Achira News Logo
Achira News
D
Divya Bhaskar
May 5, 2026, 12:26 AM
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં નોંધપાત્ર શૈક્ષણિક પ્રગતિ જોવા મળી

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં નોંધપાત્ર શૈક્ષણિક પ્રગતિ જોવા મળી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં પંચમહાલ જિલ્લાએ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે શૈક્ષણિક ગુણવત્તામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આંકડાકીય દ્રષ્ટિએ જોતા પંચમહાલમાં ટોપ ગ્રેડ મે વર્ષ 2025માં માત્ર 1 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો હતો, જેની સામે વર્ષ 2026માં આ સંખ્યા વધીને 4 થઈ છે. તેવી જ રીતે, A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 43 થી વધીને 89 પર પહોંચી છે, જે દર્શાવે છે કે જિલ્લામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના દેખાવમાં 100% થી વધુનો સુધારો થયો છે.તેમજ મધ્યમ ગ્રેડ એવા B1 અને B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં પણ ક્રમશઃ વધારો થયો છે. B1 ગ્રેડમાં 132 થી વધીને 186 અને B2 માં 246 થી વધીને 280 વિદ્યાર્થીઓ નોંધાયા છે.જયારે સામાન્ય પ્રવાહમાં પરીણામ પર કોમ્પ્યુટર,એકાઉન્ટ સ્ટેટ તથા વાણીજય વ્યવસ્થા અને સંચાલન વિષયના ઓછા માર્કસ પરીણામ અસર કરી છે. કોમ્પયુટરમાં શાળામાં પ્રેકટીકલમાં સારા માર્ક લાવે પણ વિષયની પરિક્ષામાં વિદ્યાર્થીઓ ગોથુ ખાઇ જતા ઓછા માર્કના લીધે ટકાવારી ઘટી છે. તેવી જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં ભાષામાં વિદ્યાર્થીઓની પકડ સારી હોવાની 90 ટકા ઉપર માર્ક લાવ્યા પણ કેમેસ્ટી, બાયોલોજી તથા ફીઝીકસમાં ઓછા માર્કના લીધે B1,B2 તથા C1 ગ્રેડમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. કોલેજોમાં મેરિટ સ્થિર અથવા સહેજ ઊંચું રહેશે ડિગ્રી ફાર્મસી અને B.Sc.ના મેરિટમાં ગત વર્ષની સરખામણીએ કોઈ મોટો ઘટાડો જોવા નહીં મળે, ઉલટાનું સ્પર્ધા વધશે.સામાન્ય પ્રવાહમાં 88.69% પરિણામ આવ્યું છે.ગત વર્ષ કરતા સહેજ પરિણામમાં ઘટાડો થવાને કારણે B.Com અને B.B.A. જેવા કોર્સમાં એડમિશન પ્રક્રિયા થોડી સરળ બની શકે છે, વિજ્ઞાન પ્રવાહમાં GUJCET/NEET ના સ્કોર મેરિટ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
9 shares
😐
D
Divya Bhaskar
May 4, 2026, 11:59 PM
ધોરણ 12 વિજ્ઞાન પરિણામઃ એક જૂથે 90.79% પાસ ટકાવારી હાંસલ કરી

ધોરણ 12 વિજ્ઞાન પરિણામઃ એક જૂથે 90.79% પાસ ટકાવારી હાંસલ કરી

ધોરણ 12 સાયન્સમાં એ ગ્રૂપનું રિઝલ્ટ 90.79 ટકા રહ્યું છે. કુલ 41,185 વિદ્યાર્થી પાસ થયા છે. આ ગ્રૂપમાં 930ને એ-1 ગ્રેડ, 6663ને એ-2 ગ્રેડ મળ્યો છે. આ વખતે 90 પર્સેન્ટાઇલથી ઉપર એ ગ્રૂપમાં સાયન્સ થિયરી વિષયોમાં 4706 વિદ્યાર્થી પાસ થયા છે. રાજ્યભરની એન્જિ બીજી તરફ બી ગ્રૂપનું 79.87 ટકા રિઝલ્ટ જાહેર થયું છે. કુલ 52,468 વિદ્યાર્થી પાસ થયા છે. આ ગ્રૂપમાં 646 વિદ્યાર્થીને એ-1 ગ્રેડ, 5086ને એ-2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. આ વખતે 90 પર્સેન્ટાઇલથી ઉપર સાયન્સ થિયરી વિષયોમાં 6644 વિદ્યાર્થી આવ્યા છે. બી ગ્રૂપનું પરિણામ ગયા વર્ષ કરતાં એક ટકા જેટલું વધારે છે. એ જ રીતે એ-બી ગ્રૂપનું રિઝલ્ટ 69.44 ટકા રહ્યું છે. તેમાં 25 વિદ્યાર્થી પાસ થયા છે. એ-2 ગ્રેડમાં સાત વિદ્યાર્થી છે, જ્યારે એ-1 ગ્રેડ કોઈને મળ્યો નથી. ધોરણ 12 સાયન્સમાં ઓલ ઓવર એ-1, એ-2, બી-1, બી-2 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતી કરતાં અંગ્રેજી માધ્યમનું રિઝલ્ટ વધુઆ વખતે ટકાવારીમાં ગુજરાતી માધ્યમ કરતાં અંગ્રેજી માધ્યમનું રિઝલ્ટ વધારે આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું 85.13 ટકા જ્યારે ગુજરાતી માધ્યમનું 84.32 ટકા રિઝલ્ટ છે. જોકે બંને માધ્યમનું રિઝલ્ટ 2020 પછીનું સૌથી વધુ છે. અંગ્રેજી માધ્યમમાં 29475 અને ગુજરાતી માધ્યમમાં 63271 વિદ્યાર્થી પાસ થયા છે. ફિઝિક્સમાં સૌથી ઓછું રિઝલ્ટ12 સાયન્સના મુખ્ય ચાર વિષયમાં સૌથી વધુ 92.76 ટકા રિઝલ્ટ મેથ્સનું છે. જ્યારે બીજા ક્રમે 88.91 ટકા રિઝલ્ટ બાયોલોજીનું છે. સૌથી ઓછું 85.27 ટકા રિઝલ્ટ ફિઝિક્સ વિષયનું આવ્યું છે. જોકે સંખ્યાની દૃષ્ટિએ કેમિસ્ટ્રીમાં 95,375 વિદ્યાર્થી પાસ થયા છે. મારી પાસે આગળ કયા વિકલ્પો? માત્ર ધો. 12 સાયન્સ: બીપીટી, બીએસસી, બાયોટેક્નોલોજી, નેચરોપથી, ફોરેન્સિક, જીએનએમ નર્સિંગ, એએનએમ નર્સિંગ 12 + ગુજકેટ, જેઈઈ: એગ્રીકલ્ચર, વેટેનરી, ફાર્મસી, એન્જિનિયરિંગ, બીએસસી 12 + નીટ: એમબીબીએસ, બીડીએસ (ડેન્ટલ), બીએચએમએસ (હોમિયોપથી), બીએએમએસ (આયુર્વેદિક), નર્સિંગ
65 shares
😐
D
Divya Bhaskar
May 4, 2026, 11:51 PM
નવસરી જિલ્લાનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થોડું ઘટ્યું, એબી સ્કૂલ ચમકી

નવસરી જિલ્લાનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થોડું ઘટ્યું, એબી સ્કૂલ ચમકી

નવસારી જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આ વર્ષે નજીવા ઘટાડા સાથે 84.68 ટકા આવ્યું હતું, જે ગત વર્ષે 84.98 ટકા આવ્યું હતું. ગત વર્ષે એ1 ગ્રેડમાં 58 છાત્રો ઉત્તીર્ણ થયા હતા, આ વર્ષે વધારો થઇ 79 છાત્રો પાસ થયા હતા. એબી શાળાના 47 છાત્રો એ1 ગ્રે નવસારી જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.68 ટકા જાહેર થતા એ1 ગ્રેડમાં 79 છાત્રો, એ2મા 438, બી1માં 678, બી2માં 804, સી1માં 913, સી2માં 805 છાત્રો ઉત્તીર્ણ થયા હતા. જાહેર થયેલા પરિણામમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ એબી શાળાના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો હતો. એ1 ગ્રેડ મેળવનારા 79માથી 47 છાત્રો એબી શાળાના હતા. આ સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર થઇ ગયું હતું. જેમાં 120 માર્ક્સ મેળવી સંભવતઃ એબી શાળાનો છાત્ર ઈશાન કાપડિયા રાજ્યમાં પ્રથમ આવ્યો હતો. કેન્દ્રવાર પરિણામ જોઇએ તો સૌથી વધુ નવસારી કેન્દ્રનું 90.92 અને સૌથી ઓછું પીપલગભણનું 62.92 ટકા આવ્યું હતું. ટોપર છાત્રોની ઉચ્ચ અભ્યાસ માટે કમ્પ્યુટર અને મેડીકલ લાઇનમાં જવાની ઈચ્છાજિલ્લામાં પ્રથમ ઋષિતા પટેલ: ધોરણ-12માં 96.20 ટકા મેળવ્યા છે. ઋષિતા અભ્યાસમાં તેજસ્વી હોય ધોરણ-10માં પણ એ1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. તેણી કમ્પ્યુટર સાયન્સ વિષયમાં આગળ વધવા માગે છે. તેણીના પિતા નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. તેણીએ અભ્યાસ દરમિયાન મન હળવુ કરવા 30 મિનિટ મોબાઈલમાં રીલ જોતી હતી. તેણીએ મોબાઈલનો ઘણો ઓછો ઉપયોગ કર્યો હતો. ધો-10માં પણ એ1 ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. જિલ્લામાં દ્વિતીય વ્રજ રાજુભાઈ પટેલ: ધોરણ-10માં 97 ટકા મેળવી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો અને ખૂબ જ મહેનત કરી ધોરણ-12માં 95.40 ટકા સાથે જિલ્લામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. માતા ગૃહિણી અને પિતા રાજુભાઈ ચીખલી વાંઝણા પ્રાથમિક શાળામાં શિક્ષક છે. વ્રજ પટેલ કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માગે છે. વ્રજ પણ પહેલાથી જ અભ્યાસમાં તેજસ્વી હોય તેમના પિતાએ માર્ગદર્શન આપી વ્રજને હવે કોમ્પ્યુટર જેવા વિષયમાં આગળ અભ્યાસ કરવા માટે જવાનું જણાવ્યું હતું. ગુજકેટમાં પ્રથમ આવનાર ઈશાન કાપડિયા: તબીબ બનવા માંગે છે નવસારીની એબી શાળાનો છાત્ર ઈશાન કાપડિયાના ધોરણ-10માં 90 ટકાથી વધુ આવ્યા હતા. અભ્યાસમાં તેજસ્વી ઈશાન કાપડિયાએ ગુજકેટની પરીક્ષામાં 120માંથી 120 માર્ક્સ આવતા સંભવતઃ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં 40માંથી 40 માર્ક્સ સાથે કુલ 120 માર્ક આવ્યા છે અને ધો.12 બોર્ડ વિજ્ઞાન પ્રવાહમાં પણ 93.8 ટકા માર્ક્સ સાથે એ1 ગ્રેડમાં આવ્યો છે. ઈશાન એમબીબીએસમાં પ્રવેશ લઇ મેડિકલ ઓફિસર બનવા માંગે છે. જિલ્લાના કેન્દ્રવાર પરિણામ હવે પુરક પરીક્ષાની તૈયારી બોર્ડ દ્વારા કરાવાશેનવસારી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 711 અને સામાન્ય પ્રવાહમાં 450થી વધુ છાત્રો નાપાશ થયા છે તે પૈકી બે વિષયમાં નાપાશ થનારા છાત્રોની આ વર્ષે જ પુરક પરીક્ષા દ્વારા જો પાસ થાય તો તેમનું વર્ષ ન બગડે તે માટે હવેના દિવસોમાં પુરક પરીક્ષા પણ લેવાશે.
54 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 08:48 AM
ગુજરાત ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમ અને GUJCETનું પરિણામ જાહેરઃ રાજ્યમાં ફરી ટોચનું સ્થાન મેળવનાર જિલ્લો મોરબી

ગુજરાત ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમ અને GUJCETનું પરિણામ જાહેરઃ રાજ્યમાં ફરી ટોચનું સ્થાન મેળવનાર જિલ્લો મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી તા.૪ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2026 માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડના અધ્યક્ષ મુકેશ પંડયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 26/02/2026 થી 16/03/2026 દરમિયાન લેવામાં આવી હતી. સમગ્ર રાજ્યનું નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 84.33% જાહેર થયું છે. રાજ્યના આ પરિણામમાં મોરબી જિલ્લાએ ઝળહળતું પ્રદર્શન કરીને 94.85% ના ઊંચા પરિણામ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લા તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
15 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 12:00 AM
ગુજરાત બોર્ડે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યુંઃ રેકોર્ડ તૂટશે કે નહીં?

ગુજરાત બોર્ડે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યુંઃ રેકોર્ડ તૂટશે કે નહીં?

આજે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમ તેમજ ગુજકેટ પરીક્ષાનું પરિણામ જાહેર થશે. સવારે 10 કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહમાં 15,465, વિજ્ઞાન પ્રવાહમાં 1,567 અને ગુજકેટની 1,993 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. પરિણામને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્કંઠા છે, ખાસ કરીને જૂના રેકોર્ડ તૂટશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. ધોરણ 12 બાદ ટૂંક સમયમાં ધો. 10ના પરિણામ આવશે. દાયકા અગાઉના રેકર્ડ તૂટશે કે નહીં ? સામાન્ય પ્રવાહ :ગત વર્ષે 2025માં કચ્છ જિલ્લાનું પરિણામ 95.05% રહ્યું હતું. જોકે, છેલ્લા 13 વર્ષનો સૌથી હાઈએસ્ટ રેકોર્ડ વર્ષ 2014માં નોંધાયો હતો, જ્યારે 95.79% પરિણામ આવ્યું હતું. વિજ્ઞાન પ્રવાહ :વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે કચ્છનું પરિણામ 83.25% આવ્યું હતું. વર્ષ 2015માં નોંધાયેલું 93.39% પરિણામ હજુ સુધીનું સર્વોચ્ચ છે. A1 ગ્રેડ મેળવનારા છાત્રોને ઈજન ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટના પરિણામમાં જે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેવા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા દિવ્ય ભાસ્કર દ્વારા તેમના નામ અને ફોટા પ્રકાશિત કરાશે. આ માટે વિદ્યાર્થીઓ પાસપોર્ટ સાઈઝનો ફોટો, પૂરું નામ, શાળાનું નામ, માર્કશીટની વિગત/નકલ દિવ્ય ભાસ્કરની ભુજ/ગાંધીધામ ઓફિસ, સ્થાનિક પ્રતિનિધિ અથવા ઇમેઇલ edtbhuj@gmail.com (ભુજ), editgandhidham@gmail.com (ગાંધીધામ), વોટ્સએપ નંબર 63522 33493 પર મોકલી શકશે. શાળાઓને પણ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની વિગતો સામૂહિક રીતે મોકલવા ઈજન છે.
98 shares
😐
Akila News logo
Akila News
May 3, 2026, 02:05 PM
ભારતના અવકાશ ક્ષેત્રે વિશ્વના પ્રથમ ઓપ્ટોસાર ઉપગ્રહના પ્રક્ષેપણ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો

ભારતના અવકાશ ક્ષેત્રે વિશ્વના પ્રથમ ઓપ્ટોસાર ઉપગ્રહના પ્રક્ષેપણ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો

બેંગલુરુ:ભારતના સ્પેસ સેક્ટરમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. બેંગલુરુ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ‘ગેલેક્સી આઈ સ્પેસ’ (GalaxEye)દ્વારા તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક સેટેલાઇટ‘દ્રષ્ટિ’ (Drishti)નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સેટેલાઇટ દુનિયાનો પ્રથમ‘ઓપ્ટોસાર’ (OptoSAR)સેટેલાઇટ છે,જે ટેકનોલોજીની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ અને ભારતની કોઈ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો સેટેલાઇટ છે. શું છે‘ઓપ્ટોસાર’ટેકનોલોજી? સામાન્ય રીતે સેટેલાઇટમાં બે પ્રકારની ટેકનોલોજી હોય છે: ઓપ્ટિકલ કેમેરા અને રડાર. ઓપ્ટિકલ કેમેરા સ્પષ્ટ તસવીરો આપે છે પણ રાત્રે કે વાદળછાયા વાતાવરણમાં કામ કરી શકતા નથી. જ્યારે રડાર ટેકનોલોજી અંધારામાં જોઈ શકે છે પણ તેની તસવીરો ઓછી સ્પષ્ટ હોય છે.‘મિશન દ્રષ્ટિ’ની ખાસિયત એ છે કે તેમાં આ બંને ટેકનોલોજીનું મિશ્રણ એટલે કે‘OptoSAR’નો ઉપયોગ થયો છે. જેના કારણે તે ગમે તેવા ખરાબ વાતાવરણ,વરસાદ કે ઘનઘોર અંધારામાં પણ પૃથ્વીની અત્યંત સ્પષ્ટ અને રંગીન તસવીરો લેવામાં સક્ષમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવા સાહસિકોને બિરદાવ્યા
7 shares
😐
Akila News logo
Akila News
May 3, 2026, 01:25 PM
રાજકોટનાં આજી ડેમમાં ડૂબી જવાથી ચારનાં મોત

રાજકોટનાં આજી ડેમમાં ડૂબી જવાથી ચારનાં મોત

રાજકોટના આજી ડેમમાં ડૂબી ગયેલા 4 વ્યક્તિઓના કરુણ મોત : 3 મૃતદેહો મળ્યા બાદ SDRFની ટીમે અત્યાધુનિક ROV મશીનની મદદથી ચોથા શખ્સની લાશ શોધી કાઢી : PI એમ.એ. કોટડીયા અને PSI આર.એ. ચુડાસમાની આગેવાનીમાં 13-ઘંટેશ્વર SDRFની ટીમનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન : ભારે જહેમત બાદ છેલ્લી ડેડબોડી મળી આવતા પ્રશાસનને સુપ્રત કરાઈ
8 shares
😢
A
Akila News
May 3, 2026, 09:01 AM
ગુજરાતની સેક્સડ સીમેન ટેકનોલોજીએ પશુપાલકોની આવક બમણી કરી

ગુજરાતની સેક્સડ સીમેન ટેકનોલોજીએ પશુપાલકોની આવક બમણી કરી

ગાંધીનગર :ગુજરાતના પશુપાલકો માટે રાજ્ય સરકારની સેક્સ્ડ સિમન ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અત્યાર સુધી ગાય કે ભેંસ ગાભણ થાય ત્યારે પશુપાલકોને પાડા કે વાછરડાના જન્મની ચિંતા સતાવતી હતી, કારણ કે નર પશુનો નિભાવ ખર્ચ વધુ અને આર્થિક વળતર ઓછું મળતું હતું. જોકે, પાટણ ખાતે સ્થાપિત 'ગુજરાત બોવાઇન સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ' ના માધ્યમથી હવે એવી ટેકનોલોજી અમલમાં આવી છે જે 90 ટકાથી વધુ સફળતા સાથે માત્ર માદા બચ્ચાનો જ જન્મ સુનિશ્ચિત કરે છે. પાટણના તૌફિકભાઇ મોમિન જેવા અનેક પશુપાલકોએ આ પદ્ધતિ અપનાવી પાડા-વાછરડાના ઉછેરના ખર્ચમાંથી મુક્તિ મેળવી પોતાની આવક બમણી કરી છે. આ ટેકનોલોજી પાછળનું વિજ્ઞાન સમજાવતા નિષ્ણાતો કહે છે કે નરના વીર્યમાં રહેલા 'X' અને 'Y' રંગસૂત્રોને વૈજ્ઞાનિક પદ્ધતિથી અલગ કરવામાં આવે છે. 'X' રંગસૂત્ર ધરાવતા શુક્રાણુઓથી માદા બચ્ચાનો જન્મ થાય છે, જેના કારણે દૂધાળા પશુઓની સંખ્યામાં કુદરતી વધારો થાય છે. ફેબ્રુઆરી 2026 સુધીના આંકડા મુજબ, રાજ્યમાં થયેલા હજારો વિયાણ પૈકી 91 ટકાથી વધુ કિસ્સામાં પાડી કે વાછરડીનો જન્મ નોંધાયો છે. આ સફળતાને જોતા રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષમાં વધુ 8 લાખ ડોઝનું ઉત્પાદન કરવાનું આયોજન કરી રહી છે, જે પશુપાલન ક્ષેત્રે શ્વેત ક્રાંતિનો નવો અધ્યાય લખશે. પશુપાલકોને આ ટેકનોલોજીનો મહત્તમ લાભ મળે તે માટે સરકારે પ્રોત્સાહક ભાવ ઘટાડો પણ કર્યો છે. અગાઉ પ્રતિ ડોઝ રૂ. 300 લેવામાં આવતા હતા, જે હવે ઘટાડીને માત્ર રૂ. 50 કરી દેવામાં આવ્યા છે. આ નજીવી કિંમતે પશુપાલકો પોતાના પશુઓમાં કૃત્રિમ બીજદાન કરાવી શકે છે. તેનાથી નર પશુઓ પાછળ થતો ઘાસચારો અને ખાણ-દાણનો બિનજરૂરી ખર્ચ બચે છે અને ઉચ્ચ ઓલાદની વાછરડીઓ તૈયાર થતા ભવિષ્યમાં દૂધનું ઉત્પાદન પણ વધે છે. ગુજરાતના વિવિધ દૂધ સંઘો પણ આ ઝુંબેશમાં જોડાઈને છેવાડાના પશુપાલકો સુધી આધુનિક પ્રજનન તકનીકો પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
76 shares
😢
Akila News logo
Akila News
May 2, 2026, 02:56 AM
ભારતીય સેનાની સર્વેલન્સ ક્ષમતા અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા વધારવામાં આવી

ભારતીય સેનાની સર્વેલન્સ ક્ષમતા અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા વધારવામાં આવી

ઓપરેશન સિંદૂર પછી, ભારતીય સૈન્યની સર્વેલન્સ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટી તકનીકી સિદ્ધિ સામે આવી છે. આઈઆઈટી જમ્મુએ પરંપરાગત રેડિયો ફ્રીક્વન્સીને બદલે ઓપ્ટિકલ ફાઇબર ટેકનોલોજી પર કામ કરતી આર્મીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક ડ્રોન વિકસાવ્યું હતું. આ ડ્રોનનું સૌથી મોટું લક્ષણ તેની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા છે. મિશન દરમિયાન, દુશ્મન ન તો તેના સિગ્નલને ટ્રેક કરી શકે છે અને ન તો તેને જામ કરી શકે છે. આ જ કારણ છે કે આ ડ્રોન ઇલેક્ટ્રોનિક યુદ્ધ જેવા પડકારજનક વાતાવરણમાં પણ અસરકારક રીતે કામ કરી શકે છે. હાલમાં, પ્રારંભિક પરીક્ષણ આઈઆઈટી-જમ્મુ કેમ્પસમાં લગભગ 100 ફૂટની ઊંચાઈ સુધી કરવામાં આવ્યું છે. પરીક્ષણ દરમિયાન, ડ્રોન લગભગ 3 કિ. મી. ની ત્રિજ્યામાં મોનિટર કરવામાં સક્ષમ હોવાનું જાણવા મળ્યું હતું. તેમાં સ્થાપિત હાઇ-ટેક કેમેરા દૂરસ્થ વિસ્તારોમાંથી સચોટ ફોટા અને મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા સક્ષમ છે. ડ્રોનનું બીજું એક મહાન લક્ષણ તેની અદ્યતન પાવર સિસ્ટમ છે. તેને બેટરી તેમજ ઓપ્ટિકલ ફાઇબર દ્વારા ઊર્જા આપી શકાય છે, જેથી તે સતત 24 કલાક સુધી હવામાં રહીને સતત મોનિટર કરી શકે. ભવિષ્યમાં, તેની ઓપરેશનલ ક્ષમતા વધારીને 2-3 કિ. મી. અથવા વધુ કરવાની યોજના છે.
62 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 1, 2026, 11:36 PM
ગુજરાતમાં ફરજ પર રહેલા બસ ડ્રાઈવર પર ચાર લોકોએ હુમલો કર્યો

ગુજરાતમાં ફરજ પર રહેલા બસ ડ્રાઈવર પર ચાર લોકોએ હુમલો કર્યો

વઢવાણ પાસે ગઢડા-કચ્છ રૂટની એસટી બસના ડ્રાઈવર પર ચાર શખસોએ હુમલો કરી તેમની સરકારી ફરજમાં રૂકાવટ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. વઢવાણ નવા દરવાજા બહાર મેઈન રોડ પર રસ્તો રોકીને ઉભેલી કારને હોર્ન મારતા ઉશ્કેરાયેલા શખસોએ ડ્રાઈવર સાથે ઝપાઝપી કરી તેની વર્ ગઢડા ડેપોના ડ્રાઈવર પંકજભાઈ સાગઠીયા પોતાની બસ લઈને કચ્છ તરફ જઈ રહ્યા હતા. રાત્રિના સમયે વઢવાણ નવા દરવાજા મુખ્ય રોડ પર પંકજ પારઘીએ કાર રસ્તા વચ્ચે ઉભી રાખી હતી. આથી એસટી બસના ડ્રાઈવરે હોર્ન માર્યો હતો. આ વાતનો ખાર રાખી કારચાલક અને અન્ય શખસોએ બસ ઉભી રખાવી ડ્રાઈવરને ગાળો આપી હતી. શખસોએ બસની કેબિનમાં ઘૂસી ડ્રાઈવર પંકજભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને ઝપાઝપી દરમિયાન તેમનો સરકારી યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો .
58 shares
😢