Achira News Logo
Achira News
Akila News logo
Akila News
May 5, 2026, 04:46 PM
ગુજરાત પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો, હત્યાના કેસ સાથે જોડાણો ઉઘાડા પાડ્યા

ગુજરાત પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો, હત્યાના કેસ સાથે જોડાણો ઉઘાડા પાડ્યા

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા આંતરરાજ્ય સાયબર ફ્રોડ કરતી એક ખતરનાક ગેંગનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત કાર્યવાહી કરીને પોલીસે અંદાજે ₹53.55 કરોડના નાણાકીય ફ્રોડમાં સંડોવાયેલા 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ ભારતભરના વિવિધ રાજ્યોમાં સક્રિય હતી અને તેમની સામે અત્યાર સુધીમાં 132 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ ઓપરેશન દ્વારા ગુજરાત પોલીસે ડિજિટલ અપરાધ જગતને મોટો ઝટકો આપ્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે બાતમીના આધારે આણંદ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે કુલ 197 જેટલા બેંક એકાઉન્ટ ઓપરેટ કરતી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી ત્રણ લોકો સીધા ખાતાધારક તરીકે કામ કરતા હતા, જેમના ખાતામાં ફ્રોડની રકમ જમા કરાવવામાં આવતી હતી. આ તપાસ દરમિયાન સૌથી મોટો ધડાકો એ થયો છે કે આ સાયબર ગેંગના તાર મુંબઈના ચકચારી બાબા સિદ્દીકી મર્ડર કેસ સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસને મળેલા કનેક્શન મુજબ, આ ગેંગ દ્વારા મર્ડર કેસના ગુનેગારોને નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી હોવાની આશંકા છે. આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંકલન સાધવામાં આવી રહ્યું છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના SP ડો. રાજદીપ સિંહ ઝાલાએ મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું કે, આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે પોતાનું નેટવર્ક ચલાવતી હતી. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા ₹53.55 કરોડની રકમ ક્યાં રોકવામાં આવી છે અને આ નેટવર્ક સાથે બીજા કયા મોટા માથાઓ સંકળાયેલા છે, તે દિશામાં હાલ તજવીજ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ગેંગના અન્ય સાગરીતો પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
92 shares
😢
S
Sambhav Metro
May 5, 2026, 04:35 PM
લોજિસ્ટિક્સ કંપનીએ અકાસા એરલાઇન્સ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી

લોજિસ્ટિક્સ કંપનીએ અકાસા એરલાઇન્સ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી

અમદાવાદથી બેંગલુરુ મોકલવામાં આવેલું કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાનું પાર્સલ રહસ્યમય રીતે ગુમ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ ગંભીર મામલે લોજિસ્ટિક કંપનીએ અકાસા એરલાઇન્સ કંપની વિરુદ્ધ અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા બલવીરસિંહ રાઠોડ, જે સિક્વલ લોજિસ્ટિક કંપનીમાં સિક્યોરિટી મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેમની કંપની દેશભરમાં કીમતી પાર્સલનાં હેન્ડલિંગ અને ડિલિવરી કરે છે.
67 shares
😢
A
Akila News
May 5, 2026, 03:13 PM
દુબઈ પોલીસે ભારતની મોસ્ટ વોન્ટેડ સટ્ટાબાજીની એપ મહાદેવના સંચાલક સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરી છે.

દુબઈ પોલીસે ભારતની મોસ્ટ વોન્ટેડ સટ્ટાબાજીની એપ મહાદેવના સંચાલક સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરી છે.

મુંબઈ, તા.૫: દુબઈ પોલીસે ભારતની મોસ્‍ટ વોન્‍ટેડ સટ્ટાબાજી એપ મહાદેવના સંચાલક સૌરભ ચંદ્રકરને ગઈકાલે મોડી રાત્રે તેના દુબઈ હિલ્‍સ વિલામાંથી ધરપકડ કરી હતી. સૌરભ ચંદ્રકરની સાથે, તેના ભાગીદાર રવિ ઉપ્‍પલ, સૌરભની પત્‍ની અને ભારતના સૌથી મોટા ઓફલાઈન સટ્ટાબાજી બુકી, ફ્રીડમ અમળતસરી, ઉર્ફે ફ્રીડમ કાકા, ઉર્ફે મિલુની પણ ધરપકડ કરવામાં આવી હતી. ફ્રીડમ ૪૪૭ ૪૪૬૯૫ ૩૯૭૧ નંબર પર સટ્ટો ચલાવે છે. તેની સટ્ટાબાજી બુકનું નામ વિક્‍ટરી એક્‍સચેન્‍જ છે. આ ધરપકડ દુબઈના સૌથી કડક કાયદા, એન્‍ટી-મની લોન્‍ડરિંગ એક્‍ટ (AML) હેઠળ કરવામાં આવી છે, જેમાં ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજા છે. સૌરભ ચંદ્રકરના ઘરેથી આશરે ૯૦ મિલિયન દિરહામ (ભારતીય ચલણમાં આશરે રૂ.૨૫૦ કરોડ) મળી આવ્‍યા હતા. તેના ઘરેથી ૨,૦૦૦ કિલો સોનું જપ્ત કરવામાં આવ્‍યું હતું. ૧૫૦ કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સમગ્ર કામગીરીમાં દુબઈ પોલીસના લગભગ ૧૫૦ વાહનોનો કાફલો સામેલ હતો. આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ વિશ્વસનીય સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે સૌરભ ચંદ્રાકર રાયપુરના રહેવાસી છે. છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર પણ સટ્ટા મહાદેવ એપ કેસમાં આરોપી છે. સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન (CBI) એ મહાદેવ સટ્ટા એપ કેસમાં છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી ભૂપેશ બઘેલનું નામ આરોપી તરીકે રાખ્‍યું છે.CBIએ આ કેસમાંFIRનોંધી છે, જેમાં ભૂપેશ બઘેલનું નામ છઠ્ઠા આરોપી તરીકે રાખવામાં આવ્‍યું છે.FIRમાં કુલ ૨૧ આરોપીઓના નામ છે, જેમાં મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્‍પલનો સમાવેશ થાય છે. મહાદેવ સટ્ટા એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર છે, જે ભિલાઈ, દુર્ગના રહેવાસી છે. છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી ભૂપેશ બઘેલ પર તેમના કાર્યકાળ દરમિયાન મહાદેવ સટ્ટા એપને પ્રોત્‍સાહન આપવાનો આરોપ છે. બદલામાં, તત્‍કાલીન મુખ્‍યમંત્રીને રૂ.૫૦૮ કરોડની સુરક્ષા રકમ મળી હોવાનો દાવો કરવામાં આવ્‍યો હતો. જોકે, ભૂપેશ બઘેલે આ દાવાને નકારી કાઢયો હતો અને કહ્યું હતું કે આ તેમની છબી ખરાબ કરવા માટે કરવામાં આવ્‍યું હતું. અગાઉ, સમાચાર આવ્‍યા હતા કે મહાદેવ સત્તા એપના માસ્‍ટરમાઇન્‍ડ સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) ની વિનંતી પર ઇન્‍ટરપોલ રેડ કોર્નર નોટિસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સૌરભ ચંદ્રાકર પર રૂ.૬,૦૦૦ કરોડથી વધુના કૌભાંડનો આરોપ છે. ઇન્‍ટરપોલે આ કેસ વિશે ઔપચારિક રીતેCBIઅને ભારત સાથે માહિતી શેર કરી છે.
99 shares
😐
Western Times logo
Western Times
May 5, 2026, 02:38 PM
ભારતીય પોલીસે 53 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો

ભારતીય પોલીસે 53 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો

રૂ. ૫૩ કરોડનું આંતરરાજ્ય સાયબર કૌભાંડ: ગુજરાત પોલીસે ૧૦ની ધરપકડ કરી બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપીઓને પણ આપ્યા હતા ‘મ્યુલ’ એકાઉન્ટ રાજ્યવાર ફરિયાદોની વિગત:ગુજરાતમાં ૨૨, કર્ણાટકમાં ૧૪, મહારાષ્ટ્રમાં ૧૩, ઉત્તર પ્રદેશ અને કેરળમાં ૧૦-૧૦, રાજસ્થાનમાં ૯, તમિલનાડુમાં ૮, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં ૭-૭, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ૬-૬, દિલ્હીમાં ૫, બિહાર અને પંજાબમાં ૩-૩ ફરિયાદો નોંધાઈ છે. અજાણ્યા વ્યક્તિઓની લાલચમાં આવીને તમારા બેંક ખાતા, ATM કાર્ડ કે ચેકબુક ભાડે આપશો નહીં. ગાંધીનગર, ૫ મે (IANS):દેશભરમાં ૧૩૨ ફરિયાદો સાથે જોડાયેલા અને રૂ. ૫૩ કરોડથી વધુની છેતરપિંડીના આંતરરાજ્ય સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CID ક્રાઈમ) એ મંગળવારે જણાવ્યું હતું કે આ કેસમાં આણંદ અને અમદાવાદથી ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વધતા જતા સાયબર ગુનાઓ સામે કાર્યવાહી તેજ કરવાના DGP કે.એલ.એન. રાવના આદેશ બાદ, પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ૧૦ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ કમિશનના આધારે સાયબર છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડતા હતા.
38 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 02:37 PM
ભારતીય પોલીસે કુખ્યાત સિકલીગર ગેંગના બે શંકાસ્પદોની ધરપકડ કરી

ભારતીય પોલીસે કુખ્યાત સિકલીગર ગેંગના બે શંકાસ્પદોની ધરપકડ કરી

રાજકોટઃ ગોંડલમાં ૪ દિ' પુર્વે ટ્રાન્‍સપોર્ટર રાજદીપભાઇ ઉજીયાના ગુંદાળા રોડ સ્‍થિત વૃજવાટીકા એપાર્ટમેન્‍ટના ફલેટમાંથી સોના -ચાંદીના દાગીના તથા રોકડ રૂા. ૧ લાખ મળી કુલ ૭ લાખની મતાની ચોરી થતા આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરની સુચના અન્‍વયે રૂરલ એલસીબીના ઇન્‍ચાર્જ પીઆઇ કે.એમ.ચાવડા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ આર.વી.ભિમાણી તથા પીએસઆઇ પી.એન.ભરવાડની ટીમે સીસીટીવી ફુટેજ ચેક કરી ચોરીમાં સંડોવાયેલ સીકલીગર ગેંગના નાનકસીંગ ઉર્ફે કુલદીપસીંગ સન ઓફ બલ્લેસીંગ ટાંક (રહે. સુરત) તથા જસબીરસીંગ ઉર્ફે જગવીરસીંગ સન ઓફ રાજેશસીંગ ટાંક (રહે. વંથલી)ને બે ચોરાઉ બાઇક, જાયલો કાર તથા મોબાઇલ મળી કુલ ૩.૦પ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ બંને શખ્‍સોએ સુરતથી ફોર વ્‍હીલ કારમાં આવી હાઇવે રોડ નજીક વિસ્‍તારમાંથી બે બાઇકની ચોરી કરી ફલેટમાં હાથફેરો કર્યો હતો. પકડાયેલ નાનકસીંગ સામે સુરત-નવસારીમાં ૩પ ગુન્‍હા અને જસબીરસીંગ સામે સુરત શહેરમાં ૧પ ગુનાઓ નોંધાયેલ છે. ંતસ્‍વીરમાં પકડાયેલ બંને રીઢા ગુનેગાર ચોરાઉ મુદામાલ સાથે નજરે પડે છે.
5 shares
😐
A
Akila News
May 5, 2026, 02:11 PM
મહારાષ્ટ્ર જાતીય અપરાધના ગુનેગારો માટે પેરોલના નિયમોને કડક બનાવશે

મહારાષ્ટ્ર જાતીય અપરાધના ગુનેગારો માટે પેરોલના નિયમોને કડક બનાવશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહિલાઓની સુરક્ષાને લઈને રાજ્ય સરકારે એક અત્યંત કડક અને ઐતિહાસિક નિર્ણય લેવાની તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, જાતીય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ કે દોષિતોને 'પેરોલ' (તાત્કાલિક રજા) પર જેલની બહાર આવવા પર પ્રતિબંધ મૂકતો કડક કાયદો ઘડવામાં આવે.ચોંકાવનારા આંકડા આવ્યા સામેમુખ્યમંત્રી ફડણવીસે આ નિર્ણય પાછળ એક ખૂબ જ ગંભીર કારણ રજૂ કર્યું છે. તેમણે કેબિનેટ બેઠકમાં નોંધ્યું હતું કે, રાજ્યમાં બનતા લગભગ ૯૦ ટકા જાતીય ગુનાઓ એવા શખ્સો દ્વારા આચરવામાં આવે છે જેઓ અગાઉ આવા જ ગુનામાં જેલમાં હતા અને પેરોલ પર કામચલાઉ મુક્તિ મેળવીને બહાર આવ્યા હતા. આ 'રીપીટ ઓફન્ડર્સ' (વારંવાર ગુનો કરનારા) ને કારણે સમાજમાં ભયનું વાતાવરણ ઉભું થાય છે, જેને રોકવા પેરોલના નિયમો સખત કરવા અનિવાર્ય છે.અગાઉના કાયદાનો અનુભવસૂત્રોના જણાવ્યા અનુસાર, ફડણવીસે યાદ અપાવ્યું હતું કે તેમના ૨૦૧૪ થી ૨૦૧૯ ના અગાઉના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન પણ આવો જ એક કાયદો લાવવામાં આવ્યો હતો. જોકે, તે કાયદો ત્રણ વર્ષ સુધી અમલમાં રહ્યા બાદ અદાલતો દ્વારા રદ કરવામાં આવ્યો હતો. આ વખતે સરકાર તમામ કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને એવો મજબૂત કાયદો બનાવવા માંગે છે જે ન્યાયિક પ્રક્રિયામાં પણ ટકી શકે.મહિલા સુરક્ષા માટે મોટું પગલુંઆ નવા કાયદાના અમલથી જાતીય હિંસાના ગુનેગારોને જેલના સળિયા પાછળ જ રહેવું પડશે અને તેમને મળતી પેરોલની છૂટછાટ બંધ થઈ જશે. સરકારનો ઉદ્દેશ્ય ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવાનો અને પીડિતોને ન્યાય અપાવવાનો છે. સામાજિક કાર્યકરો અને મહિલા સંગઠનોએ આ પ્રસ્તાવિત કાયદાને આવકાર્યો છે.હવે જોવાનું એ રહેશે કે ગૃહ વિભાગ આ કાયદાનો ડ્રાફ્ટ કેટલી ઝડપથી તૈયાર કરે છે અને તેને આગામી વિધાનસભા સત્રમાં ક્યારે રજૂ કરવામાં આવે છે.
50 shares
😢
A
Akila News
May 5, 2026, 01:55 PM
રાજકોટનો A.N.T.F. ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓ પાસેથી રૂ. [X] નો ગાંજો જપ્ત કર્યો

રાજકોટનો A.N.T.F. ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓ પાસેથી રૂ. [X] નો ગાંજો જપ્ત કર્યો

રાજકોટ તા. ૫: રાજ્‍યમાં નશાના કારોબારને જડમુળથી ઉખેડી ફેંકવા માટે પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત, એ.એન.ટી.એફ. (એન્‍ટી નાર્કોટીક્‍સ ટાસ્‍ક ફોર્સ) રાજકોટ ઝોન સીઆઇડી ક્રાઇમની ટીમે વધુ એક વખત ચોટીલામાંથી ગાંજાની હેરાફેરી પકડી પાડી છે. ચોટીલાના પીપળીયા ત્રણ રસ્‍તા પાસેથી ગેરકાયદેસર ગાંજાના જથ્‍થા સાથે ૪ શખ્‍સોને પકડી લીધા છે. રાજકોટ ઝોન એ.એન.ટી.એફ.ના પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે. જે. ચૌહાણ અને તેમની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર કે. એમ. મેહતા તથા કોન્‍સ્‍ટેબલ રણજીતભાઈ ધાધલ અને અનિલગીરી ગોસાઈને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે ચોટીલાના પીપળીયા ત્રણ રસ્‍તા પાસે કેટલાક શખ્‍સો મોટરસાઇકલ પર નશીલા પદાર્થની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્‍યું હતું. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ૧.૦૫ કિલો ગાંજો મળી આવ્‍યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. ૫૨,૫૦૦ ગણી ગાંજો તેમજ ૪ મોબાઇલ, બે બાઇક, રોકડા ૩૦ હજાર મળી કુલ રૂા. ૨,૧૪,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. ચારેયએ પુછતાછમાં પોતાના નામ મનસુખ ઉર્ફે મનો છગનભાઈ મકવાણા (ઉ. ૫૦, રહે. ખડગુંદા, ચોટીલા), નરેશ વલ્લભભાઈ મકવાણા (ઉ.૨૬, રહે. ખડગુંદા, ચોટીલા), રજની હસમુખભાઈ કોરડીયા (ઉ. ૪૮, રહે. શાષાીનગર, ચોટીલા) અને દીપક મેહુલભાઈ લાદવા (ઉ.૬૨, રહે. ગાંધીબાગ પાસે, ચોટીલા) જણાવ્‍યા હતાં. આ મામલે એ.એન.ટી.એફ.ના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે. જે. ચૌહાણે પોતે ફરિયાદી બની ચારેય આરોપીઓ વિરૂધ્‍ધ એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો નોંધી ગાંજો ક્‍યાંથી લાવ્‍યા તેની તપાસ શરૂ કરી છે. આગળની તપાસ સુરેન્‍દ્રનગરના આણંદપુર પોલીસને સોંપાઇ છે.
22 shares
😢
A
Akila News
May 5, 2026, 01:52 PM
બાર્સેલોનામાં યુવાન મહિલાને જીવલેણ ચાબુક મારવાના આરોપમાં વ્યક્તિની ધરપકડ

બાર્સેલોનામાં યુવાન મહિલાને જીવલેણ ચાબુક મારવાના આરોપમાં વ્યક્તિની ધરપકડ

બાર્સેલોના, તા. 5 : સ્પેનના બાર્સેલોના શહેરમાં ચાકુ વડે હુમલો કરી એક યુવતીની હત્યા કરવાના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી હાથમાં ચાકુ લઈને રસ્તા પર ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીએ બાર્સેલોનામાં એક યુવતી પર ચાકુ વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી હાથમાં ચાકુ અને બેગ લઈને રસ્તા પર ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને રસ્તા પર ઘેરી લીધો હતો.
23 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 01:41 PM
ગોન્ડલ પોલીસે નકલી કૃષિ જમીનના દસ્તાવેજો બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો

ગોન્ડલ પોલીસે નકલી કૃષિ જમીનના દસ્તાવેજો બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો

રાજકોટ તા. પ :.. ગોંડલના મોવિયા ગામની ખેતીની જમીનનો મુળ ખાતેદારોની જાણ બહાર બોગસ દસ્‍તાવેજ કરનાર ટોળકી પૈકીના ગોંડલના મહિલા વકીલ સહિત ૪ શખ્‍સોને ગોંડલ તાલુકા પોલીસે ઝડપી લઇ ધરપકડ કરી હતી. મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના મોવીયા ગામે સર્વે નં. ૧૦૦ પૈકી ૧ પૈકી ૩ ની જમીન હે. આર. ચો. મી. ૧.૮૪ ના આરોપી ઉત્તમસિંહ રાઠોડ, ભાવનાબેન ચાવડા, તુષાર નરોતમદાસ દુદાણી, વિપુલગીરી ગોસ્‍વામી, અજાણ્‍યો વ્‍યકિત પુરૂષ તથા અજાણી મહિલાએ સાથે મળી મુળ માલીક કાન્‍તીભાઇ પાઠક તથા મધુબેન પાઠક બની રજીસ્‍ટાર રૂબરૂ ખોટી ઓળખ આપી. ખોટી સહીઓ કરી કિંમતી બનાવટી બોગસ વેચાણ દસ્‍તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યાની ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ થતતા રૂરલ એસ. પી. વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકાના પીઆરઓ. એએસપી પ્રખર કુમાર તથા સર્વેલન્‍સ સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી. હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ તેમજ ટેકનીકલ સોર્સચી મદદથી સદરહુ ગુન્‍હાના આરોપી (૧) ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ ઉ.૩ર ધંધો વેપાર રહે. બી-ર૦૧, શ્રીજી દર્શન એપાર્ટમેન્‍ટ મનહર પ્‍લોટ શેરી નં. ૭, રાજકોટ મુળ ગામ કરશનગઢ તા. મેંદરડા જી. જુનાગઢ (ર) વિપુલગીરી ઉર્ફે ગીરીબાપુ ગણેશગીરી ગોસ્‍વામી (ઉ.વ.૪૬) ધંધો.વીડીયો શુટીંગ રહે.હાલ મોવીયાગામ તા.ગોંડલ. (૩) ભાવનાબેન ડો/ઓ ખીમજીભાઇ નથુભાઇ ચાવડા (ઉ.વ.૩૮) ધંધો. વકીલાત રહે.મુળ ગામ-દેરડી (કું.) રાજબાઇનગર તા.ગોંડલ હાલ રહે.ગોંડલ જેતપુર રોડ મારૂતીનગર જી.રાજકોટ તથા (૪) તુષાર નરોતમભાઇ દુદાણી (ઉ.વ.૪૫) ધંધો.વેપાર રહે.હાલ ગોંડલ વોરા કોટડા રોડ, આસોપાલવ સોસાયટી, મુળ રહે. મોવીયાગામની ધરપકડ કરી હતી. આ કોૈભાંડમાં સામેલ (૧) દિનેશ કનૈયાલાલ નિમાવત રહે.ધોરાજી કૈલાશનગર, પાવરહાઉસ પાસે, (ર) ગીતાબેન દીપકભાઇ કાપડી રહે.ગોંડલ કુંભારવાડા તા.ગોંડલ, (૩) નિશાંત રામભાઇ ભેટારીયા રહે.ઉપલેટા હાલ રહે. રાજકોટ ગુરૂપ્રસાદ ચોક રાધે એપાર્ટમેન્‍ટ તથા (૪) ગોવિંદરામ દોલતરામ કાપડી રહે.ગોંડલ કુંભારવાડા, ભૈરવ આશ્રમની શોધખોળ હાથધરાઇ છે. પકડાયેલ મહિલા વકીલ ભાવનાબેન સામે અગાઉ ત્રણ ગુન્‍હાઓ પોલીસમાં નોંધાયા છે. આ કાર્યવાહી ગોંડલ તાલુકાના પ્રો.એએસપી પ્રખર કુમાર, પીએસઆઇ આર.આર. સોલંકી, એએસઆઇ વિરભદ્રસિંહ વાઘેલા, એએસઆઇ રવીરાજસિંહ સરવૈયા, એચસી જયદીપસિંહ રાણા, એચસી અજયસિંહ ઝાલા, એચસી છત્રપાલસિંહ ડીવાયએસપી ઓફીસ ગોંડલ, પીસી મુકેશભાઇ મકવાણા, પીસી રવિરાજસિંહ વાળા, પીસી જયદીપભાઇ ધાધલ, પીસી ભગીરથભાઇ વાળા તથા પીસી અરવિંદભાઇ સાપરા સહિતના સ્‍ટાફે કરી હતી
43 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 01:18 PM
રાજકોટની જંગલેશ્વર વિસ્તારની સી. ઓ. એ ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો

રાજકોટની જંગલેશ્વર વિસ્તારની સી. ઓ. એ ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો

રાજકોટના જંગલેશ્‍વર વિસ્‍તારના સ્‍લમ રહેવા સીઓ ગુજરાત રેવન્‍યુ ટ્રીબ્‍યુનલના ઓર્ડરથી નારાજ થઇ તે ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારેલ હતો. આજે હાઇકોર્ટમાં તેમની સુનાવણી થતાં રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનને જવાબ રજૂ કરવા નોટીસ કરવાનો ઓર્ડર કરેલ. આગામી જુન મહિનાની ૯ મી તારીખે ઉઘડતી કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાવશે.
71 shares
😢
A
Akila News
May 5, 2026, 01:05 PM
તલાજા ડબલ મર્ડર કેસમાં રાજકોટ દંપતીએ કથિત રીતે સાસુ-સસરાની હત્યા કરી

તલાજા ડબલ મર્ડર કેસમાં રાજકોટ દંપતીએ કથિત રીતે સાસુ-સસરાની હત્યા કરી

રાજકોટ તા. ૫: ભાવનગરના તળાજા ડબલ મર્ડરમાં રાજકોટની હેતલ વૈઠાએ પોતાના પતિ વિમલ વૈઠા સાથે મળી મિલ્‍કત માટે થઇને ખોફનાક કાવત્રુ ઘડી રાજકોટથી તળાજા પહોંચી પોતાના સાસુ રેખાબેન અને સસરા કિશોરભાઇ વૈઠાને ગળાટૂંપો દઇ પતાવી દઇ બાદમાં લાશ સળગાવી નાંખી હતી અને આ ઘટના આકસ્‍મિક આગની હોવાનો દેખાવ ઉભો કર્યો હતો. ડબલ મર્ડરમાં સુત્રધાર હેલને મદદ કરનારા રાજકોટ ભીલવાસના હલીમા પંચરવાળા મુનીર બ્‍લોચ અને તેના મિત્ર અમીરખાન પઠાણની પણ ધરપકડ થઇ હોઇ મુનીર રિમાન્‍ડ પર હોઇ તળાજા પોલીસ તેને સાથે લઇ રાજકોટ તપાસમાં આવી હતી. તે હત્‍યાકાંડમાં મદદરૂપ થવા રાજકોટથી પેટ્રોલ લઇને ગયો હતો. શરૂઆતમાં આપઘાત કે અકસ્‍માતની જણાતી ઘટનામાં તળાજા પીઆઇ વી. આર. ચાવડા અને તેની ટીમ ઉંડી ઉતરતાં આ ઘટના હત્‍યાની હોવાનું ખુલતાં રાજકોટ રહેતી હેતલ, તેના પતિ વિમલ અને આ હત્‍યામાં સુત્રધાર હેતલને મદદ કરનાર રાજકોટ સુભાષનગરમાં રહેતાં અને ભીલવાસ ચોકમાં હલીમા ઓટો નામે દુકાન ધરાવતાં મુનીર હમીદભાઇ બ્‍લોચ તથા મુનીરના મિત્ર મુળ વિસાવદરના અમીરના અહેમદખાન પઠાણને પણ પકડી લેવાયા હતાં. હત્‍યાકાંડનો સમગ્ર પ્‍લાન હેતલ વૈઠાએ ભીલવાસ ચોકમાં હલીમા ઓટો નામે પંચર સાંધવાની દૂકાન ચલાવતાં મુનીર બ્‍લોચ સાથે મળીને ઘડયો હતો. હેતલે સાસુ-સસરાનુ ગળુ દબાવ્‍યું હતું અને તેમાં હાથ-પગ પકડવામાં મુનીર તથા અમીરેખાને મદદ કરી હતી. બાદમાં લાશને પેટ્રોલથી સળગાવી હતી. જે પેટ્રોલ મુનીર રાજકોટથી લઇ ગયો હતો. પ્ર.. નગર પોલીસે સાથે રહી મુનિરને દબોચી તળાજા પોલીસને સોંપતા ભીલવાસમાં આવેલ દુકાને રિકન્‍ટ્રકશન કરાવાયું હતું. મિલકતના લોભે પુત્ર વિમલ વૈઠા અને પુત્રવધૂ હેતલબે વૈઠાએ તેમના માતા-પિતા કિશોરભાઈ અને રેખાબેનની ક્રુર હત્‍યા કરી હતી. આ બનાવમાં હત્‍યાનો ભોગ બનેલા રેખાબેનના ભાઈ રાજેશભાઈએ તળાજા પોલીસ મથકમાં પોતાના ભાણેજ વિમલ અને તેની પત્‍નિ હેતલ સામે ફરિયાદ નોંધાવી હતી. વિમલ ભારે દેવામાં ડૂબેલો હતો અને વારંવાર પિતાને પૈસા માટે દબાણ કરતો હતો. મકાન, દુકાન અને ઘરેણાં વેચવાની માંગણીને લઈને પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હતા. જેથી આર્થિક લાલચ અને મિલકત મેળવવા માટે તેણે હત્‍યાનો પ્‍લાન ઘડયો હતો. જેમાં સુત્રધાર તરીકે તેની પત્‍નિ હેતલે આગેવાની લઇ ખોફનાક ઘટનાને અંજામ આપ્‍યો હતો.
22 shares
😢
Gujarat Samachar logo
Gujarat Samachar
May 5, 2026, 11:09 AM
અમદાવાદની મહિલાએ ત્રણ તલાક પછી દુર્વ્યવહાર અને દહેજની માંગણી કરી

અમદાવાદની મહિલાએ ત્રણ તલાક પછી દુર્વ્યવહાર અને દહેજની માંગણી કરી

Triple Talaq Case in Ahmedabad:અમદાવાદમાં દહેજની માંગણી અને ત્રિપલ તલાકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફતેવાડીમાં રહેતા સાસરિયાઓએ પરિણીતા પાસે મકાન અને એસી જેવા દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં નણંદના પ્રેમપ્રકરણની જાણ થતાં ઉશ્કેરાયેલા સાસરિયાઓએ પરિણીતાના પિયરમાં જઈને મારઝૂડ કરી હતી. આ દરમિયાન પતિએ ત્રણ વખત તલાક બોલીને સંબંધ કાપી નાખતા સમગ્ર મામલે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. પતિના નામે મકાન અને નવુ AC લઈ આપવા પરિણીતા પર દબાણ અમદાવાદ શહેરના જુહાપુરાના ફતેવાડીમાં વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીના લગ્ન ગત 20 ડિસેમ્બર 2024ના રોજ ફતેવાડીમાં જ રહેતા અબ્દુલસમદ યુસુફ શેખ સાથે સમાજના રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્નના એક મહિના સુધી બધું સારું ચાલ્યા બાદ સાસુ, સસરા અને નણંદે 'દહેજ ઓછું લાવી છે તારા પિતાએ મકાન નથી આપ્યું' તેમ કહી મેણા ટોણા મારવાનું શરૂ કર્યું હતું. આમ, સાસરિયા પક્ષ દ્વારા પરિણીતાને મકાન પતિના નામે કરવા અને નવું એસી લાવવા દબાણ કરતા હતા અને ઘરકામમાં નાની-મોટી ભૂલો કાઢીને પરિણીતાને ગાળો ભાંડીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
39 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 10:43 AM
વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણાની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે 4 વર્ષ બાદ ધરપકડ કરી

વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણાની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે 4 વર્ષ બાદ ધરપકડ કરી

સાપુતારા પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના કેસમાં છેલ્લા 4 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ રામદાસભાઈ પરશુરામ રહાણે ને મહારાષ્ટ્રના સંગમનેરથી ડાંગ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.અનડિટેક્ટેડ ગુનાઓને ડિટેક્ટ કરવા અને જિલ્લાના વોન્ટેડ આરોપીઓને પકડવા અંગે આપવામાં આવેલી સૂચનાઓ અન્વયે ડાંગના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઇ હતી.ડાંગ એલસીબી પીએસઆઇ જે.જી.અનડકટને બાતમી મળી હતી કે, સાપુતારા પોલીસ સ્ટેશનના વર્ષ-2022ના ગુનામાં વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણે મુંબઈથી નાસિક તરફ આવી રહ્યો છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે મહારાષ્ટ્રના નાસિક અને સંગમનેર વિસ્તારમાં રેકી કરી હતી અને અંતે સંગમનેરથી આરોપીને ઝડપી પાડી આગળની તપાસ માટે સાપુતારા પોલીસને સોંપ્યો હતો.પકડાયેલ 49 વર્ષીય આરોપી ગેંગસ્ટાર રામદાસભાઈ પરશુરામ રહાણે મૂળ મુંબઈના રહેવાસી છે. આ આરોપી વિરુદ્ધ વર્ષ 1997થી 2018 સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી અને ફાયરિંગ જેવા ગંભીર પ્રકારના આશરે 12 ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે
17 shares
😐
A
Akila News
May 5, 2026, 10:29 AM
જામનગરના બેદી વિસ્તારમાં માછીમાર રિક્ષા ચાલકની હત્યાઃ પોલીસ તપાસ

જામનગરના બેદી વિસ્તારમાં માછીમાર રિક્ષા ચાલકની હત્યાઃ પોલીસ તપાસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૫ : જામનગર શહેરમાં માત્ર પાંચ દિવસના સમયગાળામાં હત્યાની બીજી ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સુભાષ બ્રિજ નીચેથી મળી આવેલા બેડી વિસ્તારના માછીમાર રીક્ષા ચાલકની રોકડ અને મોબાઈલ ફોનની લૂંટના ઇરાદે હત્યા કરાયાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ બેડી વિસ્તારના રહેવાસી અને માછલી વેચવાનો વ્યવસાય કરતા ઇસ્માઈલભાઈ હારૂનભાઈ કેર (ઉ.વ. 59) તરીકે થઈ છે. મૃતકના પુત્ર અસગર ઇસ્માઈલભાઈ કેર દ્વારા સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોતાના પિતાનું લૂંટના ઇરાદે અપહરણ કરી હત્યા અને લૂંટ અંગે ફરિયાદ નોંધાવી છે.
77 shares
😢
A
Akila News
May 5, 2026, 10:14 AM
વલસાડ પોલીસના દરોડામાં ગેરકાયદેસર વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો

વલસાડ પોલીસના દરોડામાં ગેરકાયદેસર વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો

વલસાડ નાનાપોંઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર વિસ્ફોટકોનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.આરોપી પોતાની દુકાનમાં પાસ-પરમિટ વગર જીલેટીન સ્ટીક્સ અને ડિટોનેટર રાખી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું.વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ SOG ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મોહમદસફી અને કોન્સ્ટેબલ વરૂણને સંયુક્ત બાતમી મળી હતી કે, કાકડકોપર ગામમાં સાઈબાબા મંદિર સામે આવેલી એક દુકાનમાં વિસ્ફોટકોનો સંગ્રહ કરાયો છે.આ બાતમીના આધારે પોલીસે કાકડકોપર ગામના પ્રદિપ બાબુભાઇ ગવળી (ઉ.વ. ૩૫) ની દુકાનમાં તપાસ કરતા કુલ ₹૨૮,૨૨૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં ૨૧ નંગ જીલેટીન સ્ટીક, ૦૪ નંગ ઇલેક્ટ્રીક ડિટોનેટર, ૯૫ નંગ ઓર્ડિનરી ડિટોનેટર, ૯ ફૂટ ઇલેક્ટ્રીક વાયર અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.ઝડપાયેલ આરોપી પ્રદિપ ગવળી રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ૪ કેસ અને અપહરણ તથા મારામારીનો ૧ કેસ નોંધાઈ ચૂક્યો છે.આરોપી વિરુદ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૨૮૮, ૫૪ તેમજ એક્સપ્લોઝીવ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે આ વિસ્ફોટકોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો શું ઉપયોગ થવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે
49 shares
😐
A
Akila News
May 5, 2026, 10:04 AM
ભારતમાં અવિચારી ડુક્કર પકડવાના આરોપમાં શીખ ગેંગના સભ્યોની અટકાયત

ભારતમાં અવિચારી ડુક્કર પકડવાના આરોપમાં શીખ ગેંગના સભ્યોની અટકાયત

(ફઝલ ચોંહાણ દ્વારા) વઢવાણ, તા.૫: સુરેન્‍દ્રનગર શહેરના ૮૦ ફુટ રોડ ઉપર થોડા દિવસ અગાઉ રાત્રિ દરમિયાન જાહેર માર્ગ ઉપર બેદરકારી રીતે ભૂંડ ભરેલી કાર દોડાવી અને સ્‍થાનિક લોકોનું જીવન જોખમમાં મૂકવામાં આવ્‍યું હતું અને આ અંગે બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં સ્‍થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી ત્‍યારે આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને વગેરે પ્રકારની વિગતો મેળવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ કરવામાં આવતા શિખ ગેંગના સભ્‍યો હોવાનું સામે આવ્‍યું હતું ત્‍યારે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સહિતના સ્‍ટાફ દ્વારા શીખ ગેંગના સભ્‍યોની અટકાયત કરી લેવામાં આવી છે અને કુલ પાંચ સભ્‍યોની અટકાયત કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભૂંડ પકડવા મુદ્દે જાહેરમાં બેફામ રીતે કાર દોડાવવામાં આવી રહી હતી અને મારામારી કરવામાં આવી હોય અને ઝઘડો કરવામાં આવ્‍યા હોવાનું પણ સામે આવ્‍યું છે. ે શીખ ગેંગના સભ્‍યોને કાયદાનું ભાન કરાવવામાં આવ્‍યું છે જે વિસ્‍તારમાં તેઓ દ્વારા આંતક મચાવવામાં આવ્‍યું હતું તે વિસ્‍તારમાં લઈ જઈ રિકન્‍ટ્રક્‍શન કરાવવામાં આવ્‍યું છે અને અન્‍ય કોઈપણ પ્રકારનું કળત્‍ય ન કરે તે અંગેનો કડક સંદેશ આપવામાં આવ્‍યો છે વારંવાર કાયદો અને વ્‍યવસ્‍થા કથળાવતી શીખ ગેંગ સામે વિરુદ્ધમાં વધુ એક વખત કડક પગલાં ભરવામાં આવ્‍યા છે.
89 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 09:54 AM
સુરત વેપારીએ સુનિયોજિત છેતરપિંડી યોજનામાં ₹ 10.46 કરોડ ગુમાવ્યા

સુરત વેપારીએ સુનિયોજિત છેતરપિંડી યોજનામાં ₹ 10.46 કરોડ ગુમાવ્યા

સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે વિશ્વાસઘાત કરીને 10.46 કરોડની છેતરપિંડીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમિલનાડુના વેપારી ગણેશન ઉર્ફે મુરલી થંગાવેલે અન્ય સાગરીતો સાથે મળીને એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. આરોપીઓએ આધારકાર્ડમાં સરનામું બદલીને ખોટા પુરાવા ઊભા કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે કર્ણાટકના મૈસુર ખાતે 'શિવમ ટ્રેડર્સ' નામે એક બોગસ પેઢી રજિસ્ટર કરાવી હતી. ત્યારબાદ તેને 1,75,494 સાડીઓ ઓળવી જઈને તમિલનાડુમામ વેચી મારી હતી.સુરત પોલીસે ભેજાબાજ ગણેશન થંગાવેલને દબોચ્યો છે.ઠગ ટોળકીએ સુરતની 'ઓશ્યનવેવ્સ ફર્મ'ના વેપારીને શિકાર બનાવ્યા હતા. આરોપીઓએ શરૂઆતમાં નાની કિંમતનો માલ ખરીદીને તેનું સમયસર પેમેન્ટ કરી દીધું હતું, જેથી વેપારીનો વિશ્વાસ જીતી શકાય. આટલું જ નહીં, વેપારીને વધુ ભરોસો આપવા માટે સેન્ટ્રલ બેંકના અંદાજે 2.84 કરોડના 49 એડવાન્સ ચેકો પણ આપી દીધા હતા. આ માયાવી જાળમાં ફસાઈને વેપારીએ મોટા ઓર્ડર આપવાની તૈયારી બતાવી હતી.8 નવેમ્બર, 2025થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન આરોપીઓએ વોટ્સએપ અને ફોન દ્વારા મોટા ઓર્ડર આપ્યા હતાં. ટ્રાન્સપોર્ટ મારફતે અંદાજે 1,75,491 નંગ જેકાર્ડ સાડીઓ, જેની કિંમત 10.43 કરોડ થતી હતી, તે મૈસુર મંગાવી લીધી હતી. માલની ડિલિવરી મળી ગયા બાદ આરોપીઓએ પેમેન્ટ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. વેપારીએ જ્યારે એડવાન્સમાં આપેલા ચેકો બેંકમાં જમા કરાવ્યા ત્યારે તે તમામ રિટર્ન થયા હતા, જેથી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.સચિન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ સુરત ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા (ઈકો સેલ)એ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપીએ ભાડા કરાર ઊભા કરી GST નંબર મેળવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે ઈકો સેલની ટીમે તમિલનાડુમાં ધામા નાખ્યા હતા અને મુખ્ય ભૂમિકા ભજવનાર 44 વર્ષીય ગણેશન થંગાવેલની ધરપકડ કરી હતી. અગાઉ આ કેસમાં અન્ય સાગરીતોની પણ સંડોવણી બહાર આવી છે.પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મૈસુર મંગાવેલી સાડીઓ ત્યાં રાખવાને બદલે તમિલનાડુના બરગુર ખાતે મોકલી દેવામાં આવી હતી. ત્યાં 'સ્કાઈ ટ્રેડર્સ' અને 'વિનાયગા ટ્રેડર્સ' જેવી અન્ય પેઢીઓમાં આ માલનું વેચાણ બતાવી તેને રોકડમાં વટાવી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડ ખૂબ જ વ્યવસ્થિત રીતે આચરવામાં આવ્યું હતું, જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય.પકડાયેલા આરોપી ગણેશનને સુરત લાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને અન્ય ફરાર આરોપીઓની વિગતો મેળવવા રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના 6 મે, 2026 સુધીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગણેશન વિરુદ્ધ બેંગલુરુમાં પણ છેતરપિંડીના ગુના નોંધાયેલા છે
35 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 09:46 AM
અમદાવાદ એરપોર્ટ પર સોનું અને ચાંદીના દાગીનાની ચોરી

અમદાવાદ એરપોર્ટ પર સોનું અને ચાંદીના દાગીનાની ચોરી

અમદાવાદમાં કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ભરેલા પાર્સલની ચોરીનો મામલો સામે આવ્યો છે. અમદાવાદની સિક્વલ લોજિસ્ટિક્સ કંપનીએ અકાશા એરલાઇન્સ વિરુદ્ધ અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે અકાશા એરલાઇન્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સિક્વલ લોજિસ્ટિક્સ કંપનીના સિક્યુરિટી મેનેજર બલવીર સિંહ રાઠોડે આપેલી ફરિયાદ અનુસાર, ટાઇટન કંપની સાથેના કોન્ટ્રાક્ટ હેઠળ 17 એપ્રિલે અમદાવાદની આરબીજેડ જ્વેલર્સ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા સોના-ચાંદીના 7 પાર્સલ અકાશા એરલાઇન્સ મારફત બેંગ્લોર મોકલવામાં આવ્યા હતા. 18 એપ્રિલની વહેલી સવારે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય કાર્ગોએરપોર્ટથીઅકાશા એરલાઇન્સની ફ્લાઇટમાં આ તમામ 7 પાર્સલ સોંપવામાં આવ્યા હતા.એરલાઇન્સે પાર્સલ મેળવ્યાની પહોંચ પણ આપી હતી. જેમાંથી એક પાર્સલમાં 2.1 કિલોગ્રામ સોના-ચાંદીના દાગીના હતા, જેનું કુલ વજન 13 કિલોગ્રામ હતું અને બજાર કિંમત અંદાજે ₹2.58 કરોડ હતી.
28 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 09:38 AM
પોરબંદરમાં જીવતા દફનાવવામાં આવેલા નવજાત શિશુના રહસ્યમય મૃત્યુનો પોલીસે ઉકેલ કાઢ્યો

પોરબંદરમાં જીવતા દફનાવવામાં આવેલા નવજાત શિશુના રહસ્યમય મૃત્યુનો પોલીસે ઉકેલ કાઢ્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. પઃ ઓડદર પાસે હાઇવે સાઇડ નવજાત શિશુને જમીનમાં જીવતા દાટી દઇને હત્‍યા કરાયાનો ભેદ પોલીસે ઉકેલીને આ બનાવમાં રીસામણે બેઠેલી પરીણિતા સહિત ત્રણ સામે ગુન્‍હો નોંધ્‍યો છે. મુળ મંડેર અને હાલ ચિંગારિયા ગામમાં રહેતા વિપુલભાઇ કાનાભાઇ વાસણ (કોળી) એ માધવપુર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે, તેની રિસામણે બેઠેલી પત્‍ની જાગૃતિ (મૂળુભાઇ જીવાભાઇ વાજાની પુત્રી) સાથે શારીરિક સંબંધ બાંધ્‍યો ન હોય છતાં બાળકને જન્‍મ આપીને બાળકને જીવતા જમીનમાં દાટીને બાળકની હત્‍યા કરી નાખી હતી. આ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, બાળકની હત્‍યામાં પત્‍ની જાગૃતિને મદદગારીમાં દૂધીબેન મુળુભાઇ રે. મંડેર તથા હિતેષ ખીમાણી રહે. દોલતગઢવાળા સામેલ હતાં. પત્‍ની રિસામણે ગયા બાદ પ્રેમીકા સાથે રંગરેલીયા મનાવતા પત્‍ની ગર્ભવતી થયેલ અને બાળકને જન્‍મ આપ્‍યો હતો. આ પાપ છુપાવવા ઓડદર નજીક હાઇવે સાઇડ જમીનમાં બાળકને દાટી દઇને બાળકની હત્‍યા કરી નાખી હતી.
8 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 09:34 AM
સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં બે શંકાસ્પદોની અટકાયત

સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં બે શંકાસ્પદોની અટકાયત

વઢવાણ તા.પઃ સુરેન્‍દ્રનગર અંબિકા પાર્ક વિસ્‍તારમાં રહેણાંક મકાનમાં ચોરી થઈ હતી મકાન માલિક બહારગામ ગયા હતા તે દરમિયાન મકાનના તાળા તોડી અને મકાનને ટાર્ગેટ બનાવવામાં આવ્‍યું હતું અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ૩૧.૩૦ લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. અલગ અલગ ૨૭ પ્રકારની વસ્‍તુની ચોરી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્‍યું છે. આ અંગે નજીકના સીસીટીવી ફૂટેજ તેમજ વગેરે હુમન સોર્સની મદદથી શહેરી વિસ્‍તાર ચોરીની ઘટનાને અંજામ આપતા રવિ હકાભાઇ પાટડીયા અને સતિષભાઈ ઉર્ફે બોલો બટુકભાઈ વ્‍યાસની અટકાયત કરવામાં આવી હતી. જેમાં રવિ હકાભાઇ પાટડીયા રહે મફતિયા પરા ટીબી હોસ્‍પિટલ પાછળ અને સતીશ ઉર્ફે ભોલો વ્‍યાસ રહે ફિરદોસ સોસાયટી બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્‍યારે તેમની પાસેથી ૨૭ જેટલી અલગ અલગ ચોરી કરેલી વસ્‍તુઓ મળી આવી હતી અને તેમના દ્વારા જ ચોરીને અંજામ આપવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું હતું ત્‍યારે આ અંગે રવિ હકાભાઇ પાટડીયા ઉપર ચોટીલા મોરબી લીંબડી ગોંડલ અને જોરાવનગર પોલીસ સ્‍ટેશનમાં આઠ ગુના નોંધાયેલા છે અને સતીશ વ્‍યાસ ઉપર પણ સીટી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન ઉપરમાં જ અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે. બંને ઇસમોની અટકાયત કરી લઈ અને કુલ ૩૧.૩૦ લાખ રૂપિયાના સોના ચાંદીના ઝવેરાત અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે અને ભોગ બનનાર મકાન માલિકોને આ તેમની મિલકત અને સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ પરત આપવામાં આવી છે ત્‍યારે ઘર ફોડ ચોરીની ઘટનાનો અનડિટેટ ગુનો લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ અને સિટી પોલીસે ડિટેક્‍ટ કરી અને ચોરોને પણ કાયદાનું ભાન કરાવવામાં આવ્‍યુંછે.
6 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 09:31 AM
સુરતઃ રિક્ષાચાલક અને મિત્ર સાથે છેતરપિંડીના આરોપમાં બે લોકો સામે સીલ કરેલા મકાનો અંગેનો આરોપ

સુરતઃ રિક્ષાચાલક અને મિત્ર સાથે છેતરપિંડીના આરોપમાં બે લોકો સામે સીલ કરેલા મકાનો અંગેનો આરોપ

સુરત ગ્રામ્યના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલી ગોકુલધામ સોસાયટીમાં બેંક દ્વારા સીલ કરાયેલા મકાનો સસ્તામાં અપાવવાની લાલચ આપી બે શખ્સોએ રિક્ષાચાલક અને તેના મિત્ર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકે નોંધાઈ છે.ફાઈનાન્સ કંપનીના નામે નાણાં પડાવી મિલકતના દસ્તાવેજ કરી આપ્યા નહોતા.મૂળ બિહારના અને હાલ તાંતીથૈયાની ગોકુલધામ સોસાયટીમાં રહેતા રિક્ષાચાલક સંજયકુમાર રાજગૃહી દુબે નાઓને આશરે દોઢ-બે વર્ષ પહેલા તેમણે મકાન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એજન્ટ સૂર્યપ્રકાશ મિશ્રા દ્વારા તેમને વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ દ્વારા સીલ કરાયેલ પ્લોટ નં.361 વાળું મકાન બતાવવામાં આવ્યું હતું. આ મકાનનો સોદો રૂ. ૬,૧૦,૦૦૦ માં નક્કી કરવામાં આવ્યો હતો.સંજયકુમાર જ્યારે ફાઈનાન્સ કંપનીની ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાંના મેનેજર તરીકે ઓળખ આપનાર જય કોઠારીએ જણાવ્યું હતું કે, "શ્રી હરી કન્સલ્ટન્સી નામની પેઢી જ આ કંપની સાથે ડીલ કરે છે.આરોપીઓ જયકુમાર મનહરલાલ કોઠારી અને દિપેશ ઉર્ફે દિવ્યેશ કાંતિલાલ ત્રાડાએ સંજયકુમારને વિશ્વાસમાં લઈ તમામ નાણાં "શ્રી હરી કન્સલ્ટન્સી"ના બેંક ખાતામાં જમા કરાવવા જણાવ્યું હતું. સંજયએ અલગ-અલગ સમયે ચેક અને NEFT મારફતે કુલ રૂ. ૮,૦૪,૦૫૬.૬૪ ની રકમ આરોપીઓની સૂચના મુજબ ટ્રાન્સફર કરી હતીઆરોપીઓએ માત્ર સંજયકુમાર જ નહીં પરંતુ તેમના મિત્ર અનિલ રેવાચન્દ્ર શુકલાને પણ ગોકુલધામ સોસાયટીમાં જ પ્લોટ નં. ૨૩૭ વાળું મકાન રૂ. ૧૦,૫૦,૦૦૦ માં અપાવવાનું કહી તેમની પાસેથી પણ રૂ. ૧,૭૫,૦૦૦ ચેકથી પડાવી લીધા હતા.આ રકમ પણ વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સમાં જમા કરાવવાને બદલે આરોપીઓએ અંગત સ્વાર્થ માટે વાપરી નાખી હતી. સંજય લાંબા સમયથી મકાનના દસ્તાવેજની માંગણી કરી રહ્યા હતા, પરંતુ આરોપીઓ બહાના બતાવી અંતે ફરાર થઈ ગયા હતા
16 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 09:26 AM
ભારતીય પોલીસે પરવાનગી વગર ભેંસ લઈ જતી ટ્રક જપ્ત કરી, બેની ધરપકડ કરી

ભારતીય પોલીસે પરવાનગી વગર ભેંસ લઈ જતી ટ્રક જપ્ત કરી, બેની ધરપકડ કરી

બારડોલીમાં ખલી ગામની સીમમાં કેદારેશ્વર મંદિરના ગેટ પાસે કતલખાને લઈ જવાતી 11 ભેંસો અને ટ્રક સહિત કુલ 14.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.આ ઘટના 4 મે 2026 ના રોજ બની હતી. પોલીસને માહિતી મળી હતી કે ખલી ગામની સીમમાં કેદારેશ્વર મંદિરના ગેટ પાસે પશુઓ ભરેલી ટ્રક ઊભી છે.પોલીસ કર્મચારી રૂપસંગભાઈ મનસુખભાઈ અને ટીમે તપાસ કરતા ટ્રક નંબર RJ 21 GD 4018 મળી હતી, જેમાં 11 ભેંસોને ક્રૂર રીતે ટૂંકા દોરડાથી બાંધી હતી. પશુઓ માટે ટ્રકમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા નહોતી અને હેરફેર માટે કોઈ પરમિટ કે વેટરનરી ડોકટરનું પ્રમાણપત્ર પણ નહોતું.પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જેમાં ડ્રાઈવર આમીન અબુમોહંમદ શેખ અને ક્લીનર ઈશાક મુસાભાઈ શેખનો સમાવેશ થાય છે, જે બંને ભરૂચના રહેવાસી છે. આ ભેંસો વલણ ગામના ઇમરાન મોહંમદ સીંધીએ ભરાવી હતી અને મહારાષ્ટ્ર ધુલીયા ખાતે કતલખાનામાં લઈ જવાતી હતી.
23 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 09:25 AM
રાજુલા તાલુકામાં પ્રેમ પ્રસંગ ગંભીર બન્યો, પૂર્વનિયોજિત હુમલામાં માતાની હત્યા, પુત્ર ઘાયલ

રાજુલા તાલુકામાં પ્રેમ પ્રસંગ ગંભીર બન્યો, પૂર્વનિયોજિત હુમલામાં માતાની હત્યા, પુત્ર ઘાયલ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નીંગાળા ગામ નજીક પ્રેમસંબંધને લઈ ગંભીર ગુનાખોરીની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનો દ્વારા યુવક અને તેની માતા પર પૂર્વ આયોજનબદ્ધ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે તેની માતા પર કાર ચડાવી નિર્દયી રીતે હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ફરિયાદી ભાવેશભાઈ ભીલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ બાલકૃષ્ણ પેટ્રોલ પંપ નજીક હુમલો કરી યુવકને માર માર્યો અને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું. દરમિયાન તેમની માતા જીતુબેન પર કાર ચડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ બાદ આરોપીઓ યુવકને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ મારકૂટ અને ધમકીઓ આપી ગેરકાયદેસર રીતે બંદી બનાવી રાખ્યો હતો. ઘટના અંગે જાણ થતાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી મહુવા સુધી પીછો કરીને યુવકને મુક્ત કરાવ્યો અને સારવાર માટે ખસેડ્યો.
14 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 09:14 AM
રાજકોટ એકાઉન્ટન્ટ કંપની પર ₹39 લાખનું ઉચાપતનો આરોપ

રાજકોટ એકાઉન્ટન્ટ કંપની પર ₹39 લાખનું ઉચાપતનો આરોપ

રાજકોટ, તા. પઃ લોધીકા પાસે આવેલ કંપનીમાંથી એકાઉન્‍ટન્‍ટ કંપનીના ખોટા હિસાબો અને રેકર્ડ ઉભા કરી ૩૯.ર૦ લાખની ઉચાપત કરી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે. મળતી વિગતો મુજબ લોધીકાના હરીપર તરવડ ગામના સર્વે નં. ૧પ૭‘સતાવાડી' ચીભડા લોધીકા રોડ નજીક રાજકોટ ફાઉન્‍ડ્રી પ્રા.લી. માં મેનેજર તરીકે ફરજ બજાવતા અજયભાઇ ચુનીભાઇ ખુંટ, ધંધો વેપાર, રહે. રાજકોટ ન્‍યુ સુભાષનગર કોઠારીયા મેઇન રોડ, શેરી નં. ૧/૪ ‘પંચવટી' રાજકોટ એ કંપનીમાં એકાઉન્‍ટન્‍ટ તરીક ેનોકરી કરતા નીલેશ મનસુખલાલ જાની ધંધો પ્રા. નોકરી રહે. રાજકોટ માધાપર ચોકડી ગૌતમ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૦૧ રાજકોટ મુળ ગામ ધોરાજી આર્દશ સ્‍કુલ પાછળ સામે લોધીકા પોલીસમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીએ ગઇ તા. ૩૦-૪-ર૦ર૪ થી તા. ર૯-૧૧-ર૦રપ દરમ્‍યાન ફરીયાદીની કંપનીના ખોટા હીસાબો કરી ખોટુ રેકર્ડ ઉભુ કરીને કંપનીના બેંક ખાતામાંથી અલગ-અલગ વ્‍યકિતઓના નામે, અલગ -અલગ કંપનીઓને એડવાન્‍સ પેટે તથા પેમેન્‍ટ પેટે રુપિયા આપવાના બહાને પોતાના પગાર ઉપરાંત પોતે પોતાના (૧) કોટક મહિના બેંકના ખાતા રૂપિયા ૩ર,૯૪,૭૮પ તથા (ર) ઇન્‍ડુસીડ બેંક ખાતામાં રૂપિયા ૬,ર૬,૦૧પ મળી કુલ રૂપીયા રૂા. ૩૯,ર૦,૮૦૦ની કંપનીના બેંક ખાતામાંથી ઉંચાપત કરી ઓનલાઇન ટ્રન્‍સફર કરી લઇ, કંપની સાથે છેતરપીંડી કરી હતી. આ ફરીયાદ અન્‍વયે લોધીકા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
48 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 09:10 AM
રાજકોટ પી. જી. વી. સી. એલ. ના અધિકારીની ઓળખ સાયબર ફ્રોડમાં ચોરાઈ

રાજકોટ પી. જી. વી. સી. એલ. ના અધિકારીની ઓળખ સાયબર ફ્રોડમાં ચોરાઈ

રાજકોટ તા. ૫: સાયબર ફ્રોડની એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં રાજકોટ પીજીવીસીએલના એમડી કેતન જોષીના નામે પીજીવીસીએલ કચેરીના ફાયનાન્‍સ વિભાગના મેનેજરને મેસેજ કરી પોતે મીટીંગમાં છે તેવુ જણાવી તાત્‍કાલીક એક બેંક એકાઉન્‍ટમાં રૂા.૪૫,૬૦,૯૦૪ રૂપિયા મોકલવાનું કહેતાં મેનેજરે સુચના મુજબ આ રકમ ટ્રાન્‍સફર કરાવી દીધી હતી. એ પછી વધુ એક ૩૦ લાખ ૬૦ હજારનું અન્‍ય પેમેન્‍ટ કરવાનો ફરીથી મેસેજ આવતાં મેનેજર ખરાઇ કરવા જતાં એમડીએ આવા કોઇ મેસેજ પોતે કર્યા નહિ હોવાનું કહેતાં સાયબર ક્રાઇમ પોલીસમાં જાણ કરવામાં આવી છે. ગઠીયાએ એમડીના ફોટા સાથેના વ્‍હોટ્‍સએપ નંબરમાંથી મેસેજ કર્યા હતાં. સાયબર ક્રાઇમ પોલીસની પ્રાથમિક તપાસમાં આ નાણા વેસ્‍ટ બંગાળના કોઇ ખાતામાં જમા થયા હોવાનું ખુલ્‍યું છે. આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે યુનિવર્સિટી રોડ ઘનશ્‍યામનગર મોહન પ્‍લાઝા પાછળ રહેતાં અને લક્ષ્મીનગર મેઇન રોડ પર પીજીવીસીએલ કચેરીમાં ફાયનાન્‍સ વિભાગના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં કિન્‍તુકુમાર શશીકાંતભાઇ મલકાણ (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી વ્‍હોટ્‍સએપ નંબરના ધારક અને મનીષા મંડલના નામે આઇએફએસી બેંકમાં એકાઉન્‍ટ ધરાવનાર વ્‍યક્‍તિ તથા તપાસમાં ખુલે તેની સામે ૪૫,૬૦,૯૦૪ની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કિન્‍તુકુમાર મલકાણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પીજીવીસીએલમાં જનરલ મેનેજર ફાયનાન્‍સ તરીકે ૧૪ વર્ષથી નોકરી કરુ છું. પીજીવીસીએલમાં હું નાણા વિભાગમાં સપ્‍લાયરના ચુકવણી અને બેંક સાથેના વ્‍યવહાર તેમજ લાઇટ બીલના ઉઘરાણાને લગતું કામકાજ સંભાળુ છું. તા. ૪/૫/૨૬ના રોજ હું અમારી લક્ષ્મીનગરની ઓફિસમાં બેઠો હતો ત્‍યારે બપોરે એક કલાક અને બે મિનીટે મારા મોબાઇલમાં અમારા એમડીશ્રી કેતન જોષી તરીકે ઓળખ આપતો વ્‍હોટ્‍સએપ મેસેજ આવ્‍યો હતો. આ મેસેજ ૯૭૦૮૫ ૬૧૪૫૨ ઉપરથી આવ્‍યો હતો. જેમાં પ્રોફાઇલમાં અમારા સાહેબ કેતન જોષીનો ફોટો હતો. આ મેસેજમાં લખ્‍યું હતું કે-મલ્‍કાન ઇટ્‍સ મી કે. પી. જોષી,ઇટ્‍સ માય વેરી પર્સનલ નંબર,પ્‍લીઝ ડોન્‍ટ શેર વીથ એની વન,સેવ્‍ડ ઇટ. એમ અંગ્રેજીમાં લખેલુ હતું. આ પછી મને વોઇસ કોલ આવ્‍યો હતો જે મેં રીસીવ કર્યો નહોતો. જેથી ફરીથી મને મેસેજ આવ્‍યો હતો જેમાં સોરી આઇ એમ ઇન મીટીંગ એવુ લખ્‍યું હતું. આ પછી મેં એક કલાક પાંચ મિનીટે વોઇસ કોલ કરતાં રિસીવ થયો નહોતો. ફરી મને મેસેજ આવ્‍યો હતો કે-આઇ એમ ઇન મીટીંગ,પ્‍લીઝ ડોન્‍ટ કોલ. આથી મેં ઓકે સરનો મેસેજ કર્યો હતો.
14 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 09:08 AM
પોલીસે 18 મહિના પછી નરેન્દ્ર મેથાનિયાની હત્યાનો કેસ ઉકેલી લીધો

પોલીસે 18 મહિના પછી નરેન્દ્ર મેથાનિયાની હત્યાનો કેસ ઉકેલી લીધો

(પરેશ પારેખ દ્વાર) પોરબંદર, તા., પઃ સવા વર્ષ પહેલા નજીકના ચૌટા ગામે ગુમ થયેલ નરેન્‍દ્ર ઉર્ફે ભરત ગોવિન્‍દભાઇ મેથાણીયાની હત્‍યા થઇ હોવાનો ભેદ પોલીસે ઉકેલીને નરેન્‍દ્રની હત્‍યા કરનાર આરોપી શિક્ષક મિત્ર માલદે દેવાભાઇ નંદાણીયાને પકડી લીધો છે. માતાજીના ઉત્‍સવમાં જવાની માથાકુટમાં આરોપી શિક્ષકે તેના મિત્ર નરેન્‍દ્ર ઉર્ફે ભરતભાઇ ગોવિંન્‍દભાઇની પથ્‍થરો મારીને કરપીણ હત્‍યા કરી અને મૃતદેહને ઘરના ફળીયામાં લાકડા અને પેટ્રોલથી સળગાવી દઇને અસ્‍થિને ભાદર નદીમાં પધરાવી દીધા હતા. પોરબંદર જીલ્લામાં દાખલ થયેલ શંકાસ્‍પદ તેમજ ચર્ચાસ્‍પદ ગુમ જાણવા જોગ પોલીસમાં એન્‍ટ્રીની ઉંડાણપુર્વક તપાસ કરી બનાવના મુળ સુધી પહોંચી બનાવ અનુસંધાને કોઈ ગુન્‍હાહીત કળત્‍ય બનેલ હોય તો જરૂરી પુરાવાઓ મેળવી ગુન્‍હો રજીસ્‍ટર કરવા સુચના આપેલ હોય, જેમાં ગત તા.૦૫/૦૧/૨૫ ના કુતિયાણા પોલીસ સ્‍ટેશન ખાતે જાહેર કરનાર-નંદુબેન વા/ઓ ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણીયા રહે પાનેલી ગામ તા.ઉપલેટાવાળાઓએ પોલીસ સ્‍ટેશન ખાતે આવી જાહેર કરેલ કે, પોતાનો દીકરો નરેન્‍દ્ર ઉર્ફે ભરત મેથાણીયા છેલ્લા છ-એક માસથી ચૌટા ગામના માલદેભાઈ દેવાભાઈ નંદાણીયા સાથે રહેતો હતો. અને ચૌટા વાંકે આવેલ તેમની દુકાન ચલાવતો હતો. અને આ નરેન્‍દ્ર ઉર્ફે ભરત ચૌટા ગામે માલદેભાઈના રહેણાંક મકાનેથી ગુમ થયેલ હોય, આ કામેની પ્રથમ તપાસ કુતિયાણા પો.સ્‍ટેના પો.હેડ કોન્‍સ. ડી.એચ.જાડેજાનાઓને સોંપવામાં આવેલ હતી. પોલીસ તપાસ દરમ્‍યાન ગુમ થનારના પરીવારજનોના તથા અન્‍ય સાહેદોના નિવેદનો લીધેલ તેમજ ગુમ થનારની પ્રસિધ્‍ધી માટે જીલ્લા એમ.ઓ.બી. પોરબંદર ખાતે યાદી મોકલેલ અને ગુમ થનારની તપાસ કરતાં મળી આવેલ નહી. ગુમ થનારના પરીવારજનોએ એવી શંકા વ્‍યક્‍ત કરેલ હોય કે ચૌટા ગામના માલદેભાઈ નંદાણીયાએ પોતાના દીકરાને કોઈપણ રીતે ગુમ કરી દીધેલ છે. જેથી આ શંકાના આધારે આક્ષેપિત માલદેભાઈ દેવાભાઈ નંદાણીયાનો એસ.ડી.એસ./એલ.વી.એ ટેસ્‍ટ કરાવવા માટે રીપોર્ટ તૈયાર કરી એફ.એસ.એલ. કચેરી ગાંધીનગર ખાતે તારીખ-સમય નિમાઈ આવવા મોકલવા તજવીજ કરવામાં આવેલ.
78 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 09:06 AM
આવકથી વધુ સંપત્તિ મામલે સી. બી. આઈ. એ વરિષ્ઠ આઈ. આર. એસ. અધિકારી સામે નવો કેસ નોંધ્યો

આવકથી વધુ સંપત્તિ મામલે સી. બી. આઈ. એ વરિષ્ઠ આઈ. આર. એસ. અધિકારી સામે નવો કેસ નોંધ્યો

નવી દિલ્હી: લા પિનોઝ પિઝા ફ્રેન્ચાઈઝી વિવાદમાં ગત વર્ષે25લાખની લાંચ લેતા ઝડપાયેલા સિનિયર ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS)અધિકારી અમિત કુમાર સિંઘલ અને તેમની પત્ની અનુપમા સિંઘલા સામેCBIએ અપ્રમાણસર મિલકતનો નવો ગુનો દાખલ કર્યો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર,આ દંપતીએ તેમની જાણીતી આવકના સ્ત્રોત કરતા રૂ.4,57,39,557 (આશરે4.6કરોડ) ની વધુ સંપત્તિ એકત્ર કરી છે,જે તેમની કાયદેસરની કમાણી કરતા139.15ટકા વધુ છે. દંપતી સામેCBIની મોટી કાર્યવાહી સીબીઆઈ એન્ટી કરપ્શન બ્યુરોએ મુંબઈમાં આ કેસ નોંધ્યો છે. મુખ્ય આરોપી અમિત કુમાર સિંઘલ (2007બેચનાIRS)નવી દિલ્હીમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સ સર્વિસીસમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા. જ્યારે તેમની પત્ની અનુપમા સિંઘલા આવકવેરા કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ગુનો એપ્રિલ2018થી મે2025દરમિયાન આચરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. પિઝા ફ્રેન્ચાઈઝી વિવાદ અને લાંચની જાળ
35 shares
😢
W
Western Times
May 5, 2026, 05:45 AM
બિહારમાં સગીર છોકરી પર બળાત્કાર અને તેને ગર્ભવતી બનાવવાના ગુનામાં એક વ્યક્તિને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

બિહારમાં સગીર છોકરી પર બળાત્કાર અને તેને ગર્ભવતી બનાવવાના ગુનામાં એક વ્યક્તિને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

ગાંધીનગર,કલોલ નજીક રહેતી ૧૩ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપી રોહિતકુમાર ઉર્ફે ગાગાકુમાર બિંદેશ્વરસિંહ કુશવાહ (ઉં-૨૩, રહે-મેદનીપુર થાના-ધોન્ડાહ, કંચનપુર પોસ્ટ, જિલ્લો-રોહતાસ, બિહાર)ને કલોલની કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે. આ ચુકાદાની શરૂઆતમાં કોર્ટે સંસ્કૃત શ્લોક ટાંક્યો હતો, જેનો અર્થ થાય છે કે કન્યા પર અત્યાચાર કરનાર તત્ત્વો કડક સજાને પાત્ર છે.ચોંકાવનારા કેસની વિગત એવી છે કે, મૂળ બિહારના અને હાલ કલોલના છત્રાલ ખાતે રહેતા આરોપી રોહિતકુમાર કુશવાહે ગત મે, ૨૦૨૫માં ફરિયાદીની ૧૩ વર્ષની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી હરિયાણાના ગન્નોર પાસે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દુષ્કર્મના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. તેની જાણવા છતાં આરોપીએ તેની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખ્યા હતા. આ અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુના અંગે તત્કાલીન પીઆઈએ ઝીણવટભરી તપાસ કરીને જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. સગીરા પર આચરવામાં આવેલા દુષ્કર્મનો આ કેસ કલોલ કોર્ટના ચોથા એડિશનલ સેસન્સ જજ બી.આર. રાજપૂતની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો – પુરાવા ધ્યાને લઈ કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવ્યો હતો અને પોક્સો એક્ટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને કુલ ૨ લાખનો દંડ ફટકાર્યાે છે. આ સજાની સાથે કોર્ટે પીડિતા પ્રત્યે સંવેદના દાખવતા ભોગ બનનાર સગીરાને વળતર પેટે ૫ લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યાે છે.SS1MS
73 shares
😢
W
Western Times
May 5, 2026, 05:42 AM
3 કરોડની છેતરપિંડીના આરોપમાં કામરેજ પોલીસે પતંગ હોટલના માલિકોના પરિસરમાં દરોડા પાડ્યા

3 કરોડની છેતરપિંડીના આરોપમાં કામરેજ પોલીસે પતંગ હોટલના માલિકોના પરિસરમાં દરોડા પાડ્યા

કામરેજ પોલીસે આરોપીઓના અમદાવાદના ઠેકાણે દરોડા પાડી શોધખોળ આદરી (એજન્સી)સુરત, અમદાવાદની પતંગ હોટલના માલીકો ઉમંગ ઠકકર નીલ ઠકકર અને કંઠ ઠકકર સામે રૂ.૧.પ૬ કરોડની ઠગાઈની ફરીયાદ સુરત ગ્રામ્યના કામરેજ પોલીસેલલ નોધી હતી. આ જમીન પર પ્રોજેકટ આયોજકો બેક લોન લીધી હોવા તરફ પોલીસે ગુપ્ત તપાસ શરૂ કરી છે. કામરેજ પોલાસે આરોપીઓના અમદાવાદના ઠેકાણે દરોડા પાડી શોધખોળ આદરી છે. જો કે ઠકકર બંધુઓ ભાગી છુટયા છે. સુરત શહેરના જહાંગીરબાદ પાસે રાધેપાર્ક સોસાયટીમાં રહેતા પુષ્પક દિનેશભાઈ પટેલે કામરેજ પોલીસ મથકમાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને સન્યસંકલ્પ બિલ્ડકોન એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢીન ભાગીદારો એવા બિલ્ડર પિતા પુત્રો ઉમંગ હરી ઠકકર, કંઠ ઉમંગ ઠકકર, નીલ ઉમંગ રહે. અમદાવાદ વિરૂધ્ધની ફરીયાદ નોધાવી છે. ઠકકર પિતા પુત્રો અમદાવાદમાં પતંગ હોટલના સંચાલકો ક્રમ માલીકો છે. ઠકકર પિતા-પુત્રએ વર્ષ ર૦રપમાં ખોલવડ ગામમાં સહજાનંદ નિર્વાણા નામનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. લોભામણી જાહેરાતોથી આકર્ષાઈને પુષ્પક સહીત ૧પ વ્યકિતઓએ લાલચમાં આવી પ્લોટ લેવાની ઈચ્છા વ્યકત કરી હતી. જેમાં માલીક અંગે પૃચ્છા કરતા અમદાવાદના સત્યસંકલ્પ બિલ્ડકોન એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢીના ભાગીદારીઓ ઉમંગ હરી ઠકકર, કંઠ, ઠકકર નીલ ઉમંગ ઠકકર આ નવા પ્રોજેકટના માલીકો હોવાનું જાણવા મળ્યું હતું. પુષ્પકભાઈએ આરોપી બિલ્ડર ઉમંગ ઠકકર સાથે ફોન પર વાત પણ કરી હતી. ઉમંગ ફોન પર મીઠી-મીઠી વાતો કરી પુષ્પકભાઈને જાળમાં ફસાવ્યા હતા. અને બુકીગ પેટે તેમણે ટુકડે કટુડે કુલ ૬પ.પ૯ લાખ ચુકવી પણ દીધા હતા. ઉપરાંત આ પ્રોજેકટમાં પુષ્કર પટેલ સહીત અન્ય ૧૪ જણાએ કુલ રૂ.૧.પ૬ કરોડ જેટલી રકમ ચુકવી હતી. પરંતુ પ્રોજેકટમાં નાણા લીધા પછી પ્લોટ નહી આપીને દગાખોરી કરી હતી.
20 shares
😢
Western Times logo
Western Times
May 5, 2026, 05:33 AM
ભારતીય અદાલતે 33 વર્ષ જૂના હથિયારોની દાણચોરીના કેસમાં દાઉદ ઇબ્રાહિમ સાથે સંકળાયેલા 12 આતંકવાદીઓને દોષી ઠેરવ્યા

ભારતીય અદાલતે 33 વર્ષ જૂના હથિયારોની દાણચોરીના કેસમાં દાઉદ ઇબ્રાહિમ સાથે સંકળાયેલા 12 આતંકવાદીઓને દોષી ઠેરવ્યા

જોકે, આ કેસમાં દાઉદ ઇબ્રાહીમ, ટાઈગર મેમણ અને અનીશ ઇબ્રાહીમ સહિતના ૧૫ મુખ્ય સૂત્રધારો પાકિસ્તાન અને દુબઈમાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. (એજન્સી)જામનગર, જામનગરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ (ટાડા) કોર્ટે કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહિમની સૂચનાથી ભારતમાં હથિયારો ઘૂસાડવાના ૩૩ વર્ષ જૂના ટાડા કેસમાં ૧૨ આતંકીઓને દોષિત જાહેર કરીને સજા ફટકારી છે. ડેઝિગ્નેટેડ જજ આર.પી. મોગેરા દ્વારા આપવામાં આવેલા આ ઐતિહાસિક ચુકાદામાં તમામ ૧૨ દોષિતોમાંથી ૧૦ આરોપીઓને ૫ વર્ષની સજા અને ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે અન્ય ૨ આરોપીઓને ૭ વર્ષની સખત સજા અને આઠ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દોષિત ૧૨ આરોપીઓમાં નામ દોષિત ઠરેલા ૧૨ આરોપીઓમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ સંધાર વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ લંબુ લાખાણી, ઇફતેખાર મહમદ યુનુસ અન્સારી, મહમદ અયુબ અબ્દુલ કયુમ અન્સારી ઉર્ફે અયુબ ટકલો, લખમણ હરદાસ આહીર વસરા, મહમદ સલીમ ઉર્ફે સલીમ કુતા, ઉમરમિંયા ઉર્ફે મમુમિયા ઈસ્માઈલ મિયા ઉર્ફે પંજુમિયા સૈયદ બુખારી, ઈસ્તીયાક અહેમદ મહમદ યુનીસ અન્સારી અને કાદીર અહેમદ અમીમ અહેમદ શેખનો સમાવેશ થાય છે. આ સમગ્ર કાવતરાના મૂળિયાં છઠ્ઠી ડીસેમ્બર ૧૯૯૨ના રોજ થયેલા બાબરી ધ્વંશ સાથે જોડાયેલા છે. જેનો બદલો લેવા અને દેશભરમાં આતંક મચાવી કોમી રમખાણો ભડકાવવાના હેતુથી દાઉદ ઈબ્રાહિમ અને તેના સાગરીતોએ દુબઈમાં બેસીને એક ભયાનક યોજના બનાવી હતી. દુબઈ સ્થિત મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠની માલિકીની ‘સદા અલ બહાર’ નામની લોંચ મારફતે કરાંચી નજીક દરિયામાંથી હથિયારોનો મસમોટો જથ્થો ભરવામાં આવ્યો હતો. કેસના પુરાવાઓ અને તપાસ અનુસાર, આ હથિયારોની હેરફેરમાં પાકિસ્તાનની મરીન સિક્યોરિટી અને સેનાના અધિકારીઓ પણ સીધા સામેલ હતા. તેણે કાળો પાવડર, આર.ડી.એક્સ., ૧૫૦ જેટલા આધુનિક હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને રાઈફલો પૂરી પાડી હતી. મધદરિયે સેટેલાઇટ ટેલિફોનથી સંપર્ક કરી આ ઘાતક જથ્થાને ‘બીસ્મીલાહ’ નામની લોંચમાં શિફ્‌ટ કરાયો હતો અને પોરબંદર નજીક ગોસાબારાના બંદર પર રાતોરાત તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોસાબારાથી ટ્રકો મારફતે આ હથિયારો સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં મોકલી આપવામાં આવ્યા હતા.
49 shares
😢
A
Akila News
May 5, 2026, 05:20 AM
રાપર હોસ્પિટલમાં અંધાધૂંધીઃ દારૂના નશામાં ધૂત વ્યક્તિએ સ્ટાફ અને પોલીસ પર કર્યો હુમલો

રાપર હોસ્પિટલમાં અંધાધૂંધીઃ દારૂના નશામાં ધૂત વ્યક્તિએ સ્ટાફ અને પોલીસ પર કર્યો હુમલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : હાલમાં સરકાર અને તંત્ર કાયદો વ્યવસ્થાનો ભંગ કરનાર ગુનેગારો સામે કડક પગલાં તો લે છે પણ મોટેભાગે કાયદાનો ભંગ કર્યા બાદ કડકાઈ દાખવાય છે. પરંતુ અસામાજિક તત્વો, બુટલેગરો અને ડ્રગ પેડલરોને ઉગતા જ ડામી દઈ આમ પ્રજાને સુરક્ષિતતા નો અહેસાસ થાય એવા આગોતરા પગલાં ભરાય તો કાયદાની સખતાઈ ભરી આણ વરતાય. કચ્છના રાપરમાં દારૂના નશામાં ધૂત નશેડીએ સરકારી હોસ્પિટલમાં ઉત્પાત મચાવ્યો હતો. નશેડીએ તોડફોડ કરી પથ્થર લઈ ડોક્ટરો, સ્ટાફ અને પોલીસ પાછળ દોટ મૂકતા સૌ ભાગ્યા હતા. દરમ્યાન મદદ માટે ફોન કરવા છતાંયે કોઈ ફરક્યું ન્હોતું.
14 shares
😢
A
Akila News
May 5, 2026, 05:12 AM
સુપ્રીમ કોર્ટે એસિડ હુમલાના ગુનેગારોને કડક સજા કરવાની ભલામણ કરી

સુપ્રીમ કોર્ટે એસિડ હુમલાના ગુનેગારોને કડક સજા કરવાની ભલામણ કરી

નવી દિલ્‍હી તા.૫: એસિડ એટેક્‍સની સંખ્‍યાાં થઈ રહેલા વધારા સામે ચિતા વ્‍યક્‍ત કરતાં સુપ્રીમ કોર્ટે ગુનેગારો માટે વધુ આકરી સજા રાખવા ભલામણ કરી હતી. આ સાથે પોતે ગુનેગાર નથી તેવું સાબિત કરવાની જવાબદારી આરોપીઓના માથે રાખવાનું સૂચન કર્યું હતું. ક્રિમિનલ જ્‍યુરિસપ્રુડન્‍સની અવધારણા અંતર્ગત, ગુનો સાબિત ન થાય ત્‍યાં સુધી આરોપીને નિર્દોષ માનવામાં આવે છે અને ગુનો સાબિત કરવાની જવાબદારી પ્રોસીક્‍યુશનની હોય છે. સર્વોચ્‍ચ અદાલતે કાયદામાં ઉચિત સુધારો કરવા અને એસિડ પીવાની ફરજ પડાઈ હોય અથવા એસિડ એટેકમાં આંતરિક ઈજાનો ભોગ બન્‍યા હોય તેવા પીડિતોને રાઈટ્‍સ ઓફ પર્સન્‍સ વિથ ડિસએબિલિટીસ એક્‍ટ, ૨૦૧૬ અંતર્ગત આવરી લેવા કેન્‍દ્ર સરકારને સૂચન કર્યું હતું. ચીફ જાસ્‍ટિસ સૂર્ય કાંત અને જાસ્‍ટિસ જોયમાલ્‍યા બાગચીની બેન્‍ચે ઠરાવ્‍યું હતું કે, ૨૦૧૬માં એક્‍ટનો અમલ થયો ત્‍યારથી આ પ્રકારની સ્‍પષ્ટતા કરતી જોગવાઈનો અમલ શરૂ કરવાની જરૂરિયાત હતી. તેથી મંત્રાલય આ મામલે ઔપચારિક નોંધ લઈ સુધારો કરે તે આવકાર્ય છે. એસિડ એટેક સરવાઈવર શાહિન મલિક દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જેમાં પીડિતોને જનકલ્‍યાણકારી યોજનાઓને લાભ મળી શકે તે માટે વિકલાંગની શ્રેણીમાં રાખવા માટે દાદ માગવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ચીફ જાસ્‍ટિસે નોંધ્‍યુ હતું કે, એસિડ એટેકના ગુનેગારોને અપાતી સજા તેમને રોકવા માટે પૂરતી નથી. કેસની સંખ્‍યા વધી રહી હોવાથી સજાને પણ વધારે આકરી બનાવવી જોઈએ. ૨૦૧૩ના વર્ષ પછી એસિડ એટેક્‍સમાં થઈ રહેલો વધારો અત્‍યંત ચિંતાજનક છે અને સરકારે આ મામલે યોગ્‍ય વિચારણા કરી ગનેગારોને વધુ આકરી સજા અપાવવી જોઈએ.
2 shares
😢
Sandesh logo
Sandesh
May 5, 2026, 03:59 AM
ગુજરાત સાયબર ક્રાઈમ સેન્ટર ઓફ એક્સેલન્સે સાયબર ગુનામાં સંડોવાયેલી મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો

ગુજરાત સાયબર ક્રાઈમ સેન્ટર ઓફ એક્સેલન્સે સાયબર ગુનામાં સંડોવાયેલી મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો

ગુજરાત સાયબર ક્રાઈમ સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સાયબર માફિયાઓ વિરુદ્ધ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 'ઓપરેશન મ્યુઅલ 2.0' અંતર્ગત આણંદ અને અમદાવાદમાં સક્રિય એક મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે આણંદ ખાતેથી ગેંગના 10 સાગરીતોની ધરપકડ કરી છે, જેમાં કેટલાક અમદાવાદના શખ્સોનો પણ સમાવેશ થાય છે. આ ગેંગ 197 જેટલા બેંક એકાઉન્ટ ઓપરેટ કરતી હતી, જેમાં દેશભરના 132 સાયબર ક્રાઈમના ગુનાઓના નાણાં ટ્રાન્સફર થયા હતા. પ્રાથમિક તપાસમાં આ એકાઉન્ટ્સમાં આશરે 53.55 કરોડ રૂપિયાનું શંકાસ્પદ સાયબર ફ્રોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં 3 ખાતા ધારક, 3 હેન્ડલર અને બાકીના સભ્યો USDT (ક્રિપ્ટોકરન્સી) ટ્રાન્સફર અને ઓપરેશનનું કામ સંભાળતા હતા. આ ઓપરેશનમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઝડપાયેલા આરોપી સાબિરમિયાંની પૂછપરછ કરવામાં આવી. તપાસમાં ખૂલ્યું છે કે સાબિરમિયાંએ અગાઉ મહારાષ્ટ્રના ચર્ચિત બાબા સિદ્દીકી મર્ડર કેસના આરોપીઓને પણ 'મ્યુઅલ એકાઉન્ટ' પૂરું પાડ્યું હતું. આ ખુલાસા બાદ હવે કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્ક થઈ છે. સાયબર માફિયાઓ સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખીને તેમાં ગુનાખોરીના નાણાં મેળવતા હતા અને બાદમાં તે નાણાંને USDT મારફતે વિદેશ મોકલી આપતા હતા. આ કેસમાં હજુ પણ અનેક મોટા માથાઓની ધરપકડ થવાની શક્યતા છે. આ પણ વાંચો----West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ અને મહિસાગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો.દાહોદમાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હતાં તો ક્યાંક પ્રસંગના મંડપ ઉડ્યા હતાં.હવામાન વિભાગે આજે કમોસમી વરસાદની આગાહી કરી છે. બીજી તરફ ગરમી અને ઉકળાટ વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે કહ્યું હતું કે, આજે રાજ્યમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી છે. તેની સાથે ગરમી અને ઉકળાટ પણ વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિ.મી સુધી રહી શકે છે.અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 8મી મે સુધી વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.11 મે પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજકોટ અને મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ તાપમાન ઊંચકાશે. 23 મે આસપાસ પ્રી-મોન્સુન પ્રવૃત્તિ શરૂ થવાની શક્યતા છે. 15 મે બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના છે. બંગાળની ખાડીમાં વાવઝોડુ સક્રિય થવાની પણ સંભાવનાઓ છે.આ પણ વાંચોઃ Banaskantha News: જગદીશ વિશ્વકર્માના ગેનીબેન સામેના નિવેદનનો વિરોધ, વાવ થરાદમાં કોંગ્રેસ અને પોલીસ આમને સામને
38 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 02:41 AM
છત્તીસગઢના સી. એસ. એમ. સી. એલ. માં ₹115 કરોડ ઓવરટાઇમ પેમેન્ટ કૌભાંડમાં સાતની ધરપકડ

છત્તીસગઢના સી. એસ. એમ. સી. એલ. માં ₹115 કરોડ ઓવરટાઇમ પેમેન્ટ કૌભાંડમાં સાતની ધરપકડ

રાયપુર. છત્તીસગઢમાં બહુચર્ચિત CSMCL ઓવરટાઇમ ચુકવણી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય આર્થિક ગુના તપાસ અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (EOW/ACB), રાયપુરએ આ કેસના સંદર્ભમાં સાત ઓપરેટરો અને મેનપાવર એજન્સીઓના પ્રતિનિધિઓની ધરપકડ કરી છે. સોમવારે તમામ આરોપીઓને ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 11 મે, 2026 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે 2019-20 અને 2023-24 વચ્ચે ઓવરટાઇમ ચુકવણીના નામે મેનપાવર એજન્સીઓને આશરે ₹115 કરોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રકમ કર્મચારીઓને વધારાના કામ માટે ચૂકવવાની હતી, પરંતુ પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે ભંડોળ કપટપૂર્ણ અને ફૂલેલા બિલો તૈયાર કરીને ઉપાડી લેવામાં આવ્યું હતું. EOW/ACB તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ નાણાંનો ઉપયોગ કર્મચારીઓને ચૂકવણી કરવાને બદલે ચોક્કસ CSMCL અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓને કમિશન ચૂકવવા માટે કરવામાં આવ્યો હતો. એવા પણ સંકેતો છે કે કૌભાંડમાં સામેલ કંપનીઓએ મોટી રકમ રોકી રાખી હતી તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ઓવરટાઇમ કામ માટે મેનપાવર એજન્સીઓ દ્વારા રજૂ કરાયેલા બિલોમાં વાસ્તવિક કામ, કર્મચારીઓની હાજરી અને ચુકવણીની માહિતીમાં ગંભીર ગેરરીતિઓ હતી. આ સ્પષ્ટપણે સરકારી ભંડોળનો વ્યવસ્થિત દુરુપયોગ સૂચવે છે.
22 shares
😢
Sandesh logo
Sandesh
May 5, 2026, 02:00 AM
સુરત બેંક લૂંટનો ઉકેલઃ ગેંગના બે સભ્યોની ધરપકડ

સુરત બેંક લૂંટનો ઉકેલઃ ગેંગના બે સભ્યોની ધરપકડ

સુરત શહેર પોલીસને ચકરાવે ચઢાવનારી રૂપિયા 50 લાખની બેંક લૂંટનો ભેદ આખરે ઉકેલાઇ ગયો છે.ક્રાઈમ બ્રાંચે યુપીના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાં ધામા નાંખી શાતિર ગેંગના બે સાગરીતોને પકડી પાડયા હતા.બંનેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પોલીસ યુપીથી સુરત આવવા રવાના થઇ હોવાનું જાણવા મળે છે.ગત તા.27મી એપ્રિલે ધોળે દિવસે સુરત વરાછા ખાતે SBI બેંકમાં છ લૂંટારુઓએ બેંક કર્મીઓને બંધક બનાવી 50 લાખ રૂપિયાની ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી.સનસનીખેજ આ લૂંટ ચલાવી આરોપીઓને શહેર પોલીસને પડકાર ફેંક્યો હતો. લૂંટારુઓ માત્ર ચાલાક નહિ પરંતુ શાતિર પણ હતા.તેમણે લૂંટમાં લીધેલી ત્રણેય બાઈક નેશનલ હાઈવે 48થી બે કિલોમીટર અંદર આવેલા કન્યાસી ગામની સીમમાં એક અવાવરું ખેતરમાં ફેંકી દીધી હતી. આ બાઇકની નંબર પ્લેટ નકલી હોવાનું અને ચેસિસ નંબરમાં પણ ચેડાં કરાયા હતા.એક બાઇક તેલંગણાથી લેવાઇ હતી અને બીજી બાઈક સુરતથી જ ચોરી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું.ચાલાક લૂંટારુંઓ ઉગત રોડના મકાનમાં રોકાયા હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. ક્રાઈમ બ્રાંચ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી રહી હતી. દરમિયાન સપ્તાહની દોડધામ બાદ આખરે કાઈમ બ્રાંચને ચકચાર લૂંટમાં મોટી સફળતા સાંપડી હતી. અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં SG હાઇવે પર હવે ટ્રાફિકની પળોજણથી વાહન ચાલકોને રાહત મળશે, શહેરના સૌથી વ્યસ્ત ગણાતા SG હાઇવે પર સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનો 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ આગામી જૂન મહિનાથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.આ નવો બ્રિજ શરૂ થતા જ વાહનચાલકો આ ત્રણેય મુખ્ય જંક્શન પરના ટ્રાફિક અને સિગ્નલોમાં ફસાયા વગર સીધા જ પસાર થઈ શકશે. અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ 4 કિમીની લંબાઈ ધરાવતો શહેરના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર પૈકીનો એક હોવાનો દાવો કરાયો છે. આ બ્રિજ કાર્યરત થયા બાદ સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનું અંતર હવે મિનિટોમાં કપાઈ જશે.સિગ્નલ પર વાહનો ઊભા ન રહેવાને કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. ગાંધીનગર અને સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને શહેરના આંતરિક ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે. બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે.તંત્ર દ્વારા જૂન મહિનામાં તેનું લોકાર્પણ કરવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.ચોમાસું શરૂ થાય તે પહેલા આ બ્રિજ શરૂ થઈ જવાથી વરસાદી માહોલમાં થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ શહેરીજનોને મોટી રાહત મળશે.આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ભારે ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ છે. મોટા શહેરોમાં ગરમીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું આંકાડાઓ બતાવી રહ્યાં છે. ઝાડા ઉલ્ટી અને તાવની ફરિયાદો સહિત પાણી જન્ય રોગચાળો પણ વધી ગયો છે. આરોગ્ય નિષ્ણાંતો પ્રમાણે તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓની ભીડ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. AMCના આરોગ્ય વિભાગ મુજબ એપ્રિલ 2026માં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે.આંકડાકીય વિગતો મુજબ,શહેરમાં ઝાડા-ઉલ્ટીના 642, કમળાના 55 અને ટાઈફોઈડના 155 કેસ નોંધાયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તપાસ દરમિયાન પાણીના 21 નમૂના અનફ્ટિ જાહેર થયા છે અને 40 કિસ્સામાં ક્લોરીનનું પ્રમાણ શૂન્ય જણાયું છે.વધતા તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ પ્રદૂષિત પાણીના ઉદ્દભવસ્થાનો શોધવા તપાસ તેજ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી ગયા બાદ વાયરલ રોગચાળો વકર્યો છે.છેલ્લા એક સપ્તાહ દરમિયાન તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કુલ 1886 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.જ્યારે કમળાના બે અને ટાઈફોઈડ તાવનો એક કેસ મળી આવ્યો છે.પાણીજન્ય રોગને અટકાવવા માટે કુલ 1085 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ કર્યો છે. શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી હોવા છતા મચ્છરનો ત્રાસ વધ્યો છે તેના કારણે છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસના 747, સામાન્ય તાવના 711 અને ઝાડા-ઉલ્ટીના 423 કેસ નોંધાયા છે.આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય પ્રદર્શન બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો કચ્ચરઘાણ કાઢ્યા બાદ વડાપ્રધાન મોદી આગામી 11મી મેના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપનાના 85 વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને વડાપ્રધાનની મુલાકાતને લઈને તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. વડાપ્રધાન મોદી આગામી તા.11 મેના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનની આ મુલાકાતને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઈ હતી.સોમનાથ મંદિરના દર્શન સહિતની તૈયારીઓને અનુલક્ષી કલેક્ટરે સંલગ્ન વિભાગના શીર્ષ અધિકારીઓને જરુરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતુ. વડાપ્રધાનની મુલાકાતને લઈને સોમનાથનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વડાપ્રધાનની સંભવિત મુલાકાત સંદર્ભે હેલિપેડની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો જાળવવા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, રોડ-શૉના સમગ્ર રૂટ પર સ્વચ્છતા-બેરિકેટિંગ સહિત આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. ભવ્ય આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાશે. તમામ વિભાગોને સમયમર્યાદામાં કામગીરી કરવા સૂચનાઓ આપી દેવાઈ છે. આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા
26 shares
😢
S
Sandesh
May 5, 2026, 12:57 AM
સુઇગામ પોલીસે અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, યુવાનને બચાવ્યો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી

સુઇગામ પોલીસે અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, યુવાનને બચાવ્યો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી

સુઈગામ વિસ્તારમાંથી એક યુવકનું અપહરણ કરી પોલીસને સોશિયલ મીડિયા દ્વારા પડકાર ફેંકનારા ત્રણ અપહરણકર્તાઓને સુઈગામ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે ટેકનિકલ સર્વલન્સ અને બાતમીદારોની મદદથી ભોગ બનનાર યુવકને સહીસલામત છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુઈગામ તાલુકાના એટા ગામ નજીકથી હિતેષ લાલજીભાઈ આશલ રહે. ખડોલ નામના યુવકનું ત્રણ શખ્સો દ્વારા ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સુઈગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પી.આઈ. એચ.એમ.પટેલ તથા સુઈગામ પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. અપહરણકર્તાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા અને ભોગ બનનારને વાપી-વલસાડ તરફ્ લઈ ગયા હોવાની આશંકા હતી. જોકે, પોલીસે હિંમત હાર્યા વગર સીસીટીવી(CCTV)ફૂટેજની ચકાસણી કરી, મોબાઇલ લોકેશન અને ટેકનિકલ સર્વલન્સનો ઉપયોગ કરી આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર વોચ ગોઠવી હતી. અંતે, પોલીસે મધ્યરાત્રિએ પૂર્વ કચ્છ જિલ્લાના ભુજ પાસેના એક ગામમાં ઓપરેશન પાર પાડી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા અને યુવકને મુક્ત કરાવ્યો હતો.ઝડપાયેલ આરોપીઓમાં જગદીશ ધર્મશીભાઈ સોલંકી (રહે. જઝામ, તા. સાતલપુર, જિ. પાટણ). પિયુષ પથુભાઈ પારેગી (રહે. મોરવાડા,તા. સુઈગામ) અને પ્રવીણ કરસનભાઈ પારેગી (રહે. મોરવાડા, તા. સુઈગામ) પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી અપહરણ પાછળના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ભારે ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ છે. મોટા શહેરોમાં ગરમીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું આંકાડાઓ બતાવી રહ્યાં છે. ઝાડા ઉલ્ટી અને તાવની ફરિયાદો સહિત પાણી જન્ય રોગચાળો પણ વધી ગયો છે. આરોગ્ય નિષ્ણાંતો પ્રમાણે તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓની ભીડ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. AMCના આરોગ્ય વિભાગ મુજબ એપ્રિલ 2026માં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે.આંકડાકીય વિગતો મુજબ,શહેરમાં ઝાડા-ઉલ્ટીના 642, કમળાના 55 અને ટાઈફોઈડના 155 કેસ નોંધાયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તપાસ દરમિયાન પાણીના 21 નમૂના અનફ્ટિ જાહેર થયા છે અને 40 કિસ્સામાં ક્લોરીનનું પ્રમાણ શૂન્ય જણાયું છે.વધતા તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ પ્રદૂષિત પાણીના ઉદ્દભવસ્થાનો શોધવા તપાસ તેજ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી ગયા બાદ વાયરલ રોગચાળો વકર્યો છે.છેલ્લા એક સપ્તાહ દરમિયાન તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કુલ 1886 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.જ્યારે કમળાના બે અને ટાઈફોઈડ તાવનો એક કેસ મળી આવ્યો છે.પાણીજન્ય રોગને અટકાવવા માટે કુલ 1085 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ કર્યો છે. શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી હોવા છતા મચ્છરનો ત્રાસ વધ્યો છે તેના કારણે છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસના 747, સામાન્ય તાવના 711 અને ઝાડા-ઉલ્ટીના 423 કેસ નોંધાયા છે.આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય પ્રદર્શન બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો કચ્ચરઘાણ કાઢ્યા બાદ વડાપ્રધાન મોદી આગામી 11મી મેના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપનાના 85 વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને વડાપ્રધાનની મુલાકાતને લઈને તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. વડાપ્રધાન મોદી આગામી તા.11 મેના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનની આ મુલાકાતને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઈ હતી.સોમનાથ મંદિરના દર્શન સહિતની તૈયારીઓને અનુલક્ષી કલેક્ટરે સંલગ્ન વિભાગના શીર્ષ અધિકારીઓને જરુરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતુ. વડાપ્રધાનની મુલાકાતને લઈને સોમનાથનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વડાપ્રધાનની સંભવિત મુલાકાત સંદર્ભે હેલિપેડની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો જાળવવા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, રોડ-શૉના સમગ્ર રૂટ પર સ્વચ્છતા-બેરિકેટિંગ સહિત આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. ભવ્ય આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાશે. તમામ વિભાગોને સમયમર્યાદામાં કામગીરી કરવા સૂચનાઓ આપી દેવાઈ છે. આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા
42 shares
😢
D
Divya Bhaskar
May 5, 2026, 12:28 AM
બોલેરોમાં દારૂની દાણચોરી કરતા રેકેટનો પર્દાફાશ, બે તસ્કરો ફરાર

બોલેરોમાં દારૂની દાણચોરી કરતા રેકેટનો પર્દાફાશ, બે તસ્કરો ફરાર

બોલેરોમાં કેમિકલના કેરબાની આડમાં દારૂની હેરાફેરીનો ડીઆઈજીની ટીમે ખોરાસા પાસે પર્દાફાશ કરી રૂપિયા 4.51 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જોકે દારૂ લઈને આવતા 2 શખ્સ ફરાર થઈ ગયા હતા. 3 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ પોલીસ મહા નિરીક્ષકની કચેરીની ટીમ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. ત્યારે વંથલી તાલુકાના ખોરાસા (આહીર) ગામે આવતા બાતમી મળી હતી કે જૂનાગઢના બહાદુર દિલુ બાબરીયાએ વંથલી તરફથી મેંદરડા ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ આવવા તેના સાગરીતો મેંદરડાનાં કાળુ ખુમાર અને જયદીપ ઉર્ફે મોગલ દડુને સફેદ કલરની જીજે 13 એટી 4216 નંબરના બોલેરો સાથે મોકલેલ છે. આ બાતમી આધારે પોલીસે ખોરાસા આહિર ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બોલેરો જોવામાં આવતા કાળુ ખુમાર અને જયદીપ ઉર્ફ મોગલ વાહન રસ્તાની સાઈડમાં ઊભું રાખી, અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે વાહનની તલાસી લેતા પાછળના ભાગે રાખેલા કેમિકલના કેરબાની આડમાં સંતાડેલો રૂપિયા 1,34,730ની કિંમતના ઇંગ્લિશ દારૂની 127 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત બોલેરો, 2 મોબાઈલ ફોન અને પ્લાસ્ટિકના કેરબા મળી કુલ રૂ. 4,51,119નો મુદ્દામાલ કબજે લીધો લઈ કાળુ ખુમાર, જયદિપ ઉર્ફે મોગલ દડુ, બહાદુર દિલુ બાબરીયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.
6 shares
😐
D
Divya Bhaskar
May 5, 2026, 12:21 AM
લાલપુર તાલુકામાં શાળા નજીક ડ્રગ પેડલર્સની ધરપકડ

લાલપુર તાલુકામાં શાળા નજીક ડ્રગ પેડલર્સની ધરપકડ

લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયા પાસે સ્કુલની આગળ જાહેરમાં બે પંજાબી શખસો હેરોઈન, મોર્ફીન, કોડીનનું વેંચાણ કરતા હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસે દરોડો પાડ્યો હતો. હેરોઈનનું વેચાણ કરતા હરજીતસિંઘ ગુરદીપસિંઘ મજબી, અજીજ શાહ આસ્કશાહને ઝડપી લીધા હતા. તે તેની પુછપરછ કરતા પંજાબ અમૃતસરના કુલવિંદરસિંઘ ગુરદીપસિંઘ મજબીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ લાલપુર પીઆઈ કે. એલ. ગરચરને તપાસ સોંપવામાં આવી છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરીને 3 દિવસમાં રિમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ કરવામાં આવી રહી છે. 3 માસમાં 6 શખસો હેરોઈન સાથે ઝડપાયા જામનગરના મોટી ખાવડીમાં ફેચાર શખસો હેરોઈન સાથે હોટલમાં રોકાણ કરતા એસઓજીએ દરોડો પાડીને ઝડપી લીધા હતા. જે બાદ બે દિવસ પહેલા જ બે શખસોને હેરોઈન સાથે હરપાલસિંઘ ર્સ્વણસિંઘ મજબી શીખ અને રમનદિપસિંઘ સુલ્લાખાન મજબી શખીને ઝડપી લીધા હતા. જેની તપાસ મેઘપર પોલીસ ચલાવી રહી છે.
45 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:15 AM
ગુજરાતમાં પોલીસે વિદેશી દારૂ અને ₹ 3,04,544 ની બીયર જપ્ત કરી

ગુજરાતમાં પોલીસે વિદેશી દારૂ અને ₹ 3,04,544 ની બીયર જપ્ત કરી

કલોલ તાલુકા પોલીસે સઈજ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક ઇક્કો ગાડીને આંતરીને તપાસ કરતા તેમાંથી પરમિટ વગરનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહેસાણાના 2 શખ્સોની ધરપકડ કરી ગાડી સહિત કુલ 3,04,544 રૂપિયાનો સામાન જપ્ત કર્યો હતો. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ 3 મેના રોજ સઈજ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેસાણાથી અમદાવાદ તરફ જતી એક ગાડી માં નશાકારક પીણાનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સઈજ ગુરુકુલ કટ પાસે વોચ ગોઠવી હતી. પંચોની હાજરીમાં શંકાસ્પદ ગાડીને રોકી તપાસ કરતા તેમાંથી બે શખ્સો મળી આવ્યા હતા. પૂછપરછમાં ચાલકે પોતાનું નામ રાહુલ લાલાજી ઠાકોર અને બાજુમાં બેઠેલા શખ્સે વૈભવ કનુજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. બંને વડોસણ, મહેસાણાના રહેવાસી છે. ગાડીની પાછળના ભાગે તપાસ કરતા ખાખી પૂંઠાના બોક્સમાંથી વોડકા અને બીયરની બોટલો મળી આવી હતી. તપાસમાં વોડકાના 288 ક્વાર્ટર અને બીયરના 72 ટીન મળી કુલ 360 નંગ જથ્થો મળ્યો હતો. આ જથ્થાની કિંમત 1,04,544 રૂપિયા અને 2,00,000 રૂપિયાની ગાડી મળી કુલ 3,04,544 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
77 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:12 AM
ભારતીય પોલીસે દારૂના મોટા જથ્થાની દાણચોરી અને ગુનાના આરોપી લાલુ સિંધી ગેંગ પર કાર્યવાહી કરી

ભારતીય પોલીસે દારૂના મોટા જથ્થાની દાણચોરી અને ગુનાના આરોપી લાલુ સિંધી ગેંગ પર કાર્યવાહી કરી

શહેરમાં દારૂના ધંધા માટે મોટુ નેટવર્ક ચલાવતી લાલુ સિંધી ગેંગને તોડી પાડવા પોલીસે ગુજસિટોકનો ગાળિયો કસ્યો છે. ત્યારે 12 બૂટલેગરો પૈકી મૂકેશ મખીજાનીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. શહેરમાં 10 વર્ષથી હત્યા, ખંડણી, ધાડ, સરકારી કર્મી પર હુમલો સાથે મોટા પાયે દારૂનો ધંધો કરતી ‘લાલુ સિંધી ગેંગ’ 12 સભ્યો સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુજસિટોકનો ગુનો નોંધાયો હતો. ગેંગ સામે 106 ગુના નોંધાયા છે. ખાસ કરીને દારૂની હેરાફેરી માટે સાગરીતો સાથે મળી ગુનાખોરીની સિન્ડિકેટ બનાવી ગેંગ ઓપરેટ કરાતી હતી. પોલીસે મૂકેશ ઉર્ફે મુકુ નારાયણ મખીજાની(રહે, મંગલા મારવેલ, તરસાલ)ની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરીને 30 દિવસના રિમાન્ડ માગ્યા હતા, ત્યારે કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ આ મુદ્દે તપાસ કરશે મૂકેશ મખીજાની લાલુ સિંધી સાથે શાળામાં અભ્યાસ કરતો, ત્યારે તે લાંબા સમયથી ગેંગનો સભ્યો હતો, ત્યારે તેની સિન્ડિકેટમાં શું ભૂમિકા હતી? નાણાકીય વ્યવહારો ક્યાં થાય, મુકેશ માંજલપુરમાં પંજાબી જાયકા નામે હોટલ ચલાવે છે, તે મિલકત સહિત અન્ય સ્થળે તપાસ કરવા.
96 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:11 AM
સી ડિવિઝન પોલીસે શહેરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો

સી ડિવિઝન પોલીસે શહેરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો

શહેરમાં સી ડિવિઝન પોલીસે મધુરમમાં એમપી ટાઉનશીપ પાસેથી યુવકની 74 બોટલ દારૂ સાથે અટકાયત કરી 22,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની ટીમ રવિવારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મધુરમ વિસ્તારમાં આવેલા એમ.પી. ટાઉનશીપના ગેટ પાસેથી દિવ્યેશ ઉર્ફે પપ્પુ બટુકભાઈ પિત્રોડા નામનો યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે શખ્સની તપાસ કરતા તેના થેલામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 74 બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 22,200નો દારૂ કબજે લઈ દિવ્યેશ ઉર્ફે પપ્પુની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો તેને જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા રાહુલ રબારીએ વ્યક્તિએ પૂરો પાડ્યો હોવાનું જણાવતા તેની સામે કાર્યવાહી કરી હતી. અન્ય કાર્યવાહીમાં સી ડિવિઝન પોલીસે બીલખા રોડ પર રામદિવસ સામેથી રામનિવાસ સામેથી મધુરમ મંગલધામના સમીર દાના ભાઈ લીંબોલાને રૂપિયા 200ના ઇંગ્લિશ દારૂ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
63 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:08 AM
સરદારગઢ ગામમાં ચોરોએ વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની સાંકળ ચોરી

સરદારગઢ ગામમાં ચોરોએ વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની સાંકળ ચોરી

માણાવદર તાલુકાના સરદારગઢ ગામે તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી રાત્રિના ઘરમાં ઘૂસી નિંદ્રાધીન વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી કરી નાસી ગયા હતા. સરદારગઢ ગામે બસ સ્ટેશન પાસે રહેતા ખેડૂત જીતેન્દ્રભાઈ પંચાણભાઈ કણસાગરાની ફરિયાદ અનુસાર સોમવારે રાત્રે તેના માતા વજીબેન પોતાના રૂમમાં સૂતા હતા, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ અંધારાનો લાભ લઈ ઘરમાં પ્રવેશ્યો હતો. તસ્કરે વૃદ્ધાના ગળામાં પહેરેલ રૂપિયા 98,000નો કિંમતનો પોણા બે તોલાનો સોનાનો ચેન આંચકી લીધો હતો. ​વૃદ્ધા જાગી જતાં અને દેકારો કરતા પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા. પરંતુ ચોર રૂમના પાછળના દરવાજાથી ભાગી છૂટ્યો હતો. ઘરમાં અન્ય સામાનની તપાસ કરતા ભગવાનની કંઠી અને એક ખોટો ચેન તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા, પરંતુ અસલી સોનાનો ચેન ચોરાઈ ગયો હતો. ​​ ઘટના અંગે માણાવદર પોલીસે જીતેન્દ્રભાઈની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
72 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:07 AM
ટાડા કોર્ટે આરડીએક્સ દાણચોરી કેસમાં નવ આરોપીઓને સજા સંભળાવી

ટાડા કોર્ટે આરડીએક્સ દાણચોરી કેસમાં નવ આરોપીઓને સજા સંભળાવી

બાબરી મસ્જિદ ધ્વનશ કરાયા બાદ આ ઘટનાનો બદલો લેવા મુંબઈમાં કરાયેલા બૉમ્બ ધડાકામા વપરાયેલું RDX અને ઘાતક હથિયાર ગોસાબારામા લેન્ડિંગ કરાવવાના કેશમાં પોરબંદરના કુખ્યાત મમુમિયાં સહિત 9 આરોપીને જામનગરની ટાડા કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફરમાવી છે. જો કે આ કેશમાં કાચા કામના કેદી તરીકે મમુમીંયા 12 વર્ષે જેલમાં રહી ચુક્યો હોવાથી સજા કાપવા જેલમાં જવુ પડશે નહીં. જયારે આ જ કેશમાં મમુંમીંયાના ભાઈ દાદલી મીંયા સહિત 4 આરોપીને ટાડા કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષે 1993 મા સમગ્ર દેશને હચમચાવી નાખનાર મુંબઈ બૉમ્બ ધડાકામા વપરાયેલું RDX સહિત એકે 46, એકે, 47, હેન્ડ ગ્રેનેડ સહિતના ઘાતક હથિયાર પોરબંદરની બાજુમાં આવેલા ગોસાબારા ખાતે લેન્ડિંગ કરાયો હતો, અને ગોસાબારાથી આ જથ્થો મુંબઈ મોલવામાં આવ્યો હોવાનો ગુન્હો જામનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે કેશ જામનગરની ટાડા અદાલતમા ચાલી જતા ટાડા અદાલતે ટાડાની કલમ 3, કલમ 4 અને કલમ 5 કે જે RDX લેન્ડીંગ કરવાના આરોપસર લગાડવામાં આવી હતી તે ગુનામાંથી મમુ મિયા પંજુમિયાને મુક્ત કર્યો હતો જ્યારે કે, ઘાતક શસ્ત્ર એકે, 46 અને એકે 47 રાયફળ મળી આવવાના ગુનામાં મમુ મિયા પંજુમિયા બુખારીને પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. જો કે આ કેશમાં કાચા કામના કેદી તરીકે મમુમીંયા 12 વર્ષે જેલમાં રહી ચુક્યો હોવાથી સજા કાપવા જેલમાં જવુ પડશે નહીં. જયારે આ જ કેશમાં મમુંમીંયાના ભાઈ દાદલી મીંયા સહિત 4 આરોપીને ટાડા કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં મમુમિયા સાહેબ અન્ય પાંચ આરોપી વતી જામનગરના વકીલ પરેશ બુચ રોકાયા હતા. ક્યા આરોપીને કયા ગુના સબબ કેટલી સજા પડી?‎મમુમિયા પંજુમિયા બુખારી (પોરબંદર) ને એકે 46 અને એકે 47 રાખવાના ગુન્હામાં 5 વર્ષની જેલ અહેમદ ઇસ્માઇલ ઓલિયા (સુરત ) ને 270 હેન્ડ ગ્રેનેડ રાખવાના ગુન્હામાં 5 વર્ષની જેલ ઈફ્તાર મહમદ યુનુસ અન્સારી (ઉત્તર પ્રદેશ ) ને ઘાતક હથિયાર રાખવાના ગુન્હામાં 5 વર્ષની જેલ કરાઈ છે. મહમદ અયુબ અબ્દુલ ક્યુબ અન્સારી (ઉત્તર પ્રદેશ ) ને ઘાતક હથિયાર રાખવાના ગુન્હામાં 5 વર્ષની જેલ મહમદ અલીમહમદ ઉર્ફે મામદુ (સલાયા માંડવી - કચ્છ ) ને RDX અને ઘાતક હથિયાર લેન્ડિંગ કરાવવાના અને તેનું કાવતરું રચવાના ગુન્હામાં 5 વર્ષની જેલ હારુન આઝમ સંઘાર (બેડી જામનગર ) ને RDX અને ઘાતક હથિયાર લેન્ડિંગ કરાવવાના અને તેનું કાવતરું રચવાના ગુન્હામાં 5 વર્ષની જેલ કરાઈ છે. ઓસમાણ ઉમર કોરેજા (સલાયા માંડવી - કચ્છ ) ને RDX અને ઘાતક હથિયાર લેન્ડિંગ કરાવવાના અને તેનું કાવતરું રચવાના ગુન્હામાં 5 વર્ષની જેલ અહેમદ ઇસ્માઇલ ઓલિયા (સુરત) ને RDX અને ઘાતક હથિયાર લેન્ડિંગ કરાવવાના અને તેનું કાવતરું રચવાના ગુન્હામાં 5 વર્ષની જેલ લક્ષમણ હરદાસ આહીર (રાણાવાવ) ને RDX અને ઘાતક હથિયાર લેન્ડિંગ કરાવવાના અને તેનું કાવતરું રચવાના ગુન્હામાં 5 વર્ષની જેલ આરીફ રહેમાન લાખાણીને (સલાયા માંડવી - કચ્છ ) ને RDX અને ઘાતક હથિયાર લેન્ડિંગ કરાવવાના અને તેનું કાવતરું રચવાના ગુન્હામાં 5 વર્ષની જેલ સીબીઆઈની તપાસ ગોસાબારા ખાતે RDX નુ લેન્ડિંગ થયુ હોવાનું માનતી નથી1993 માં બાબરી મસ્જિદ ધ્વંસ નો બદલો લેવા મુંબઈમાં બોમ્બ ધડાકા કરવાનું કાવતરું રચાયું હતું અને તે માટે RDX, આર્મ્સ અને એમિનેશન વિદેશથી મહારાષ્ટ્રના શ્રીવર્ધન અને ગુજરાતના ગોસાબારા ખાતે લેન્ડિંગ કરાવવામાં આવ્યા હોવાનું ગુજરાત પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. જે અંતર્ગત જામનગરમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે કે સીબીઆઇની તપાસમાં RDX, આર્મ્સ અને એમિનેશનનુ વિદેશથી માત્ર મહારાષ્ટ્રના શ્રીવર્ધન ખાતે જ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, ગુજરાતના પોરબંદર નજીકના ગોસાબારા ખાતે આવું કોઈ જ લેન્ડિંગ થયું હોવાનું CBIની તપાસમાં સામે આવ્યું નથી
46 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:06 AM
શહેરમાં જાહેર જુગાર પર પોલીસની કાર્યવાહી

શહેરમાં જાહેર જુગાર પર પોલીસની કાર્યવાહી

શહેરમાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રવિવારે સાંજે પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી હતી કે ગીરીરાજ રોડ પર આવેલ અંબિકા કોમ્યુનિટી હોલની પાછળ શેરી નંબર ત્રણ પાસે જાહેરમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જોકે, આ મળતી માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલા જોષીપરાની ત્રિમૂર્તિ સોસાયટીમાં રહેતા સુનીલભાઇ પંજુમલ હીરાણી, તેના પત્ની કવિતાબેન તથા અંબિકા કોમ્યુનિટી હોલ પાછળ શેરી નંબર 3 બ્લોક નંબર 15માં રહેતા વિનોદકુમાર પંજુમલ આહુજા તેના તેના પત્ની પદ્માબેનને પકડી લઈ રૂપિયા 2550ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેરમાં ચાલતી જુગારની સામે પોલીસની કડક કાર્યવાહીથી જુગારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
82 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:02 AM
રાણાવવ પોલીસે બરડા ડુંગર પર દરોડા પાડ્યા, ગેરકાયદેસર યીસ્ટ અને સાધનો જપ્ત કર્યા

રાણાવવ પોલીસે બરડા ડુંગર પર દરોડા પાડ્યા, ગેરકાયદેસર યીસ્ટ અને સાધનો જપ્ત કર્યા

રાણાવાવના બરડા ડુંગરમાં દેશીદારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી આધારે રાણાવાવ પોલીસે દરોડા પાડી ખૂણાના નેસ નજીક વડલાવારી ઝર માંથી 200 લીટર આથો, 50 લિટર દારૂ સહિત ભઠ્ઠીના સાધનો મળી આવતા પોલીસે કુલ રૂ.20,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દરોડા દરમ્યાન ભઠ્ઠી ચલાવનાર ખંભાળા ગામનો ભાયા જીવા મોરી હાજર મળી આવ્યો ન હતો. આ ઉપરાંત પોલીસે ડુંગરના પડધારમાં દરોડો પાડતા આ સ્થળેથી 600 લિટર આથો, કેરબા સહિત ભઠ્ઠીના સાધનો મળી આવતા પોલીસે રૂ.16,650નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમ્યાન ભઠ્ઠી ચલાવનાર ખંભાળા ગામનો નાથા જીવા મોરી હાજર નહીં મળી આવતા પોલીસે બંને શખ્સ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
14 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:00 AM
ભારતીય પોલીસે ટ્રકના ટ્રેલરમાંથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો જપ્ત કર્યો

ભારતીય પોલીસે ટ્રકના ટ્રેલરમાંથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો જપ્ત કર્યો

મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલા અંદરણા પાસે એલસીબીની ટીમેં બાતમીના આધારે ત્રાટકીને ત્યાંથી પસાર થતા ટ્રેલરને એટકાવીને સઘન ચેકિંગ કરતા આ વાહનની ચેસીસમાં બનાવેલા ચોર ખાનામાં છુપાવીને મોટાપાયે વિદેશી દારૂ બિયરની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું હતું. આથ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન બાતમી મળી હતી કે ટ્રક ટેલર નંબર જીએ 39 ટીએ 2090 ચરાડવા તરફથી મોરબી બાજુ આવી રહ્યું છે અને તે વાહનની અંદર દારૂ બિયરનો મોટાપાયે જથ્થો ભરેલો છે. આ પ્રકારની બાતમી મળતા જ તુરંત જ એલસીબીની ટીમેં સતર્ક બની આંદરણા ગામ પાસે ભેરુનાથ હોટલ નજીક વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. ત્યારે મળેલી બાતમી મુજબનું ટ્રક ટ્રેલર ત્યાંથી પસાર થતા પોલીસે તે વાહનને અટકાવી તેને ચેક કરાતા ટ્રક ટ્રેલરના ચેસીસની અંદર બનાવાયેલા ચોરખાનામાંથી દારૂની 4608 બોટલ મળી આવી હતી, તેમજ બિયરના 96 ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે દારૂ, બિયર તથા ટ્રક સહિતનો કુલ રૂ. 20,87,072 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આરોપી ધનારામ પુનમારામ ચૌધરી રહે. બામરલા ગામ તાલુકો સેડવા રાજસ્થાનની ધરપકડ કરી તેની પ્રાથમિક પૂછપરછ પૂછપરછ કરતા આ દારૂની હેરાફેરીમાં આરોપી દમારામ જાટ રહે. ગીડા ગામ રાજસ્થાન અને આરોપી દુદારામ દમારામ ચૌધરી રહે. લીલસર રાજસ્થાનનું નામ બહાર આવતા બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
35 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:00 AM
જામનગરના પુલ નીચે વૃદ્ધ માછલી વેપારીનું ગળું દબાવીને મોત

જામનગરના પુલ નીચે વૃદ્ધ માછલી વેપારીનું ગળું દબાવીને મોત

જામનગર શહેરના સુભાષ બ્રિજની નીચે વૃધ્ધની ગળેટુંપો આપી, નદીમાં ફેંકીને મોઢા પર પથ્થર મારીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી દીધો હતો. મચ્છીનો વેપાર કરતા હોય અને લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની આશંકાએ પોલીસ વૃધ્ધની ઓળખ મેળવતા તે બેડી વિસ્તારમાં રહેતા હોય અને મચ્છીનો વેપાર કરતા ઈસ્માઈલ હારૂન કેર (ઉ.વ.59)નું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેના પરિવારને જાણ કરી હતી. મૃતદેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમીક રીપોર્ટમાં વૃધ્ધની ગળેટુંપો આપીને હત્યા કરી અને ઓળખ છુપાવવા માટે મોઢા પર પથ્થર માર્યાનું પોલીસના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. હત્યારાઓની સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. હત્યાના સ્થળે થી વૃધ્ધના ખીસ્સામાંથી પૈસા કે, પાકીટ અને મોબાઈલ કે અન્ય કોઈ વસ્તુઓ મળી આવી ન હતી. જેથી હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ હત્યાનું કારણ સ્પષ્ટ થયું નથી. વૃદ્ધ દૈનિક 5-7 હજારનો વેપાર કરતા'તા બેડીના ઈસ્માઈલ કેર ઘરેથી વહેલી સવારમાં 5:30 કલાકે ત્રણબત્તીથી મચ્છી લઈને દરેડ ઘઉંના ગોડાઉન પાસે રોડ પર રીક્ષામાં મચ્છીનું વેંચાણ કરે છે. દૈનિક 5 થી 7 હજારનો ધંધો કરે છે. તે બેડી ગેઈટ સુધી સીસીટીવી કેમેરામાં જોવા મળે છે. જે બાદ તે જોવા મળતો નથી.
43 shares
😢
D
Divya Bhaskar
May 4, 2026, 11:58 PM
ન્યુઝીલેન્ડના નકલી વર્ક વિઝાને લઈને વિરલ શાહ સામે ફરીથી છેતરપિંડીનો કેસ નોંધાયો

ન્યુઝીલેન્ડના નકલી વર્ક વિઝાને લઈને વિરલ શાહ સામે ફરીથી છેતરપિંડીનો કેસ નોંધાયો

સયાજીગંજના ફોનિક્સ કોમ્પ્લેક્ષમાં આવેલી વી વર્લ્ડ વિઝાના સંચાલક વિરલ શાહ સામે વધુ એક ઠગાઈનો ગુનો નોંધાયો છે. વિરલે મહેસાણાના યુવકને ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા કરાવી આપવાના બહાને રૂ.8 લાખ પડાવી લીધા હતા, જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો હતો. મહેસાણાના બ્રાહ્મણવાડા ગામ ખાતે રહેતા ચિરાગ દશરથ પટેલ ખડીની રોયલ ક્રેસ્ટર પ્રા.લી.ના પ્લાન્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરે કરે છે. ચિરાગ પટેલે સોશિયલ મીડિયા પર વી વર્લ્ડ વિઝા (ફોનિક્સ કોમ્પ્લેક્ષ, સયાજીગંજ)ની જાહેરાત જોઈ હતી. ત્યારબાદ ચિરાગ પટેલ અને તેની બહેન વી વર્લ્ડ વિઝાની ઓફિસે ગયા હતા, જ્યાં તેને વિરલ દિનેશ શાહ મળ્યો હતો. તેમને ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા અંગે વાત કરી હતી. ત્યારે વિરલ શાહે કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા માટે પહેલાં દુબઈ જવું પડશે અને દુબઈ ગયા પછી દુબઈની કન્સલટન્સીમાં ન્યુઝીલેન્ડના વર્ક વિઝા પરમિટની ફાઇલ મૂકીશું. તેનો ખર્ચ રૂપિયા 8 લાખ થશે. જોકે ત્યાર બાદ ચિરાગ પટેલે વિરલ શાહને રૂપિયા 8 લાખ ચૂકવ્યા હતા. વિરલ શાહે ચિરાગને વિઝિટર વિઝા પર દુબઈ મોકલી દીધો હતો અને એક મહિના બાદ ચિરાગને દુબઈથી પરત ભારત બોલાવી લીધો હતો. આ ઉપરાંત તેને છ મહિનામાં ન્યૂઝીલેન્ડના વર્ક વિઝાનું કામ થઈ જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ વિઝાનું કોઈ કામ કરાયું નહોતું. ચિરાગે તેના રૂપિયા પરત માગતા વિરલ વાયદા કરવા લાગ્યો હતો. ત્યારે ચિરાગની ફરિયાદ આધારે સયાજીગંજ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ભાસ્કર ઇનસાઇડ - વિરલે 38થી વધુ લોકો સાથે જર્મની, રશિયા અને ન્યૂઝીલેન્ડના વિઝાના નામે લાખોની ઠગાઈ કરી અગાઉ વિરલ શાહ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જ યુવકે રૂ.1.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. યુવકને રશિયા મોકલવાના બહાને ઠગાઈ કરવામાં આવી હતી. બીજી બાજુ જાણવા મળ્યું હતું કે, વિરલ શાહ દ્વારા 38થી વધુ લોકોને જર્મની, રશિયા, ન્યૂઝીલેન્ડ વગેરે મોકલવાના બહાને લાખો રૂપિયા પડાવી લીધા છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લોકો તેની સામે વધુ ફરિયાદ નોંધાવી રહ્યા છે.
60 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 11:43 PM
પત્નીની હત્યા કરવા અને પુરાવા નષ્ટ કરવા બદલ પતિને આજીવન કેદની સજા

પત્નીની હત્યા કરવા અને પુરાવા નષ્ટ કરવા બદલ પતિને આજીવન કેદની સજા

પોરબંદરના નરસંગ ટેકરીના પુલ નીચે પત્નિની ઘાતકી હત્યા કરી સ્મશાનમાં અગ્નિદાહ કરવા પુરાવાનો નાશ કરવાના ગુન્હાના આરોપીને પોરબંદરની એડિશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારી છે. પોરબંદરમાં ફરીયાદી રાકેશ સોમનાથ ગાયકવાડનાએ ફરીયાદ નોંધાવી હતી, જેમાં તેની પત્નિ-સંગીતા પોતાથી દુર કર્લીના પુલ નીચે રહેતી હતી અને તેણીને તેનો પતિ સાજણ કાળુ ડાભી તથા તેની માતા ફુલીયાબેન કાળુ ડાભીએ રાત્રીના દરમિયાન સંગીતાને આડેધડ ઢોર માર મારી મોત નિપજાવી સ્મશાને અગ્નિદાહ કરવા માટે લઈ જાય છે. કમલાબાગ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ વી.પી.પરમાર દ્વારા સ્ટાફ સાથે તપાસ કરી ખરાઈ કરતા વહેલી સવારના સ્મશાને ટેકટર મારફતે એક સ્ત્રીના મૃતદેહને લઈને એક-બે પુરુષો અને સ્ત્રીઓ આવેલ હોય જેથી તાત્કાલિક પોલીસને ત્યા મોકલી મૃતદેહને પી.એમ. માટે લઈ ગયેલ અને તે દરમિયાન મરણ જનાર સ્ત્રીના શરીરે ચાલીસેક જેટલા ઈજાના નિશાનો જણાઈ આવેલ અને ત્યાર બાદ સાહેદોના નિવેદનો નોંધી આરોપી-સાજણ કાળુ ડાભી તથા કુલીયાબેન કાળુ ડાભીને અટક કરી તેઓની સામે હત્યા તથા પુરાવાનો નાશ કરવા અંગેનો ગુન્હો નોંધી આરોપીઓને અટક કરી જેલ હવાલે કરવામાં આવેલ. આ કેસમાં પ્રોસીકયુશન તરફે સરકારી વકીલ તરીકે અનિલ.જે.લીલા રોકાયેલ હતા. આરોપીઓએ મરણ જનાર સાથે બનાવના આગલા દિવસે ઝઘડો કરેલ હોય અને માર-મારેલ હોય તેવો રેકર્ડ પર પુરાવો રજુ રાખવામા આવેલ તેમજ મૌખિક દલીલ કરી હતી. સરકારી વકીલ અનિલ.જે. લીલા દ્વારા રજુ કરવામા આવેલ દસ્તાવેજી તથા મૌખિક પુરાવાઓ, નિવેદનો વિગેરે પુરાવાઓ ગ્રાહય રાખી એડિશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ.શર્મા દ્વારા આ મુખ્ય આરોપી સાજણ કાળુ ડાભીને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા તથા દંડ ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે. 33 દસ્તાવેજી પુરાવાઓ, સીસીટીવી ફૂટેજ રજુ કર્યાસરકારી વકીલ દ્વારા 25 જેટલા મૌખિક સાહેદોની જુબાનીઓ તથા 33 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખવામાં આવેલ હતા તેમજ આ આરોપીઓ વહેલી સવારના ટેકટર મારફતે લાશનો સ્મશાને લઈ જતા હોવાના પોલીસ દ્વારા નેત્રમ પોર્ટલ દવારા રાખવામા આવેલ સીસીટીવી ફૂટેજના પુરાવાઓ રજુ રાખવામા આવેલ તેમજ આ કામમાં બનાવ નજરે જોનાર સાહેદોના રૂબરૂ લેવામા આવેલ નિવેદનો રજૂ કર્યા હતા.
42 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 05:28 PM
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આગળ, રાજકીય વાતાવરણ બદલ્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આગળ, રાજકીય વાતાવરણ બદલ્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના મત ગણતરીના વલણોમાં ભારતીય જનતા પાર્ટીની લીડથી રાજકીય વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ભાજપના કાર્યકરોએ કોલકાતામાં પાર્ટી મુખ્યાલયની બહાર જોરશોરથી ઉજવણી કરી. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચિત્રો પણ લહેરાવ્યા અને “જય શ્રી રામ” ના નારા પણ લગાવ્યા. તૃણમૂલ કોંગ્રેસ ખૂબ જ નબળી સ્થિતિમાં દેખાઈ રહી છે અને પાર્ટી 15 વર્ષ પછી સત્તા ગુમાવી રહી હોય તેવું લાગે છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા લાંબા સમયથી મુખ્ય ચૂંટણીનો મુદ્દો રહ્યો છે. વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યું છે કે ઘણા વિસ્તારોમાં હિંસા, રાજકીય અથડામણો અને ગુનાઓ વધ્યા છે. આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાની ઘટના બાદ લોકોની ધીરજ ખૂટી ગઈ છે. જાહેર સલામતીની ચિંતાઓ યથાવત રહી છે. ભાજપે રાજ્ય વહીવટીતંત્ર પર ભેદભાવનો આરોપ લગાવતા આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. ચૂંટણી હિંસા અને વધતા સ્થાનિક તણાવથી પણ ઘણા વિસ્તારોમાં મતદાન પર અસર પડી છે અને મમતા બેનર્જી સરકાર કાયદો અને વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ જગાડવામાં નિષ્ફળ થઈ છે. ભ્રષ્ટાચારના આરોપોએ ટીએમસીની છબીને પણ નુકસાન પહોંચાડ્યું છે અનેક સરકારી યોજનાઓ અને ભરતી પ્રક્રિયાઓ અંગે પ્રશ્નો ઉભા થયા હતા. ભાજપે જનતાને ખાતરી આપી છે કે રાજ્ય સરકારમાં ભરતીથી લઈને કોન્ટ્રાક્ટ અને ટેન્ડર સુધીની દરેક બાબતમાં પારદર્શિતાનો અભાવ રહેશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમિત શાહે તેમની ચૂંટણી રેલીઓમાં વારંવાર “સિન્ડિકેટ રાજ” સમાપ્ત કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને વલણો દર્શાવે છે કે જનતાએ તેનું સ્વાગત કર્યું છે. ભાજપે દરેક રેલીમાં તૃણમૂલ કોંગ્રેસ પર ઘુસણખોરીના મુદ્દા પર અણઘડ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દો ખાસ કરીને સરહદી વિસ્તારોમાં અસરકારક હતો. પાર્ટીએ તેને રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થાનિક સંસાધનો સાથે જોડ્યો હતો જેના કારણે આ મુદ્દા પર જાહેર ચર્ચા વધુ તીવ્ર બની હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ જનતાને ખાતરી આપવામાં સફળ રહ્યા હતા કે જો રાજ્યમાં ભાજપ સરકાર આવે તો ઘુસણખોરોને બહાર કાઢવામાં આવશે જોકે, ટીએમસી આ આરોપનો અસરકારક રીતે જવાબ આપવામાં નબળી દેખાઈ.
43 shares
😢