રાજકીય અસ્‍તિત્‍વ જ ખતમ થવાના આરે આવીને ઊભું છે. હવે તે ઇન્‍ડિયા બ્‍લોકમાં રાહુલ ગાંધીને કઈ રીતે પડકારી શકશે. એક પછી એક રાજ્‍યોમાં કોંગ્રેસના પરાજય પર હસતી ટીએમસીએ હવે પોતે પણ પરાજય સહન કરવાનો વારો આવ્‍યો છે. આ પરાજય પણ પાછી સજ્જડ પરાજય છે. ટીએમસીના પરાજયની સાથે ઈન્‍ડિયા બ્‍લોકમાંથી કેન્‍દ્રીય સત્તા સામે સતત બોલતો એક અવાજ હવે ચોક્કસપણે મંદ પડી જવાનો છે. તેના પરિણામે ઇન્‍ડિયા બ્‍લોકની અંદર કોંગ્રેસ વધારે મજબૂત થઈ છે. રાહુલની નેતાગીરી સામે અવાજ ઉઠાવનારા બધા જ પ્રાદેશિક પક્ષો હાલમાં બેહાલ થઈ ગયા છે. આ જ રીતે કેરળમાં કોંગ્રેસે ડાબેરીઓનો ગઢ ઉખેડી નાખ્‍યો છે. આખા દેશમાં ડાબેરીઓનો સૂર્યાસ્‍ત થઈ ગયો છે. બીજી બાજુએ તમિલનાડુમાં કોંગ્રેસે નવા જપક્ષ અભિનેતા વિજયના ટીવીકે સાથેના જોડાણનો તેને ફાયદો મળી શકે છે. ટીવીકે સત્તાથી થોડે જ દૂર છે ત્‍યારે તેને કોંગ્રેસની મદદની જરૂર પડી શકે છે.
43 shares
😢
A
Akila News
May 5, 2026, 05:20 AM
પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપની ભૂસ્ખલનની જીત બદલ મોર્બી-કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ અભિનંદન પાઠવ્યા

પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપની ભૂસ્ખલનની જીત બદલ મોર્બી-કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ અભિનંદન પાઠવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.5 : પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપના ભવ્ય વિજયને મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વધાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જનતાના આશીર્વાદ અને કાર્યકરોની અથાગ મહેનત થકી પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપનો ભગવો લહેરાયો છે. સાંસદ ચાવડાએ કહ્યું કે, વર્તમાન ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. પશ્ચિમ બંગાળમાં વિજય સાથે જ કર્તવ્યનિષ્ઠ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ પૂર્ણ થયો છે. બંગાળમાં અરાજકતા દૂર કરવા અને ઘુસણખોરોને હાંકી કાઢવા હવે કામ થશે.
84 shares
😊
A
Akila News
May 5, 2026, 05:16 AM
ભારતના પાંચ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 4 થી 5 રૂપિયાનો વધારો થઈ શકે છે.

ભારતના પાંચ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 4 થી 5 રૂપિયાનો વધારો થઈ શકે છે.

નવી દિલ્‍હી તા.૫: પાંચ રાજ્‍યોની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. હવે, લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. તાજેતરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્‍યો છે કે આગામી પાંચથી સાત દિવસમાં તેલના ભાવ વધી શકે છે. જોકે, સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. ઓઇલ માર્કેટિગ કંપનીઓએ ૨૦૨૨ થી તેલના ભાવમાં વધારો કર્યો નથી. જોકે, વર્તમાન પરિસ્‍થિતિઓને કારણે, તેઓ દરરોજ ભારે નુકસાન સહન કરી રહ્યા છે. ઇન્‍ડિયા ટુડેના અહેવાલ મુજબ, સરકારી સૂત્રો કહે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૪ થી ૫ રૂપિયાનો વધારો થઈ શકે છે. આ અંગે આગામી અઠવાડિયામાં નિર્ણય લેવામાં આવી શકે છે. ૨૯ એપ્રિલના રોજ, એક સમાચાર એજન્‍સીના અહેવાલમાં જણાવાયું હતું કે ઓઇલ માર્કેટિગ કંપનીઓને પેટ્રોલના લિટર દીઠ રૂા.૧૪ અને ડીઝલના લિટર દીઠ રૂા.૧૮નું નુકસાન થઈ રહ્યું છે. આ પ્રશ્ન ઉભો કરે છે શું ભવિષ્‍યમાં તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે રૂા.૧૪ અને ડીઝલના ભાવમાં રૂા.૧૮નો વધારો કરશે? કાચા તેલના ભાવમાં કોઈ વધારો નહીં (આજે કાચા તેલનો ભાવ)
51 shares
😐
A
Akila News
May 5, 2026, 05:11 AM
ગુજરાતના જામનગરમાં પીએમ મોદીની સંભવિત મુલાકાતની તૈયારીઓ શરૂ

ગુજરાતના જામનગરમાં પીએમ મોદીની સંભવિત મુલાકાતની તૈયારીઓ શરૂ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૫: ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આવનારા ૧૦ અને ૧૧મી તારીખે ગુજરાત પ્રવાસની સંભાવનાઓ વચ્‍ચે જામનગર શહેરમાં તંત્ર હલચલમાં આવી ગયું છે. વડાપ્રધાનનું જામનગરના લાલબંગ્‍લા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ થવાની શક્‍યતાઓને ધ્‍યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાએ તાત્‍કાલિક કામગીરી શરૂ કરી છે. માહિતી મુજબ મહાનગરપાલિકાના એસ્‍ટેટ વિભાગની જુદી જુદી બે ટુકડીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ ટુકડીઓ દ્વારા જામનગર એરપોર્ટથી લાલબંગ્‍લા સર્કિટ હાઉસ સુધી તેમજ એરફોર્સ સ્‍ટેશનથી સર્કિટ હાઉસ સુધીના મહત્‍વના રૂટ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ રૂટ પર આવેલા રેકડી-પથારા, લારીઓ તેમજ અન્‍ય કોઈપણ પ્રકારના રસ્‍તા પરના દબાણોને તાત્‍કાલિક દૂર કરવા માટે વેપારીઓ અને રેકડીધારકોને મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. સાથે સાથે માર્ગ પર આવેલા હોર્ડિગ્‍સ અને બિનઅધિકૃત બોર્ડ્‍સને પણ દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્‍યું છે કે આવતીકાલથી આગામી પાંચ દિવસ સુધી બંને રૂટ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. માર્ગોને સંપૂર્ણપણે દબાણમુક્‍ત અને સ્‍વચ્‍છ રાખવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે.
96 shares
😐
A
Akila News
May 5, 2026, 05:05 AM
ભારતના રાજકીય નકશા પર ભાજપનો કેસરિયો રંગ ઊંડો પડી રહ્યો છે.

ભારતના રાજકીય નકશા પર ભાજપનો કેસરિયો રંગ ઊંડો પડી રહ્યો છે.

નવી દિલ્‍હી તા.૫: ચાર રાજ્‍યો અને એક કેન્‍દ્રશાસિત પ્રદેશના પરિણામો અનુસાર હાલમાં ભાજપ શાસિત ૨૧ રાજ્‍યોનો કુલ વિસ્‍તાર દેશના આશરે ૭૨% છે. વસ્‍તીની દ્રષ્ટિએ, ભાજપ હાલમાં ભારતની વસ્‍તીના ૭૬% પર શાસન કરે છે.હાલમાં ભાજપ શાસિત ૨૧ રાજ્‍યોમાં, સૌથી મોટું રાજસ્‍થાન છે, જેનો વિસ્‍તાર ૧૦.૪૦% છે. સૌથી નાનું પુડુચેરી છે, જેનો વિસ્‍તાર ૦.૦૧% છે.વધુમાં, વસ્‍તીની દ્રષ્ટિએ ભાજપ શાસિત સૌથી મોટું રાજ્‍ય ઉત્તર પ્રદેશ છે, જે દેશની વસ્‍તીના ૧૬.૫૦% છે. સૌથી નાનું પુડુચેરી છે, જેની વસ્‍તી ૦.૧૦% છે પાંચ રાજ્‍યોઃ પヘમિ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો સાથે, દેશના રાજકીય નકશા પર ભગવો રંગ વધુ ઘેરો બન્‍યો છે. ૨૦૧૪ માં જ્‍યારે પીએમ મોદી સત્તામાં આવ્‍યા, ત્‍યારે ભાજપ અને તેના સાથી પક્ષો ફક્‍ત સાત રાજ્‍યોમાં સત્તા પર હતા, પરંતુ આજે તેઓ ૨૧ રાજ્‍યોમાં પહોંચી ગયા છે. પヘમિ બંગાળમાં ભાજપની જબરદસ્‍ત જીતથી રાષ્ટ્રીય રાજકારણમાં એક નવો વળાંક આવ્‍યો છે. મત ગણતરી સાથે, એ સ્‍પષ્ટ છે કે પヘમિ બંગાળમાં સરકાર બદલાઈ ગઈ છે, પરંતુ ભારતની રાજકીય ભૂગોળ પણ ફરીથી આકાર પામી છે. ભાજપનો વિસ્‍તરણ હવે પૂર્વથી ઉત્તર અને પヘમિ સુધી વધુ વ્‍યાપક છે. આજે જાહેર થયેલા પヘમિ બંગાળ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને આસામના પરિણામો સાથે, ભાજપ અને તેના સાથી પક્ષો હવે ૨૧ રાજ્‍યોમાં પહોંચી ગયા છે. આમાંના ઘણા રાજ્‍યોમાં, ભાજપ પોતાના દમ પર સત્તામાં છે, જ્‍યારે અન્‍યમાં, તે સાથી પક્ષો સાથે જોડાણ કરીને સરકાર ચલાવી રહી છે.
31 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 03:26 AM
ભાજપે પશ્ચિમ બંગાળમાં ભૂસ્ખલનની જીતની ભવ્ય મોર્બી જિલ્લા ઉજવણી સાથે ઉજવણી કરી

ભાજપે પશ્ચિમ બંગાળમાં ભૂસ્ખલનની જીતની ભવ્ય મોર્બી જિલ્લા ઉજવણી સાથે ઉજવણી કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને સત્તા હાંસલ કરી છે. આ ઐતિહાસિક જીતની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, ત્યારે મોરબી જિલ્લા ભાજપ દ્વારા પણ આજે નવા બસસ્ટેન્ડ પાસે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવાના આનંદમાં મોરબીમાં કાર્યકરોએ ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠી, ફટાકડા ફોડીને અને એકબીજાના મોં મીઠા કરાવીને ભારે હર્ષોલ્લાસ સાથે ખુશી વ્યક્ત કરી હતી. આ વિજયોત્સવમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મહામંત્રી નિર્મલભાઈ જારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અનેક કાર્યકરો અને ચૂંટાયેલા કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ જણાવ્યું હતું કે, 40 વર્ષ પહેલા અટલ બિહારી વાજપેયીએ જે સપનું જોયું હતું કે "અંધેરા હટેગા, સૂરજ નિકલેગા, કમલ ખીલેગા" તે આજે વાસ્તવિક સ્વરૂપમાં સાકાર થયું છે. બંગાળની જનતા અગાઉની સરકારના ત્રાસમાંથી મુક્ત થઈને આજે સાચી આઝાદીનો અનુભવ કરી રહી છે. ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂકવા બદલ બંગાળની જનતા અને ત્યાંના બલિદાન આપનાર તેમજ સંઘર્ષ કરનાર કાર્યકરોનો મોરબી ભાજપ દ્વારા વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
7 shares
😊
Akila News logo
Akila News
May 5, 2026, 03:04 AM
ભારતીય કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયની ચૂંટણી જીત પર ભાવનાત્મક પ્રતિક્રિયા

ભારતીય કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયની ચૂંટણી જીત પર ભાવનાત્મક પ્રતિક્રિયા

ઇન્દોર. બંગાળની જીત બાદ કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય ભાવુક થઈ ગયા. મીડિયા સમક્ષ બંગાળની પરિસ્થિતિનું વર્ણન કરતાં તેમની આંખો છલકાઈ ગઈ. તેમણે કહ્યું, "ગઈ ચૂંટણી દરમિયાન, જ્યારે હું ત્યાં પ્રભારી હતો, ત્યારે મારા અને અમારા પ્રચારકો પર બળાત્કાર અને બાળ તસ્કરી જેવી બિનજામીનપાત્ર કલમો હેઠળ ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જી અમને જેલમાં મોકલવામાં વ્યસ્ત હતા. આ સમય દરમિયાન હું જે માનસિક વેદનામાંથી પસાર થયો તેનું વર્ણન કરવું અવર્ણનીય છે. અહીંથી બંગાળની પરિસ્થિતિની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. વિજયવર્ગીયએ કહ્યું, "બંગાળમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી. તમે મારી ખુશી અને આંસુઓનું કારણ સમજી શકતા નથી. રાજકીય મતભેદો એક વાત છે, પરંતુ બંગાળમાં મને જે રીતે નિશાન બનાવવામાં આવ્યો તે અસહ્ય હતું. મારા મનોબળને તોડવા માટે મારા પર બળાત્કારના ગંભીર અને ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. છેલ્લા છ વર્ષથી મેં જે માનસિક વેદના સહન કરી છે તે ફક્ત હું જ જાણું છું. આ નબળાઈના આંસુ નથી, પરંતુ અન્યાય પર વિજયના આનંદના આંસુ છે.
57 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 02:21 AM
આસામ કોંગ્રેસ પ્રમુખે પક્ષની ચૂંટણી હારની નૈતિક જવાબદારી લીધી

આસામ કોંગ્રેસ પ્રમુખે પક્ષની ચૂંટણી હારની નૈતિક જવાબદારી લીધી

: ગૌરવ ગોગોઈ આસામ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી લેતા, આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈએ સોમવારે કહ્યું કે લોકોના અધિકારો અને ગૌરવ માટે તેમની લડાઈ ચાલુ રહેશે. ૧૨૬ સભ્યોની આસામ વિધાનસભામાં કોંગ્રેસે ફક્ત ૧૯ બેઠકો જીતી, જે રાજ્યમાં તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. પાંચ વર્ષ પહેલાં, પાર્ટીએ ૨૬ બેઠકો જીતી હતી. ગોગોઈ પોતે જોરહાટ બેઠક પર ભાજપના ધારાસભ્ય હિતેન્દ્ર નાથ ગોસ્વામી સામે ૨૩,૦૦૦ થી વધુ મતોથી હારી ગયા હતા. આસામી ભાષામાં એક ફેસબુક પોસ્ટમાં તેમણે કહ્યું, "આસામ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે, હું આ હારની નૈતિક જવાબદારી લઉં છું. પરંતુ વિચારોની આ લડાઈમાં, અમે હંમેશા અડગ રહીશું અને લોકોના અધિકારો અને ગૌરવ માટે લડતા રહીશું. ભવિષ્યમાં પાર્ટી નેતૃત્વ મને જે પણ જવાબદારી સોંપે તે હું પૂર્ણ કરવા તૈયાર છું."
34 shares
😊
Akila News logo
Akila News
May 5, 2026, 02:19 AM
પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની મોટી જીત, ટી. એમ. સી. ને કારમી હારનો સામનો કરવો પડ્યો

પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની મોટી જીત, ટી. એમ. સી. ને કારમી હારનો સામનો કરવો પડ્યો

નવી દિલ્હી:દેશના ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી ના અત્યાર સુધીના પરિણામોમાં બેરાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ભાજપની જીત નિશ્ચિત છે. જ્યારે તમિલનાડુમાં થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે અને કેરળમમાં કોંગ્રેસ સમર્થિત યુડીએફ સરકારની રચના કરી શકે છે. જેમાં પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ ટીએમસીની કારમી હાર થઇ છે. જેમાં સીએમ મમતા બેનર્જી ખુદ ભવાનીપુર બેઠક પરથી 15,114 મતથી હારી ગયા છે. તેમજ ભાજપના સુવેન્દુ અધિકારીની જીત થઇ છે. જ્યારે કુલ 293 બેઠકમાંથી ભાજપને 199 બેઠક પર જીત મેળવી છે. તેમજ 08 બેઠક પર આગળ છે. જ્યારે ટીએમસી 69 બેઠક જીતી છે અને 11 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 2 બેઠક જીતી છે. જ્યારે લેફ્ટ 1 બેઠક અને અન્યના ફાળે 3 બેઠક ગઇ છે. આ ઉપરાંત આસામમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ 91 બેઠકો જીતી છે. જ્યારે એક પર આગળ છે. કોંગ્રેસે 20 બેઠક જીતી છે અને એક પર આગળ છે. જ્યારે એઆઇયુડીએફ બે બેઠક જીતી છે જ્યારે અન્યના ફાળે 11 બેઠકો ગઇ છે.
5 shares
😐
Kutch Mitra logo
Kutch Mitra
May 5, 2026, 02:17 AM
ડાબેરી પક્ષે બંગાળના રાજકીય સંતુલનમાં પરિવર્તનની ઉજવણી કરી

ડાબેરી પક્ષે બંગાળના રાજકીય સંતુલનમાં પરિવર્તનની ઉજવણી કરી

કોલકાતા,તા.તા.4 :હિંદીમાં એક કહેવતછે કે બેગાની શાદીમાં અબ્દુલ્લા દિવાના. આ કહેવાત બંગાળમાં જોવા મળી હતી. બંગાળમાંભાજપની જીત અને ટીએમસીની હાર વચ્ચે ડાબેરી પક્ષ માકપાના કાર્યકરો દ્વારા ઉજવણીની તસવીરોસામે આવી હતી. આ ઉજવણી જીતની નહીં પણ રાજકીય સમતુલન બદલવાના સંકેતની હતી. માકર્સવાદીપક્ષનાં કાર્યાલયોમાં ભીડ
50 shares
😐
Kutch Mitra logo
Kutch Mitra
May 5, 2026, 02:16 AM
ભારતીય ચૂંટણીમાં ભાજપની જીત, મમતા બેનર્જી હારી ગયા

ભારતીય ચૂંટણીમાં ભાજપની જીત, મમતા બેનર્જી હારી ગયા

નવી દિલ્હી,તા.તા.4 :પાંચ રાજ્યની વિધાનસભાનીચૂંટણીનાં આજે પરિણામો જાહેર થયાં એમાં ભાજપની ભગવી લહેરમાં ત્રણ રાજ્યના સરકારની સાથેમુખ્યપ્રધાનો પણ તણાઇ ગયા અને પોતાની સીટ ઉપર પણ ભૂંડી રીતે હાર્યા છે. બંગાળના મુખ્યમંત્રીઅને તૃણમૂલના સર્વેસર્વા મમતા બેનર્જી ભવાનીપુર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીસામે
46 shares
😢
A
Akila News
May 5, 2026, 01:52 AM
કેરળની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી, દેશભરમાં ઉજવણીનો માહોલ

કેરળની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી, દેશભરમાં ઉજવણીનો માહોલ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કે૨ળ રાજ્યમાં કોંગ્રેસ પક્ષે શાનદાર પ્રદર્શન કરી બહુમતી મેળવી છે અને સરકાર બનાવી છે. કેરળમાં કોંગ્રેસની આ ભવ્ય જીતને પગલે દેશભરના કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેરળમાં મળેલી આ જીતની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ફટાકડા ફોડીને હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો હતો. કેરળમાં કોંગ્રેસની સરકાર બનતા મોરબીના યુવા કાર્યકરોમાં નવો જોશ અને ઉમંગ જોવા મળ્યો હતો અને તેઓએ જીતની ખુશી મનાવી હતી.
79 shares
😊
Akila News logo
Akila News
May 5, 2026, 01:41 AM
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઈતિહાસ રચ્યો; અભિનેતા મુકેશ ખન્નાએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઈતિહાસ રચ્યો; અભિનેતા મુકેશ ખન્નાએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી. દેશભરના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર બધાની નજર છે. બંગાળ ચૂંટણી જંગમાં સૌથી મોટો અપસેટ જોવા મળ્યો, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીને હરાવીને ઇતિહાસ રચ્યો. ટીવીના શક્તિમાન, એટલે કે અભિનેતા મુકેશ ખન્નાએ બંગાળમાં ભાજપની જંગી જીત પર ખુશી વ્યક્ત કરી છે અને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન વ્યાપકપણે ચર્ચાઈ રહ્યું છે. અભિનેતા મુકેશ ખન્નાએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તાજેતરની પોસ્ટ શેર કરી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની ઐતિહાસિક જીત અંગે પોતાનો એક વીડિયો પણ શામેલ છે. આ વીડિયોમાં મુકેશે કહ્યું: હું દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપને બંગાળમાં શાનદાર જીત બદલ અભિનંદન આપવા આવ્યો છું. છેલ્લા 15-20 વર્ષોમાં પશ્ચિમ બંગાળમાં લોકશાહીનું ધોવાણ થયું હતું. પરંતુ હવે, ભારતીય જનતા પાર્ટીની જીત સાથે, લોકશાહી પુનઃજીવિત થઈ છે. ભાજપે બંગાળને બાંગ્લાદેશ બનતા અટકાવ્યું છે.
86 shares
😊
A
Akila News
May 5, 2026, 01:26 AM
ઘરેલું કામદારથી ધારાસભ્ય સુધીઃ કાલિતા માજીની પ્રેરણાદાયી સફર

ઘરેલું કામદારથી ધારાસભ્ય સુધીઃ કાલિતા માજીની પ્રેરણાદાયી સફર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઓસગ્રામ (SC) બેઠક પરથી આવેલું પરિણામ આ વાતની સાબિતી પૂરી પાડે છે. ભાજપના નવનિર્વાચિત ધારાસભ્ય કલિતા માજીની આ કહાની કોઈ ફિલ્મી પટકથા જેવી લાગી શકે છે, પરંતુ તે અક્ષરશઃ સત્ય છે. જે હાથ ગઈકાલ સુધી અન્યના ઘરોમાં વાસણ માંજતા હતા, આજે તે જ હાથોમાં જનતાએ પોતાની કિસ્મતની ચાવી સોંપી છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા કલિતા માજી છેલ્લા 20 વર્ષથી ઘરેલું કામદાર તરીકે કાર્યરત હતા. તેઓ 3-4 ઘરોમાં સાફ-સફાઈ અને વાસણ માંજવાનું કામ કરતા હતા, જેના બદલામાં તેમને મહિને માત્ર ₹2,500 જેવી મામૂલી રકમ મળતી હતી. આ જ મર્યાદિત આવકમાંથી તેઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેમની પાસે ન તો આર્થિક સંસાધનો હતા કે ન તો કોઈ મોટું રાજકીય પીઠબળ, છતાં તેમની હિંમત અને જનતા પ્રત્યેની નિષ્ઠા અતૂટ હતી. કલિતા માજી છેલ્લા 10 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક સામાન્ય બૂથ-સ્તરના કાર્યકર તરીકે કરી હતી. ત્યારબાદ તેમણે પંચાયતની ચૂંટણી પણ લડી હતી. વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે તેમના પર ભરોસો મૂકીને ટિકિટ આપી હતી, પરંતુ ત્યારે તેઓ 12,000 મતોથી હારી ગયા હતા. હાર છતાં તેમણે મેદાન છોડ્યું નહીં અને સતત ઘર-ઘર જઈને લોકોના પ્રશ્નો સાંભળતા રહ્યા. 2026ની આ ચૂંટણીમાં કલિતા માજીએ 1,07,692 વોટ મેળવીને તૃણમૂલ કોંગ્રેસના શ્યામા પ્રસન્ના લાહોરને 12,535 મતોના અંતરથી હરાવ્યા છે. તેમની આ જીત દર્શાવે છે કે જો જનતાનો સાથ હોય, તો આર્થિક નબળાઈ પણ અવરોધ બની શકતી નથી. ઓસગ્રામની જનતાએ એક એવા વ્યક્તિને પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા છે જે તેમની વચ્ચે રહીને તેમના જેવું જ સામાન્ય જીવન જીવે છે. કલિતા માજીની આ સફળતા દેશભરના કરોડો સામાન્ય નાગરિકો માટે એક પ્રેરણાનો સ્ત્રોત બની છે.
66 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:50 AM
ભારતમાં ચૂંટણી પરિણામોઃ હિંદુત્વના રાજકારણ માટે એક નવો યુગ?

ભારતમાં ચૂંટણી પરિણામોઃ હિંદુત્વના રાજકારણ માટે એક નવો યુગ?

ચૂંટણી પહેલાં બંગાળનાં આ ત્રણ નિવેદનો ચર્ચામાં રહ્યા હતા... - મમતા બેનર્જીએ કહ્યું હતું -સાપ પર વિશ્વાસ કરી શકાય, પણ ભાજપ પર નહીં. સમાજમાં ભાગલા પાડતી પાર્ટીઓથી બચવું જોઈએ. - અમિત શાહે કહ્યું હતું -મતદાન દરમિયાન મમતાના ગુંડાઓએ કોઈ દખલ કરી તો ઊંધા લટકાવીને સબક શીખવીશું. - PM મોદીએ કહેલું-બંગાળમાં ભાજપની જીત પછી મીઠાઈ પણ વહેંચાશે, ઝાલમુરી પણ વહેંચાશે બંગાળમાં મમતા દીદીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. જોડાફૂલ કરમાયું છે ને પદ્મફૂલ ખીલ્યું છે. બંગાળમાં ભાજપના આગમન સાથે 83 વર્ષ પછી હિન્દુ પોલિટિક્સની એન્ટ્રી થઈ છે. બંગાળમાં કેસરિયો લહેરાવાની સાથે જ હિન્દુત્વની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે. બીજી તરફ તમિલનાડુમાં 6 દાયકા પછી નવી પાર્ટીનો ઉદય થયો છે. એક પછી એક રાજ્યોમાંથી ફેંકાતી જતી કોંગ્રેસને કેરળે બચાવી લીધી છે. આજે પાંચ રાજ્યોની ચૂંટણીના પાસાંની વાત.. નમસ્કાર, બીજા ચાર રાજ્યો તમિલનાડુ, કેરલ, આસામ અને પુડ્ડુચેરીની ચૂંટણીની વાત કરીએ તો તમિલનાડુમાં અણધાર્યું પરિણામ આવ્યું છે. 60 વર્ષથી જયલલિતા અને પલાનીસ્વામીની પાર્ટી AIDMK (ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ) અને કરૂણાનિધિ- સ્ટાલિનની પાર્ટી DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ)નું વારાફરતી રાજ આવ્યું છે. અત્યારે DMK સત્તામાં છે. તમિલનાડુમાં હવે આ બંને પાર્ટીનો યુગ પૂરો થઈ ગયો છે. એક્ટર થલાપતિ વિજયની પાર્ટી TVK (તમિલગા વેત્રી કઝગમ)નો ઉદય થયો છે. આ તમિલનાડુની બે જાયન્ટ પાર્ટી માટે મોટો અપસેટ છે. કેરલમાં પણ બે ટર્મ પછી ઊલટફેર દેખાય છે. કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કાયમ બે પાર્ટી વચ્ચે હરિફાઈ રહી છે. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF). છેલ્લી બે ટર્મથી LDFની સરકાર છે. આ વખતે UDFને બહુમતી મળે તેમ છે. ડૂબતી કોંગ્રેસની નાવડી કેરલ બચાવી શકે તેમ છે. આસામમાં તો અપેક્ષિત જ હતું કે ભાજપ રિપિટ થશે, પુડ્ડુચેરીમાં પણ NDA સરકાર આગળ છે. 1. બંગાળ : ખેલા હો ગયા.. 83 વર્ષ પછી હિન્દુ પોલિટિક્સ, બંગાળના હિન્દુ મતદારો ભાજપ તરફ વળ્યા 1941માં કૃષક પ્રજા પાર્ટી અને હિન્દુ મહાસભાના નેતૃત્વમાં પ્રગતિશીલ ગઠબંધને બંગાળમાં સરકાર બનાવી. જે 1943 સુધી ચાલી. ત્યારથી કોંગ્રેસ, ડાબેરીઓ અને ટીએમસી રાજ્યમાં સત્તા પર રહ્યા છે. હવે ભાજપની સરકાર સાથે 83 વર્ષ પછી હિન્દુ પોલિટિક્સ બંગાળમાં પરત ફરશે. મમતા દીદી અત્યાર સુધી જીતતાં હતાં તે મુસ્લિમ વોટરના જોરે જીતતા હતાં. બંગાળમાં કુલ 294 સીટ છે. મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે તેવી 112 સીટ છે. મુસ્લિમ મતદારો ઓછા છે તેવી 182 સીટ છે. મમતાની જીતનો આધાર મુસ્લિમો રહ્યા છે. આ વખતે પણ મુસ્લિમ વોટર્સના જોરે જીતી જશે, એવું માનતાં હતાં પણ એવું થયું નહીં. સવાલ એ છે કે મુસ્લિમ મતદારો TMCથી વિમુખ થયા છે કે SIRના કારણે આવું થયું છે? આ બાબતના પાંચ સૂચિતાર્થો સામે આવે છે. બંગાળમાં માછલીના જોરે હિન્દુ મતોનું ધ્રુવીકરણ!! મમતા બેનર્જીએ પુરુલિયામાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે તો માછલી, માંસ અને ઈંડા ખાવાનું બંધ થઈ જશે. તેમણે ચેતવણી આપી હતી કે ભાજપ "માછે-ભાત બંગાળી" (માછલી અને ભાત ખાનારા બંગાળી) ની ઓળખનો નાશ કરશે. આનો સામનો કરવા માટે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે જાહેરમાં માછલી ખાધી. ભાજપના કેટલાક ઉમેદવારોએ માછલી સાથે પ્રચાર કર્યો. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે જે વ્યક્તિ માછલી અને ભાત ખાય છે તે જ બંગાળનો મુખ્યમંત્રી બનશે. ઉત્તર ભારતમાં હિન્દુત્વ ઘણીવાર શાકાહાર અને સાત્વિકતા સાથે સંકળાયેલું છે. પરંતુ બંગાળમાં 'શાક્ત પરંપરા' (શક્તિની પૂજા) સર્વોપરી છે. જેમાં માછલીને 'મહાપ્રસાદ' માનવામાં આવે છે. ભાજપે મેસેજ આપ્યો કે તેનું હિન્દુત્વ બંગાળની માટી અને થાળીને અનુરૂપ છે. 'માછલી-ભાત' એ દરેક બંગાળીનો અધિકાર છે, પછી ભલે તે કોઈપણ પક્ષને મત આપે. બીજું, મમતાએ મુસ્લિમોને જે રીતે છુટ આપી હતી તે જોતાં હિન્દુઓ મનના એક ખૂણે ભય અનુભવતા હતા, એટલે ભાજપનું હિન્દુ-મુસ્લિમ કાર્ડ બંગાળમાં ચાલી ગયું. પશ્ચિમ બંગાળનું ચૂંટણીચિત્ર 2021માં હિન્દુવોટ 216માં હિન્દુવોટ બંગાળની ચૂંટણીમાં TMCને મુસ્લિમ મત બંગાળમાં મતોના ધાર્મિક ધ્રુવીકરણનું ગણિત વાત ગઈ ચૂંટણીની કરીએ. 2021ની. બંગાળમાં 25%થી વધુ મુસલમાનોની વસ્તી છે તેવી 112 સીટ છે. 2021માં TMCએ આમાંથી 106 જીતી ને ભાજપને માત્ર 5 સીટ મળી. તો હિન્દુ બહુમતી વિસ્તારો છે ને મુસ્લિમો ઓછા છે તેવી 182 સીટ છે તેમાંથી TMCને 109 અને ભાજપને 72 સીટ મળી હતી. 2026માં ઘણું બદલાયું છે. મુસ્લિમ મતોનું તુષ્ટિકરણ થયું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થયા, સંદેશખાલીના જહાંગીર ખાને હિન્દુઓને પરેશાન કર્યા, હુમાયૂં કબીરે બાબરીની પહેલ કરી. આ બધું જોતાં હિન્દુ ને મુસ્લિમોએ ભાજપને વોટ આપ્યો છે. આનો અર્થ એ કે બંગાળમાં ધાર્મિક ધ્રુવીકરણનું મતદાન થયું છે. બંગાળમાં ભાજપની જીતનાં સૂચિતાર્થો ભાજપે મમતાની મહિલા વોટેબન્કમાં ગાબડું પાડ્યું બંગાળમાં મુસ્લિમ પછી TMCની મોટી વોટબેન્ક હોય તો એ મહિલા વોટબેન્ક છે. મમતા બેનર્જીએ મુખ્યમંત્રી તરીકે પોતાની મહિલા વોટ બેંક બનાવી. મમતા બેનર્જીએ મહિલાઓ માટે નવ વચનો આપ્યા હતા. સૌથી મોટું વચન લક્ષ્મી ભંડાર યોજનામાં ₹500નો વધારો કરવાનું હતું, જેમાં સામાન્ય કેટેગરીની મહિલાઓને ₹1,500 અને SC/ST મહિલાઓને ₹1,700 દર મહિને આપવામાં આવશે. 2.4 કરોડ મહિલાઓને આ રકમ મળે છે. ભાજપે દર મહિને ₹3,000 આપવાનું વચન આપ્યું. ઢંઢેરામાં મહિલાઓને લગતા 15 વચનો આપ્યા હતા. જેમ કે સરકારી નોકરીઓમાં 33% અનામત અને મફત બસ સેવા. નવેમ્બર 2023 થી 11 રાજ્યોમાં ચૂંટણી પહેલાં મહિલાઓને રોકડ રકમ પૂરી પાડવા માટેની યોજનાઓ લાગુ કરવામાં આવી છે અથવા વચન આપવામાં આવ્યું. બીજું, સંદેશખાલી અને આરજી કર મેડિકલ કોલેજની ઘટનાઓએ બંગાળમાં મહિલાઓની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા. આ નેરેટિવને આગળ વધારવા માટે ભાજપે આ કેસોમાં સામેલ વ્યક્તિઓને ટિકિટ આપી. સંદેશખાલી આંદોલનનો ચહેરો બનેલી રેખા પાત્રાને હિંગળગંજ બેઠક આપવામાં આવી હતી અને આરજી કર બળાત્કાર કેસમાં પીડિતાની માતા રત્ના દેબનાથને પાનિહાટી બેઠક આપવામાં આવી હતી. આમ તો ટીએમસી પાસે 9 મહિલા સાંસદો અને 39 મહિલા ધારાસભ્યો પણ છે. છતાં આ વખતે મહિલાઓ TMC કે મમતાની વાતોમાં આવી નહીં ને 2021 કરતાં મહિલાઓનું વોટિંગ વધ્યું. 2021માં 81% મહિલાઓએ વોટિંગ કર્યું હતું જ્યારે 2026માં 93% મહિલાઓએ વોટિંગ કર્યું. બંગાળમાં SIR કામ કરી ગયું, ભાજપને આખું રાજ્ય અપાવી દીધું ચૂંટણી પહેલા બંગાળમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) કરવામાં આવ્યું હતું. જેમાં 91 લાખ મતદારોના નામ દૂર કરાયા હતા. પહેલા તબક્કામાં 64 અને પછી તાર્કિક વિસંગતતાના નામે બીજા 27 લાખ. મતદારોની કુલ સંખ્યા 7.66 કરોડથી ઘટીને 6.75 કરોડ થઈ ગઈ. દૂર કરાયેલા નામોમાંથી 57.47 લાખ હિન્દુ હતા એટલે 63% અને 31.1 લાખ મુસ્લિમ હતા એટલે 34%. SIR ને કારણે બંગાળમાં મુસ્લિમ મતદારોની ઘટેલી સંખ્યાએ પણ ભાજપની જીતમાં ભૂમિકા ભજવી છે. મતગણતરી પછી ચોક્કસપણે SIR ચર્ચાનો મોટો મુદ્દો બનશે. SIRમાં સૌથી વધુ મતદારોના નામ મુર્શિદાબાદ (4.55 લાખ), ઉત્તર 24 પરગણા (3.25 લાખ) અને માલદા (2.39 લાખ) જેવા જિલ્લાઓમાંથી કપાયા છે. જ્યાં મુસ્લિમ બહુમતી છે અને TMCનો ગઢ છે. ભાજપે આ રદ કરવા માટે ગેરકાયદેસર ઘુસણખોરો અને બ્લેક વોટ્સ માટે જવાબદાર ગણાવ્યા હતા. તેણે દલીલ કરી હતી કે SIR એક 'શુદ્ધિકરણ અભિયાન' હતું. બંગાળમાં ગુજરાત જેવું ભાજપનું બૂથ મેનેજમેન્ટ કામ કરી ગયું રાજ્ય કબજે કરવા ભાજપ પ્રચંડ પ્રચાર કરે છે. ભાજપે આ વખતે બંગાળમાં એવું જ કર્યું. પીએમ મોદીએ 19 રેલીઓ અને રોડ શો કર્યા, જ્યારે અમિત શાહે 30 થી વધુ, રાજનાથ સિંહે છ, યોગી આદિત્યનાથે 11, સ્મૃતિ ઈરાનીએ 13 અને હિમંતાએ આઠ રેલીઓ કરી. ભાજપ પ્રમુખ નીતિન નવીને પણ 10 રેલીઓ કરી. અમિત શાહે સમગ્ર ચૂંટણીનો હવાલો વ્યક્તિગત રીતે સંભાળ્યો. તેમણે ચૂંટણીના છ મહિના પહેલા બંગાળ પ્રવાસ શરૂ કર્યો હતો. ચૂંટણી દરમિયાન તેમણે 15 દિવસ બંગાળમાં પડાવ નાખ્યો હતો. તેમણે રોજ સવારના 3 વાગ્યા સુધી મેરેથોન બેઠકો યોજી હતી. તેમની ટીમ સાથે તેમણે 80 હજાર મતદાન મથકોના ડેટાનું વિશ્લેષણ કર્યું અને બૂથની ત્રણ કેટેગરી બનાવી: મજબૂત, મીડિયમ અને નબળા. મીડિયમ બૂથ એવા હતા જ્યાં 2021માં જીત કે હારનું માર્જિન ખૂબ ઓછું હતું. મતદાન પહેલાં શાહે એક સ્ટ્રેટેજિક મિટિંગ યોજી હતી અને દરેક બેઠક પર ભાજપના વોટ શેરમાં 20 હજારનો વધારો કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. આ ટાર્ગેટ 2021 અને 2024માં બૂથ-લેવલના પ્રદર્શન અને સ્વિંગ મતદારોની ગણતરી પર આધારિત હતું. ભાજપે બંગાળમાં ઉત્તર પ્રદેશના સફળ મોડેલનું પુનરાવર્તન કર્યું. "પેજ પ્રમુખ" સિસ્ટમ લાગુ કરવામાં આવી, જે હેઠળ એક કાર્યકરને 30-60 મતદારોની જવાબદારી સોંપવામાં આવી. ભાજપે પેજ પ્રમુખ સિસ્ટમ ગુજરાતથી શરૂ કરી હતી. 2. તમિલનાડુ : AIDMK અને DMKની છ દાયકાની ABCD વિખાઈ ગઈ તમિલનાડુમાં અણધાર્યું પરિણામ આવ્યું. નવી જન્મેલી પાર્ટી જાયન્ટ બની ગઈ. 60 વર્ષથી તમિલનાડુ બે પાર્ટી વચ્ચે પિસાતું હતું. AIDMK અને DMK. હવે નવી જ પાર્ટી બની ને તેની સરકાર બને તેવા એંધાણ મળી રહ્યા છે. તમિલનાડુમાં 234 સીટ છે. બહુમતી માટે 118ની જરૂર છે અને થલાપતિ વિજયની પાર્ટી TVKને 105 સીટ આસપાસ મળે તેમ છે. તેમને સરકાર બનાવવા નવા 13-14 ધારાસભ્યોની જરૂર પડશે. જો TVKની સરકાર બને તો AIDMKનો સાથ લઈ શકે છે. કારણ કે DMKની દુશ્મન પાર્ટી છે. 2021ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ત્યારે TVKનો જન્મ પણ નહોતો. એ વખતે DMKને 133 સીટ મળી હતી તો AIADMKને 66 સીટ મળી હતી. કોંગ્રેસને 18 ને ભાજપને માત્ર 4 સીટ મળી હતી. તમિલનાડુના ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ વાંચો... તમિલનાડુની ચૂંટણીમાં સ્ટારડમ ચાલે છે, આ વખતે ગોલ્ડની લાલચે જીત અપાવી એમ.જી.રામચંદ્રન :MGRએ ટ્રેન્ડ શરૂ કર્યો MGR એટલે M.G. રામચંદ્રન એવા પ્રથમ સ્ટાર હતા જેમણે રાજકારણમાં પ્રવેશવાનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તેઓ તમિળ ફિલ્મોના સુપરસ્ટાર હતા અને તમિલનાડુના મુખ્યમંત્રી પણ હતા. જ્યારે એમજીઆર હીરો હતા ત્યારે તેમની ફિલ્મો રેકોર્ડ બ્રેક કમાણી કરતી હતી.પછી તેઓ રાજકારણમાં આવ્યા અને મુખ્યમંત્રી બન્યા. એમજીઆર 1953માં કોંગ્રેસનો ભાગ બન્યા હતા. એમજીઆરના વિશાળ ફેન ફોલોઈંગના કારણે દરેક રાજકીય પક્ષ તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માગતો હતો. ફિલ્મ લેખકમાંથી રાજકારણી બનેલા સી.એન.અન્નાદુરાઈએ એમજીઆરને તેમની પાર્ટી 'દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)'માં જોડાવા માટે રાજી કર્યા. એન.ટી.રામારાવ :300થી વધુ સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા NTRએ રાજકારણમાં પણ લાંબી ઇનિંગ્સ રમી હતી. તેઓ એટલા લોકપ્રિય હતા કે લોકો તેમને ભગવાન માનતા હતા. આનો ફાયદો તેમને તેમની રાજકીય કરિયરમાં પણ મળ્યો. NTRએ 1982માં 'તેલુગુ દેશમ પાર્ટી' બનાવી અને રાજકારણમાં પ્રવેશ કર્યો. બહુ ઓછા દિવસો મુખ્યમંત્રી રહ્યા, કારણ કે તેના જમાઈ ચંદ્રબાબુ નાયડુએ જ તેમને દગો આપ્યો. જયલલિતા :જે. જયલલિતા એ સૌથી સફળ સ્ટાર્સમાંથી એક છે જેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હોય. 24 જૂન 1991ના રોજ તેઓ પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેઓ તમિલનાડુના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. તેઓ 6 વખત મુખ્યમંત્રી બન્યા છે. રજનીકાન્ત :સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે પણ 2017માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી. તેમણે 'રજની મક્કલ મંદરામ' (RMM) નામની પાર્ટી બનાવી હતી, પરંતુ તેમની રાજકીય સફર 26 દિવસમાં પૂરી થઈ ગઈ હતી. 2021માં તેમણે પાર્ટીનું વિસર્જન કર્યું. થલાપતિ વિજય :સાઉથ સુપર સ્ટાર થલપતિ વિજય સ્ટારડમના કારણે ચૂંટણી જીત્યા પણ તેમની ગોલ્ડની સ્કીમે તેમને વધારે સીટ અપાવી હોવાનું મનાય છે. ભારતનું સૌથી વધુ આશરે 28% ઘરેલું સોનું એકલા તમિલનાડુના લોકોની તિજોરીઓ અને કબાટોમાં રાખેલું છે. વજનમાં આશરે 6,720 ટન. આ અમેરિકાના કુલ સરકારી ગોલ્ડ ભંડાર (8000 ટન)ની આસપાસ છે. જર્મની, ઇટાલી અને રશિયા જેવા દેશોના રાષ્ટ્રીય ભંડાર કરતા ક્યાંય વધારે. થલાપતિ વિજયે જીતવા પર દુલ્હનોને 8 ગ્રામ સોનું અને નવજાત બાળકોને સોનાની વીંટી આપવાનું વચન આપ્યું છે. સોનાની આ લાલચે વ્યાપક અસર કરી છે. 3. આસામ : ભાજપનો ગઢ બની ગયું આ પૂર્વોત્તર રાજ્ય અરૂણોડોઈ યોજના ને મામા-મિયાં શબ્દની રમત.. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસવા સરમા જાહેરમાં ઘણીવાર વિવાદાસ્પદ નિવેદનોથી ચર્ચામાં રહ્યા. મુસ્લિમ વ્યકિત સામે બંદૂક તાંકીને ઊભેલા હિમંતાનો વીડિયો વાયરલ થયો ને ખળભળાટ મચી ગયો. પણ આસામમાં હિમંતાની લોકપ્રિયતાનો ગ્રાફ વધતો ગયો. તેનું સૌથી મોટું કારણ એ છે કે આસામમાં લોકોને રોજગારી મળતી થઈ. વિકાસ થવા લાગ્યો. હિમંતા ગરીબ લોકો માટે નવી નવી યોજના લાવ્યા તેના કારણે તે પોપ્યુલર થયા. મહિલાઓમાં હિમંતાનો દબદબો છે. હિમંતાને બે બાબત તારી ગઈ. એક અરૂણોડોઈ યોજના અને બીજું, મામા-મિયાં શબ્દની રમત. અરૂણોડોઈ યોજના હેઠળ 60 લાખ મહિલાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. દર મહિનાની 10 તારીખે 37 લાખ મહિલાઓના ખાતામાં 1250 રૂપિયા ટ્રાન્સફર થાય છે. આસામમાં 2016થી ભાજપની સરકાર છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તત્કાલીન મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી. ભાજપને 60 અને સહયોગી પક્ષોને 15 બેઠકો મળી હતી. કોંગ્રેસ ગઠબંધન 50 બેઠકો પર સમેટાઈ ગયું હતું. ચૂંટણી પછી ભાજપે હિમંતાને મુખ્યમંત્રી બનાવ્યા. પાર્ટી તેમના નેતૃત્વમાં આ પહેલી ચૂંટણી છે. ઇટાલીમાં જ્યારે કોઈ "મામા મિયા" કહે છે, ત્યારે તમે સમજો છો કે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. જેમ આપણે "ઓઈ મા" કહીએ છીએ. પરંતુ આસામમાં હિમંતા બિસ્વા શર્માએ આ બે શબ્દોનો અર્થ બદલી નાખ્યો છે. હિમંતાએ બે શબ્દોને અલગ કરી નાખ્યા. 'મામા' અને 'મિયાં'. એક તરફ હિમંતા રાજ્યની મહિલાઓના સંતાનોના "મામા" બની ગયા છે. આ એક સફળ ઈમોશનલ કાર્ડ બની ગયું છે. અરૂણોડોઈ યોજના શરૂ થઈ ત્યારે હિમંતાએ કહ્યું હતું કે, હું તમારા બાળકોનો મામા છું. હું મારી બહેનોનું ધ્યાન રાખીશ. પહેલાં અરૂણોડોઈ યોજના આવી. પછી અરૂણોડોઈ.2 આવી. જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી ગઈ, તેમ તેમ આ યોજનાઓનું બજેટ અને વ્યાપ બંનેનો વિસ્તાર થતો ગયો. બીજી બાજુ "મિયાં" પોલિટિક્સના કારણે કોંગ્રેસને તકલીફ પડી છે. આ બે શબ્દોએ ફરી એકવાર આસામમાં ભાજપને સત્તાની ચાવી આપી. આસામની વસ્તી અને બાંગ્લાદેશી ઘૂસણખોરી જૂના અને સંવેદનશીલ મુદ્દાઓ છે. હિમંત બિસ્વા શર્માએ આ મુદ્દા પર "કોઈ સમાધાન નહીં" ની ઈમેજ ઊભી કરી. તેમણે તેમની રેલીઓમાં "મિયાં પોલિટિક્સ" પર સ્પષ્ટપણે નિશાન સાધ્યું, તેને બાંગ્લાદેશી મિયાંઓને આસામી સંસ્કૃતિ માટે ખતરો ગણાવ્યો. તેમણે મદરેસા બંધ કરવાથી લઈને જમીન જેહાદ સામે મજબૂત વલણ અપાનવીને હિન્દુ અને આદિવાસી આસામી મતદારોને ભાજપ તરફ વાળ્યા. આ પીચ પર કોંગ્રેસ સંપૂર્ણપણે પરાજિત થઈ ગઈ. 4. કેરળ : કોંગ્રેસનો છેલ્લો ગઢ બચ્યો, લેફ્ટનો છેલ્લો ગઢ ગયો કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળના UDF ગઠબંધને બહુમતીનો આંકડો વટાવી દીધો છે. 10 વર્ષથી સત્તામાં રહેલા ડાબેરી પક્ષો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ભાજપે કેરળમાં આ વખતે પણ ખાતું ખોલાવ્યું છે. કેરળમાં 140 સીટ છે ને બહુમતી માટે 71 સીટ જોઈએ. આ વખતે કેરળ વિધાનસભા ચૂંટણી કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) અને બે ટર્મથી સત્તા પર રહેલા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) વચ્ચે સીધી સ્પર્ધા છે. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી અને તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કર્યું હતું. LDFની હાર સાથે 1960 ના દાયકા પછી પહેલીવાર એવું બનશે જ્યારે કોઈ ડાબેરી પક્ષ કોઈપણ રાજ્યમાં સત્તામાં નહીં હોય. પણ LDF ઊણી ક્યાં ઉતરી? સૌથી મોટો મુદ્દો એન્ટી ઈન્કમ્બન્સીનો છે. કેરળમાં બે મહિના પહેલાં નગરપાલિકાની ચૂંટણીઓ થઈ. કેરળના ત્રિવેન્દ્રમમાં 45 વર્ષ પછી ભાજપના મેયર આવ્યા છે. ત્યારથી લોકોનો મૂડ પરિવર્તન હોય એવું દેખાતું હતું. LDFના પિનરાય વિજયન 10 વર્ષથી મુખ્યમંત્રી છે. તેમની સામે સત્તા વિરોધી લહેર છે. સીએમ વિજયન પછી સેકન્ડ કેડરમાં કોઈ મોટું માથું નથી. ઘણા નેતાઓ ભાજપ અને કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરાને લઈને ઝઘડામાં ફસાયેલી છે. પાર્ટી રાહુલ ગાંધીના નામે ચૂંટણી લડી રહી છે અને ખ્રિસ્તી અને મુસ્લિમ સમર્થન પર આધાર રાખી રહી છે. તે સબરીમાલા મુદ્દા પર પણ સરકારને ઘેરી રહી છે. હિન્દુ વોટ બેંકને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ જીતવા છતાં ભાજપ ફક્ત 20 થી 25 બેઠકો પર જ ચૂંટણી લડી રહી છે. કારણ કે ભાજપ જાણે છે કે કેરળમાં પગ જમાવવો તાત્કાલિક સંભવ નથી. કેરળમાં રાજકારણ ખૂબ જ અલગ છે. છેલ્લા 24 કલાકમાં ચિત્ર બદલાય છે. 2021 માં આવું જ બન્યું હતું. ત્યારે મોટાભાગની સીટ પર UDF આગળ હતું ને એવું જ લાગતું હતું કે સરકાર બનાવશે પણ છેલ્લી ઘડીએ ચિત્ર પલટાઈ ગયું. છેલ્લે, મમતા બેનર્જીએ બંગાળના મુસ્લિમ મતદારોની વોટબેન્ક ઊભી કરી હતી. તેના જોરે જ તે 15 વર્ષ સત્તામાં રહ્યાં. મમતા મુસ્લિમ વોટબેન્કની સ્ટ્રેટેજી બરાબર જાણે છે. કારણ કે તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી 'ઈસ્લામિક હિસ્ટ્રી'માં મેળવી છે. આ વખતે તેમની આ ડિગ્રી કામ ન લાગી. બંગાળના મુસલમાનો પણ સમજી ગયા છે કે પગભર બનવું હશે તો પરિવર્તન કરવું પડશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
49 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:00 AM
જમીન વિવાદ વચ્ચે મોર્બીના મેયર-ચૂંટાયેલા ગણેશ ડાભીને લઈને વિવાદ

જમીન વિવાદ વચ્ચે મોર્બીના મેયર-ચૂંટાયેલા ગણેશ ડાભીને લઈને વિવાદ

મોરબી શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. મહાનગરપાલિકાના સંભવિત મેયર પદને લઈને ચર્ચા વચ્ચે વોર્ડ નંબર–10માંથી વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર ગણેશ ડાભી વિવાદના કેન્દ્રમાં સપડાયા છે. ગણેશ ડાભી સામે જમીન સંબંધિત વિવાદમાં સોશિયલ મીડિયામાં વહેતા થયેલા ઓડિયો, સીસીટીવીમાં જમીન માલિકને ગણેશ ડાભી પોતાની ઓફિસે બોલાવતા હોવાનો, ધમકી અપાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ કેટલાક દ્રશ્યોમાં ભાડૂતી લોકો દ્વારા હુમલો કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ ગણેશ ડાભી અને ડી.એલ. રંગપરિયાએ ખેડૂતોની જમીન લીધી હતી, પરંતુ તેની સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવી નથી. આ મુદ્દે અગાઉ ખેડૂતો દ્વારા પોલીસ લોક દરબારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં યોગ્ય નિકાલ ન આવતા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે. ખેડૂતોનું કહેવું છે કે અમને અથવા અમારા પરિવારને કંઈ પણ નુકસાન થશે તો તેના માટે ગણેશ ડાભી અને ડી.એન. રંગપરિયા જવાબદાર રહેશે. ગણતરીના દિવસોમાં મેયરના નામની જાહેરાત થવાની છે અને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ મુદ્દો સળગતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. હું તો મદદરૂપ થયો હતો, આ મામલો 18 મહિના જૂનો છે: ડાભી આક્ષેપોને લઈને ગણેશ ડાભીએ જણાવ્યું હતું કે હું કોઇ જમીન-મકાનના કોઈ વ્યવસાય સાથે સંકળાયેલો નથી અને સમાજના વ્યક્તિ તરીકે માત્ર મદદરૂપ બન્યો હતો. આ સમગ્ર મામલો અંદાજે 18 મહિના જૂનો છે અને પેમેન્ટ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં અચાનક આક્ષેપો સામે આવવા પાછળ રાજકીય કાવતરું જ હોઇ શકે.
69 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 11:48 PM
સાંસદ વિરુદ્ધ ભાજપના નેતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ગુજરાતમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યું

સાંસદ વિરુદ્ધ ભાજપના નેતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ગુજરાતમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યું

ગુજરાત ભાજપ પ્રદેશના નેતા દ્વારા બનાસકાંઠાના મહિલા સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન સામે સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આ બાબતે આજે નવસારી શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક શબ્દોમ ​નવસારી શહેર મહિલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજન જોષીની આગેવાનીમાં અપાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, "ભાજપના નેતા દ્વારા જાહેર મંચ પરથી "પલ્લુમાંથી સીટો કાઢી" જેવા શબ્દોનો પ્રયોગ કરી જે બડાશ મારવામાં આવી છે, તે માત્ર ગેનીબેનનું જ નહીં પણ સમગ્ર ભારતીય નારીશક્તિનું અપમાન છે." કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાના નશામાં ચૂર નેતાઓ મહિલાઓની ગરિમા લજવી રહ્યા છે, જે સાંખી લેવામાં આવશે નહીં. મહિલા કોંગ્રેસ સમિતિએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ભાજપનો મહિલા વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે. જો કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દે આંદોલન કરાશે. કોંગ્રેસ મહિલા સમિતિની મુખ્ય માંગણીઓ​અભદ્ર નિવેદન બદલ સંબંધિત નેતા સાર્વજનિક રીતે માફી માંગે. ​મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ તત્કાલ રાજીનામું આપવામાં આવે.​રાજકીય ક્ષેત્રે મહિલાઓ પ્રત્યે થતી આવી અશોભનીય ટિપ્પણીઓ સામે કાયદેસરના પગલાં લેવાય તેવી અમારી માંગ છે. > પ્રભા નરેશ વલસાડિયા, નગરસેવક
100 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 11:46 PM
ભારતીય રાજકારણમાં ઉતાર-ચઢાવઃ મુખ્યમંત્રીઓ ફરી ચૂંટણીની બોલી હારી ગયા અને વધુ

ભારતીય રાજકારણમાં ઉતાર-ચઢાવઃ મુખ્યમંત્રીઓ ફરી ચૂંટણીની બોલી હારી ગયા અને વધુ

નમસ્તે, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ બંને રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓ ચૂંટણી હારી ગયા છે. સાથે જ બંનેએ રાજ્યની સત્તા પણ ગુમાવી છે. મમતા બેનર્જી 15 હજાર અને એમ.કે. સ્ટાલિન 8 હજારથી વધુ મતોથી હાર્યા છે. તમિલનાડુમાં પ્રથમ વખત ચૂંટણી લડેલા એક્ટર વિજય સરકાર બનાવશે. બીજી તરફ, ઈરાને અમેરિકન જહાજ પર મિસાઈલ છોડ્યાનો દાવો કર્યો છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ 5 રાજ્યોના ચૂંટણી પરિણામો વિશે જણાવીશું... ⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM નરેન્દ્ર મોદીના આમંત્રણ પર વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ ભારત આવશે. 2. સુપ્રીમ કોર્ટમાં CAAને પડકારતી અરજીઓની સુનાવણી થશે. 📰કાલના મોટા સમાચારો 1. બંગાળમાં પહેલીવાર ભાજપ સરકાર, 206 બેઠકો જીતી:TMCને 81 મળી, 134 બેઠકોનું નુકસાન; મમતા ભવાનીપુરથી હાર્યા બંગાળની 293 બેઠકોના પરિણામો આવી ગયા છે. ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહ્યું છે. ભાજપને 206 બેઠકો મળી છે, જ્યારે મમતાની પાર્ટી TMC માત્ર 81 બેઠકો પર સમેટાઈ ગઈ છે. 2021ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ TMCને 134 બેઠકોનું નુકસાન થયું છે. કોંગ્રેસના ખાતામાં 2 બેઠકો આવી છે, જ્યારે બે બેઠકો હુમાયુ કબીરની પાર્ટી 'આમ જનતા ઉન્નયન પાર્ટી'એ જીતી છે. અન્યના ફાળે બે બેઠકો ગઈ છે. ભવાનીપુરથી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોથી હરાવ્યા છે. સુવેન્દુ સામે આ તેમની સતત બીજી હાર છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુ નંદીગ્રામથી મમતા સામે જીત્યા હતા. બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, જેમાંથી એક બેઠક ફાલતા પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે. તેનું પરિણામ 24 મેના રોજ આવશે.વાંચો સંપૂર્ણ સમાચાર… 2. તમિલનાડુમાં વિજયની પાર્ટી 107 બેઠકો જીતી:આસામમાં ત્રીજીવાર ભાજપ; કેરળમાં 10 વર્ષ બાદ કોંગ્રેસની વાપસી, પુડુચેરીમાં NDA સરકાર કેરળમાં તમામ 140 બેઠકો પર પરિણામો જાહેર થઈ ગયા છે. અહીં કોંગ્રેસે 63 બેઠકો પર જીત નોંધાવી છે. આસામ, તમિલનાડુ અને પુડુચેરીની કુલ 529 વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી થઈ. સૌથી મોટો ઉલટફેર તમિલનાડુમાં થયો છે, જ્યાં 2 વર્ષ પહેલાં બનેલી અભિનેતા વિજયની પાર્ટી (TVK) નંબર વન બની ગઈ છે. TVKએ 107 બેઠકો પર જીત મેળવી છે, જોકે તે બહુમતીના આંકડા (118 બેઠકો) થી થોડી પાછળ છે. સ્ટાલિનની પાર્ટી (DMK) ને 60, AIADMK ને 47, કોંગ્રેસને 5, ભાજપને 1 અને અન્યને 12 બેઠકો મળી છે. સીએમ સ્ટાલિન કોલાથુર બેઠક હારી ગયા છે, તેમને TVKના વી.એસ. બાબુએ 8000 થી વધુ મતોથી હરાવ્યા છે. બાબુ પહેલા DMKમાં જ હતા, ફેબ્રુઆરી 2026માં તેમણે વિજયની પાર્ટી જોઈન કરી હતી. આ દરમિયાન વિજયના ડ્રાઈવરના પુત્ર આર. સબરિનાથને વિરુગમ્બક્કમ બેઠક પરથી જીત મેળવી છે. અહીં, આસામમાં પણ હિમંતા સરકારની વાપસી થઈ છે. હિમંતા બિશ્વા સરમા સતત ત્રીજી વખત સરકાર બનાવશે. BJPએ અહીં 82 બેઠકો જીતી લીધી છે, જે બહુમતીના આંકડાથી 13 વધારે છે.વાંચો સંપૂર્ણ સમાચાર… 3. 5 રાજ્યોની 7 બેઠકો પર પેટાચૂંટણી:આમાંથી ભાજપ 4, કોંગ્રેસ 2 જીતી; ગુજરાતની બેઠક ભાજપના ફાળે; બારામતીમાં સુનેત્રા પવાર 2.18 લાખ મતોથી જીત્યા દેશના 5 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. મહારાષ્ટ્રની બારામતી બેઠક પરથી NCP ઉમેદવાર સુનેત્રા પવારે 2 લાખ 18 હજાર મતોના અંતરથી ઐતિહાસિક જીત નોંધાવી. જીતનું આ અંતર ભારતમાં કોઈપણ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ છે. સુનેત્રા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની છે, જેમનું 28 જાન્યુઆરી 2026ના રોજ વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. બારામતી અજિત પવારની પરંપરાગત બેઠક રહી છે. અહીંથી સુનેત્રાની જીત લગભગ પહેલેથી જ નિશ્ચિત હતી. તેમની સામે 22 અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા. મહારાષ્ટ્રની રાહુરી બેઠક પરથી ભાજપના અક્ષય કાર્ડિલે જીતી ગયા છે. ભાજપે ગુજરાતની ઉમરેઠ, નાગાલેન્ડ અને ત્રિપુરાની 1-1 બેઠક પણ જીતી લીધી છે. કર્ણાટકની બાગલકોટ અને દાવણગેરે સાઉથ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી.વાંચો સંપૂર્ણ સમાચાર 4. દાવો- હોર્મુઝમાં અમેરિકી જહાજ પર ઈરાનનો મિસાઈલ હુમલો:અમેરિકાએ કહ્યું- આ જૂઠ છે; ટ્રમ્પે કહ્યું હતું કે અહીં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢીશું ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં એક અમેરિકી નેવી શિપ પર બે મિસાઈલો દાગી છે. આ હુમલામાં જહાજને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તેને પાછળ હટવું પડ્યું હતું. ઈરાની ન્યૂઝ એજન્સી 'ફાર્સ' એ આ અંગે માહિતી આપી છે. રિપોર્ટ મુજબ, આ હુમલો ત્યારે કર્યો જ્યારે અમેરિકી જહાજે ઈરાની નૌકાદળની ચેતવણીને અવગણીને હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ હોર્મુઝમાં તેના કોઈપણ નૌકાદળના જહાજ પર હુમલાના અહેવાલોને ફગાવી દીધા છે. સેન્ટકોમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે અમેરિકી સેના 'પ્રોજેક્ટ ફ્રીડમ' હેઠળ કામ કરી રહી છે.વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુપી-રાજસ્થાનમાં વાવાઝોડા-વરસાદથી 4ના મોત:હરિયાણા-ઉત્તરાખંડમાં કરા પડ્યા; કાશ્મીરમાં ભૂસ્ખલનથી બારામુલા-ઉરી રોડ બંધ યુપી, રાજસ્થાન, બિહાર અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનો દોર ચાલુ છે. રાજસ્થાનમાં રવિવારે ખરાબ હવામાનને કારણે ત્રણ લોકોના મોત થયા. દૌસાના લાલસોટ અને કોટપુતલી-બહરોડના નારાયણપુરમાં કરા પડ્યા. યુપીના સુલતાનપુરમાં ચક્કી પર ઝાડની ડાળી પડવાથી એકનું મોત થયું. ફર્રુખાબાદમાં વાવાઝોડાથી થાંભલા ઉખડી ગયા, જ્યારે કાનપુરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડી ગયું. હરિયાણાના સિરસા, ભિવાની અને મહેન્દ્રગઢમાં રવિવારે ભારે વરસાદ સાથે કરા પડ્યા. ઉત્તરાખંડના પણ 11 જિલ્લાઓમાં વરસાદ થયો. નૈનીતાલ, દેહરાદૂન અને અલ્મોડામાં કરા પણ પડ્યા. જમ્મુ-કાશ્મીરના લઘામામાં ભૂસ્ખલન પછી બારામુલા-ઉરી નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો. ટ્રાફિકને ઉરી તરફ બાંદી-પરનપિલન-દાચી માર્ગ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે.વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો:58 ટકાથી વધારી 60 ટકા કરાયું, 1 જાન્યુઆરી, 2026થી અસરથી ચૂકવણી કરાશે રાજ્ય સરકારના લાખો કર્મચારી અને પેન્શનરો માટે ખુશખબર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરાયો છે. કર્મચારીઓને અત્યાર સુધી જે 58 ટકા મોંઘવારી ભથ્થુ મળતું હતું તેની જગ્યાએ હવે 60 ટકા કરાયું છે. મોંઘવારી ભથ્થામાં વધારો 1 જાન્યુઆરી, 2026થી લાગુ કરાયો છે. એટલે કે કર્મચારીઓને મે મહિનાના પગારમાં જાન્યુઆરીથી એપ્રિલ મહિનાના એરિયર્સની ચૂકવણી પણ કરાશે. ભારત સરકારના 22 એપ્રિલ, 2026ના ઓફિસ મેમોરેન્ડમને અનુસરીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. અગાઉ મોંઘવારી ભથ્થાનો દર 58% હતો, જે હવે વધીને કુલ 60% થયો છે.વાંચો સંપૂર્ણ સમાચાર 7. કમલમમાં ઝાલમુરી ઝાપટીને ભાજપ નેતાઓની ઉજવણી:અમદાવાદના CG રોડના ફેમસ બંગાળી ઝાલમુરીવાળાએ મોજ કરાવી, વડોદરામાં યુવાનોએ મમતાના ફોટો પગથી કચડ્યો પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ જણાતા ગુજરાતના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરી ઝાપટીને અનોખી રીતે જીતની ઉજવણી કરી છે. વડોદરામાં યુવાનોએ મમતાના ફોટાને પગથી કચડ્યા હતાં. અમદાવાદના સીજી રોડ પરના ફેમસ કોલકાતા ચાટ નામના ઝાલમુરી બનાવનાર વ્યક્તિને ગાંધીનગર કમલમ ખાતે બોલાવવામાં આવ્યો હતો. રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઝાલમુરી ખાધી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર 🎭આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : બંગાળની જીત પર મોદીએ કહ્યું- ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું:ઘૂસણખોરો સામે કાર્યવાહી કરીશું, પ્રથમ કેબિનેટમાં આયુષ્માન ભારતને મંજૂરી મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : એટલાન્ટિક મહાસાગરમાં ક્રુઝ પર હંટાવાયરસ ફેલાવવાની શંકા:3 યાત્રીઓના મોત; આફ્રિકાના કિનારે જહાજ રોકાયું, યાત્રીઓને ઉતરવાની પરવાનગી નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 49 વર્ષમાં પ્રથમ વખત દેશમાં લેફ્ટ સરકાર પર લાલ લીટો:1957માં 'કેરલમ્'માં નંબૂદરીપાદે સત્તા અપાવી; 2026માં ત્યાંથી જ સમાપ્ત વાંચો સંપૂર્ણ સમાચાર 4.નેશનલ : બંગાળના પરિણામની પંજાબ પર શું અસર, જાણો એક્સપર્ટના અભિપ્રાય: પંજાબમાં BJP ફાઈટ મોડમાં આવી જશે, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- સત્તાપલટો થશે; CM માને કહ્યું- આ શેખચલ્લીના સપના વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 7.50%થી ઓછા વ્યાજ દરે મળી રહી છે હોમ લોન:બેંક ઓફ ઇન્ડિયા 7.10% વ્યાજ દરે લોન આપી રહ્યું છે, જુઓ 5 બેંકોના વ્યાજ દરો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : CSKના ઓલરાઉન્ડર રામાકૃષ્ણ ઘોષ IPL 2026માંથી બહાર:મુંબઈ સામે ડેબ્યૂ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો; ચેન્નઈએ હજુ સુધી રિપ્લેસમેન્ટ નક્કી કર્યું નથી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : કેદારનાથ ધામમાં -6°C તાપમાન, હેલીકોપ્ટર સેવા સ્થગિત:ચારધામ યાત્રા માટે 27.5 લાખ રજિસ્ટ્રેશન; ખરાબ હવામાન વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ તરસ છીપાવવા હેલિકોપ્ટરથી ગ્લેશિયર પહોંચી છોકરી તરસ છીપાવવા માટે એક છોકરી હેલિકોપ્ટરથી ગ્લેશિયર પહોંચી ગઈ. એક અબજોપતિ બિઝનેસમેનની દીકરી એના લિન્ડેએ વીડિયો શેર કર્યો છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે તરસ લાગવા પર તે પ્રાઇવેટ હેલિકોપ્ટર બુક કરીને સીધી ગ્લેશિયર જાય છે અને પછી ત્યાંનું તાજું પાણી પીવે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1.Editor's View: બંગાળમાં 83 વર્ષે હિન્દુ પોલિટિક્સ: મોદી-શાહનું 'મિશન ઇસ્ટ' આ રીતે પાર પડ્યું, તમિલનાડુમાં 6 દાયકા પછી મોટો અપસેટ, કૉંગ્રેસનો છેલ્લો ગઢ કેરલમ 2.ગ્રાઉન્ડ રિપોર્ટ : તમિલનાડુમાં થલાપતિનો 'વિજય' ઘોષ: રડતા-બૂમો પાડતા ચાહકોના ભરોસે સ્ટારથી CMની ખુરશી સુધી પહોંચ્યા, જીતના 5 કારણો 3.ઈલેક્શન એક્સપ્લેનર : ગઢમાં 58% સીટ હારે છે મમતા, શું મુસ્લિમોએ દગો દીધો: ભાજપે માત્ર 7% વોટથી 121 સીટ કેવી રીતે વધારી; બંગાળ પરિણામોના 5 ફેક્ટર્સ 4.આજનું એક્સપ્લેનર: દેશભરની મહિલાઓને મળી શકે છે સીધા રોકડા; દક્ષિણમાં બ્રાન્ડ મોદી બેઅસર, ઈન્ડિયા બ્લોક વિખેરાઈ જશે; ચૂંટણીના 8 નેશનલ ઇમ્પેક્ટ 5.દીદી બોલ્યા હતા- તૃણમૂલ રહી તો ફરી મળીશું: મોદીએ કહ્યું- ડુંગળી ખાઉં છું દિમાગ નહીં, રાહુલનું નિશાન ચૂક, જુઓ ચૂંટણીની વાયરલ મોમેન્ટ્સ 6.મંડે મેગા સ્ટોરી : જ્યારે મમતાએ રાતોરાત સોનિયાની કોંગ્રેસને શૂન્ય કરી દીધી: 34 વર્ષની લેફ્ટ સરકારને ઉખેડી ફેંકી હતી; હવે દીદીની વિદાય નક્કી 🌍કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: સિંહ રાશિના જાતકોને આજે મનગમતી સફળતા મળશે, ગ્રહ સ્થિતિ અનુકૂળ હોવાથી કર્ક રાશિના લોકોને લીલા લેરવાંચો સંપૂર્ણ રાશિફળ
43 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 11:46 PM
ભાજપના નેતા આશિષ શેલારે ચૂંટણીમાં હાર માટે વિપક્ષની ટીકા કરી

ભાજપના નેતા આશિષ શેલારે ચૂંટણીમાં હાર માટે વિપક્ષની ટીકા કરી

ભાજપના નેતા અને મંત્રી આશિષ શેલારે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નોંધપાત્ર પ્રદર્શન પર વિપક્ષ પર નિશાન સાધ્યું છે. વિપક્ષ કાયર છે, બહાનાં બનાવે છે અને રડકા છે. તેઓ પોતાની હાર પચાવી શકતા નથી. તેથી જ હું તેમને રડકા કહું છું. જો તેમની પાસે થોડી ભાજપનું નેતૃત્વ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનો ઉત્સાહ સમગ્ર દેશમાં દેખાય છે. હું બધા મતદારોનો આભાર માનું છું. હું આ ચૂંટણીમાં સખત મહેનત કરનારા ભાજપના કાર્યકરોનો પણ આભાર માનું છું. ખાસ કરીને કેરળ અને પશ્ચિમ બંગાળમાં અમારા કાર્યકરોએ ખૂબ જ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કામ કર્યું. તેઓએ તમામ પડકારોને પાર કર્યા અને પોતાનો જીવ જોખમમાં મૂક્યો. તેમણે પાર્ટીનું કામ દ્રઢ સંકલ્પ સાથે કર્યું. આશિષ શેલારે જણાવ્યું કે જો એસઆઈઆરેપશ્ચિમ બંગાળમાં ભૂમિકા ભજવી હતી, તો કેરળમાં શું થયું? વિપક્ષે પહેલા પોતાને અરીસામાં જોવું જોઈએ. મેં પહેલા કહ્યું હતું કે જે કોઈ ઉદ્ધવ ઠાકરે સેનામાં જોડાયું તે હારી ગયું. તેમનું રાજકીય ભાગ્ય નક્કી થઈ ગયું. તમિલનાડુમાં પણ, ઠાકરે સેના સ્ટાલિનનો પક્ષ લઈ રહી હતી. પરંતુ તેઓ હાર્યા. તેઓએ મમતા બેનર્જીને ટેકો આપ્યો. પરંતુ તેઓ પણ હાર્યા. આનો અર્થ એ થયો કે જે કોઈ ઠાકરે સેનામાં જોડાયું તે હાર્યા છે.
47 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 11:43 PM
દ્વારકા ધારાસભ્યએ અનુસૂચિત જાતિ સમુદાય હોલની ફાળવણી અંગે ફરિયાદની માંગ કરી

દ્વારકા ધારાસભ્યએ અનુસૂચિત જાતિ સમુદાય હોલની ફાળવણી અંગે ફરિયાદની માંગ કરી

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા તેમના લેટરપેડ પર અનુસુચિત જાતિ માટે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરતા પોરબંદરના આગેવાને રાજકોટના રેન્જ આઈ.જી અને ગૃહમંત્રીને રજુઆત કરી ફરિયાદ નોંધાવવા માંગ કરી છે. પોરબંદરના અનુસુચિત જાતિના આગેવાન વાલજીભાઈ વેજા ભાઈ પાંડાવદરા સહિતના આગેવાનોએ રાજકોટ રેન્જ આઈ.જી અને ગૃહમંત્રીને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે દ્વારકા કલ્યાણપુરને ધારાસભ્ય પબુભા માણેક દ્વારા દ્વારકા જિલ્લા આયોજન અધિકારીને પોતાના લેટરપેડ દ્વારા લેખિતમાં જણાવેલ કે દ્વારકા જિલ્લાના ટુપણી ગામના અનુસુચિત જાતિ વિસ્તારમાં કોમ્યુનિટી હોલનું બાંધકામ કરવા માટે પાંચ લાખ રૂપિયા જિલ્લા આયોજન મંડળ દ્વારકા જિલ્લાને ફાળવવામાં આવે છે જે પત્રમાં અનુસુચિત જાતિ માટે ગેર બંધારણીય શબ્દોનો લેખિતમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી ધારાસભ્ય પભુભા માણેક સામે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ કાયદેસરનાપગલાં લઈ ગુનો દાખલ કરવા માંગ કરી હતી તેમજ જો એફ.આઇ.આર. દાખલ કરવામાં નહીં આવે તો નામદાર કોર્ટનો સહારો લેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
12 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 11:40 PM
ચૂંટણી પરિણામોને લઈને ફડણવીસે મમતા બેનર્જી પર સાધ્યું નિશાન

ચૂંટણી પરિણામોને લઈને ફડણવીસે મમતા બેનર્જી પર સાધ્યું નિશાન

ચૂંટણી પરિણામો વિશે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મમતા બેનર્જી પર પણ કટાક્ષ કરતા કહ્યું છે કે બંગાળના લોકોએ દીદીને બતાવી દીધું છે કે બંગાળની અસલી પાર્ટી કઈ છે. જ્યારે હું મે મહિનામાં બંગાળ ગયો હતો, ત્યારે ત્યાંના એક પત્રકારે મને પૂછ્યું કે મમતા બેનર બહારના લોકો અહીં આવીને મત માગે છે. આ અંગે તમારો શું અભિપ્રાય છે? મેં તેમને કહ્યું, જેમણે ભાજપ બનાવ્યો છે, તે શામાપ્રસાદ મુખર્જી બંગાળના છે. તેથી, જો બંગાળનો કોઈ વાસ્તવિક પક્ષ છે, તો તે ભારતીય જનતા પાર્ટી છે. અને આજે બંગાળના લોકોએ દીદીને બતાવી દીધું છે કે બંગાળનો વાસ્તવિક પક્ષ શું છે.ફડણવીસે કહ્યું, " બંગાળ હોય, આસામ હોય કે પુડુચેરી, આ જીત ભારતના લોકોની મોદીજીમાં શ્રદ્ધાની જીત છે. લોકો ફક્ત એક જ વાત જાણે છે અને તે છે 'મોદી હૈ તો મુમકિન હૈ!'. અને તેથી બંગાળને કુશાસનમાંથી બહાર કાઢવાનું કામ, 30 વર્ષ કોંગ્રેસના શાસન, 36 વર્ષ સામ્યવાદીઓ અને તે બંને કરતાં વધુ ખતરનાક, મમતા દીદીના શાસનના 15 વર્ષ, જે દેશની આર્થિક રાજધાની હતી, આ બધાએ મળીને બંગાળની સ્થિતિ એવી બનાવી દીધી કે દેશમાં આવતા એફડીઆઈનો અડધો ભાગ પણ ત્યાં જતો નથી. ઘણા મોટા ઉદ્યોગો બંગાળ છોડી ગયા. ત્યાં જંગલ રાજનું નિર્માણ થયું. તેમાં, મોદી દ્વારા રજૂ કરાયેલ બંગાળના વિઝનથી બંગાળના લોકોમાં આશાનું કિરણ જાગ્યું.
46 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 09:34 PM
ભારતીય ચૂંટણી પરિણામઃ કેરળમાં કોંગ્રેસની જીત, વિજયની ટીવીકેએ તમિલનાડુમાં ટોચનું સ્થાન મેળવ્યું

ભારતીય ચૂંટણી પરિણામઃ કેરળમાં કોંગ્રેસની જીત, વિજયની ટીવીકેએ તમિલનાડુમાં ટોચનું સ્થાન મેળવ્યું

કેરળમાં તમામ 140 બેઠકો પર પરિણામો જાહેર થઈ ગયા છે. અહીં કોંગ્રેસે 63 બેઠકો પર જીત નોંધાવી છે. આસામ, તમિલનાડુ અને પુડુચેરીની કુલ 529 વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી થઈ. સૌથી મોટો ઉલટફેર તમિલનાડુમાં થયો છે, જ્યાં 2 વર્ષ પહેલાં બનેલી અભિનેતા વિજયની પાર્ટી (TVK) નંબર વન બની ગઈ છે. TVKએ 107 બેઠકો પર જીત મેળવી છે, જોકે તે બહુમતીના આંકડા (118 બેઠકો) થી થોડી પાછળ છે. સ્ટાલિનની પાર્ટી (DMK) ને 60, AIADMK ને 47, કોંગ્રેસને 5, ભાજપને 1 અને અન્યને 12 બેઠકો મળી છે. સીએમ સ્ટાલિન કોલાથુર બેઠક હારી ગયા છે, તેમને TVKના વી.એસ. બાબુએ 8000 થી વધુ મતોથી હરાવ્યા છે. બાબુ પહેલા DMKમાં જ હતા, ફેબ્રુઆરી 2026માં તેમણે વિજયની પાર્ટી જોઈન કરી હતી. આ દરમિયાન વિજયના ડ્રાઈવરના પુત્ર આર. સબરિનાથને વિરુગમ્બક્કમ બેઠક પરથી જીત મેળવી છે. અહીં, આસામમાં પણ હિમંતા સરકારની વાપસી થઈ છે. હિમંતા બિશ્વા સરમા સતત ત્રીજી વખત સરકાર બનાવશે. BJPએ અહીં 82 બેઠકો જીતી લીધી છે, જે બહુમતીના આંકડાથી 13 વધારે છે. 4 રાજ્યોમાં જીત-હારના આંકડા… તમિલનાડુમાં DMK બીજા નંબરે:234 માંથી 173 બેઠકો પર પરિણામ જાહેર થયા ત્યારે TVK 82 અને DMK+ 46 બેઠકો પર આગળ/જીતેલી હતી. (સમગ્ર પરિણામ મુજબ TVK 107 પર પહોંચી છે). AIADMK એ 38 બેઠકો જીતી છે. કેરળમાં 10 વર્ષ બાદ કોંગ્રેસ સત્તામાં પરત ફરી:140 બેઠકોના પરિણામ જાહેર થયા છે. કોંગ્રેસે 63 બેઠકો, CPI(M) એ 26 અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે 22 બેઠકો પર જીત મેળવી છે. આસામમાં ત્રીજીવાર હિમંતા સરકાર:126 માંથી 124 બેઠકોના પરિણામ જાહેર થયા છે. BJP 81 (કુલ 82), કોંગ્રેસ 18, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ 10, AGP 10 અને AIUDF 2 બેઠક પર જીતી છે. પુડુચેરીમાં ભાજપ+ સરકાર:30 માંથી 28 બેઠકોના પરિણામ આવી ગયા છે. CM રંગાસ્વામીની પાર્ટી 10 બેઠકો જીતી ચૂકી છે. DMK એ 5, BJP એ 4 અને TVK એ 2 બેઠકો જીતી છે. બંગાળ ચૂંટણીના પરિણામો જોવા માટે અહીં ક્લિક કરો… તમિલનાડુમાં ઉજવણીની 3 તસવીરો… 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ મતગણતરીના વલણો અને પરિણામો ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો, 4 રાજ્યોના ચૂંટણી પરિણામો સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ… ભાજપે પુડુચેરીમાં ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પાર્ટીના નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલના નિવાસસ્થાને પહોંચ્યા. આસામમાં ભાજપે 82 બેઠકો પર જીત મેળવી બહુમતી હાંસલ કરી છે. વિજયે તિરુચિરાપલ્લી ઈસ્ટ બેઠક પરથી 27,416 મતોના અંતરથી જીત મેળવી. તેમને 91,381 મત મળ્યા, જ્યારે બીજા સ્થાને રહેલા DMKના એસ. ઇનિગો ઇરુદયરાજને 63,965 મત મળ્યા. કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે હું વિજય અને TVK ને શાનદાર ચૂંટણી શરૂઆત માટે અભિનંદન આપું છું. લોકોએ તમિલનાડુમાં પરિવર્તન માટે મત આપ્યો છે. હવે તેમની પાસે બહુમતી મેળવીને સારી સરકાર આપવાની જવાબદારી છે. AICCના આસામ ઇન્ચાર્જ જિતેન્દ્ર સિંહ અલવરે X પર પોસ્ટ કરીને કહ્યું- હું આસામના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જના પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી રહ્યો છું. તાજેતરના ચૂંટણી પરિણામો ખૂબ જ નિરાશાજનક રહ્યા છે. હું તેની સંપૂર્ણ જવાબદારી લઉં છું. અમારા પૂરા પ્રયાસો છતાં અમે આસામના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નથી, જેમની અમે સેવા કરવા માંગતા હતા. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે યુડીએફની જીત પર કહ્યું કે અમે કેરળના લોકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જેમણે અમને આ મોટી જીત અપાવી. પરિણામો પછી તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને X પર લખ્યું: "અમે લોકોના નિર્ણયનો સ્વીકાર કરીએ છીએ અને વિજેતાઓને અભિનંદન આપીએ છીએ. છેલ્લા પાંચ વર્ષમાં અમે અસંખ્ય પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે અને લોકોને સુશાસન પૂરું પાડ્યું છે. અમે તમિલનાડુને દરેક ક્ષેત્રમાં આગળ ધપાવ્યું છે. ચૂંટણીમાં અમે અમારી સિદ્ધિઓના આધારે મત માંગ્યા હતા. અમે લોકોને અમારી કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખવા માટે અમને ટેકો આપવા અપીલ કરી છે. તમિલનાડુમાં ટીવીકેની જીત બાદ દિલ્હીમાં પણ ઉજવણી જોવા મળી હતી. જલ વિહાર વિસ્તારમાં મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા હતા, પાર્ટીના ધ્વજ લહેરાવીને ઉજવણી કરી રહ્યા હતા. ટીવીકેના વડા વિજયના ડ્રાઇવર રાજેન્દ્રનના પુત્ર આર. સબરીનાથન પણ ચૂંટણી જીત્યા હતા. તેણે ટીવીકેની ટિકિટ પર વિરુગમ્બક્કમ સીટ જીતી હતી. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો ટીવીકેના પક્ષમાં આવ્યા બાદ ડીએમકેના પ્રમુખ અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું, હું જનમત સામે નતમસ્તક છું. AIUDFના વડા બદરુદ્દીન અજમલે બિન્નાકાંડી બેઠક પર જીત મેળવી હતી. તેમણે આસામ રાષ્ટ્ર પરિષદના રેઝાઉલ કરીમ ચૌધરીને 35,380 મતોથી હરાવ્યા. તમિલનાડુમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલા ટીવીકે ચીફ વિજયે પેરામ્બુર બેઠક જીતી લીધી છે. તેમણે 49 હજાર મતોથી જીત મેળવી છે. કેરળના મુખ્યમંત્રી પદેથી પિનરાઈ વિજયન રાજીનામું આપી દીધું છે. તેમણે ધર્માદમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલ રશીદને 1,9,000 મતોથી હરાવીને જીત મેળવી. ટીવીકેની જીત બાદ રાહુલ ગાંધીએ વિજય સાથે વાત કરી અને તેમને તેમની જીત બદલ અભિનંદન આપ્યા. રાહુલે કહ્યું, "આ જનાદેશ યુવાનોના ઉભરતા અવાજને પ્રતિબિંબિત કરે છે, જેને અવગણી શકાય નહીં અને અવગણવામાં આવશે નહીં." મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સતત છઠ્ઠી વખત જલુકબારી બેઠક જીતી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર બિદિશા નિઓગને 89,434 મતોથી હરાવ્યા છે. પ્રથમ રાઉન્ડથી આગળ રહેતા સરમાને 1,27,151 મત મળ્યા જ્યારે નિઓગને 13મા રાઉન્ડની મતગણતરીના અંતે 37,717 મત મળ્યા. જ્યારે સરમા 2021માં પહેલી વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની જીતનો માર્જિન 1,01,000 મતોનો હતો. ટીવીકેના ઉમેદવાર એમ.એલ. વિજયપ્રભુએ માદાવરમ વિધાનસભા બેઠક 94,985 મતોના રેકોર્ડ માર્જિનથી જીતી લીધી છે. AIADMK ચીફ પલાનીસ્વામીએ 98,110 મતોના રેકોર્ડ માર્જિનથી ઈડાપ્પડી જીતી હતી. ADMKએ 21 બેઠકો જીતી છે અને 26 પર આગળ છે. નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું - તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં NDA ને સમર્થન આપનાર તમિલનાડુના મતદારોનો આભાર. અમે લોકોની મુશ્કેલીઓ દૂર કરવા અને તેમના જીવનને બહેતર બનાવવામાં હંમેશા મોખરે રહીશું. TVK ને તેમના શાનદાર કામ માટે અભિનંદન. કેન્દ્ર તમિલનાડુની પ્રગતિ અને લોકોની ભલાઈ માટે કોઈ કસર છોડશે નહીં. PM મોદીએ X પર એક પોસ્ટ કરી. જેમાં તેમણે આસામમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા. PMએ લખ્યું- આસામ વિધાનસભા ચૂંટણીમાં BJP-NDAની જીત દર્શાવે છે કે અમારા ગઠબંધનનો વિકાસ પર ભાર અને લોકોના જીવનમાં સારો બદલાવ લાવવા માટે જે સમર્થન છે, તેને સંપૂર્ણ સમર્થન મળ્યું છે. હું આસામના મારા ભાઈઓ અને બહેનોને આ જબરદસ્ત જનાદેશ માટે આભાર માનું છું. હું તેમને એ પણ ખાતરી આપું છું કે અમે રાજ્યમાં બદલાવ લાવવા માટે કામ કરતા રહીશું. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ કહ્યું- પશ્ચિમ બંગાળની જીત ભારતની જીત છે, આ ભાજપની જીત નથી, આ ભારતની જીત છે. અમારી વસ્તી વિષયકથી લઈને સુરક્ષા સુધી ખૂબ મોટી પડકાર છે, આસામમાં આપણે ગમે તેટલું કામ કરી લઈએ પણ ભારત-બાંગ્લાદેશની સૌથી લાંબી સરહદ પશ્ચિમ બંગાળમાં છે. મમતા બેનર્જીએ ફેન્સિંગ માટે સરકારને જમીન આપી ન હતી. આજે આ જે જીત છે તે ભારતની જીત છે. કેરળમાં ભાજપના ખાતામાં નેમોમ, ચત્થનૂર અને કઝાકૂટમ બેઠકો આવી ગઈ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરે નેમોમ બેઠક પર 4978 મતોથી જીત મેળવી છે. કેરળના CM પી વિજયન ધરમદમ બેઠક પર જીતી ગયા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલ રશીદને 19 હજાર મતોથી હરાવ્યા છે. આસામના નાણામંત્રી અજંતા નિયોગે સતત છઠ્ઠી વખત ગોલાઘાટ બેઠક જીતી, કોંગ્રેસના બિટુપન સૈકિયાને 43,759 મતોથી હરાવ્યા. પ્રિયંકા ગાંધીએ X પર એક પોસ્ટમાં લખ્યું- કેરળમાં મારા બધા ભાઈઓ અને બહેનો, તમારા વિશ્વાસ અને અપાર સમર્થન માટે આભાર. તમે અમારા પર જે ભરોસો મૂક્યો છે, તે યુડીએફ માટે માર્ગદર્શક શક્તિ બનશે, કારણ કે અમે તમારા બધા માટે એક સારું ભવિષ્ય બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. TVKના ચીફ અને અભિનેતા વિજયના સમર્થક, ગ્લોરી ECR રોડથી ચેન્નઈના પનાયુરમાં આવેલા TVK હેડક્વાર્ટર સુધી ઘૂંટણિયે ચાલ્યા, કારણ કે પાર્ટી રાજ્ય ચૂંટણીઓમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. તમિલનાડુના CM એમકે સ્ટાલિન કોલાથુર બેઠક પર 7 હજારથી વધુ મતોથી પાછળ ચાલી રહ્યા છે. તમિલનાડુમાં 7 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. TVK અને DMK 3-3 બેઠકો પર જીત્યા છે. જ્યારે કોંગ્રેસને અત્યાર સુધી 1 બેઠક પર જીત મળી છે. અભિનેતા વિજયની પાર્ટીએ તમિલનાડુમાં અન્નાનગર અને તંજાવુર બેઠક પર જીત મેળવી છે. જ્યારે પુડુચેરીમાં મનાવેલી બેઠક જીતી છે. કોંગ્રેસ MP કે.સી. વેણુગોપાલે કહ્યું- હું આ જીતનો શ્રેય ઘણા કારણોને આપું છું. એક છે એન્ટી-ઇનકમ્બન્સી, બીજું છે પ્રોએક્ટિવ કેમ્પેનિંગ (સક્રિય પ્રચાર) અને અન્ય કારણોમાં સામૂહિક નેતૃત્વ, મજબૂત સંકલન અને આ આખી ચૂંટણીમાં AICC નો સમાવેશ છે. ત્યારબાદ રાહુલ ગાંધીનું સતત ફોલો-અપ અને દેશના લોકો પર તેમની જે અસર છે, તે આ જીત માટે જવાબદાર છે. તમિલનાડુ ચૂંટણીમાં TVK એ જીતનું ખાતું ખોલી લીધું છે. તંજાવુર બેઠક પર આર વિજયસરવાનન જીતી ગયા છે. તેમણે 16955 મતોથી જીત નોંધાવી છે. કેરળ વિધાનસભા ચૂંટણીમાં BJPએ પોતાનું ખાતું ખોલી લીધું છે. બીબી ગોપકુમારે કોલ્લમ જિલ્લાની ચથનૂર બેઠક જીતી, તેમણે CPIના આર રાજેન્દ્રનને 4,002 મતોથી હરાવ્યા. બપોરે 2.35 વાગ્યા સુધીના આંકડા મુજબ, અભિનેતા-રાજકારણી વિજયની TVK 106 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે 55 બેઠકો પર તે બીજા નંબરે છે. આસામના શિક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાનોજ પેગુએ સોમવારે ધેમાજી વિધાનસભા બેઠક પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે. તેમણે તેમના નજીકના હરીફ કોંગ્રેસના શૈલેન સોનોવાલને 32,229 મતોથી હરાવ્યા. પેગુએ ધેમાજી બેઠક પર સતત ત્રીજી વખત જીત હાંસલ કરી છે. આ ચૂંટણીમાં પેગુને 83,649 મતો મળ્યા, જ્યારે સોનોવાલને 51,420 મતો પ્રાપ્ત થયા હતા. ચૂંટણી પંચે કેરળની 23 બેઠકો, આસામમાં 4 અને પુડુચેરીમાં 15 બેઠકો તથા તમિલનાડુમાં 1 બેઠક પર પરિણામો જાહેર કરી દીધા છે. એક્ટ્રેસ તૃષા કૃષ્ણન વિજયના ઘરેથી રવાના થઈ ગયા છે. તેઓ અંદાજે સવા કલાક સુધી વિજયના પરિવાર સાથે રહ્યા હતા. જોકે, વિજય હજુ પણ ક્યાંય જોવા મળ્યા નથી, તેમજ સોશિયલ મીડિયા પર પણ તેમના કોઈ ફોટો કે વીડિયો અપડેટ થયા નથી. થલાપતિ વિજયના પિતા એસ. ચંદ્રશેખરે જણાવ્યું છે કે વિજય કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. તેમણે ઉમેર્યું કે અત્યાર સુધી કોંગ્રેસે ખોટી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. અમે કોંગ્રેસ સાથે સત્તા વહેંચવા માટે તૈયાર છીએ. આસામમાં મજબત બેઠકના ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના ચરન બોરોએ 55 હજારથી વધુ મતોથી જીત મેળવી છે. પુડુચેરીમાં 11 બેઠકો પર પરિણામો જાહેર થઈ ગયા છે. મુખ્યમંત્રી રંગાસ્વામીની પાર્ટી 6 બેઠકો પર જીતી ગઈ છે. AINRC ના બી રવિકુમારે વિલ્લિયાનૂર, એન રંગાસ્વામીએ થટ્ટંચાવડી, વીપી સિવાકોલુન્ધુએ લોસ્પેટ, વૈયાપુરી મણિકંદને મુથિયાલપેટ, સી અય્યપ્પને અરિયાનકુપ્પમ અને ઈ મોહંદોસે એમ્બાલમ બેઠક પરથી જીત મેળવી છે. BJP ના એ નમસ્સિવાયમે મન્નાદીપેટ અને કોંગ્રેસના પી કાર્તિકેયને ઓસ્સુડુ બેઠક જીતી છે. AIADMK ના એ અંબલગને ઓઉપાલમ અને અપક્ષ ઉમેદવાર ટી અશોક કુમારે માહે બેઠક પરથી જીત નોંધાવી છે. આસામમાં જોરહાટ બેઠક પર ચૂંટણી લડનારા ગૌરવ ગોગોઈ 19 હજારથી વધુ મતોથી પાછળ ચાલી રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર અપડેટ થયેલા આંકડા મુજબ કેરળમાં કોંગ્રેસે 2 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે CPI-M એક બેઠક પર જીતી છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર અપડેટ કરાયેલા આંકડા મુજબ, પુડુચેરીમાં CM રંગાસ્વામીની પાર્ટી AINRC 4 બેઠકો પર જીતી ગઈ છે. ભાજપે 1, કોંગ્રેસે 1, ADMK એ 1 અને DMK એ પણ એક બેઠક પર જીત મેળવી છે. ચૂંટણી પંચ દ્વારા દર્શાવવામાં આવેલા વલણો અનુસાર, વર્તમાન ભાજપની આસામ સરકારના મોટાભાગના મંત્રીઓ આગળ ચાલી રહ્યા છે. આસામ ગણ પરિષદ (AGP) ના પ્રમુખ અને કૃષિ મંત્રી અતુલ બોરા બોકાખાટ બેઠક પરથી તેમના નજીકના ઉમેદવાર રાયજોર દળથી 3,000 થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા જાલુકબારી વિધાનસભા ક્ષેત્રમાં પહેલા રાઉન્ડની ગણતરી પછી 5,989 મતોથી આગળ ચાલી રહ્યા છે. પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામી થટ્ટાનચાવડી વિધાનસભા બેઠક પરથી 4336થી વધુ મતોના માર્જિનથી આગળ ચાલી રહ્યા છે. ચૂંટણી પંચના લેટેસ્ટ ટ્રેન્ડ્સ મુજબ, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF એ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂર કહે છે- અમે પરિવર્તનની પાર્ટી છીએ. અમે આ સરકારના દસ વર્ષથી ચાલી રહેલી રાજનીતિની રીતને બદલવા માંગીએ છીએ, એટલી ખરાબ રીતે કે તેને બદલવાની જરૂર છે, અને મારા મતે એક નવી પ્રકારની રાજનીતિ ખૂબ જ જરૂરી છે. મુખ્યમંત્રીના ચહેરા પર તેઓ કહે છે- અમે અત્યારે આ વિષય પર વાત કરવા માંગતા નથી. ચૂંટણીના પરિણામો આવવા દો. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સાહેબ, જીતનાર ધારાસભ્યો સાથે વાત કરવા માટે કોઈને મોકલશે. તે પછી તેઓ પોતાનો અભિપ્રાય આપશે. પછી હાઈકમાન્ડ નિર્ણય લેશે. ગુવાહાટીમાં BJPના સ્ટેટ હેડક્વાર્ટર ખાતે મીઠાઈઓ અને અન્ય વાનગીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે કારણ કે પાર્ટી શરૂઆતી ટ્રેન્ડ્સમાં બહુમતીનો આંકડો પાર કરતી દેખાઈ રહી છે. ચૂંટણી પંચના નવા ટ્રેન્ડ્સ મુજબ કોંગ્રેસની UDF એ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. પાર્ટી MP કે. સુરેશે કહ્યું કે ગણતરી ચાલી રહી છે. અમારી અપેક્ષા 100 બેઠકોની હતી, હવે અમે 89 પાર કરી રહ્યા છીએ. તેથી, એક્ઝિટ પોલ પહેલા અમે જે પણ કહ્યું હતું કે UDF 100 થી વધુ બેઠકો જીતશે. અમારો અંદાજ 100% સાચો હશે. સરકાર વિરુદ્ધ લહેર હતી, પિનરાઈ વિજયન વિરુદ્ધ લહેર હતી. કેરળના CM પિનરાઈ વિજયન ધર્મદામ બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલ રશીદ આગળ ચાલી રહ્યા છે. એસએ ચંદ્રશેખર તેમના પુત્ર વિજયની ચૂંટણી જીત માટે પ્રાર્થના કરવા તિરુત્તની મુરુગન મંદિરે ગયા. 70 થી વધુ ફિલ્મોના અનુભવી ફિલ્મ નિર્માતા, SAC એ વિજયની કારકિર્દી શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમની રાજકીય યાત્રાના પ્રખર સમર્થક રહ્યા હતા. મતગણતરી આગળ વધતા કેરળમાં CM પિનરાઈ વિજયનના સાત મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે. અલગ-અલગ ટીવી રિપોર્ટ્સ અનુસાર, મંત્રી વીણા જ્યોર્જ, એમ બી રાજેશ, ઓ આર કેલુ, આર બિંદુ, જે ચિંચુરાણી, પી રાજીવ, કે બી ગણેશ કુમાર અને રોશી ઓગસ્ટિન મતગણતરીના પ્રથમ કલાકમાં પોતપોતાના મતવિસ્તારોમાં પાછળ ચાલી રહ્યા હતા. ન્યૂઝ રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ-UDF લગભગ 98 બેઠકો પર આગળ હતી, જ્યારે CPI(M)ના નેતૃત્વ હેઠળની LDF 38 બેઠકો પર આગળ હતી. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર કહે છે, "ખુશીની વાત એ છે કે સવા કલાકની અંદર અમારા પક્ષમાં ખૂબ જ સ્પષ્ટ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે અને LDFના કેટલાક સારા લોકપ્રિય નેતાઓ પણ પાછળ ચાલી રહ્યા છે. મને લાગે છે કે તે ખૂબ જ સ્પષ્ટ છે કે કેરળના મતદારોને અભિનંદન આપવા જોઈએ. તેમણે નક્કી કરી લીધું છે કે પરિવર્તનનો સમય આવી ગયો છે. અને જે લોકોની વ્યક્તિગત લોકપ્રિયતા પર અમે શંકા નથી કરી રહ્યા, તેઓ પણ પાછળ પડી રહ્યા છે. મને લાગે છે કે આ એક ખૂબ જ સારો સંકેત છે. અને UDFમાં અમે લોકો કોઈ જલ્દી ઉજવણી કરવાના નથી. પરંતુ હું જોઈ શકું છું કે વસ્તુઓને ખૂબ જ અલગ દેખાવા માટે પહેલાથી જ એક મોટો ઉલટફેર કરવો પડશે." આસામ: BJP કુલ 126 બેઠકોમાંથી 1 પર આગળ (ટિંગખોંગમાં બિમલ બોરા આગળ) કેરળ: કોંગ્રેસ કુલ 140 બેઠકોમાંથી 2 પર આગળ (ત્રિશૂરમાં રાજન પલ્લન આગળ, એત્તુમાનૂરમાં નટ્ટાકોમ સુરેશ આગળ) તમિલનાડુ: TVK કુલ 234 બેઠકોમાંથી 1 પર આગળ (શ્રીવૈકુંઠમમાં સરવનન જી આગળ) મતગણતરી ચાલુ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈ અનુક્રમે જાલુકબારી અને જોરહાટ વિધાનસભા બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. આસામ જાતીય પરિષદના અધ્યક્ષ લુરિનજ્યોતિ ગોગોઈ પણ ખોવાંગમાં આગળ છે. સત્તાધારી ભાજપ 17 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ આઠ બેઠકો પર આગળ છે. કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતાઓ પ્રદ્યુત બોરદોલોઈ અને ભૂપેન બોરા, જેઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા, તેઓ અનુક્રમે દિસપુર અને બિહપુરિયા બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ટીવી ચેનલો પર દર્શાવવામાં આવેલા પ્રારંભિક વલણો અનુસાર, આસામની 126 વિધાનસભા બેઠકોમાંથી, સત્તાધારી ભાજપ 10 બેઠકો પર આગળ છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ છ બેઠકો પર આગળ છે. ચૂંટણી પંચે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. રાજ્યની તમામ 126 વિધાનસભા બેઠકો પર 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું. ચૂંટણીમાં 722 ઉમેદવારો મેદાનમાં છે. TN માં તમામ 62 નિર્ધારિત મતગણતરી કેન્દ્રો પર મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. જોરહાટમાં એક કાઉન્ટિંગ સેન્ટરની બહાર સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. જોરહાટ, મરિયાની અને ટિટામોર વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી અહીં થશે. 126 વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. તમિલનાડુ ચૂંટણી પરિણામો પર ભાજપ નેતા વિનોજ પી. સેલ્વમે જણાવ્યું કે, લોકોએ પરિવર્તન માટે વોટ આપ્યો છે. અમને પૂરો વિશ્વાસ છે કે નવી સરકાર શપથ લેશે. ચેન્નાઈની લોયોલા કોલેજમાં બનાવવામાં આવેલા કાઉન્ટિંગ સેન્ટર પર સુરક્ષાની સખત વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અનેક મહત્વની વિધાનસભા બેઠકોના મતોની ગણતરી કરવામાં આવશે. તમિલનાડુના ચેન્નાઈમાં DMK મુખ્યાલયની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આજે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના છે.
5 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 06:38 PM
રાજકીય સ્થિરતાની આશાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે

રાજકીય સ્થિરતાની આશાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે

સોમવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં મજબૂત બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં વ્યાપક ખરીદી અને પોઝિટિવ સેન્ટિમેન્ટ દ્વારા સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય ઈન્ડેક્સ શુક્રવારના બંધ સ્તર કરતા નોંધપાત્ર તેજી સાથે ઓપન થયા હતા. બજારના વિશ્લેષકો આ તેજી પાછળ ચૂંટણી પરિણામોથી ઊભી થનારી રાજકીય સ્થિરતાની આશાને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. શરૂઆતથી જ ગ્રીન ઓપનિંગ મળતા ઇન્ડેક્સમાં સતત અપમૂવ જોવા મળ્યો. દિવસ દરમિયાન નાના-મોટા કરેકશન છતાં “બાઈ ઓન ડીપ્સ” સ્ટ્રેટેજી જોવા મળી. વૈશ્વિક બજારોમાં સ્થિરતા, સ્થાનિક સ્તરે DII સપોર્ટ અને ટેકનિકલ બ્રેકઆઉટના કારણે બજારનું માર્કેટ સ્ટ્રક્ચર ઓવરઓલ મજબૂત અને અપટ્રેન્ડમાં રહ્યું. દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ, તિમલનાડુ અને પુડુચેરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના આજે પરિણામોના દિવસે શેરબજારમાં વહેલી સવારથી જ મતોની ગણતરી શરૂ થતા અને રાજકીય વલણો કેન્દ્ર સરકાર - ભાજપ તરફી વલણ આવતાની સાથે જ શેરબજારમાં તેની સીધી અસર જોવા મળી હતી. મધ્ય પૂર્વના સંઘર્ષમાં થોડી રાહત મળવાના સંકેતો વચ્ચે તેલના ભાવમાં ઘટાડો થવાને કારણે ટેકો મળ્યો છે, જ્યારે મુખ્ય વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પણ આગામી દિવસોમાં ફોકસમાં રહેશે. તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ સહિત ચાર ભારતીય રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો ઉપર રોકાણકારો દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે અને બજારમાં હજુ પણ વોલેટાલિટી રહેવાની શક્યતા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોને મુક્ત કરવાનો પ્રયાસ શરૂ કરશે તે પછી હવે તે ચિંતાઓ થોડી ઓછી થઈ છે. ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત કરવાનો પ્રયાસ એક "માનવતાવાદી સંકેત" હતો જેનો હેતુ ફક્ત એવા તટસ્થ દેશોને મદદ કરવાનો હતો જે ઈરાન પર યુએસ- ઇઝરાયલ યુદ્ધમાં સામેલ ન હતા. સેન્સેક્સમાં આજે મજબૂત તેજી જોવા મળી, જેમાં ઇન્ડેક્સે મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ લેવલ પાર કર્યા. બેંકિંગ અને હેવીવેઈટ સ્ટોક્સમાં ખરીદીથી ઇન્ડેક્સને મજબૂતી મળી. દિવસના અંતે સેન્સેક્સ ઊંચા લેવલ પાસે ક્લોઝ થયો, જે બુલિશ સેન્ટિમેન્ટ દર્શાવે છે. બીએસઇ સેન્સેક્સ મૂવમેન્ટ :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 76913 સામે 77257 પોઈન્ટના મથાળેથી ખુલીને 76939 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો. સરેરાશ 971 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 355 પોઈન્ટના ઉછાળા સાથે 77269 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચરમાં લોંગ બીલ્ડ અપ અને શોર્ટ કવરિંગ બંને જોવા મળ્યા. ઇન્ડેક્સે મહત્વપૂર્ણ સપોર્ટ ઉપર મજબૂત સ્ટેબિલિટી બતાવી અને ઉપરની તરફ મોમેન્ટમ જાળવી રાખ્યો. નિફ્ટી ફ્યુચર મૂવમેન્ટ :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24098 સામે 24221 પોઈન્ટના મથાળેથી ખુલીને 24072 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 309 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 100 પોઈન્ટના ઉછાળા સાથે 24199 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ તણાવમાં મર્યાદિત રાહત જોવા મળી, જે રોકાણકારોના વિશ્વાસને વધારતી રહી. યુએસ અને યુરોપિયન બજારોમાં પોઝિટિવ ક્લોઝિંગથી ગ્લોબલ સેન્ટિમેન્ટ મજબૂત બન્યો. ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા અને ડોલર ઇન્ડેક્સમાં મર્યાદિત હલચલ એમેરગિન્ગ માર્કેટ્સ માટે અનુકૂળ રહી. આ પરિબળોએ ગ્લોબલ ઇક્વિટી માર્કેટ માટે સપોર્ટિવ માહોલ ઉભો કર્યો. સ્થાનિક સ્તરે DII દ્વારા સતત ખરીદી બજાર માટે મજબૂત બેઝ સપોર્ટ બની. ભારતીય અર્થતંત્રના મજબૂત ફંડામેન્ટલ્સ, નિયંત્રિત મોંઘવારી અને સકારાત્મક કોર્પોરેટ પરિણામો રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવે છે. રૂપિયામાં સ્થિરતા અને પોલિસી સપોર્ટ પણ બજાર માટે પોઝિટિવ પરિબળ રહ્યા. સેક્ટરવાઇઝ મૂવમેન્ટ :બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી, જે ઇન્ડેક્સને આગળ ધપાવનાર મુખ્ય ડ્રાઈવર રહ્યા. આઈટી સેક્ટરમાં ગ્લોબલ સંકેતો સુધરતા ખરીદી જોવા મળી. ઓટોમોબાઈલ સેક્ટરમાં માંગના સુધારા અને ખર્ચ નિયંત્રણના કારણે તેજી જોવા મળી. કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં સતત વેલ્યુ બાયિંગ નોંધાયું. એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં સ્થિર અને ડિફેન્સિવ ખરીદી જોવા મળી. DII દ્વારા મજબૂત ખરીદી બજાર માટે મુખ્ય સપોર્ટ બની. ટેકનિકલ ચાર્ટ પર બ્રેકઆઉટ તેજી માટે મહત્વપૂર્ણ રહ્યા. વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ અને ક્રૂડ ઓઈલમાં સ્થિરતા બજારને સપોર્ટ આપે છે. લાંબા ગાળાના મજબૂત ફંડામેન્ટલ્સ રોકાણકારોને વિશ્વાસ આપે છે. FII દ્વારા ક્યારેક પ્રોફિટ બુકિંગ થવાને કારણે ઇન્ટ્રાડે વોલેટિલિટી જોવા મળી શકે છે. ઊંચા વેલ્યુએશન રોકાણકારોને દરેક ઉછાળે સાવચેત રાખે છે. વૈશ્વિક અનિશ્ચિતતા સંપૂર્ણપણે દૂર થઈ નથી. DII દ્વારા સતત અને મજબૂત ખરીદી બજારને સપોર્ટ આપે છે. FII પ્રવૃત્તિ મિક્સ્ડ રહી, જેમાં કેટલાક સેશનમાં ખરીદી અને કેટલાકમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું. મિત્રો, 30.04.2026 એપ્રિલ ના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ. 8047.86 કરોડ વેચવાલી જોવા મળી હતી. જયારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ. 3487.10 કરોડ વેચવાલી જોવા મળી હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા બજાર માટે પોઝિટિવ રહી. મેટલ્સમાં મજબૂતી જોવા મળી, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ માંગ સુધારા કારણે. કોમોડિટી માર્કેટ ઓવર ઓલ સપોર્ટિવ રહ્યો. સોનાના ભાવમાં મર્યાદિત ઘટાડો નોંધાયો, કારણ કે રિસ્ક ઓન સેન્ટિમેન્ટમાં રોકાણકારો ઇક્વિટી તરફ વળ્યા. સેફ હેવન તરીકે ગોલ્ડમાં માંગ ઘટી. ચાંદીના ભાવમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં ઇન્ડસ્ટ્રીયલ માંગ સપોર્ટ આપે છે પરંતુ ગ્લોબલ વોલેટિલિટી અસર કરે છે. બેંકિંગ & ફાઈનાન્સ, કેપિટલ ગુડ્સ, પાવર, ઓટોમોબાઈલ અને સિલેક્ટિવ આઈટી સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી. તા. 05.05.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા. 04.05.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24199 પોઈન્ટ :-આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24373 પોઈન્ટના પ્રથમ અને 24404 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24088 પોઈન્ટ થી 24008 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23979 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ભારતી એરટેલ ( 1838 ) :-ટેલિકોમ - સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1808 નો પ્રથમ તેમજ રૂ. 1797 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 1853 થી રૂ. 1860 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 1875 ઉપર તેજી તરફી ધ્યાન...!! એસબીઆઈ લાઈફ (1824) :-A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1797 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ.. !! રૂ. 1790 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1834 થી રૂ. 1840 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 1469 ) :-રૂ. 1434 નો પ્રથમ તેમજ રૂ. 1420 ના બીજા સપોર્ટથી ઓઈલ એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1478 થી રૂ. 1485 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! સિપ્લા લીમીટેડ (1338 ) :-ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 1348 થી રૂ. 1355 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે...!! અંદાજીત રૂ. 1303 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! આઈસીઆઈસીઆઈ બેંક (1279) :-રૂ. 1 ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઈવેટ બેંક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 1260 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 1293 થી રૂ. 1303 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!! ભાવિ દિશા :ટૂંકા ગાળામાં બજાર પોઝિટિવ બાયસ સાથે વોલેટાઇલ રહી શકે છે. જો નિફ્ટી મહત્વપૂર્ણ લેવલ ઉપર ટકી રહે તો આગામી ટાર્ગેટ્સ વધુ ઊંચા લેવલ પર જઈ શકે છે. નીચલા લેવલ પર ખરીદી યથાવત રહે તો બજારનો બુલિશ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. રોકાણકારો માટે વ્યૂહરચના :વોલેટાઇલ માર્કેટમાં ઓવર-ટ્રેડિંગ ટાળો અને યોગ્ય સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ કરો. આજના સેશનમાં બજાર મજબૂત બુલિશ ટ્રેન્ડમાં રહ્યું, જેમાં વ્યાપક ખરીદી અને પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યો. ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને પરિબળો બજારને સપોર્ટ આપે છે, જે આગળની તેજી માટે સંકેત આપે છે. યુદ્વની સ્થિતિ ક્યારેક હળવી બની રહી છે, તો ક્યારે ફરી યુદ્વ વિરામનો અંત લાવીને ટ્રમ્પ આક્રમક બની ઈરાનને પૃથ્વી પરના નક્શા પરથી ભૂંસી નાખવાની વાત કરીને ઈરાન અને વિશ્વને ચિંતામાં મૂકી રહ્યા છે. ઈરાન પણ સમજૂતી-ડિલ માટે પોતે તૈયાર હોવાનું દર્શાવીને વાટાઘાટ-મંત્રણા માટે પોઝિટીવ હોવાનું કહીને બીજી તરફ અમેરિકાની ન્યુક્લિયર સહિતના કેટલાક મુદ્દે વાત માનવા ઈન્કાર કરીને સંપૂર્ણ શરણાગતિ સ્વિકારવા તૈતૈયાર નથી. આ અનિશ્ચિતતા વચ્ચે જાણે અમેરિકા થાક્યું હોય એમ હવે ટ્રમ્પ ડિપ્લોમેટિક માર્ગે આ ડિલ પર આગળ વધવાનો અને બીજી જ ક્ષણે ઈરાનને પાયમાલ કરી મૂકનારા અંતિમ હુમલા કરવાની ધમકી ઉચ્ચારીને વિશ્વમાં અજંપો કાયમ રાખી રહ્યા છે. આ જો અને તો ની અનિશ્ચિતતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ 128 ડોલર આંબી જવા અને અમેરિકી ડોલર સામે રૂપિયો 95 ની સપાટી તોડીને નવા ઐતિહાસિક તળીયેઅે ઉતરી જવાથી ભારત માટે નેગેટીવ પરિબળો રચાયા છે. ભારતની ઓઈલ આયાત અત્યંત મોંઘી બનતા આર્થિક ભીંસ વધવાના સ્પષ્ટ સંકેત છે. ઓઈલ આયાત બિલ વધવાની સાથે ખાધમાં જંગી વધારાની સ્થિતિ કેન્દ્ર સરકારને અકળાવી મૂકનાર અને કફોડી સ્થિતિમાં લાવી દેશે.
39 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 06:37 PM
પશ્ચિમ બંગાળમાં ભાજપે પ્રથમ વખત સરકાર બનાવી, ટીએમસીએ બહુમતી ગુમાવી

પશ્ચિમ બંગાળમાં ભાજપે પ્રથમ વખત સરકાર બનાવી, ટીએમસીએ બહુમતી ગુમાવી

બંગાળની 293 બેઠકોના પરિણામો આવી ગયા છે. ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહ્યું છે. ભાજપને 206 બેઠકો મળી છે, જ્યારે મમતાની પાર્ટી TMC માત્ર 81 બેઠકો પર સમેટાઈ ગઈ છે. 2021ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ TMCને 134 બેઠકોનું નુકસાન થયું છે. કોંગ્રેસના ખાતામાં 2 બેઠકો આવી છે, જ્યારે બે બેઠકો હુમાયુ કબીરની પાર્ટી 'આમ જનતા ઉન્નયન પાર્ટી'એ જીતી છે. અન્યના ફાળે બે બેઠકો ગઈ છે. ભવાનીપુરથી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોથી હરાવ્યા છે. સુવેન્દુ સામે આ તેમની સતત બીજી હાર છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુ નંદીગ્રામથી મમતા સામે જીત્યા હતા. બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, જેમાંથી એક બેઠક ફાલતા પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે. તેનું પરિણામ 24 મેના રોજ આવશે. બંગાળનો બદલાતો ચૂંટણી નકશો 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું.સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ… રાહુલે X પર લખ્યું- આસામ અને બંગાળમાં BJPએ ચૂંટણી પંચની મદદથી ચૂંટણી ચોરી છે. અમે મમતાજી સાથે સહમત છીએ. બંગાળમાં 100થી વધુ બેઠકો ચોરી કરવામાં આવી. અમે આ રીત પહેલા પણ જોઈ છે- મધ્ય પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને લોકસભા 2024માં પણ આવું જ થયું છે. ચૂંટણી ચોરી, સંસ્થા ચોરી હવે બીજો કોઈ ઉપાય શું છે. બહેરામપુર બેઠક પરથી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, હાલ બંગાળમાં ભગવો લહેર જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, અમે કોંગ્રેસ પાર્ટી તરફથી પૂરી તાકાત સાથે ચૂંટણી લડ્યા હતા. અધીર રંજન ચૌધરીએ વધુમાં ઉમેર્યું હતું કે, તેમણે પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસને ફરીથી બેઠી કરવા અને તેને બચાવવા માટે તેઓ મુર્શિદાબાદ, માલદા, દિનાજપુર અને પુરુલિયા જેવા વિસ્તારોમાં પૂરતા પ્રયત્નો કરશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બંગાળના આ વિસ્તારોમાં પાર્ટીના અસ્તિત્વને ટકાવી રાખવાનો છે. મમતા બેનર્જી ભવાનીપુરના કાઉન્ટિંગ સેન્ટરમાંથી બહાર નીકળી ગયા. તેમણે કહ્યું કે, BJPએ 100થી વધુ બેઠકો લૂંટી લીધી છે. ચૂંટણી પંચ, BJPનું પંચ બની ગયું છે. મેં બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલને પણ ફરિયાદ કરી. પરંતુ તેઓ કંઈ કરી રહ્યા નથી. શું તમને લાગે છે કે આ જીત છે? આ એક અનૈતિક જીત છે. ચૂંટણી પંચે કેન્દ્રીય દળો, વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે મળીને જે કંઈ પણ કર્યું છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આ લૂંટ છે, લૂંટ છે, લૂંટ છે. અમે પાછા આવીશું. બહરામપુરથી કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી ચૂંટણી હારી ગયા. ભાજપના ઉમેદવાર શુભ્રત મૈત્રાએ તેમને 17548 મતોના અંતરથી હરાવ્યા. પીએમ મોદીએ કહ્યું- ગયા વર્ષે 14 નવેમ્બરે જ્યારે બિહાર ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ત્યારે મેં BJP મુખ્યાલયમાં આ જ જગ્યાએથી કહ્યું હતું કે ગંગા બિહારથી લઈને ગંગાસાગર સુધી વહે છે. આજે, બંગાળમાં જીત સાથે ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી દરેક જગ્યાએ કમળ ખીલી રહ્યું છે. હાવડાના ડુમુરજલા વિસ્તારમાં TMC કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી. ખુરશીઓ-બારીઓ તોડી નાખવામાં આવી. પાર્ટીનો ઝંડો રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો. સાંજે 7 વાગ્યાના વલણો મુજબ, બે બેઠકો પર 1000થી ઓછા મતોનો તફાવત છે. જ્યારે 7 બેઠકો પર 1000થી 5000 મતોનો તફાવત છે. ભવાનીપુરમાં BJP ઉમેદવાર સુવેન્દુ અધિકારીના મુખ્ય ચૂંટણી એજન્ટ સૂર્યનિલ દાસે કહ્યું કે, મમતા બેનર્જી પોતાના મોબાઈલ ફોન સાથે અને ID કાર્ડ વગર પરિસરમાં દાખલ થયા. ચૂંટણી પંચે ફરજિયાત કર્યું છે કે ID કાર્ડ પર એક QR કોડ હોવો જોઈએ, જેને મતગણતરી હોલમાં પ્રવેશની મંજૂરી આપતા પહેલા સ્કેન કરવું જરૂરી છે. જો તેમની પાસે ID કાર્ડ નહોતું, તો તેમને અંદર જવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? તેમને ફોન લઈ જવાની મંજૂરી કેવી રીતે મળી? જ્યાં સુધી એ નક્કી ન થાય કે આ કોણે કર્યું, ત્યાં સુધી મતગણતરી નહીં થાય. બંગાળ પોલીસ પોતાની જવાબદારી ભૂલી ગઈ છે. મમતા બેનર્જી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં કમળ ખીલી ગયું! 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી હંમેશા યાદ રહેશે. જનતાની શક્તિનો વિજય થયો છે અને BJPની સુશાસનની રાજનીતિ સફળ રહી છે. હું પશ્ચિમ બંગાળના દરેક વ્યક્તિ સમક્ષ નતમસ્તક છું. પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ બનાવનાર આમ જનતા ઉન્નયન પાર્ટીના નેતા હુમાયુ કબીર બંને બેઠકો પરથી જીતી ગયા છે. કબીર રેજીનગર અને નૌદાથી ચૂંટણી લડ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવે તમામ વિભાગીય સચિવો અને ઓફિસ હેડને આદેશ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ સરકારી ઓફિસમાંથી કોઈ પણ ફાઈલ કે કાગળ ગાયબ ન થવો જોઈએ. પીએમ મોદીએ ઝારગ્રામમાં વિક્રમ સાયની દુકાન પર ઝાલમુરી ખાધી હતી. વિક્રમે આજે આખો દિવસ પોતાની દુકાન બંધ રાખી. સાંજે વલણોમાં ભાજપની જીત પછી તેઓ દુકાન પર આવ્યા. કૂચ બિહારના દિનહાટા ટાઉન બ્લોક TMC અધ્યક્ષ બિશુધરનો આરોપ છે કે ભાજપના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો. પાનીહાટી બેઠક પરથી આરજીકર રેપ પીડિતાની માતા રત્ના દેબનાથ લગભગ 20 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. ભવાનીપુરના સખાવત સ્કૂલ મેમોરિયલ કાઉન્ટિંગ સેન્ટરમાં લગભગ 45 મિનિટ સુધી મતગણતરી અટકી હતી. જોકે, હવે તે ફરી શરૂ થઈ ગઈ છે. અભિષેક બેનર્જી પણ આવ્યા હતા, જેમને રોકી દેવામાં આવ્યા. બંને ઉમેદવારો સુવેન્દુ અધિકારી અને મમતા બેનર્જીને ફોન જમા કરાવીને અંદર જવા દેવામાં આવ્યા છે. ભાજપે અત્યાર સુધીમાં 6 બેઠકો જીતી લીધી છે. જેમાં મેદિનીપુર, કાલિમપોંગ, દાર્જિલિંગ, મોન્ટેશ્વર, ભતર, આસનસોલ દક્ષિણનો સમાવેશ થાય છે. મમતા બેનર્જી ભવાનીપુરના કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા છે. સુવેન્દુ પણ અહીં હાજર છે. બંગાળમાં ભાજપે પહેલી બેઠક જીતી લીધી છે. મોન્ટેશ્વર બેઠક પરથી ભાજપના સૈકત પાંજાએ ટીએમસી ઉમેદવારને 14798 મતોના અંતરથી હરાવ્યા. કોલકાતાના સોલ્ટ લેક સ્થિત ભાજપ કાર્યાલયમાં ઉત્સાહનો માહોલ છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સુનીલ બંસલ, બિપ્લવ કુમાર દેવ, મંગલ પાંડે, રાહુલ સિંહા, અમિત માલવિયા, નિશિકાંત દુબે, સંજય જયસ્વાલ અને સતીશ ગૌતમ હાજર છે. કાર્યકરો કાર્યાલય પરિસરમાં ઉજવણી કરતા જોવા મળ્યા. બગદાથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર મધુપર્ણા ઠાકુરે આરોપ લગાવ્યો કે મુસ્લિમ બૂથો પર TMCનું પાછળ રહેવું અશક્ય છે. આ એ વાતનો સંકેત છે કે EVMને હેક કરવામાં આવ્યું છે. 10મા રાઉન્ડ પછી નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી 14,631 મતોથી આગળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોલકાતાના 6 મુરલીધર સેન લેન સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ઝાલમુરી સાથે ઉજવણી કરી. જમ્મુ-કાશ્મીરમાં PDP નેતા ઇલ્તિજા મુફ્તીએ પશ્ચિમ બંગાળમાં આવેલા વલણોને ધોળા દિવસે લૂંટ ગણાવી. ઇલ્તિજાએ કહ્યું કે આ ચૂંટણી શરૂઆતથી જ નિષ્પક્ષ નહોતી. આસનસોલના જામુડિયા વિસ્તારમાં અંતિમ ચૂંટણી પરિણામો આવે તે પહેલાં જ તણાવ વધી ગયો છે. જામુડિયાના ચુરુલિયા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના પાર્ટી કાર્યાલયમાં આગ લગાડવાની ઘટના સામે આવી છે. ભાજપ પર આ આગજનીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉત્તર 24 પરગણાના બેરકપુરમાં રાષ્ટ્રગુરુ સુરેન્દ્રનાથ મતગણતરી કેન્દ્ર પર TMC અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે. મમતા બેનર્જીએ કહ્યું કે અંતિમ રાઉન્ડ પછી જીત અમારી જ થશે. ચૂંટણી પંચ મનમાની કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળના નાદિયા રાણાઘાટ મતગણતરી કેન્દ્ર પર ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે રવિવારે કચરાના ઢગલામાંથી મળેલી VVPAT સ્લિપ અંગે જણાવ્યું હતું કે, તેની તપાસ કરવામાં આવશે. આ સ્લિપ મોક પોલની છે. તેનો ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. આરજીકર મેડિકલ કોલેજ બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલીની માતા અને પાણીહાટીથી BJP ઉમેદવાર રત્ના દેબનાથ ચૂંટણી પંચ અનુસાર હાલમાં 2763થી વધુ મતોના અંતરથી બેઠક પર આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ભાજપને 45% વોટ મળ્યા અને TMCને 38%, સંદેશ સ્પષ્ટ છે અને વલણ પણ સ્પષ્ટ છે. મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના કંટ્રોલ રૂમમાંથી સમગ્ર રાજ્યમાં મતગણતરી કેન્દ્રો પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. મતગણતરીના પ્રથમ રાઉન્ડ બાદ કાકદ્વીપ વિધાનસભા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર મંતૂરામ પાખીરા 2,750 મતોથી આગળ ચાલી રહ્યા છે. મતગણતરીના પ્રથમ રાઉન્ડના અંતે હાવડાની 181 અમતા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત સામંત 734 મતોથી આગળ ચાલી રહ્યા છે. પોસ્ટલ બેલેટમાં લીડ મેળવ્યા બાદ BJP ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં EVMની ગણતરીમાં પણ લીડ મેળવી લીધી છે. પહેલા રાઉન્ડના અંતે, તેઓ 3,100 મતોથી આગળ છે. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર પવિત્ર કર પાછળ ચાલી રહ્યા છે. ટીએમસીના સમર્થકો હાથમાં પાર્ટીનો ઝંડો લઈને પહોંચ્યા છે. કોલકાતા ઉત્તરની તમામ સાત વિધાનસભા બેઠકો માટે EVMની સીલ નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં ખોલી દેવામાં આવી છે, જેની સાથે જ EVMની ગણતરી શરૂ થઈ ગઈ છે. પોસ્ટલ બેલેટની ગણતરી આગામી ત્રણ કલાક સુધી ચાલુ રહેશે. ઉત્તર કોલકાતાના તમામ સાત વિધાનસભા ક્ષેત્રોના પ્રારંભિક વલણો આગામી 10 મિનિટની અંદર સામે આવવાની અપેક્ષા છે. પશ્ચિમ બર્ધમાનની હોટ સીટ આસનસોલ નોર્થમાં કાયદા મંત્રી મલય ઘટક પાછળ ચાલી રહ્યા છે. ઉધસાર પુરુલિયાની 9 માંથી 8 બેઠકો પર ભાજપને લીડ મળી છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું- સરકાર બનાવી રહ્યા છીએ એમ કહેવું હજુ વહેલું ગણાશે, ઓછામાં ઓછું 50 ટકા મતગણતરી થવા દો. ઝાડગ્રામની ચારેય બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ટીએમસી મંત્રી બિરબાહા હાંસદા પાછળ ચાલી રહ્યા છે. ઝાડગ્રામ આ ચૂંટણીમાં ખૂબ ચર્ચામાં રહ્યું. પીએમ મોદીએ અહીં એક દુકાન પર રોકાઈને ઝાલમુરી ખાધી હતી. પાનીહાટીથી આરજી કર રેપ વિક્ટિમની માતા રત્ના દેવનાથ આગળ ચાલી રહ્યા છે. બૅલેટ પોસ્ટલની ગણતરી સિલીગુડી વિધાનસભા ક્ષેત્રમાં હજુ સુધી શરૂ થઈ નથી. તૃણમૂલ કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ઘણી મતપેટીઓ બરાબર સીલ નથી. આ મામલાની હજુ તપાસ કરવામાં આવી રહી છે. સિલીગુડી કૉલેજ સ્થિત મતગણતરી કેન્દ્રને સિલીગુડી અને માતિગારા-નક્સલવાડી વિધાનસભા ક્ષેત્રો માટે નિર્ધારિત કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં હજુ સુધી ગણતરી શરૂ થઈ નથી. INTTUC (ઇન્ડિયન નેશનલ તૃણમૂલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ) ના નેતાઓ, ઓટો ચાલકો અને રસ્તા પર સામાન વેચનારાઓ સાથે TMC ને સમર્થન આપવા માટે નેતાજી ઇન્ડોર સ્ટેડિયમની બહાર એકઠા થયા. પશ્ચિમ બંગાળમાં ટીએમસી 10 અને ભાજપ 7 બેઠકો પર આગળ ચાલી રહી છે. પીએમએ સોશિયલ મીડિયા X પર લખ્યું- કૌશલ્ય, પરિશ્રમ અને કરુણા આપણા જીવનની અદ્ભુત શક્તિઓ છે. આના માધ્યમથી આપણે ફક્ત દરેક પડકારને પાર કરી શકીએ છીએ, પરંતુ આ આપણા લક્ષ્યોની પ્રાપ્તિમાં પણ મદદરૂપ છે. TMC સાંસદ મહુઆ મોઇત્રાએ આરોપ લગાવ્યો કે બંગાળમાં 4 સ્ટ્રોંગરૂમના CCTV કેમેરા રાત્રે 23:52 વાગ્યાથી 2 મિનિટ 16 સેકન્ડ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જે ચાર સ્ટ્રોંગરૂમમાં CCTV બંધ કરવામાં આવ્યા હતા, તેમાં કૃષ્ણાનગર ઉત્તર 83, છપરા 82, કલિગંજ 80 અને નકાશીપારા 81 નો સમાવેશ થાય છે. મતગણના કેન્દ્રની સાથે આસપાસના સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી રહી છે. મહિલા ફોર્સ પણ ઠેર ઠેર તૈનાત થઈ રહી છે. કોલકાતામાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની બહાર ભારે સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યું છે. ભાજપના ઉમેદવાર રૂપા ગાંગુલીએ જણાવ્યું કે- "સૌ પ્રથમ ચૂંટણી અધિકારીઓ અંદર જશે. ત્યારબાદ અમારે તે વિસ્તાર સુધી પહોંચવા માટે ઘણો લાંબો રસ્તો કાપવો પડશે. ત્યારબાદ તલાશી અને તપાસ કરવામાં આવશે, અને તે પછી જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે." ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારના મતોની ગણતરી સખાવત મેમોરિયલ સરકારી શાળામાં થશે. અહીં સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. 1 મેના રોજ મમતા બેનર્જી આ સેન્ટરની અંદર અંદાજે 4 કલાક રોકાયા હતા. બંગાળની 294 બેઠકો પર 2 તબક્કામાં મતદાન થયું હતું. 23 એપ્રિલે પ્રથમ તબક્કાની 152 બેઠકો પર 93.19% અને 29 એપ્રિલે બીજા તબક્કાની 142 બેઠકો પર 91.66% મતદાન થયું હતું. બંને તબક્કા મળીને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ92.47%મતદાન થયું છે. આ અગાઉ 2011માં સૌથી વધુ 84.33% મતદાન થયું હતું.
86 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 06:34 PM
આસામમાં ભાજપની જીતઃ તેની સફળતા પાછળના ચાર મુખ્ય પરિબળો

આસામમાં ભાજપની જીતઃ તેની સફળતા પાછળના ચાર મુખ્ય પરિબળો

બંગાળમાં ભાજપની જીત સિવાય અત્યારે લોકોના મનમાં ત્રણ મોટા સવાલો છે. આસામમાં ત્રીજી વખત ભાજપની સરકાર કેમ બનતી દેખાઈ રહી છે, તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયે પહેલા જ ઇલેક્શનમાં આટલો મોટો ચમત્કાર કેવી રીતે કરી બતાવ્યો અને ચારેય રાજ્યોમાં હારી રહેલી કોંગ્રેસ ક આ ત્રણેય સવાલોના જવાબ અને પરિણામોની અસર; જાણીશું ઇલેક્શન એક્સપ્લેનરમાં… આસામમાં ભાજપ 95 બેઠકો પર જીતતી દેખાઈ રહી છે. લેટેસ્ટ ટેલી આ રહી- આસામમાં BJPની જીતના 4 મોટા ફેક્ટર1. પરિસીમન બાદ 36% મુસ્લિમ બહુમતીવાળી બેઠકો ઘટી 2. કોંગ્રેસ અને AIUDFના મુસ્લિમ વોટ વહેંચાયા, ભાજપને ફાયદો 3. હિમંત બિસ્વા સરમાની લોકપ્રિયતા અને હિન્દુ વોટોનું ધ્રુવીકરણ 4. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભાજપમાં આવ્યા આસામ પરિણામોની શું અસર થશે?આખા નોર્થ-ઈસ્ટમાં ભાજપની પકડ મજબૂત થશે: હિમંત પહેલા જ અરુણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને મેઘાલયમાં BJPના વિસ્તારનું કામ કરી ચૂક્યા છે. મેઘાલય, નાગાલેન્ડ અને સિક્કિમમાં ભાજપ સહયોગી પક્ષ છે, જ્યારે મિઝોરમમાં હજુ એક નાની પાર્ટી છે. ત્રીજી વખત આસામ જીતવાનો અર્થ એ થશે કે નોર્થ ઈસ્ટમાં તેમનું 'હિન્દુત્વ મોડલ' સ્થાપિત થઈ રહ્યું છે. હિમંતની રાષ્ટ્રીય છબી ચમકશે: હિમંત બિસ્વા સરમાનું કદ વધશે. અત્યાર સુધી તેમને નોર્થ-ઈસ્ટની જ જવાબદારીઓ અને અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચારનું કામ આપવામાં આવ્યું છે. આ જીત બાદ કેન્દ્રમાં પણ તેમની ભૂમિકા વધી શકે છે. નોર્થ ઈસ્ટમાં કોંગ્રેસના અસ્તિત્વ પર સંકટ: કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સતત ભાજપમાં જઈ રહ્યા છે. આનાથી ગ્રાઉન્ડ કેડર અને કાર્યકરોમાં મોટિવેશન ઓછું થઈ રહ્યું છે. એવામાં નોર્થ-ઈસ્ટમાં ફરીથી પાર્ટીને રિવાઈવ કરવી મુશ્કેલ હશે. તમિલનાડુમાં TVK 105 બેઠકો પર જીતતી દેખાઈ રહી છે. હાલની ટેલી આ રહી- તમિલનાડુમાં TVKની જીતના 4 મોટા ફેક્ટર1. ફિલ્મ કરિયરના પીક પર રહેતા રાજનીતિમાં એન્ટ્રી 2. યુવા અને મહિલા મતદારોથી ફાયદો 3. DMKના ગઢમાં સેંધમારી કરી, વોટ કાપ્યા 4. પરંપરાગત પક્ષોથી નીકળેલા મતદારો માટે ત્રીજો વિકલ્પ બનીને ઉભર્યા તમિલનાડુ પરિણામોની શું અસર થશે? કેરલમમાં કોંગ્રેસની આગેવાની હેઠળની UDF 60 બેઠકો પર જીતતી દેખાઈ રહી છે. હાલની ટેલી આ રહી- કેરલમમાં UDFની જીતના 4 મોટા ફેક્ટર1. LDFની 10 વર્ષની એન્ટી-ઈન્કમ્બન્સી 2. મુસ્લિમ અને ખ્રિસ્તી વોટોનું એકજુથ થવું 3. LDF વિવાદોમાં ઘેરાઈ 4. BJPએ હિન્દુ અને ખ્રિસ્તી વોટ કાપ્યા કેરલમ પરિણામોની શું અસર થશે? ------------------- ગ્રાઉન્ડ ઇનપુટ્સકેરલમથી ગૌરવ પાંડેતમિલનાડુથી વૈભવ પલનીટકરઆસામથી ઉદય ભટનાગર
74 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 06:18 PM
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા રજૂ કરાયેલ નકલી જીવન પ્રમાણપત્રનો પર્દાફાશ થયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા રજૂ કરાયેલ નકલી જીવન પ્રમાણપત્રનો પર્દાફાશ થયો

અમદાવાદ મનપાની ચૂંટણીમાં વિજેતા બનેલા કોંગ્રેસના એક ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલું લિવિંગ સર્ટિફિકેટ (LC) બોગસ હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. કુબેરનગર વોર્ડના કોર્પોરેટર સામે થયેલી ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ સત્ય બહાર આવ્યું છે. આ ઘટનાએ રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે અને નૈતિકતા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર કલ્પનાબેન નવલેકર સામે બોગસ દસ્તાવેજો રજૂ કરવાનો ગંભીર આક્ષેપ થયો છે. ફરિયાદ મુજબ, કલ્પનાબેને કૃષ્ણનગરની એક શાળામાં અભ્યાસ કર્યો હોવાનું જણાવીને જી.આર. નંબર 1248 અને એલ.સી. નંબર 3194 ધરાવતું લિવિંગ સર્ટિફિકેટ ચૂંટણી દરમિયાન રજૂ કર્યું હતું. આ મામલે ચિરાગ શાહ નામના વ્યક્તિએ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેમાં દસ્તાવેજની સત્યતા તપાસવા માંગ કરવામાં આવી હતી.
52 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 06:05 PM
પશ્ચિમ બંગાળમાં 2026 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

પશ્ચિમ બંગાળમાં 2026 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

કોલકાતા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી અજેય ગણાતા મમતા બેનર્જીના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ કેવી રીતે મોટું ગાબડું પાડ્યું, તે વિષય અત્યારે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ડેટા દર્શાવે છે કે મમતા બેનર્જી પોતાની ૫૫% બેઠકો ગુમાવી રહ્યા છે, જે TMC માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો છે.પરિવર્તનના ૫ મુખ્ય ફેક્ટર્સ જેણે ભાજપને જીત અપાવી:૧. માત્ર ૭% વોટ શેર અને બેઠકોનો મોટો ઉછાળોરાજકારણના ગણિત મુજબ, ભાજપના વોટ શેરમાં માત્ર ૭% નો વધારો થયો છે, પરંતુ 'ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ' સિસ્ટમને કારણે આ નાનકડા ઉછાળાએ ભાજપને ૧૧૭ વધારાની બેઠકો જીતાડવામાં મદદ કરી છે. જ્યાં ત્રિકોણીય જંગ હતો, ત્યાં વિરોધી મતોના વિભાજનનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે.૨. શું મુસ્લિમ મતો છટક્યા?બંગાળમાં મુસ્લિમ મતદારો હંમેશા મમતા બેનર્જીની તાકાત રહ્યા છે. પરંતુ આ વખતે રુઝાન દર્શાવે છે કે માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર દક્ષિણ દિનાજપુર જેવા વિસ્તારોમાં મુસ્લિમ મતોનું વિભાજન થયું છે. નવી પાર્ટીઓના ઉદય અને સ્થાનિક નેતૃત્વ પ્રત્યેની નારાજગીને કારણે દીદીની આ 'વોટ બેંક'માં ગાબડું પડ્યું હોય તેમ જણાય છે.૩. ગઢમાં ૫૫% બેઠકો પર હારસૌથી ચોંકાવનારી વાત એ છે કે જે વિસ્તારોને TMC ના અભેદ કિલ્લા માનવામાં આવતા હતા, ત્યાં મમતા બેનર્જી ૫૫% બેઠકો હારી રહ્યા છે. આ દર્શાવે છે કે 'એન્ટી-ઈન્કમ્બન્સી' (સત્તા વિરોધી લહેર) માત્ર શહેરો પૂરતી મર્યાદિત નહોતી, પણ ગ્રામીણ બંગાળમાં પણ પરિવર્તનની પવન ફૂંકાયો હતો.૪. મહિલા મતદારો અને સુરક્ષાનો મુદ્દોચૂંટણી પ્રચાર દરમિયાન મહિલા સુરક્ષા અને સંદેશખાલી જેવી ઘટનાઓએ બંગાળમાં મોટો મુદ્દો બનાવ્યો હતો. જે મહિલા મતદારો અગાઉ 'લક્ષ્મીર ભંડાર' જેવી યોજનાઓથી મમતા સાથે જોડાયેલા હતા, તેમનો એક મોટો વર્ગ આ વખતે સુરક્ષા અને ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ તરફ વળ્યો હોવાનું દેખાય છે.૫. કેન્દ્રીય નેતૃત્વની આક્રમક રણનીતિભાજપે બંગાળને આ વખતે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો હતો. વડાપ્રધાન મોદી અને અમિત શાહની રેલીઓએ જે રીતે પાયાના સ્તરે કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો અને બૂથ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તેણે છેલ્લી ઘડીએ TMC ના ગણિત બગાડી નાખ્યા છે.બંગાળના આ પરિણામો માત્ર એક રાજ્યની સત્તા પરિવર્તન નથી, પણ ભારતીય રાજકારણની નવી દિશા તરફનો સંકેત છે, જ્યાં હવે કોઈપણ ગઢ અભેદ રહ્યો નથી.
84 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 06:04 PM
પશ્ચિમ બંગાળમાં સુરક્ષાની ચિંતા વચ્ચે મમતા બેનર્જીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી

પશ્ચિમ બંગાળમાં સુરક્ષાની ચિંતા વચ્ચે મમતા બેનર્જીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન વચ્ચે સચિવાલયમાં ફાઈલો સુરક્ષિત રાખવા આદેશ : મમતા બેનર્જીએ ગણતરી કેન્દ્રમાં મોબાઈલ સાથે પ્રવેશતા ચૂંટણી પંચમાં ફરિયાદ : સચિવાલયમાં સુરક્ષા વધારાઈ : વહીવટી હલચલ તેજ : ભાજપના એજન્ટે મુખ્યમંત્રી સામે નિયમભંગના આક્ષેપ સાથે કરી લેખિત ફરિયાદ, બંગાળના રાજકારણમાં ગરમાવો (વિજય વસાણી અકિલા)
16 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 05:58 PM
દહેજમાં સ્થાનિક ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ બદલાયું

દહેજમાં સ્થાનિક ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ બદલાયું

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા દેખાવ બાદ સંગઠનમાં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. હારની નૈતિક જવાબદારી સ્વીકારીને શહેર પ્રમુખે પદત્યાગ કરતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ જાગી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ રબારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો પરાજય હોવાનું જણાવવામાં આવ્યું છે. લોકશાહીમાં જ્યારે પક્ષ અપેક્ષિત પરિણામ મેળવી શકતો નથી, ત્યારે ઘણીવાર સંગઠનના વડાઓ તેની નૈતિક જવાબદારી સ્વીકારતા હોય છે, અને ભરતભાઈએ પણ આ જ પરંપરાને અનુસરી છે.
6 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 05:51 PM
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી, ટી. એમ. સી. શાસનનો અંત આવ્યો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી, ટી. એમ. સી. શાસનનો અંત આવ્યો

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં આજે એક નવા યુગનો પ્રારંભ થયો છે. છેલ્લા પાંચ દાયકાથી કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં મતદાન કરવાની બંગાળની પરંપરા આખરે તૂટી છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવીને મમતા બેનર્જીના ૧૫ વર્ષ જૂના તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના શાસનનો અંત આણ્યો છે. આ સાથે જ બંગાળને ૫૦ વર્ષ પછી 'ડબલ એન્જિન' સરકાર મળી છે.ઐતિહાસિક જનાદેશ: ભાજપનો એકચક્રી વિજય૨૯૪ બેઠકો ધરાવતી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપે બહુમતીના ૧૪૮ના આંકડાને ખૂબ જ સરળતાથી વટાવી દીધો છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ભાજપ ૨૧૫થી વધુ બેઠકો પર લીડ ધરાવે છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. આઝાદી પછીનું અત્યાર સુધીનું સૌથી વધુ ૯૩% મતદાન એ વાતની સાબિતી આપે છે કે બંગાળની જનતા પરિવર્તન માટે કેટલી આતુર હતી. ભાજપે માત્ર ઉત્તર બંગાળમાં જ નહીં, પરંતુ મમતાના ગઢ ગણાતા દક્ષિણ બંગાળમાં પણ ગાબડાં પાડ્યા છે.પરિવર્તનની લહેર અને 'ડબલ એન્જિન' મોડલભાજપના પ્રચારમાં 'ડબલ એન્જિન' સરકારનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. હવે કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોવાથી બંગાળના આર્થિક વિકાસને નવી ગતિ મળવાની આશા છે. અત્યાર સુધી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંઘર્ષને કારણે અટકી પડેલા મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ હવે વેગ પકડશે. આ સાથે જ આયુષ્માન ભારત જેવી કેન્દ્રની મહત્વની કલ્યાણકારી યોજનાઓ હવે બંગાળમાં પણ તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવશે.બંગાળના રાજકારણનો ફ્લેશબેક૧૯૪૭ થી ૧૯૬૭ સુધી બંગાળમાં કોંગ્રેસની 'ડબલ એન્જિન' સરકાર હતી. ત્યારબાદ ૧૯૭૭થી ૩૪ વર્ષ સુધી ડાબેરીઓ અને છેલ્લા ૧૫ વર્ષથી મમતા બેનર્જીની સરકાર રહી, જે સતત કેન્દ્ર સરકાર સાથે સંઘર્ષમાં રહી હતી. ૨૦૨૬ના આ પરિણામોએ ૪૯ વર્ષ જૂના રાજકીય ગતિરોધને ખતમ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ વિજયને બંગાળના વિકાસના નવા પ્રકરણની શરૂઆત ગણાવી છે.ઉજવણી અને સુરક્ષાનો માહોલકોલકાતા સ્થિત ભાજપના મુખ્યાલય પર કાર્યકરોએ વિજયની ભવ્ય ઉજવણી શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર સમર્થકો આ દિવસને બંગાળ માટે 'સ્વતંત્રતા દિવસ' તરીકે ઓળખાવી રહ્યા છે. જોકે, કોઈ પણ પ્રકારની હિંસા કે અશાંતિ ન ફેલાય તે માટે કોલકાતા પોલીસે વિજય રેલીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. બંગાળ હવે એક નવી રાજકીય દિશા તરફ ડગ માંડી રહ્યું છે, જ્યાં વિકાસ અને કેન્દ્ર-રાજ્ય સમન્વય મુખ્ય એજન્ડા રહેશે.
43 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 05:29 PM
મુર્શિદાબાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગૌરીશંકર ઘોષ 39,299 મતોથી આગળ છે.

મુર્શિદાબાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગૌરીશંકર ઘોષ 39,299 મતોથી આગળ છે.

પશ્ચિમ બંગાળની ઘણી સંવેદનશીલ ગણાતી મુર્શિદાબાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગૌરીશંકર ઘોષ ઘણી મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. તેમનો મુકાબલો આ બેઠક પર ટીએમસી તરફથી ચૂંટણી લડી રહેલા શાઓની સિંહ રૉય સાથે છે. ટીએમસીના ઉમેદવાર શાઓની સિંહ રૉય ઘણાંજ પાછળ છે અને બેઠક પર ઘણાં રાઉન્ડનું કાઉન્ટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે. ટીએમસીના નેતા હુમાયૂં કબીરે મુર્શિદાબાદ જિલ્લામાં જ બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી કરી હતી. આના પર વિવાદને કારણે તેમને ટીએમસીએ બરખાસ્ત કર્યા હતા. બાદમાં હુમાયૂં કબીરે આમ જનતા ઉન્નયન પાર્ટીના નામથી પોતાનો એક પક્ષ બનાવ્યો અને ચૂંટણીમાં પણ ઉતર્યા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતગણતરીમાં મુર્શિદાબાદ બેઠક પર ભાજપના ગૌરીશંકર ઘોષ 18મા રાઉન્ડની મતગણતરી બાદ 39, 299 વોટોથી આગળ ચાલી રહ્યા છે તેમના નિકટતમ પ્રતિસ્પર્ધી ટીએમસીના શાઓની સિંહ રૉય ઘણાં પાછળ ચાલી રહ્યા છે. 2021માં ઓછા અંતરથી થઈ હતી ભાજપની જીત
50 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 04:48 PM
ઈરાને અમેરિકી યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલાની જાણ કરતાં વૈશ્વિક બજારોમાં ઉછાળો

ઈરાને અમેરિકી યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલાની જાણ કરતાં વૈશ્વિક બજારોમાં ઉછાળો

ન્યૂયોર્ક: વૈશ્વિક રાજકારણ અને આર્થિક જગત માટે આજે માઠા સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં વધતા જતા તણાવ વચ્ચે ઈરાન દ્વારા અમેરિકી યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલાના અહેવાલોએ આખા વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ સમાચારની સીધી અસર શેરબજાર અને કોમોડિટી માર્કેટ પર જોવા મળી છે. અમેરિકી સ્ટોક ફ્યુચર્સ તેની શરૂઆતી તેજી ગુમાવીને મોટા ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે કાચા તેલના ભાવમાં ભડકો થયો છે.હોર્મુઝની સામુદ્રધુનીમાં મિસાઈલ એટેકનો દાવોઈરાનની ન્યૂઝ એજન્સી ફાર્સના અહેવાલ મુજબ, હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકી યુદ્ધ જહાજે ઈરાની સેનાની ચેતવણીને અવગણી હતી, જેના જવાબમાં તેના પર બે મિસાઈલ છોડવામાં આવી હતી. ઈરાની સૈન્યએ એવો પણ દાવો કર્યો છે કે તેમણે અમેરિકી જહાજોને આ મહત્વપૂર્ણ જળમાર્ગમાં પ્રવેશતા અટકાવ્યા છે. આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.ક્રૂડ ઓઈલ $114 ની સપાટીએ: મોંઘવારી વધવાની શક્યતાવિશ્વના સૌથી મહત્વના ઓઈલ શિપિંગ રૂટ પર હુમલાના સમાચાર આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૫ ટકાથી વધુ ઉછળીને બેરલ દીઠ ૧૧૪ ડોલરની આસપાસ પહોંચી ગયા છે. તેલના પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકાએ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. જો ક્રૂડના ભાવ આ જ રીતે વધતા રહેશે તો ભારત સહિતના દેશોમાં ઇંધણના ભાવમાં વધારો થવાની અને મોંઘવારી વકરવાની શક્યતા છે.બજારોમાં 'રિસ્ક-ઓફ' મોડ: ડોલર ઇન્ડેક્સ વધ્યોયુદ્ધના જોખમને જોતા રોકાણકારો હવે જોખમી મિલકતો (શેરબજાર) માંથી નાણાં પાછા ખેંચીને સુરક્ષિત ગણાતા અમેરિકી ડોલર અને સોના તરફ વળી રહ્યા છે. S&P 500 અને Nasdaq ફ્યુચર્સમાં ૦.૫ ટકા જ્યારે ડાઉ જોન્સ ફ્યુચર્સમાં ૦.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. આની અસર ભારતીય બજારના 'ગિફ્ટ નિફ્ટી' પર પણ જોવા મળી હતી, જે ૧૧૫ પોઈન્ટ તૂટીને ૨૪,૦૯૦ ના સ્તરે પહોંચી ગયો હતો.યુરોપિયન બજારો પણ દબાણમાંઅમેરિકા અને ઈરાન વચ્ચેના આ સૈન્ય સંઘર્ષની અસર યુરોપના શેરબજારો પર પણ પડી છે, જે હાલમાં લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ અત્યારે આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, કારણ કે જો આ સંઘર્ષ વધુ લાંબો ચાલશે તો વૈશ્વિક આર્થિક રિકવરીને મોટો ફટકો પડી શકે છે.
29 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 04:31 PM
વિજયની ટીવીકે પાર્ટીએ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં પ્રવેશ કર્યો

વિજયની ટીવીકે પાર્ટીએ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં પ્રવેશ કર્યો

ચેન્નાઈ : તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામોએ આખા દેશને ચોંકાવી દીધો છે. દાયકાઓથી રાજ્ય પર શાસન કરનાર બે મુખ્ય પક્ષો—DMK અને AIADMK—ના ગઢમાં એક્ટર વિજયની નવી પાર્ટી 'તમિલગા વેટ્ટરી કઝગમ' (TVK) એ ગાબડું પાડ્યું છે. આ ચૂંટણીના સૌથી મોટા સમાચાર રોયાપુરમ મતવિસ્તારમાંથી આવ્યા છે, જ્યાં એક ભૂતપૂર્વ રિક્ષાચાલક કેવી વિજય દામુએ રાજકીય માંધાતાઓને હરાવીને 'જાયન્ટ કિલર' તરીકે ઉભરી આવ્યા છે.રિક્ષાચાલકથી ધારાસભ્ય સુધીની સફરકેવી વિજય દામુ, જેઓ અગાઉ રિક્ષા ચલાવતા હતા અને હાલમાં ઓટો કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે, તેમણે રોયાપુરમ બેઠક પર ૧૪,૦૦૦ થી વધુ મતોના માર્જિનથી જીત મેળવી છે. તેમણે DMK ના એ. સુબેર ખાનને પરાજિત કર્યા છે, જ્યારે AIADMK ના દિગ્ગજ નેતા ડી. જયકુમાર ત્રીજા સ્થાને ફેંકાઈ ગયા છે. આ બેઠક ૧૯૯૧ થી જયકુમારનો ગઢ ગણાતી હતી, પરંતુ વિજયના સૈનિકે આ કિલ્લો તોડી પાડ્યો છે.ટીવીકે (TVK) નો પ્રચંડ ઉદય૫૧ વર્ષીય સુપરસ્ટાર વિજયની પાર્ટીએ તેના પ્રથમ જ જંગમાં 'બ્લોકબસ્ટર' એન્ટ્રી કરી છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ, TVK એ ૧૮ બેઠકો પર જીત મેળવી લીધી છે અને અન્ય ૯૩ બેઠકો પર મજબૂત લીડ જાળવી રાખી છે. ખુદ વિજય તિરુચિરાપલ્લી (ઈસ્ટ) અને પેરામ્બુર બંને બેઠકો પરથી મોટા માર્જિનથી આગળ ચાલી રહ્યા છે. પેરામ્બુરમાં તો તેમણે DMK ના આર.ડી. શેખરને ૧૯,૦૦૦ થી વધુ મતોથી પાછળ છોડી દીધા છે.યુવાધન અને સોશિયલ મીડિયાનો પાવરવિજયની આ સફળતા પાછળ યુવા મતદારો અને મહિલાઓનો મોટો હાથ માનવામાં આવે છે. વિજયે પરંપરાગત રેલીઓને બદલે ડોર-ટુ-ડોર કેમ્પેઈન અને સોશિયલ મીડિયા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એક્ઝિટ પોલમાં મોટાભાગના લોકોએ DMK ની વાપસીની આગાહી કરી હતી, પરંતુ 'એક્સિસ માય ઈન્ડિયા'ની આગાહી સાચી પડતી જણાય છે, જેમાં વિજયની પાર્ટીને બંને દ્રવિડિયન પક્ષો પર ભારે પડતી બતાવવામાં આવી હતી.ચેન્નાઈમાં સુરક્ષા સખતજેમ જેમ પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે, તેમ તેમ ચેન્નાઈમાં વિજયના ઘરની બહાર સમર્થકોની ભીડ ઉમટી પડી છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તમિલનાડુમાં વર્ષોથી ચાલી આવતી બે પક્ષોની લડાઈમાં હવે ત્રીજા પક્ષની મજબૂત એન્ટ્રીએ દક્ષિણ ભારતની રાજનીતિનું ચિત્ર કાયમ માટે બદલી નાખ્યું છે. આ જીત એ વાતની સાબિતી છે કે જનતા હવે નવા ચહેરા અને પરિવર્તનને સ્વીકારવા તૈયાર છે.
36 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 04:28 PM
નાસાના વૈજ્entistાનિકે ભારતીય યુનિવર્સિટીને પૂર્વજોના ઘરનું દાન કર્યું

નાસાના વૈજ્entistાનિકે ભારતીય યુનિવર્સિટીને પૂર્વજોના ઘરનું દાન કર્યું

મેરઠ: ઇતિહાસ હંમેશા ભવ્ય મહેલોમાં જ નથી લખાતો, ક્યારેક તે વર્ષો જૂની ગલીઓ અને સાદગીભર્યા નિર્ણયોમાં પણ આકાર લે છે. મેરઠના બુઢાના ગેટ વિસ્તારમાં આવેલી પ્રો. આર.સી. ત્યાગીની પૂર્વજોની 'કોઠી' આજે એક ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બની છે. નાસાના પૂર્વ વૈજ્ઞાનિક અને પ્રખર ભૌતિકશાસ્ત્રી પ્રો. આર.સી. ત્યાગીએ પોતાના જીવનના મૂલ્યોને જીવંત રાખવા માટે કરોડોની કિંમતનું પોતાનું પૈતૃક મકાન ચૌધરી ચરણ સિંહ (CCS) યુનિવર્સિટીને દાનમાં આપી દીધું છે. અહીં હવે 'પ્રો. આર.સી. ત્યાગી સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર' કાર્યરત થશે.નાસાથી પરત ફરી દેશસેવા માટે આપ્યું બલિદાનપ્રો. ત્યાગીનું જીવન કોઈ ફિલ્મની પટકથાથી ઓછું નથી. મેરઠમાં અભ્યાસ કર્યા બાદ તેઓ લંડન ગયા અને ૧૯૭૦માં અમેરિકાની અંતરિક્ષ એજન્સી 'નાસા' (NASA) માં જોડાયા. ત્યાં તેમણે મિસાઈલ ડિટેક્શન ટેકનોલોજીમાં મોટી સિદ્ધિ મેળવી. પરંતુ, તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના આહવાન અને DRDO ના આમંત્રણ પર, તેઓ માતૃભૂમિની સેવા કરવા ભારત પરત ફર્યા. તેમણે એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ માટે ડિટેક્ટર ટેકનોલોજી વિકસાવી, જે ભારતની સંરક્ષણ શક્તિ માટે ક્રાંતિકારી હતી.ભ્રષ્ટાચાર સામે ૨૦ વર્ષ સુધી એકલે હાથે લડતદેશ માટે કામ કરતી વખતે તેમને ઉચ્ચ અધિકારીઓના ભ્રષ્ટાચાર અને અવરોધોનો સામનો કરવો પડ્યો. જ્યારે તેમણે આ અવાજ ઉઠાવ્યો, ત્યારે તેમની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી. આ અપમાન સામે ઝૂકવાને બદલે પ્રો. ત્યાગીએ ૨૦ વર્ષ સુધી કાનૂની જંગ લડ્યો. આર્થિક તંગી હોવા છતાં તેમણે કોઈની મદદ ન લીધી અને ૭૦ વર્ષની ઉંમરે મેરઠમાંથી 'લો' (Law) ની ડિગ્રી મેળવી જેથી તેઓ સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ જાતે લડી શકે. અંતે, સત્યનો વિજય થયો અને સુપ્રીમ કોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો.વિજ્ઞાન અને સંગીતનો અનોખો સંગમપ્રો. ત્યાગી માત્ર પ્રયોગશાળા સુધી સીમિત નહોતા. તેમણે સંગીતના સૂરો અને ગાણિતિક પાયા પર ગહન સંશોધન કર્યું હતું અને 'સ્વર મંડળ'ની રચના કરી હતી. તેમના આ વિઝનને આગળ ધપાવવા માટે, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. સંગીતા શુક્લા અને પરિવારના સભ્ય શિખા ત્યાગીના પ્રયાસોથી આ કેન્દ્રમાં વિજ્ઞાનની સાથે સંગીત અને કળાની પ્રવૃત્તિઓ પણ ચાલશે.વારસો જે પેઢીઓને પ્રેરણા આપશેપ્રો. ત્યાગીના પુત્રો, ડૉ. દિનેશ અને ડૉ. રાજેશ ત્યાગી, જેઓ પોતે અમેરિકામાં નામાંકિત વૈજ્ઞાનિકો છે, તેમણે પિતાની અંતિમ ઈચ્છા મુજબ આ મકાન વેચવાને બદલે સમાજને અર્પણ કર્યું છે. આ કેન્દ્ર માત્ર એક બિલ્ડિંગ નથી, પરંતુ ઈમાનદારી, બલિદાન અને ક્યારેય ન હારવાની જીદનું પ્રતીક છે. મેરઠના જૂના શહેરના યુવાનો માટે આ સંશોધન કેન્દ્ર જ્ઞાનનો એક નવો સૂર્યોદય બની રહેશે.
5 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 04:08 PM
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત યોજનાઓ અને પ્રોત્સાહનોને આગળ લાવે છે

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત યોજનાઓ અને પ્રોત્સાહનોને આગળ લાવે છે

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રચંડ વિજય સાથે જ હવે રાજ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 'ડબલ એન્જિન' તાકાત જોવા મળશે. અત્યાર સુધી મમતા બેનર્જીએ જે મહત્વની યોજનાઓ પર રોક લગાવી હતી, તેનો માર્ગ મોકળો થયો છે. ખાસ કરીને આયુષ્માન ભારત યોજના લાગુ થતા હવે બંગાળના લાખો ગરીબ પરિવારોને ₹5 લાખ સુધીની મફત સારવાર મળશે, જે અત્યાર સુધી રાજકીય ખેંચતાણને કારણે અટકી પડી હતી. ખેતી અને માછીમારીના ક્ષેત્રમાં પણ હવે મોટા પરિવર્તનો આવશે. પીએમ પાક વીમા યોજના દ્વારા કુદરતી આપત્તિ સામે ખેડૂતોને આર્થિક સુરક્ષા કવચ મળશે, જ્યારે પીએમ મત્સ્ય સંપદા યોજના માછીમારોની આવક બમણી કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત, ઉત્તર બંગાળના ચાના બગીચાના કામદારો માટે વિશેષ પ્રોત્સાહન યોજના લાગુ કરી ભાજપે ચૂંટણી દરમિયાન આપેલું મોટું વચન પૂરું કરવાની દિશામાં ડગ માંડ્યું છે. રહેઠાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો, પીએમ આવાસ યોજના હેઠળ હવે પાકા મકાનોના નિર્માણમાં તેજી આવશે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોવાથી ફંડમાં થતી અનિયમિતતાઓ દૂર થશે અને ગરીબોના ઘરના સપના ઝડપથી સાકાર થશે. આ યોજનાઓ માત્ર સરકારી આંકડા નથી, પરંતુ બંગાળના સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં મોટો ઉછાળો લાવનારી જાદુઈ છડી સાબિત થશે.
21 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 04:02 PM
વિજયની જીત ભારતીય મીડિયા સામ્રાજ્યને આઘાત પહોંચાડે છે

વિજયની જીત ભારતીય મીડિયા સામ્રાજ્યને આઘાત પહોંચાડે છે

ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં દાયકાઓથી ચાલી આવતા દ્રવિડિયન પક્ષોના વર્ચસ્વને આ વખતે રૂપેરી પડદાના સુપરસ્ટાર થલાપતિ વિજયે જમીનદોસ્ત કરી દીધું છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ તેની સીધી અને આઘાતજનક અસર શેરબજાર પર જોવા મળી હતી. ખાસ કરીને ડીએમકે (DMK) પક્ષ સાથે અત્યંત ગાઢ અને પારિવારિક સંબંધો ધરાવતી મીડિયા દિગ્ગજ કંપની 'સન ટીવી નેટવર્ક'ના રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જેવી મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની હાર અને વિજયની પાર્ટી ટીવીકે (TVK) ની સરસાઈના સમાચાર આવ્યા, કે તુરંત જ સન ટીવીનો શેર ૧૦% સુધી તૂટીને ₹૫૪૮ની સપાટીએ પહોંચી ગયો હતો, જેણે બજારના વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા હતા. આ કડાકા પાછળનું મુખ્ય કારણ સન ટીવી અને મારન પરિવારના ડીએમકે સાથેના ઐતિહાસિક સંબંધો છે. કલાનિધિ મારન, જેઓ કરુણાનિધિ પરિવાર સાથે લોહીનો સંબંધ ધરાવે છે, તેમનું આ મીડિયા સામ્રાજ્ય હંમેશા ડીએમકેના શાસનકાળ દરમિયાન તેજીમાં રહ્યું છે. પરંતુ ૪ મેના પરિણામોમાં જ્યારે સત્તાના સમીકરણો બદલાતા દેખાયા, ત્યારે રોકાણકારોને લાગ્યું કે આગામી સમયમાં કંપનીના બિઝનેસ અને પ્રભાવમાં ઘટાડો થઈ શકે છે. ઓગસ્ટ ૨૦૨૪ પછીનો આ સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો હતો, જે દર્શાવે છે કે દક્ષિણ ભારતની રાજનીતિમાં આવતો સાધારણ પવન પણ દલાલ સ્ટ્રીટમાં કેવી રીતે વાવાઝોડું લાવી શકે છે. ચૂંટણીના ટ્રેન્ડ્સ મુજબ, થલાપતિ વિજયની લહેરમાં માત્ર અન્ના ડીએમકે જ નહીં પણ સત્તાધારી ડીએમકેનો પણ સફાયો થતો જોવા મળ્યો હતો. બજાર બંધ થવા સુધીમાં સન ટીવીનો શેર થોડો રિકવર થઈને ₹૫૭૩ પર સ્થિર થયો હતો, તેમ છતાં કંપનીના માર્કેટ કેપમાં કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ચૂક્યું હતું. આ ઘટનાક્રમ એ વાતનો પુરાવો છે કે હવે રોકાણકારો માત્ર કંપનીના બેલેન્સ શીટ જ નહીં, પરંતુ રાજ્યના રાજકીય મિજાજને પણ ગંભીરતાથી માપી રહ્યા છે. તમિલનાડુમાં 'વિજય'ના ઉદયે સન ટીવી માટે આવનારા દિવસોમાં નવા પડકારો ઉભા કર્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
2 shares
😢