Achira News Logo
Achira News
A
Akila News
May 5, 2026, 02:10 PM
CBSEએ ધોરણ 6માં 2026-27 શૈક્ષણિક સત્રથી ત્રીજી ભાષા ફરજિયાત બનાવી

CBSEએ ધોરણ 6માં 2026-27 શૈક્ષણિક સત્રથી ત્રીજી ભાષા ફરજિયાત બનાવી

નવી દિલ્હી, તા.૦૫: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ દેશભરની પોતાની તમામ સંલગ્ન શાળાઓ માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું (NCF-SE) ૨૦૨૩ ના આધારે, હવે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ થી ધોરણ ૬ માં 'ત્રીજી ભાષા' (R3) શીખવવી ફરજિયાત રહેશે. બોર્ડે તમામ શાળાઓને ૩૧ મે ૨૦૨૬ સુધીમાં તેમની પસંદગીની ત્રીજી ભાષાની વિગતો ઓસિસ (Oasis) પોર્ટલ પર અપડેટ કરવા આદેશ આપ્યો છે.શું છે થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલા?CBSE એ સ્પષ્ટ કર્યું છે કે શાળાઓમાં હવે ત્રણ ભાષાની ફોર્મ્યુલા (R1, R2, R3) લાગુ કરવામાં આવશે. આ નિયમ મુજબ:• વિદ્યાર્થીઓએ કુલ ત્રણ ભાષાઓ ભણવી પડશે.• આ ત્રણમાંથી ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હોવી ફરજિયાત છે.• જે શાળાઓએ હજુ સુધી બે ભારતીય ભાષાનો વિકલ્પ અમલમાં મૂક્યો નથી, તેમણે ૧ જુલાઈ ૨૦૨૬ થી આ વ્યવસ્થા શરૂ કરવી જ પડશે.પુસ્તકો અને અભ્યાસક્રમબોર્ડના જણાવ્યા અનુસાર, બંધારણની યાદીમાં સામેલ ભાષાઓ માટે NCERT અને CBSE ની વેબસાઇટ પર ૧ જુલાઈ ૨૦૨૬ પહેલા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. જો કોઈ શાળા આ યાદી બહારની કોઈ ભાષા પસંદ કરે છે, તો તેણે રાજ્ય સરકાર અથવા SCERT દ્વારા માન્ય પુસ્તકોનો ઉપયોગ કરવાનો રહેશે, પરંતુ શીખવાના પરિણામો (Learning Outcomes) રાષ્ટ્રીય અભ્યાસક્રમ મુજબના જ હોવા જોઈએ.શાળાઓ માટે છેલ્લી તકઘણી શાળાઓએ હજુ સુધી પોર્ટલ પર ભાષાની પસંદગી અપલોડ કરી નથી અથવા તો નીતિ મુજબના વિકલ્પો પસંદ કર્યા નથી. બોર્ડે આવી શાળાઓને ચેતવણી આપી છે કે જો ૩૧ મે સુધીમાં પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. બોર્ડની પ્રાદેશિક કચેરીઓ આ પ્રક્રિયા પર સતત દેખરેખ રાખશે અને જરૂર પડ્યે શાળાઓને માર્ગદર્શન પૂરું પાડશે.આ નિર્ણયથી વિદ્યાર્થીઓને પ્રાદેશિક અને રાષ્ટ્રીય ભાષાઓનું વધુ સારું જ્ઞાન મળશે અને દેશની વિવિધ ભાષાઓ પ્રત્યે જાગૃતિ વધશે તેવું શિક્ષણવિદોનું માનવું છે.
39 shares
😐
A
Akila News
May 5, 2026, 01:11 PM
રાજકોટ પ્રીમિયર સ્કૂલે ધોરણ 1 વિજ્ઞાનની પરીક્ષામાં અસાધારણ પરિણામો હાંસલ કર્યા

રાજકોટ પ્રીમિયર સ્કૂલે ધોરણ 1 વિજ્ઞાનની પરીક્ષામાં અસાધારણ પરિણામો હાંસલ કર્યા

રાજકોટ, તા. પ : રાજકોટ સૌરાષ્‍ટ્ર જ નહીં પરંતુ ગુજરાતની મોખરાની રાજકોટની પ્રિમીયર સ્‍કુલ તેના શ્રેષ્‍ઠ શિક્ષણ અને સર્વોત્તમ પરિણામથી ખૂજ જાણીતી છે. ગઇકાલે જાહેર થયેલ ધો. ૧ર સાયન્‍સના પરિણામમાં પણ ગુજરાતમાં ડંકો વગાડયો છે. પ્રિમીયર સ્‍કુલના સંચાલક નેહાબેન દોશી, મનનભાઇ જોશી, નિરવભાઇ બદાણી, મુકેશભાઇ તિવારીના નેતૃત્‍વમાં ટીમ પ્રિમીયરે શ્રેષ્‍ઠ પરિણામ આવ્‍યું છે. રાજકોટ સ્‍થિત પ્રીમિયર સ્‍કૂલમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં અદભુત સફળતા નોંધાવી છે. સંસ્‍થાના વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડ પરીક્ષામાં ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરીને સંસ્‍થાનું નામ ગૌરવપૂર્વક ઊંચું કર્યું છે. આ વર્ષે સંસ્‍થાના બે વિદ્યાર્થીઓ પ્રશમ શાહ અને કાવ્‍યા ચુડાસમા એ ૯૯.૯૯ પર્સેન્‍ટાઇલ (PR) પ્રાપ્ત કરીને બોર્ડમાં સંયુક્‍ત પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. અને રાજકોટ તથા સૌરાષ્‍ટ્રમાં ઇંગ્‍લિશ મીડિયમમાં પ્રીમિયર સ્‍કૂલને પ્રથમ સ્‍થાન અપાવ્‍યું છે. તે ઉપરાંત અન્‍ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પણ બોર્ડમાં શ્રેષ્ઠ સ્‍થાન પ્રાપ્ત કર્યું છેઃ જેમાં દર્શિ મિષાી - ૯૯.૯૭PR, નીરેક જસાણી - ૯૯.૯૬PR, મંથન ભીમાણી - ૯૯.૯૪PR, પ્રશીલ મકવાણા - ૯૯.૯૨PR, ધ્‍યેય ડાભી - ૯૯.૯૧PRસંસ્‍થાના કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ૯૯PRઅને તેથી વધુ સ્‍કોર પ્રાપ્ત કર્યો છે, જ્‍યારે કુલ ૧૯૩ વિદ્યાર્થીઓ (અંદાજે ૫૦ ટકા)એ ૯૦PRથી વધુ ૫ાપ્ત કરીને ઉત્તમ પરિણામ નોંધાવ્‍યું છે. વિષયવાર પણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. રસાયણશાષામાં ૭૦ વિદ્યાર્થીઓએ ૯૦ અને તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે, જેમાં ૨ વિદ્યાર્થીઓએ પૂર્ણ ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્‍યા છે. જીવવિજ્ઞાનમાં ૧૧૩ વિદ્યાર્થીઓએ ૯૦થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. જેમાં ૨ વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્‍યા છે. ભૌતિકશાષામાં ૪૫ વિદ્યાર્થીઓએ ૯૦ અને તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્‍યારે ગણિત વિષયમાં ૧૦ વિધ્‍યાર્થી ૯૦ અને તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે.
80 shares
😊
Gujarat Samachar logo
Gujarat Samachar
May 5, 2026, 11:03 AM
અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપે શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર ડે-સ્કૂલોને બંધ કરવાની માંગ કરી

અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપે શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર ડે-સ્કૂલોને બંધ કરવાની માંગ કરી

Ahmedabad News:અમદાવાદમાં શાળાના શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતા ખાનગી ટ્યુશન અને કોઈપણ મંજૂરી વિના ધમધમતી ગેરકાયદે ડે-સ્કૂલો સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી આ પ્રવૃત્તિઓ બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખીને 'જનતા રેડ' કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શિક્ષકો પર બ્લેકમેલિંગના આક્ષેપ કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે આ મામલે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, 'RTE અને ટ્યુશન અધિનિયમ 2002 મુજબ, શાળાના શિક્ષકો શાળાના સમય દરમિયાન કે ત્યારબાદ કોઈપણ પ્રકારની ટ્યુશન પ્રવૃત્તિ કરી શકે નહીં. રિઝલ્ટ આવ્યા બાદ ઘણાં શિક્ષકો શાળામાં સારું શિક્ષણ આપવાને બદલે વિદ્યાર્થીઓને પોતાના ખાનગી ટ્યુશનમાં જોડાવા માટે બ્લેકમેલ કરી રહ્યા છે. એજ્યુકેશન ગ્રુપ દ્વારા ક્યુઆર કોડ (QR Code) મારફતે આવા ગેરકાયદે ટ્યુશન ચલાવતા શિક્ષકોની માહિતી પણ એકઠી કરવામાં આવી છે. સરકારની મંજૂરી વગર ચાલતી ડે-સ્કૂલો માત્ર પૈસા કમાવવાની હાટડીઓ બની ગઈ છે.' આ પણ વાંચો: VIDEO | અમદાવાદ: પરિણીતાએ નણંદનું પ્રેમપ્રકરણ છતું કર્યું, પતિએ દહેજ માંગણી અને મારઝૂડ કરી આપી દીધા ત્રિપલ તલાક!
62 shares
😢
W
Western Times
May 5, 2026, 05:30 AM
ગુજરાત બોર્ડે ઉચ્ચ પાસ ટકાવારી સાથે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું

ગુજરાત બોર્ડે ઉચ્ચ પાસ ટકાવારી સાથે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું

ઉમરગામ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૬ની ધોરણ-૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩૩ ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧% પરિણામ જાહેર થયું છે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહ માટે રાજ્યના ૫૩૫ કેન્દ્રો પર ૨૬ ફેબ્›આરીથી ૧૮ માર્ચ, ૨૦૨૬ દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૪,૩૬,૫૭૨ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૪,૩૫,૧૦૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી ૪,૦૩,૩૬૨ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૯૨.૭૧ % આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૧૫,૮૫૯ ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી ૧૪,૮૬૪ ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી ૯૩૬૭ ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૬૩.૦૨ % આવ્યું છે. આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત ૩૫,૨૩૧ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૩૩,૫૦૫ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૨૦,૬૩૮ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ ૬૧.૬૦ % આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૭,૮૮૯ ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી ૭,૪૧૫ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૪,૪૫૯ ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૬૦.૧૩ % આવ્યું છે.SS1MS
36 shares
😐
A
Akila News
May 5, 2026, 05:15 AM
સતત ચોથા વર્ષે GUJCET પરીક્ષાના પરિણામોમાં મોર્બી જિલ્લો ટોચ પર

સતત ચોથા વર્ષે GUJCET પરીક્ષાના પરિણામોમાં મોર્બી જિલ્લો ટોચ પર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૫: ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ ૮૪.૩૩% જાહેર થયું છે. રાજ્‍યના આ પરિણામમાં મોરબી જિલ્લાએ ઝળહળતું પ્રદર્શન કરીને ૯૪.૮૫% ના ચા પરિણામ સાથે સમગ્ર ગુજરાત રાજ્‍યમાં સતત ચોથી વખત સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લા તરીકે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. મોરબી જિલ્લામાં કુલ ૧૮૪૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૧૮૪૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર ૧૮૪૫ વિદ્યાર્થીઓમાંથી ૧૭૫૦ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર એટલે કે ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં ૨૭ વિદ્યાર્થીઓએA૧ ગ્રેડ મેળવીને ઉત્‍કળષ્ટ દેખાવ કર્યો છે.
72 shares
😊
A
Akila News
May 5, 2026, 03:33 AM
ગુજરાત ધોરણ 12નું પરિણામઃ મોર્બી જિલ્લો 96.23% પાસ ટકાવારી સાથે ચમક્યો

ગુજરાત ધોરણ 12નું પરિણામઃ મોર્બી જિલ્લો 96.23% પાસ ટકાવારી સાથે ચમક્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2026 માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડના અધ્યક્ષ મુકેશ પંડ્યા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 26/02/2026 થી 18/03/2026 દરમિયાન લેવામાં આવી હતી. સમગ્ર રાજ્યનું નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 92.71% જાહેર થયું છે. રાજ્યના આ પરિણામમાં મોરબી જિલ્લાએ પણ આ વર્ષે ઝળહળતું પ્રદર્શન કર્યું છે. મોરબી જિલ્લાનું એકંદર પરિણામ 96.23% આવ્યું છે.મોરબી જિલ્લામાં કુલ 6165 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 6155 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.પરીક્ષા આપનાર 6155 વિદ્યાર્થીઓમાંથી 5923 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર (E.Q.C.) એટલે કે ઉત્તીર્ણ થયા છે.જિલ્લામાં 216 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.અન્ય ગ્રેડની વાત કરીએ તો મોરબી જિલ્લામાં A2 માં 966, B1 માં 1281, B2 માં 1411, C1 માં 1217 અને C2 માં 715 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.જિલ્લામાં પરિણામ સુધારણાની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 242 છે.મોરબી જિલ્લાના કેન્દ્રવાર પરિણામની વિગતો:હળવદ કેન્દ્ર (3501) નું પરિણામ જિલ્લામાં સૌથી વધુ 96.51% આવ્યું છે, જ્યાં પરીક્ષા આપનાર 1262 માંથી 1218 વિદ્યાર્થીઓ પાસ થયા છે.મોરબી કેન્દ્ર (3502) નું પરિણામ 96.25% આવ્યું છે, જેમાં 3123 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 3006 ઉત્તીર્ણ થયા છે.વાંકાનેર કેન્દ્ર (3503) નું પરિણામ 96.03% રહ્યું છે, જેમાં 1159 માંથી 1113 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.ટંકારા કેન્દ્ર (3504) નું પરિણામ 95.91% રહ્યું છે, જેમાં 611 માંથી 586 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે.
84 shares
😐
A
Akila News
May 5, 2026, 01:23 AM
વિસાવદર શાળાએ ધોરણ 12ની એચ. એસ. સી. બોર્ડ પરીક્ષા 2026માં 92.85% હાંસલ કરી

વિસાવદર શાળાએ ધોરણ 12ની એચ. એસ. સી. બોર્ડ પરીક્ષા 2026માં 92.85% હાંસલ કરી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :શ્રી અંધ વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એન. સી. પરમાર ગર્લ્સ હાઇસ્કુલ વિસાવદરનું ધોરણ 12 ( આર્ટસ અને કોમર્સ ) H.S.C બોર્ડ પરીક્ષા 2026માં શાળાનું પરિણામ 92.85%.આવ્યું છે.જેમાં પ્રથમ 1 થી 10 નંબરની યાદીમાં 1:ચૌહાણ કોમલ વિનુભાઈ 91.14%, 2 : સુમરા સાનિયા ઇલિયાસભાઈ 90.71%, 3: સોજીત્રા ગ્રીશા પરેશભાઈ 86.14%, 4 :ચુડાસમા દર્શિતા ભાવેશભાઈ 83.57%, 5 :રીબડીયા જીનલ જગદીશભાઈ 83.00%, 6 :વાઘેલા માનસી વિજયભાઈ 82.86%, 7 :પટોડીયા વૈભવી કિરીટભાઈ 81.57%, 8 : વડેચા શ્રદ્ધા મુકેશભાઈ 81.43%, 9:મારડિયા નંદની મિલનભાઈ 79.43%, 10 :પરમાર આઈશા યાકુબભાઈ 79.29% સમાવેશ થાય છે. આ ઝળહળતી ફતેહ મેળવવા બદલ વિદ્યાર્થીનીઓને શાળા સંચાલક મંડળના ટ્રસ્ટીગણ વતી અબુલીભાઈ હિરાણી, આચાર્ય ભડાણીયા તથા સ્ટાફે અભિનંદન પાઠવેલ છે.
41 shares
😐
Sandesh logo
Sandesh
May 5, 2026, 01:05 AM
ગુજરાત બોર્ડે જાહેર કર્યું ધો.12 પરિણામઃ ભરૂચ જિલ્લામાં 93.37% પાસ ટકાવારી

ગુજરાત બોર્ડે જાહેર કર્યું ધો.12 પરિણામઃ ભરૂચ જિલ્લામાં 93.37% પાસ ટકાવારી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલ ધો.12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયુ છે ભરૂચ જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 93.37 ટકા તો વિજ્ઞાન પ્રવાહનું 80.59 ટકા પરિણામ જાહેર થયુ છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ 8555 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 8537 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પ્રવાહમાં 93.37 ટકા વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા.સામાન્ય પ્રવાહના પરિણામની વિગત જોતા ધો. 12 સામાન્ય પ્રવાહમાં એ-1, ગ્રેડમાં 71 વિદ્યાર્થી,એ-2 ગ્રેડમાં 454 વિદ્યાર્થી, બી-1 ગ્રેડમાં 1073 વિદ્યાર્થી, બી-2 ગ્રેડમા 1843 વિદ્યાર્થી સી-1 માં 2347, સી-2 માં 1853,ડી ગ્રેડમાં-341 અને ઈ-1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને એનઆઈ 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનું 92.66 ટકા, ભરૂચ કેન્દ્રનું 90.53 ટકા, ઝાડેશ્વર કેન્દ્રનું 93.58 ટકા, જંબુસર કેન્દ્રનું 92.71 ટકા, નેત્રંગ કેન્દ્રનું 99.31 ટકા, હાંસોટ કેન્દ્રનું 91.58 ટકા, ઝઘડીયા કેન્દ્રનું 93.89 ટકા અને દહેજ કેન્દ્રનું 98.25 ટકા પરિણામ જાહેર થયુ છે. અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં SG હાઇવે પર હવે ટ્રાફિકની પળોજણથી વાહન ચાલકોને રાહત મળશે, શહેરના સૌથી વ્યસ્ત ગણાતા SG હાઇવે પર સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનો 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ આગામી જૂન મહિનાથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.આ નવો બ્રિજ શરૂ થતા જ વાહનચાલકો આ ત્રણેય મુખ્ય જંક્શન પરના ટ્રાફિક અને સિગ્નલોમાં ફસાયા વગર સીધા જ પસાર થઈ શકશે. અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ 4 કિમીની લંબાઈ ધરાવતો શહેરના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર પૈકીનો એક હોવાનો દાવો કરાયો છે. આ બ્રિજ કાર્યરત થયા બાદ સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનું અંતર હવે મિનિટોમાં કપાઈ જશે.સિગ્નલ પર વાહનો ઊભા ન રહેવાને કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. ગાંધીનગર અને સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને શહેરના આંતરિક ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે. બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે.તંત્ર દ્વારા જૂન મહિનામાં તેનું લોકાર્પણ કરવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.ચોમાસું શરૂ થાય તે પહેલા આ બ્રિજ શરૂ થઈ જવાથી વરસાદી માહોલમાં થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ શહેરીજનોને મોટી રાહત મળશે.આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ભારે ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ છે. મોટા શહેરોમાં ગરમીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું આંકાડાઓ બતાવી રહ્યાં છે. ઝાડા ઉલ્ટી અને તાવની ફરિયાદો સહિત પાણી જન્ય રોગચાળો પણ વધી ગયો છે. આરોગ્ય નિષ્ણાંતો પ્રમાણે તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓની ભીડ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. AMCના આરોગ્ય વિભાગ મુજબ એપ્રિલ 2026માં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે.આંકડાકીય વિગતો મુજબ,શહેરમાં ઝાડા-ઉલ્ટીના 642, કમળાના 55 અને ટાઈફોઈડના 155 કેસ નોંધાયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તપાસ દરમિયાન પાણીના 21 નમૂના અનફ્ટિ જાહેર થયા છે અને 40 કિસ્સામાં ક્લોરીનનું પ્રમાણ શૂન્ય જણાયું છે.વધતા તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ પ્રદૂષિત પાણીના ઉદ્દભવસ્થાનો શોધવા તપાસ તેજ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી ગયા બાદ વાયરલ રોગચાળો વકર્યો છે.છેલ્લા એક સપ્તાહ દરમિયાન તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કુલ 1886 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.જ્યારે કમળાના બે અને ટાઈફોઈડ તાવનો એક કેસ મળી આવ્યો છે.પાણીજન્ય રોગને અટકાવવા માટે કુલ 1085 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ કર્યો છે. શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી હોવા છતા મચ્છરનો ત્રાસ વધ્યો છે તેના કારણે છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસના 747, સામાન્ય તાવના 711 અને ઝાડા-ઉલ્ટીના 423 કેસ નોંધાયા છે.આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા
70 shares
😐
D
Divya Bhaskar
May 5, 2026, 12:27 AM
રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે જી. સી. એ. એસ. પોર્ટલ ફરજિયાત બન્યું

રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે જી. સી. એ. એસ. પોર્ટલ ફરજિયાત બન્યું

ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે ‘જીકાસ’ (GCAS) પોર્ટલ અનિવાર્ય બન્યું છે. વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે તે માટે વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન ક એમ.એસ. યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આગામી 6, 7 અને 11 મેના રોજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. સયાજીગંજ સ્થિત સી.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે સાંજે 5:00 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે. જીકાસની પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીઓ આસાનીથી કરી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારમાં પ્રક્રિયા કેવી રીતે કરવી તેની માહિતી આપવાની સાથે તેમના કોઇ પ્રશ્નો હશે તો તેના પર જવાબો પણ અપાશે. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ડિજિટલ સ્ક્રીન દ્વારા ફોર્મ ભરવાની અને રજિસ્ટ્રેશનની લાઈવ પ્રક્રિયા સમજાવવામાં આવશે. આ સાથે જ પ્રવેશ અંગે વિદ્યાર્થીઓ કે વાલીઓના મનમાં રહેલી મૂંઝવણો અને પ્રશ્નોનું સ્થળ પર જ નિ:શુલ્ક નિરાકરણ કરવામાં આવશે. સમગ્ર રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, જ્યાં GCAS દ્વારા એડમિશન થવાના છે, ત્યાં આ રીતે માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. 6, 7 અને 11 મેએસાંજે 5 વાગ્યે સી.સી.મહેતા ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે સેમિનારમાં વિદ્યાર્થીઓને શું નવું જાણવા મળશે ? લાઈવ ડેમોસ્ટ્રેશન |જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, ડોક્યુમેન્ટ્સ કેવી રીતે અપલોડ કરવા અને કોલેજની પસંદગી કેવી રીતે કરવી તેની લાઈવ પ્રોસેસ સમજાવવામાં આવશે. યુનિવર્સિટી વાઈઝ ગાઈડન્સ |એમ.એસ. યુનિ. તેમજ અન્ય સરકારી યુનિ.માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને અહીંથી જ પ્લેટફોર્મની સમજ મળશે. પ્રશ્નોત્તરી સેશન |જો તમને ફોર્મ ભરતી વખતે કોઈ ટેકનિકલ સમસ્યા આવતી હોય અથવા ડોક્યુમેન્ટ્સ બાબતે મૂંઝવણ હોય, તો તમે સીધા જ નિષ્ણાતોને મળીને તેનું નિરાકરણ લાવી શકશો.
97 shares
😐
D
Divya Bhaskar
May 5, 2026, 12:24 AM
હરિ પ્રબોધમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત નોટબુકનું વિતરણ કર્યું

હરિ પ્રબોધમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત નોટબુકનું વિતરણ કર્યું

‘સેવા એ જ પરમો ધર્મ’ની ભાવનાને સાર્થક કરતા, હરિ પ્રબોધમ પરિવાર દ્વારા ગાયકવાડ મિલ ચાલમાં રહેતા સેવાભાવી અગ્રણી પ્રકાશભાઈ ચૌહાણના નિવાસસ્થાને જરૂરિયાતમંદ 550 છાત્રોને નિઃશુલ્ક નોટબૂકનું વિતરણ કરાયું હતું. હરીપ્રબોધમ પરિવારના જીગરભાઇ અને દિવ્યેશભાઇ હાજ આ કાર્યક્રમમાં ACB (એન્ટી કરપ્શન બ્યુરો) સુરત શાખાના જેઠાલાલ અને તેમની સમગ્ર ટીમે ઉપસ્થિત રહીને વિશેષ સાથ-સહકાર આપ્યો હતો. સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓ જ્યારે સાથે મળીને કામ કરે છે, ત્યારે સમાજના છેવાડાના માનવી સુધી મદદ પહોંચી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં ​જેરામભાઈ સોસા, ​અશોક પાંડે, ​જયંતિભાઈ ચૌહાણ, ​મનીષ ભારત, ​ગુડ્ડુભાઈ, ​પદ્માબેન તથા રેણુકાબેને હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વિતરણ વ્યવસ્થામાં સક્રિય સેવા આપી હતી.નવા શૈક્ષણિક સત્ર પૂર્વે મળેલી આ સહાયથી વાલીઓનો આર્થિક બોજ હળવો થયો છે. હરિ પ્રબોધમ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના ઉત્થાન માટે પાયાની જરૂરિયાત છે અને કોઈ પણ બાળક સાધનોના અભાવે ભણતરથી વંચિત ન રહે તેવો અમારો પ્રયાસ છે. ડો.સુકેશ ગુપ્તા, ડો.નિસર્ગ પટેલ, ડો. ભૌમિત ટંડેલ, ડો.જીગર ગાવિત, અમિતભાઇ મિશ્રા, શાંતાબેન જયરામ સોસા, ઉમાબેન , કરણભાઇ શંકર રસોઈયા, ડો.નિકુંજ પટેલ સહિતનાઓએ દાનથી આ સેવામાં સહયોગી બન્યા હતા.
99 shares
😢
D
Divya Bhaskar
May 5, 2026, 12:23 AM
વિસાવાડા ગામની સરકારી ઉચ્ચ શાળાએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ હાંસલ કર્યું

વિસાવાડા ગામની સરકારી ઉચ્ચ શાળાએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ હાંસલ કર્યું

વિસાવાડા ગામની સરકારી હાઈસ્કૂલે ગૌરવની નવી કેડી સર કરી છે. શાળાએ ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં સામાન્ય પ્રવાહનું પરિણામમાં આ વર્ષે શત-પ્રતિશત પરિણામ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં તમામ 60 વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી શાળા સાથે સાથે સમગ્ર ગામનું આ શ્રેષ્ઠ પરિણામ પાછળ શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓની અવિરત મહેનત અને લગન મુખ્ય કારણરૂપ રહ્યા છે. વિદ્યાર્થીઓ માત્ર પાસ થવામાં જ નહીં, પરંતુ ઉત્તમ ગુણ મેળવી શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. ઘણા વિદ્યાર્થીઓએ વિશેષ ગુણ સાથે પાસ થઈને ભવિષ્ય માટે મજબૂત પાયો નાખ્યો છે. જેમાં પ્રથમ ક્રમાંકે પુરોહિત રક્ષા કાલિદાસ 89.00 ટકા દ્રિતિય ક્રમાંકે પુરોહિત તેજલ લલીતભાઈ 87.28 ટકા તૃતિય ક્રમાંકે હુંન ગલી બાલાભાઈ 84.57 ટકા, ચતુર્થ ક્રમાંકે કેશવાલા સંજના રમેશભાઈ 82.57 ટકા પાંચમાં ક્રમે ઓડેદરા અંજલી રામભાઈ 80.85 ટકા મેળવી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શાળા પરિવાર ,ગામના આગેવાનો અને વાલીઓએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમંડળને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને આવનારા સમયમાં પણ શાળા વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
81 shares
😊
D
Divya Bhaskar
May 5, 2026, 12:20 AM
ગુજરાત બોર્ડે માર્ચ-2026ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યુંઃ સાયન્સ સ્ટ્રીમમાં સુધારો જોવા મળ્યો

ગુજરાત બોર્ડે માર્ચ-2026ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યુંઃ સાયન્સ સ્ટ્રીમમાં સુધારો જોવા મળ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2026ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં આ વર્ષે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો સામાન્ય પ્રવાહમાં કુલ 10,421 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 10,387 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ 39 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. જ્યારે A2 ગ્રેડમાં 572, B1 ગ્રેડમાં 1695, B 2 ગ્રેડમા 2543 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.C 1 ગ્રેડમાં 2840 C 2 ગ્રેડમા 1751 અને D ગ્રેડમા 232 વિધાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. નોંધનીય છે કે ગત વર્ષે 2025મા સામાન્ય પ્રવાહનું પરિણામ 95.40% હતું, જે આ વર્ષે 1.5% જેટલું ઘટીને આશરે 93.90% રહ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,525 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને 1,521 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લા માટે ગૌરવની વાત એ છે કે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વર્ષ 2025 માં 63.51% હતું, જે વધીને આ વર્ષે 65.55% નોંધાયું છે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1525 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા. તેમાંથી 1521 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગ્રેડ વાઈઝ પરિણામમાં A1 ગ્રેડમાં 0, A2 ગ્રેડમાં 54, B1 ગ્રેડમાં 111, B2 ગ્રેડમાં 164, C1 ગ્રેડમાં 278, C2 ગ્રેડમાં 303 અને D ગ્રેડમાં 87 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જોકે, આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં એક પણ વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કરી શક્યો નથી. જે સૂચવે છે કે ખૂબ જ ઊંચા ગુણ મેળવવામાં વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે. માટે જિલ્લામાં A1 ગ્રેડમાં શૂન્ય પરિણામ ચિંતાનો વિષય છે.
35 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:19 AM
જામનગરના ઘો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો મિશ્ર પ્રવાહો સાથે જાહેર થયા

જામનગરના ઘો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો મિશ્ર પ્રવાહો સાથે જાહેર થયા

જામનગરનુ ઘો.12 વિજ્ઞાન પ્રવાહનુ સોમવારે 89.90 ટકા અને સામાન્ય પ્રવાહનુ 92.99 ટકા પરીણામ જાહેર થયુ હતુ.જે ગત વર્ષની સાપેક્ષમાં અનુક્રમે 1.35 ટકા અને 0.62 ટકા ઘટયુ હોવાનુ સામે આવ્યુ છે.જેની પાછળ ગત વર્ષની સાપેક્ષમાં વિધાર્થીઓની સંખ્યામાં અનુક્રમે 252 વ સામાન્ય પ્રવાહમાં ગત વર્ષે સરખામણીએ એ-વન ગ્રેડમાં 57 વિધાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં 57 વિધાર્થીઓ વધ્યા હોવાનુ નોંધાયુ હતુ.ખાસ કરી વિધાર્થીઓની સખ્યામાં વધારો પરીણામમાં આંશિક ઘટાડો સુચવતુ હોવાનુ શિક્ષણવિદો જણાવી રહયા છે.જોકે, છેલ્લા વર્ષોમાં સાયન્સ ક્ષેત્રમાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણની સુવિધાઓમાં વધારો વિધાર્થીઓના વ્યકિતગત પરીણામાં સુધારો લાવ્યો હોવાનુ ઉમેર્યુ હતુ. શહેરમાં એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર સ્નાતક વગેરે માટે સિમિત સુવિધાઓના કારણે હવે એ-વન અને ટુ ગ્રેડનુ પરીણામ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિધાર્થીઓ ઉચ્ચ્ અભ્યાસ અર્થે સૌરાષ્ટ્ર સહિત રાજયની મોટી કોલેજોમાં એડમિશન માટે પ્રયાસો કરશે એમ મનાય રહયુ છે. દેવભૂમિ ગ્રામ્યની 2 તેજસ્વી છાત્રા ટોપર્સવિજ્ઞાન પ્રવાહમાં જામનગર શહેર-જિલ્લામાં 29 વિધાર્થીઓ ટોપર્સ રહયા છે જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે વિધાર્થીનીઓએ એ વન-ગ્રેડમાં ઝળકી છે.જિલ્લા કક્ષામાં બંને એ વન ગ્રેડમાં ઝળકેલી વિધાર્થીનીઓ નંદાણા (તા. કલ્યાણપુર) અને વનાવડ(ભાણવડ) પંથકમાં સ્થિત શૈક્ષણીક સંકુલમાં અભ્યાસ કરતી હોવાનુ સામે આવ્યુ છે.દેવભૂમિ જિલ્લામાં બંને ટોપર્સે ગ્રામ્ય પંથકમાંથી ઉત્કૃષ્ટ શૈક્ષણિક કારકિર્દીનુ પ્રારંભિક ઘડતર કર્યુ હોવાનુ જાણકારો જણાવી રહયા છે. ધ્રોલનુ વિ.પ્ર.નું ઉંચુ રિઝલ્ટઘો.12 વિજ્ઞાન પ્રવાહનુ જામનગર કેન્દ્રનુ 86.77 ટકા, ધ્રોલ કેન્દ્રનુ સૌથી વધુ 97.31 ટકા, જયારે ખંભાળિયાનું 87.21 અને મીઠાપુરનું 85.48 ટકા પરીણામ રહયુ છે. સામાન્ય ખેતમજુર પરિવારની છાત્રા અવ્વ્લ ક્રમે ઝળકીદેવભૂમિ જિલ્લાના નંદાણા ગામે મયુર શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતી શ્વેતા ભેડા ઘો.12 સાયન્સ બી ગ્રૃપમાં એ વન ગ્રેડમાં ઝળકી છે. ભવિષ્યમાં એમબીબીએસ કરી તબીબ બનવાની મહેચ્છા ધરાવતી તેજસ્વી છાત્રાએ શ્રેષ્ઠત્તમ પરીણામ મેળવી ખેતમજુરી કામ સાથે સંકળાયેલા શ્રમિક મધ્યમવર્ગીય પરીવારને ગૌરવાંકિત કર્યો છે.ઘો.11-12ના વિ.પ્ર.ના અભ્યાસ દરમિયાન શાળાના શિક્ષકો-સ્ટાફના સહયોગને પણ ઉત્કૃષ્ટ પરીણામનો શ્રેય આપ્યો હતો.
16 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:14 AM
ગુજરાત બોર્ડે જુનાગઢ અને વલસાડ ક્ષેત્રોનું ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું

ગુજરાત બોર્ડે જુનાગઢ અને વલસાડ ક્ષેત્રોનું ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ-2026ની પરીક્ષા જૂનાગઢ જીલ્લાના ધો.12 સા.પ્રવાહના 10,234 અને વિ.પ્રવાહના 2610 વિદ્યાર્થીઓએ આપી હતી. જેનું પરિણામ સા.પ્રવાહના કુલ 10,234 વિદ્યાર્થીઓમાંથી 9121 પાસ થયા હતા જ્યારે વિ.પ્રવાહના કુલ 2610 વિદ્યાર્થીઓમાંથી 2322 પાસ થયા હતા. વિ.પ્રવાહમાં કુલ 34 અને સા.પ્રવાહમાં 179 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષની સરખામણી આ વર્ષના પરિણામમાં બહુ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. વિ.પ્રવાહમાં સરદારબાગનું 92.76 અને સા. પ્રવાહમાં મેખડીનું 98.46 ટકા પરિણામ ધો.12 વિ.પ્રવાહમાં જૂનાગઢ સરદારબાગનું 92.76, જૂનાગઢ મોતીબાગનું 85.29 અને કેશોદનું 89.69 ટકા પરિણામ આવ્યું. જ્યારે સા.પ્રવાહમાં સૈાથી વધુ મેખડીનું 98.46 અને સૈાથી ઓછું ખોરાસા ગીરનું 80.73 ટકા પરિણામ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થિનીઓ બાજી મારી ગઈ હતી. ટકાવારી સરખી છે, ગ્રેડની ગુણવત્તા વધી છે : ડીઈઓ ધો.12નું વિ.પ્રવાહ અને સા.પ્રવાહના પરિણામની વર્ષ-2025ની સરખામણી કરીએ તો એકંદરે સમાન જ ગણી શકાય. સામાન્ય રીતે ગ્રેડની ગુણવત્તા વધી છે. ટકાવારી તો ગયા વર્ષની સરખામણીએ સરખી જ છે. વિદ્યાર્થીઓમાં ગ્રેડની ગુણવત્તામાં વધારો થયો છે.> લત્તાબેન ઉપાધ્યાય, ડીઈઓ, જૂનાગઢ. સા.પ્રવાહમાં 179, વિજ્ઞાનમાં 34 વિદ્યાર્થીઓને એ-ગ્રેડ 99.99 PR લેનારા છાત્રો સાથે વાત : કહ્યું, સોશિયલ મીડિયાથી દૂર રહોસ્ટ્રેસ મેનેજ કરવા માટે હું યોગ અને મેડિટેશન કરતી : યોગી ડાવરીયા સવાલ :ધો.12 કોમર્સમાં 99.99 પીઆર આવ્યા છે, તો દરરોજ કેટલી મહેનત કરતી ? જવાબ :સારા માર્કસ લેવાનું મે નક્કી કરી લીધુ હતુ એટલે રોજ 12 કલાક મહેનત કરતી, અઘરા વિષય પર વધારે ધ્યાન આપતી હતી. સવાલ :આટલી સખત મહેનતથી સ્ટ્રેસ આવી જાય તો કેવી રીતે મેનેજ કરતી ? જવાબ :સ્ટ્રેસ મેનેજ કરવા માટે હું મેડિટેશન અને યોગ કરતી હતી. સવાલ :અભ્યાસમાં સારૂ પરિણામ લાવવા માટે કઈ ટિપ્સ આપે છે ? જવાબ :સોશિયલ મીડિયાથી દૂર રહીએ , તો જ ભણી શકાય. હું સોશિયલ મીડિયા યુઝ કરતી જ નહોતી. સવાલ :હવે આગળ શું કરવાનો વિચાર છે ? જવાબ :હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગુ છું અને તેમાં જ કારકિર્દી બનાવીશ. ખેતમજૂરના પુત્રએ કહ્યું, "સોશિયલ મીડિયા એપ જ ડિલીટ કરી નાંખી'તી" સવાલ :બે વર્ષ કેવી રીતે મહેનત કરી ? જવાબ :11માંમા આવ્યો ત્યારથી સોશિયલ મીડિયા એપ ડીલીટ કરી દીધી હતી. સવાલ :તમારા પિતા શું કરે છે? જવાબ :અમારે જમીન ન હોવાથી મારા પિતા ખેત મજૂરી કરી રહ્યા છે. સવાલ :ઘરમાં કેટલા સભ્યો છે ? જવાબ :માતા પિતા ત્રણ બહેનો અને હું એટલે કે છ જણા એક ઘરમાં છીએ. મારા કાકા શિક્ષક હોવાથી અને દસમામાં સારા પર્સન્ટેજના લીધે આલ્ફા સ્કૂલમાં હોસ્ટેલમાં વ્યવસ્થા થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓએ ડિગ્રીની સાથે સ્કિલ્સ પર વધુ ભાર મુકવો પડશે વર્તમાન સમયમાં કારકિર્દીના વિકલ્પો માત્ર ડોક્ટર કે એન્જિનિયર પૂરતા સીમિત નથી. કોમર્સ ક્ષેત્રની જ વાત કરીએ તો આજે CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) અને CS (કંપની સેક્રેટરી) ઉપરાંત ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને ફોરેન ટ્રેડ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે પુષ્કળ તકો રહેલી છે. આર્ટસ અને સાયન્સમાં પણ સંશોધન અને નવી ટેકનોલોજીના કારણે નવા દ્વાર ખુલ્યા છે. વિદ્યાર્થીઓએ હવે "ડિગ્રી" ની સાથે "સ્કિલ્સ" (કૌશલ્ય) પર વધુ ભાર મૂકવો પડશે. કમ્યુનિકેશન સ્કિલ્સ, ટેકનિકલ નોલેજ અને પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ કેળવવો એ આજના સ્પર્ધાત્મક યુગમાં અનિવાર્ય છે. GPSC, UPSC કે બેંકિંગ પરીક્ષાઓની તૈયારી પણ ગ્રેજ્યુએશનની સાથે શરૂ કરી શકાય છે. શિસ્તબદ્ધ આયોજન અને સતત મહેનત એ જ સફળતાની ચાવી છે. > ડો.અજયકુમાર સી. ટીટા, એસોસિયેટ પ્રોફેસર (તજજ્ઞ) તસવીર - મેહુલ ચોટલીયા :ધો.12નું પરિણામ ઓનલાઈન મુકાતા જૂનાગઢમાં સોમવારે સવારથી જ વિદ્યાર્થીઓ પોતપોતાનું રિઝલ્ટ જાણવા તલપાપડ બન્યા હતા. રાયજીબાગમાં રિઝલ્ટ જાણ્યા પછી મિત્રો સાથે મળીને ખુશી વ્યકત કરાઈ હતી.
35 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:12 AM
નાણાકીય સંઘર્ષ વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુંઃ પીએમ સ્કૂલ ટોચના પ્રદર્શનકારોને જુએ છે

નાણાકીય સંઘર્ષ વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુંઃ પીએમ સ્કૂલ ટોચના પ્રદર્શનકારોને જુએ છે

દીવડા કોલોની પી એમ શાળામાં સામાન્ય પ્રવાહમાં કુલ 99 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. જેમાં 97 વિધાર્થીઓ પાસ થયા હતા. જેમાં નાના માછીવાડ ગામની દીકરી વનિતાબેન રમેશભાઈ ખાંટ શાળામાં 98.23 ટકા સાથે પ્રથમ રહી હતી. આ દીકરીઓની કહાની કોઈના પણ દિલ જીતી લે તેવી છ એક પિતા જે ખાનગી શાળાએ ભણવા માટે બસ ચલાવીને મૂકવા જાય છે, તેમની પોતાની દીકરીએ આર્થિક મર્યાદાઓને કારણે પુરો અભ્યાસ સરકારી શાળામાં કરવો પડ્યો હતો. પરંતુ, આ દીકરીએ પોતાની મહેનતથી 98.23% મેળવી શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કરી પિતાના સંઘર્ષને ગૌરવ અપાવ્યું છે. પી એમ શાળામાં ​માત્ર એક જ નહીં, પણ આ જ સંઘર્ષના માર્ગે ચાલતી શિયાલ ગામના ખેડુત પાદરીયા રમેશભાઈ ગામની દીકરી ગીતા પાદરીયાએ પણ 98.03 પર્સન્ટાઇલ સાથે બીજો ક્રમ મેળવી સાબિત કરી દીધું છે કે, મહેનત કરનાર માટે આકાશ પણ ટૂંકું પડે છે. જયારે આજ શાળામાં અભ્યાસ કરતો કેળામૂળ ગામના ખેડૂત નો પુત્ર બારિયા ધર્મેન્દ્ર રમેશ ભાઈ 97.80 પીઆર સાથે શાળામાં ત્રીજો નંબર મેળવ્યો છે.
96 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:04 AM
શિક્ષણ વિશ્વ રેન્કિંગમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરે પાંચમો અને ગુજરાતમાં બીજો ક્રમ મળ્યો છે.

શિક્ષણ વિશ્વ રેન્કિંગમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરે પાંચમો અને ગુજરાતમાં બીજો ક્રમ મળ્યો છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ (JAU) રાષ્ટ્રીય સ્તરે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે જાહેર થયેલા “એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા હાયર એજ્યુકેશન રેંકિંગ્સ–2026” માં આ યુનિવર્સિટીએ સમગ્ર ભારતમાં પાંચમું સ્થાન અને ગુજરાત રાજ્યમાં દ્વિ આ પ્રતિષ્ઠિત રેન્કિંગ માટે ફેકલ્ટીની ગુણવત્તા, સંશોધન અને ઇનોવેશન, પ્લેસમેન્ટ, માળખાગત સુવિધાઓ અને લીડરશીપ જેવા વિવિધ કડક માપદંડોને ધ્યાને લેવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાએ આ સફળતાને રાજ્ય સરકારના સતત સહયોગ અને સમગ્ર યુનિવર્સિટી પરિવારની મહેનતનું પરિણામ ગણાવ્યું હતું. આ સિદ્ધિ બદલ કુલપતિએ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને ખેડૂતોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ ગૌરવ કૃષિ શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે નવા આયામો સર કરવામાં પ્રેરણારૂપ બનશે.આ પ્રસંગે કુલપતિએ તમામ વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.
8 shares
😊
D
Divya Bhaskar
May 5, 2026, 12:00 AM
આંગણવાડીઓની જર્જરિત ઈમારતની સ્થિતિ વચ્ચે ગામડાના બાળકો મુશ્કેલીમાં મુકાયા

આંગણવાડીઓની જર્જરિત ઈમારતની સ્થિતિ વચ્ચે ગામડાના બાળકો મુશ્કેલીમાં મુકાયા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા વેરીભોવાડા ગામના વેરી ફળિયામાં આવેલી આંગણવાડીનું મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી આશરે 75 જેટલા નાના બાળકોને ભારે મુશ્કેલીઓ વચ્ચે અભ્યાસ કરવો પડી રહ્યો છે. મકાનની દયનીય સ્થિતિને કારણે અહીં બાળકોને બેસાડવું જોખમી બનતાં, હાલ તેઓને ગામના અન્ય લોકોના ઘરમાં બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા ઘણા સમયથી યથાવત છે છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આંગણવાડી કાર્યકરો પણ મજબૂરીમાં વિકલ્પરૂપે બાળકોને અન્યત્ર ભણાવવા મજબૂર બન્યા છે, જેના કારણે શિક્ષણની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આ મુદ્દે ગામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. તેઓએ તંત્ર પાસે તાત્કાલિક નવા આંગણવાડી મકાનના નિર્માણની માંગ ઉઠાવી છે. ગામજનોનો સ્પષ્ટ મત છે કે નાના બાળકોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી. હવે સ્થાનિક તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલા સમયમાં ઉકેલે છે તે જોવાનું રહ્યું છે. જોકે વલસાડ જિલ્લામાં ઘણી જગ્યાઓ પર આંગણવાડીઓ જર્જરીત જોવા મળી રહી છે. જયારે ઘણી જગ્યાઓ પર આંગણવાડીના બાળકોને ઓટલા ઉપર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કપરાડા વિસ્તારમાં આંગણવાડીની હાલત કફોડી જોવા મળી રહી છે. માટે શિક્ષણ વિભાગ દ્વારા લાંબા સમયથી આ સમસ્યા નું નિરાકરણ કરે તે જરૂરી છે. બાકી હાલમાં તો કપરાડા તાલુકાના વેરીભોવાડા ગામની આંગણવાડીના બાળકોના જીવ જોખમે અભ્યાસ કરે છે.
79 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:00 AM
દીકરીએ હાઈસ્કૂલની પરીક્ષામાં ગુણ મેળવતા ભાઈઓની મહેનતનું ફળ મળ્યું

દીકરીએ હાઈસ્કૂલની પરીક્ષામાં ગુણ મેળવતા ભાઈઓની મહેનતનું ફળ મળ્યું

ગોધરામાં ગોંદરા વિસ્તારમાં બે ભાઈઓ મોહમંદશોએબ અને મો. ખાલીદ ના પાન ના ગલ્લો ચલાવીને ગુજરાન ચલાવે છે.બને ભાઈઓના પાનના ગલ્લાં ચલાવતા સાથે બને ભાઈઓ પોતાની દીકરીઓ ને અભ્યાસ પણ કરાવતા હતા. બને પિતરાઇ બહેનો પણ પિતા ની ઇચ્છા પૂર્ણ કરવા તનતોડ મહેનત કરીને મોબાઈલ ને દૂર રાખીને કોમર્સ વિષયો ની તૈયારી પરીક્ષામાં કામ લાગી ગઈ હતી. સોમવારે પરિણામ જાહેર થતા ઇકબાલ સ્કૂલ માં અભ્યાસ કરતી આયશા ખાતુડાના 99.16 પર્સેન્ટાઇલ આવતા પરિવારમાં ખુશી ફેલાઈ હતી. જ્યારે આયેશાના કાકા ની દીકરી ઉકેશા પણ શાળામાં 87.36 પર્સેન્ટાઇલ સાથે પાસ થતા ખાતુડા પરિવાર દીકરીઓ પર ગર્વ અનુભવ્યો હતો.
94 shares
😊
D
Divya Bhaskar
May 5, 2026, 12:00 AM
વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું

વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું

SSC અને HSC બાદ ફેકલ્ટી પ્રવેશ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંઝવણો દૂર કરવા વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહત્વનું કારકિર્દી માર્ગદર્શન સેમિનાર આયોજિત કરાયું હતું. જેમાં નિષ્ણાંત શિક્ષણવિદો, પ્રોફેશનલ્સ દ્વારા IAS, IPS, રેવન્યુ ડીપાર્ટમેન્ટની વલસાડ લોટસ હોસ્પિટલ રોડ પર મધુમતિ ઓડિયોરિયમ ખાતે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ઝાહિદ દરિયાઇના અધ્યક્ષસ્થાને ઝાહિદભાઈ દરિયાઈ, આરીફ ખાનસર, અબ્દુલ લતીફ શેખ, ફહદભાઈ કરુ, સમીઉલ્લાહ ઇનામદાર, મેહરીશ ચાવડા, યાસર પઠાણ, ઝમીર શેખ, લીયાકત પોચાખાલીદ કદમ, વાહીદ મેમણ, મેહમુદ મુલ્લા, ઝુલ્ફીકાર મોટરવાલાની ઉપસ્થિતિ વચ્ચે સેમિનારના વક્તા વલસાડ ગવર્નમેન્ટ પોલિટેક્નિકના લેકચરર પ્રો. મોહંમદ તૌસિફ અન્સારીએ ધો.10 પછી ડીપ્લોમા, ધો.11, ધો.12 માટે સાયન્સ કોર્મસ સ્ટ્રીમની પસંદગીમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓની રુચિ શું છે તે જાણી લેવું ખુબ જરૂરી હોવા પર ભાર મૂક્યો હતો. ધો.10 પછી ડિપ્લોમા, આઇટીઆઇ, ધો.12 એ ગ્રુપમાં ડીગ્રી એન્જિનીયરિંગની કઇ કઇ બ્રાન્ચીસમાં પ્રવેશ લેવો, કઇ સરકારી, ખાનગી કોલેજોમાં ફીનું ધોરણ, ફોર્મ ભરવાની પ્રક્રિયા વિગેરેની વિસ્તૃત માહિતી આપતાં કહ્યું કે, વાલીઓ સંતાનોની રૂચિ, કેલિબર મુજબ નિર્ણય કરવા જણાવ્યું હતું. વલસાડના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફહદ કરુએ ધો.12 પછી કોમર્સમાં વિવિધ ફેકલ્ટીની પસંદગી કેવી રીતે કરવી તે મુદ્દો પણ સંતાનોને શામાં ઇન્ટરસ્ટ છે તે મુજબ CA, BCom, BSc, BSA વિગેરે બ્રાન્ચીસમાં એડમિશન લેવાનો નિર્ણય કરવા સલાહ આપી હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેવી રીતે બની શકાય, કેટલી મહેનત લાગે તેની ડીમાન્ડ, કોર્સના ફાયદા, મહેનત, ઓછાં ખર્ચમાં મોભાદાર સીએની ડીગ્રી મેળવી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. મેડિકલ સ્ટ્રીમની વિગતોના નિષ્ણાંત મૌલાના અબ્દુલ અઝીઝ ફલાહીએ બી ગ્રુપના ધો.12 સાયન્સ વિદ્યાર્થીઓ કે વાલીઓ જેમને મેડિકલ રસ છે તેમણે MBBS, BHMS, હોમીયોપેથી ડીગ્રી લઇ ડોકટર બનવાનું સ્વપ્ન કેવી રીતે પ્રવેશ લેવો.
42 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 5, 2026, 12:00 AM
દાદરા નગર હવેલી અને દમણ-દીઉએ 97.21% પાસ દર સાથે પ્રભાવશાળી શિક્ષણ પરિણામો નોંધ્યા

દાદરા નગર હવેલી અને દમણ-દીઉએ 97.21% પાસ દર સાથે પ્રભાવશાળી શિક્ષણ પરિણામો નોંધ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે શિક્ષણ જગતમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. આ વર્ષે પ્રદેશના શૈક્ષણિક ગ્રાફમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જે સમગ્ર પ્રદેશ માટે ગૌરવની ક્ષણ છે.દાદરા નગર હવેલીના આંકડાઓ પર નજર કરીએ તો, સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 97.21 ટકા આવ્યું છે. આ પરિણામ ગત વર્ષની સરખામણીએ 2 ટકા જેટલું વધારે છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે ગુજરાત બોર્ડનું સરેરાશ પરિણામ 92.71 ટકા રહ્યું છે, તેની સામે દાનહનું પરિણામ 4.5 ટકા જેટલું ઊંચું નોંધાયું છે. સામાન્ય પ્રવાહમાં કુલ 3978 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 3867 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈને સફળતા મેળવી છે. જે થોડા વિદ્યાર્થીઓ સફળ થઈ શક્યા નથી, તેમને પૂરક પરીક્ષા આપીને પુનઃ ઉત્તીર્ણ થવાનો અવસર પ્રશાસન દ્વારા આપવામાં આવશે. દમણ જિલ્લામાં પણ શૈક્ષણિક સુધારો દેખાયો છે, જ્યાં પરિણામમાં 3.65 ટકાનો વધારો થયો છે.વિજ્ઞાન પ્રવાહમાં ગણિત અને બાયોલોજી બંને ગ્રુપનું સંયુક્ત પરિણામ 81.65 ટકા રહ્યું છે. અહીં કુલ 1259 વિદ્યાર્થીઓમાંથી 1028 વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંક સાથે પાસ થયા છે. છેલ્લા એક દાયકાના શૈક્ષણિક ઈતિહાસ પર નજર કરીએ તો, જ્યારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કાર્યભાર સંભાળ્યો ત્યારે પરિણામો માંડ 60 થી 70 ટકાની આસપાસ રહેતા હતા. પરંતુ તેમના નેતૃત્વ હેઠળ આવેલી શૈક્ષણિક ક્રાંતિ, શાળાઓમાં ભૌતિક સુવિધાઓનો વિકાસ અને શિક્ષકોના નિરંતર માર્ગદર્શનને કારણે આજે સફળતાનો આ આંકડો 80 થી 90 ટકાને વટાવી ગયો છે. પ્રશાસકના આમૂલ પરિવર્તનના પ્રયાસો અને વિદ્યાર્થીઓની તનતોડ મહેનતને કારણે આજે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાઓમાં શિક્ષણની ગુણવત્તા વિશ્વસનીય બની છે. આ સફળતા માત્ર આંકડાકીય નથી, પરંતુ પ્રદેશના ઉજ્જવળ ભવિષ્યની પ્રતીતિ કરાવે છે.
45 shares
😊
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 11:49 PM
કચ્છ જિલ્લાએ ગુજરાતની ધોરણ 12ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કર્યા

કચ્છ જિલ્લાએ ગુજરાતની ધોરણ 12ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કર્યા

ધોરણ 12માં રાજ્યના સરેરાશ પરિણામ કરતા 3.50 ટકા વધુ પરિણામ હાંસલ કરી કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં પાંચમા ક્રમે રહ્યો છે. જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 96.21% અને વિજ્ઞાન પ્રવાહનું 85.64% પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે જિલ્લાના કુલ 224 તેજસ્વી તારલાઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં સામાન્ય પ્રવાહના 204 અને વિજ્ઞાન પ્રવાહના 20 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લાની 551 જેટલી શાળાઓમાં 100થી વધુ શાળાઓએ 100 ટકા પરિણામ મેળવી શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તંત્રની મહેનત રંગ લાવી : ડીઇઓ સંજય પરમાર જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આ સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને આપતા જણાવ્યું કે, પ્રિ-બોર્ડ એક્ઝામ, કચેરીની યુ-ટ્યુબ ચેનલ દ્વારા તજજ્ઞોનું માર્ગદર્શન અને સતત મોનિટરિંગને કારણે આ સિદ્ધિ મળી છે. તેમણે જિલ્લા કલેક્ટર અને પરીક્ષા સમિતિના અધ્યક્ષ આનંદ પટેલનો પણ આભાર માન્યો હતો. પરિણામ જાહેર થતાની સાથે શિક્ષણાધિકારી સંજય પરમાર, શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવી અને કંચનબેન કુકસાલે તેજસ્વી વિદ્યાર્થીઓને શાળાઓએ જઈ મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણ જગતમાં દિવાળી જેવો માહોલ: ધો.12 આર્ટ્સ-કોમર્સમાં જિલ્લાનું 96.21% પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થતા કચ્છમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ વર્ષે કચ્છ જિલ્લાએ પોતાની વિજયકૂચ જાળવી રાખતા 96.21% પરિણામ હાંસલ કર્યું છે, જે રાજ્યના સરેરાશ 92.71% કરતા નોંધપાત્ર રીતે વધુ છે. ખાસ કરીને A1 ગ્રેડ મેળવનારા તેજસ્વી તારલાઓની સંખ્યામાં થયેલો મોટો ઉછાળો કચ્છની શૈક્ષણિક ગુણવત્તામાં આવેલો સુધારો દર્શાવે છે. આ વર્ષે જિલ્લામાં કુલ 11,593 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 11,562 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 11,124 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. સૌથી ગર્વ લેવા જેવી બાબત એ છે કે, ગત વર્ષે A1 ગ્રેડમાં 150 વિદ્યાર્થીઓ હતા, જે આ વર્ષે વધીને 204 થયા છે. એટલે કે ગત વર્ષની તુલનામાં 54 વધુ વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ ગ્રેડ મેળવ્યો છે. પરિણામમાં વધારો સાબિત કરે છે કે અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણનો વ્યાપ અને ગુણવત્તા વધી રહ્યા છે. ચેરી ખંડોર 99.99 PR સાથે જિલ્લામાં ઝળકી: CA બનવાની આકાંક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામોમાં ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની ખંડોર ચેરી હરેશકુમારે ઉત્કૃષ્ટ દેખાવ કરતા 99.99 PR (98.71%) મેળવીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ચેરીએ 700 માંથી 691 ગુણ પ્રાપ્ત કરીને સાબિત કર્યું છે કે જો એકાગ્રતા અને સાચી પદ્ધતિથી મહેનત કરવામાં આવે તો કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. સફળતાના રહસ્યો શેર કરતા જણાવ્યું કે, તેણે ક્યારેય વિષયોને ગોખવા પર ભાર મૂક્યો નથી. તેના બદલે દરેક વિષયને ઊંડાણપૂર્વક સમજીને વાંચવાનું પસંદ કર્યું હતું. તે દરરોજ નિયમિતપણે 3 કલાક સંપૂર્ણ એકાગ્રતા સાથે વાંચન કરતી હતી. આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ જેવા વિષયો વિશે વાત કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ દાખલાઓથી ડરવાની જરૂર નથી, પણ તેમાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દાખલો ગણ્યા પછી રી-ચેકના કારણે ભૂલની શક્યતા નહિવત્ થઈ હતી. એક સમયે માત્ર એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી લક્ષ્ય સુધી ઝડપથી પહોંચી શકાય છે. અન્ય વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યું કે, વાંચન કરતી વખતે ચોકસાઈ રાખવી અને મહત્તમ પ્રેક્ટિસ કરવી એ જ સફળતાનો સાચો માર્ગ છે. જિલ્લાની 100થી વધુ શાળામાં 100 % પરિણામ કચ્છમાં ધો. 12ની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી કુલ 551 જેટલી શાળાઓ આવેલી છે જેમા સાયન્સમાં 5 અને આર્ટ્સ અને કોમર્સમાં 104 શાળાઓ એવી છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. અંતરિયાળ વિસ્તાર હોય કે પછી શહેર કચ્છમાં ઉચ્ચ શિક્ષણનો દબદબો હવે વધી રહ્યો છે. એક સમયે અંતરિયાળ કહેવાતો જિલ્લો આજે રાજ્યમાં ટોપ પાંચમાં આવે છે જે મોટી સફળતા છે. 5 વર્ષનું પરિણામ 2022 - 91.24 2023 - 84.59 2024 - 94.23 2025 - 95.05 2026 - 96.21 સામાન્ય પ્રવાહ : ગ્રેડ મુજબ છાત્રોની સંખ્યા A1 - 204 A2 - 1282 B1 - 2102 B2 - 2606 C1 - 2780 C2 - 1832 D - 312 98.50 સાથે કેરા કેન્દ્ર મોખરે માંડવી - 98.41% ગઢશીશા - 97.61% નખત્રાણા - 97.32% ભચાઉ - 97.04% નલિયા- 97.00% રાપર - 96.53% મુન્દ્રા - 96.48% ભુજ- 96.07% અંજાર- 95.76% ગાંધીધામ- 94.81% આદિપુર- 94.57% ખાવડા - 93.20% દયાપર - 91.43% કચ્છમાં ધો.12 સાયન્સમાં 85.64 ટકા પરિણામ, માંડવી કેન્દ્રનું સૌથી વધારે અને અંજારનું ઓછું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં કચ્છ જિલ્લાએ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. આ વર્ષે જિલ્લાનું કુલ પરિણામ 85.64% નોંધાયું છે, જે બોર્ડના સરેરાશ પરિણામ 84.33% કરતા પણ વધુ છે. છેલ્લા ચાર વર્ષની સરખામણીએ આ વર્ષે કચ્છે શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. જિલ્લામાં કુલ નોંધાયેલા 1441 પૈકી 1435 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1229 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. જિલ્લાની 5 શાળાઓએ 100% પરિણામ મેળવી શિક્ષણ જગતમાં નામ રોશન કર્યું છે. 2024માં માત્ર 2 વિદ્યાર્થી A1 ગ્રેડમાં હતા, જે સંખ્યા 2025માં 17 અને આ વર્ષે વધીને 20 પર પહોંચી છે. આ સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરાયું છે. વ્યક્તિગત સિદ્ધિમાં ગાંધીધામની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલની વિદ્યાર્થિની સાનવી વિજય ક્રીપલાણીએ 99.93 પર્સન્ટાઈલ (ગુણ 622) મેળવી સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવી હોવાનું ડીઇઓ કચેરી દ્વારા જણાવાયું હતું. કેન્દ્રવાર પરિણામ માંડવી - 91.24 ભુજ - 86.06 ગાંધીધામ - 84.33 અંજાર - 78.57 અવ્વલ આવેલી સાન્વીનું સોફ્ટવેર એન્જિનિયર બનવાનું સ્વપ્ન ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં ગાંધીધામની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલની વિદ્યાર્થિની સાન્વી વિજય ક્રીપલાણીએ 99.93 PR સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. સાન્વીએ 650 માંથી 622 ગુણ (95.69%) મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. સફળતા વિશે જણાવ્યું કે, શરૂઆતથી કરેલી મહેનતને કારણે અંતિમ સમયે દોડધામ કે માનસિક દબાણ અનુભવાયું નહોતું. સતત રિવિઝન અને વધુમાં વધુ પેપર સોલ્વ કરવાને સફળતાનું સૂત્ર ગણાવ્યું હતું. આજના સમયમાં જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ મોબાઈલના એડિક્શનનો ભોગ બનતા હોય છે, ત્યારે સાન્વી પોતે એક બ્લોગર છે. તેણે પોતાના બ્લોગિંગના શોખને જીવંત રાખવાની સાથે ભણતરમાં પણ એટલું જ ધ્યાન આપ્યું હતું. તેણે સાબિત કર્યું કે જો સમયનું આયોજન યોગ્ય હોય, તો શોખ અને અભ્યાસ બંનેમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. ભણતરને ક્યારેય દબાણરૂપ ન ગણવું જોઈએ. સોફ્ટવેર એન્જિનિયર બનીને ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. ટ્યુશન વગર સરકારી સ્કૂલમાં અભ્યાસ કરી ભુજની દીકરીએ પ્રતિભા દર્શાવી : ડોકટર બનવાની ઈચ્છા ભુજની સરકારી ઇન્દિરા બાઈ ગર્લ્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોઢા શિવાનીબા પ્રભુજીએ ધો. 12 સાયન્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે આજકાલ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોંઘા ટ્યુશન ક્લાસીસનો ક્રેઝ છે, ત્યારે શિવાનીબાએ કોઈપણ જાતના ટ્યુશન રાખ્યા વગર સરકારી સ્કૂલમાં અભ્યાસ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. સફળતાનો શ્રેય સ્વ-અભ્યાસ અને શાળાના માર્ગદર્શનને આપ્યો છે. તેઓએ જણાવ્યું કે, ધો. 10માં પણ A1 ગ્રેડ મેળવ્યો હતો. દરરોજ 8 થી 10 કલાક સખત અભ્યાસની સાથે આચાર્ય અને શિક્ષકો તરફથી તેમને સતત પ્રોત્સાહન અને શૈક્ષણિક સહયોગ મળતો હતો. તેમનું લક્ષ્ય મેડિકલ ક્ષેત્રમાં આગળ વધીને ડોક્ટર બની સમાજ સેવા કરવાનું છે. એક સામાન્ય પરિવારની દીકરીએ પોતાની મહેનતના જોરે મેળવેલી આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. પ્રિન્સિપાલ ભુમિકાબેન ગઢવીએ સિદ્ધીને બિરદાવી હતી. 5 વર્ષનું પરિણામ 2022 - 74.48 2023 - 70.88 2024 - 84.32 2025 - 83.23 2026 - 85.64 ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 20 A2 - 168 B1 - 255 B2 - 286 C1 - 271 C2 - 200 D - 29
55 shares
😊
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 11:48 PM
જામનગર જિલ્લાએ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા

જામનગર જિલ્લાએ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા

જામનગર જિલ્લાનુ સોમવારે ઘો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનુ પરીણામ જાહેર થયુ છે.જેમાં શહેરની બે સરકારી વિજ્ઞાન શાળા પૈકી નવાનગર હાઇસ્કુલનુ ઘો.12 વિજ્ઞાન પ્રવાહનુ 100 ટકા પરીણામ રહયુ છે.જયારે સામાન્ય પ્રવાહનુ પણ 94.73 ટકા જેટલુ ઉજજવળ પરીણામ રહ્ય તદુપરા઼ત ભણગોર સરકારી ઉચ્ચ સેકન્ડરી સ્કુલના તમામ 18 વિધાર્થીઓ, પરડવા સરકારી માધ્યમિક અને ઉ.મા. સ્કુલના તમામ 14 વિધાર્થીઓ,જોડીયાની શેઠ કે.ડી.વી. શાળાના તમામ 10 વિધાર્થીઓ,ધુડશીયા સરકારી ઉ.મા. શાળાના તમામ 9 વિધાર્થીઓ અને પીપરટોડા સરકારી ઉ.મા.શાળાના તમામ 25 વિધાર્થીઓ ઉતિર્ણ થયા છે.જે સાથે બાલંભા સરકારી ઉ.મા. શાળાના તમામ 9 વિધાર્થીઓ, મોડપુર સરકારી ઉ.મા.શાળાના તમામ પરીક્ષાર્થીઓ ઉતિર્ણ થતા સામાન્ય પ્રવાહનુ પરીણામ 100 ટકા રહયુ છે.
23 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 11:41 PM
ગુજરાતી રચનાકાર કિરીટ ગોસ્વામીને બાળ સાહિત્ય માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થશે

ગુજરાતી રચનાકાર કિરીટ ગોસ્વામીને બાળ સાહિત્ય માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થશે

ગુજરાતી બાળસાહિત્યમાં બાળગીત અને વાર્તાક્ષેત્રે માતબર પ્રદાન કરનાર અને બાળકોમાં ટોપીવાળી મા તેમજ આધુનિક ગિજુભાઈ તરીકે લોકપ્રિય બનેલા જામનગરના શિક્ષક અને સર્જક કિરીટ ગોસ્વામીએ વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં બાળસાહિત્ય સંસ્થાન, ઉત્તરાખ કિરીટ ગોસ્વામીને આ પ્રતિષ્ઠિત સન્માન તેમના વર્ષ-2023માં પ્રકાશિત થયેલા હિન્દી બાળગીત સંગ્રહ હાથીરાજા સ્કૂલ ચલેના વિશેષ પ્રદાન બદલ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પુસ્તકને અગાઉ ગુજરાત રાજ્ય હિન્દી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. આગામી જૂન માસમાં ઉત્તરાખંડના અલ્મોડા ખાતે યોજાનાર રાષ્ટ્રીય બાળસાહિત્ય સંગોષ્ઠિ-2026 ના વિશેષ કાર્યક્રમમાં તેમને આ એવોર્ડ એનાયત કરી નવાજવામાં આવશે. આધુનિક બાળકોની પસંદ-નાપસંદને પારખનાર આ સર્જકના સાહિત્ય પર અત્યાર સુધીમાં વિવિધ યુનિવર્સિટીઓમાં પાંચ જેટલા શોધ નિબંધો તૈયાર થઈ ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્તરે ચોથી વખત સન્માનિત થઈ રહેલા કિરીટ ગોસ્વામીની આ ઉપલબ્ધિ બદલ જામનગરના શિક્ષણ તથા સાહિત્ય જગતમાં આનંદની લાગણી વ્યાપી છે. કૃતિઓ પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવે છે...નાની ઉંમરે વર્ષ 2022માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂકેલા કિરીટ ગોસ્વામી માત્ર સર્જન પૂરતા મર્યાદિત નથી. તેમણે ગુજરાતની અંદાજે 1000 જેટલી પ્રાથમિક શાળાઓમાં જઈને બાળગીતો અને વાર્તાઓના માધ્યમથી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો સેવાયજ્ઞ આદર્યો છે. જામનગરની મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આ સર્જકની કૃતિઓ આજે ગુજરાત અને મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકોમાં પણ ભણાવવામાં આવે છે.
86 shares
😊
Akila News logo
Akila News
May 4, 2026, 05:12 PM
ધોરાજીના ફરેની રોડના રહેવાસીઓ વહીવટી ખામીઓ વચ્ચે પીવાના પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે

ધોરાજીના ફરેની રોડના રહેવાસીઓ વહીવટી ખામીઓ વચ્ચે પીવાના પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે

ધોરાજીના ફરેણી રોડ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી પીવાના પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. આ વિસ્તારના વોર્ડ નંબર 4 માં વસતા 500 જેટલા પરિવારો પાણીની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે નવી પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં વહીવટી ખામીને કારણે હજુ સુધી છેવાડાના માનવી સુધી પાણી પહોંચ્યું નથી. આકરા ઉનાળામાં જ્યારે તાપમાનનો પારો આસમાને છે, ત્યારે તંત્રની આ નિંભરતા સ્થાનિકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. સ્થાનિકોની વ્યથા માત્ર પાણીની અછત પૂરતી મર્યાદિત નથી, પરંતુ જે જૂની લાઈન દ્વારા પાણી મળે છે તે અત્યંત જોખમી છે. આરોપ છે કે પીવાના પાણીની લાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળી જવાથી લોકોને દૂષિત પાણી પીવા મજબૂર થવું પડે છે. આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં ચામડીના રોગો અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે પાણી ભરવા માટે દીકરીઓને 5 કિલોમીટર દૂર સુધી રઝળપાટ કરવો પડે છે, જેના કારણે તેમનું ભણતર પણ બગડી રહ્યું છે. વારંવારની રજૂઆતો છતાં સત્તાધીશો દ્વારા માત્ર પોકળ આશ્વાસનો મળતા આજે મહિલાઓનો સંયમ તૂટ્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ રસ્તા પર ઉતરીને વાહનવ્યવહાર થંભાવી દીધો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા નહીં થાય, તો નગરપાલિકા કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સાથે જ આક્રોશિત રહીશોએ આગામી ચૂંટણીઓમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે, જે આગામી સમયમાં તંત્ર માટે મોટી મુસીબત બની શકે છે.
30 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 03:42 PM
ધોળકિયા સ્કૂલ્સ ગ્રૂપે ધોરણ-12ની પરીક્ષામાં વિક્રમજનક પરિણામો હાંસલ કર્યા

ધોળકિયા સ્કૂલ્સ ગ્રૂપે ધોરણ-12ની પરીક્ષામાં વિક્રમજનક પરિણામો હાંસલ કર્યા

રાજકોટ, તા., ૪: ધોળકીયા સ્‍કુલ્‍સ ગૃપની યાદીમાં ઉમેર્યુ છે કે આજે આવેલા ધોરણ - ૧૨ (સાયન્‍સ) અને ૧૨ (કોમર્સ) ના પરિણામમાં ધોળકિયા સ્‍કૂલ્‍સના તેજસ્‍વી તારલાઓએ રેકોર્ડ બ્રેક પરિણામ મેળવી મેદાન માર્યુ છે. યાદી મુજબ ગુજકેટમાં ધોરણ - ૧૨ (સાયન્‍સ)માં ઘાડિયા મિહિર એ ગુજકેટમાં ૧૨૦ માંથી ૧૧૮.૭૫ માર્કસ સાથે ૯૯.૯૮PRમેળવી સમગ્ર ગુજરાતમાં સેકન્‍ડ રેન્‍ક મેળવ્‍યો હતો. ધોરણ - ૧૨ (સાયન્‍સ)માં ધોળકિયા સ્‍કૂલે મેળવેલા એક-એક થી ચઢિયાતા પરિણામો જોઇએ તો સમગ્ર ગુજરાત બોર્ડ દ્વિતીય ૧ વિદ્યાર્થી, -A૧ ગ્રેડ સાથે ૧૨૧ વિધાર્થીઓ સબ્‍જેકટ ફર્સ્‍ટ ૧૩ વિધાર્થીઓ ૯૯.૦૦PRથી વધારે ૨૪ વિદ્યાર્થીઓ ૯૦.૦૦PRથી વધારે ૩૦૧ વિદ્યાર્થીઆનો સમાવેશ થાય છે. ધોરણ - ૧૨ (કોમર્સ)ના પરિણામમાં ૯૯.૯૯PRસાથે બોર્ડ પ્રથમ આવનાર ૫-૫ વિદ્યાર્થીઓ એકમાત્ર ધોળકિયા સ્‍કૂલના છે. ફરી એકવાર ગુજરાત બોર્ડમાં ઐતિહાસિક પરિણામ મેળવતી ધોળકિયા સ્‍કૂલની દિકરી ભિમજીયાણી શ્રેયા જેણે ૭૦૦ માંથી ૬૮૭ માર્કસ સાથે ૯૮.૧૪ ટકા અને ૯૯.૯૯PRમેળવી રાજકોટ શહેર અને ધોળકિયા સ્‍કૂલને ગૌરવવંતી બનાવી આ દિકરીએ બોર્ડના આજસુધીના ઈતિહાસમાં સૌથી વધુ માર્કસ મેળવી નવો ઈતિહાસ સર્જ્‍યો છે. અગાઉ આ રેકોર્ડ ધોળકિયા સ્‍કૂલની દિકરી ભુવા હેન્‍સીના નામે હતો. આજના ધોરણ - ૧૨ કોમર્સનાં પરિણામમાં બોર્ડ ફર્સ્‍ટ આવેલા ૯૯.૯૯PRસાથેના વિદ્યાર્થીઓ છ નામ નીચે પ્રમાણે છે. ભિમજીયાણી શ્રેયા વિમલકુમાર ૯૯.૯૯PRચોસલિયા શ્રુતિ લલિતભાઈ ૯૯.૯૯PRઉમરાણીયા ધ્રુવી જયેશભાઈ ૯૯.૯૯PRડોબરીયા રીયા જીતેન્‍દ્રભાઈ ૯૯.૯૯PRજાડેજા હેમાક્ષીબા દિગ્‍વિજયસિંહ ૯૯.૯૯.PRનો સમાવેશ થાય છે. આજરોજ જાહેર થયેલાH.S.C.(કોમર્સ)ના પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવી ધોળકિયા સ્‍કૂલ્‍સ મોખરે રહી છે. જેમાં સમગ્ર ગુજરાત બોર્ડ પ્રથમ ૫ વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાત બોર્ડ ટોપટેન માં ૩૩ વિધાર્થીઓA૧ ગ્રેડ સાથે ૨૩૩ વિદ્યાર્થીઓ ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ સાથે સબ્‍જેક્‍ટ હાઈએસ્‍ટ ૨૧૯ વિદ્યાર્થીઓ ૯૦.૦૦PRથી વધારે ૩૮૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
80 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 03:07 PM
ધોળકિયા સ્કૂલ્સ ગ્રૂપે વિજ્ઞાન અને વાણિજ્યના પરિણામોમાં નવો વિક્રમ સ્થાપ્યો

ધોળકિયા સ્કૂલ્સ ગ્રૂપે વિજ્ઞાન અને વાણિજ્યના પરિણામોમાં નવો વિક્રમ સ્થાપ્યો

રાજકોટઃ આજે ધો.૧૨ સાયન્‍સ અને કોમર્સનું પરિણામ જાહેર થયુ છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોળકિયા સ્‍કુલ્‍સ ગ્રુપે જબરૂ મેદાન માર્યુ છે, ધો.૧૨ સામાન્‍ય પ્રવાહમાં બોર્ડ ફર્સ્‍ટ પ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઝળકી ઉઠયા છે. ધો.૧૨ સાયન્‍સમાં પણ જબરી સફળતા હાંસલ કરી હોવાનું જાહેર કરાયુ છે. બાલાજીહોલ કે.જી. ધોળકીયા સ્‍કુલ ખાતે ધોળકીયા સ્‍કુલ ગ્રુપના ડંકાથી ફટાકડાના અને ઢોલ- ત્રાંસાના ધૂમધડાકાએ વાતાવરણ ગજવી મુકયુ હતું. મુખ્‍ય મેનેજીંગ ટ્રસ્‍ટીઓ શ્રી કૃષ્‍ણકાંત ધોળકીયા- જીતુભાઇ ધોળકીયા- તમામ સ્‍ટાફ- વાલીઓ- સેંકડો વિદ્યાર્થીઓ આનંદથી નાચી ઉઠયા હતા. સ્‍કુલ ગ્રુપે આ વખતના પરીણામમાં નવો રેકોર્ડ સર્જી દિધાનું શ્રી કૃષ્‍ણકાંતભાઇ ધોળકીયાએ જાહેર કર્યુ હતું. સેંકડો વિદ્યાર્થીઓ- વાલીઓએ ધોળકીયા સ્‍કુલ ગ્રુપની ઝળહળતી સફળતા બદલ શિક્ષકો- ટ્રસ્‍ટીઓનો આભાર વ્‍યકત કર્યો હતો. ધો.૧૨ સાયન્‍સ- કોમર્સ બંનેમાં તમામ સ્‍કુલનું પરિણામ ૯૯ ટકા આસપાસ રહયુ તે જબરી સફળતા હોવાનું મેનેજર શ્રી ગોકાણીએ ઉમેર્યુ હતું. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)
5 shares
😊
Akila News logo
Akila News
May 4, 2026, 02:50 PM
થલપતિ વિજયની પાર્ટીએ તમિલનાડુના રાજકારણને હચમચાવી દેવાનું વચન આપ્યું

થલપતિ વિજયની પાર્ટીએ તમિલનાડુના રાજકારણને હચમચાવી દેવાનું વચન આપ્યું

ચેન્નાઈ, તા.૪: તમિલનાડુના રાજકારણમાં જ્‍યારે પણ કોઈ સુપરસ્‍ટાર ડગ માંડે છે, ત્‍યારે ઈતિહાસ બદલાય છે, અને થલપતિ વિજયે પોતાની પાર્ટીTVKદ્વારા આ પરંપરાને જીવંત રાખી છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં વિજયની એન્‍ટ્રીએ માત્ર ગ્‍લેમર જ નહીં, પણ સચોટ અને ગ્રાઉન્‍ડ લેવલના વચનો દ્વારા પ્રસ્‍થાપિત પક્ષોના પાયા હચમચાવી દીધા છે. તેમના મેનિફેસ્‍ટોના સાત મુખ્‍ય અદભુત વચનોમાં સૌથી વધુ ચર્ચા માધિપુમિગુ માગાલીર થિટ્ટમની છે, જે અંતર્ગત પરિવારની મહિલા વડાઓને દર મહિને રૂ.૨,૫૦૦ની સીધી આર્થિક સહાય આપવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત, અન્નપૂર્ણા સુપર સિક્‍સ યોજના હેઠળ વર્ષે ૬ મફતLPGસિલિન્‍ડર અને લગ્ન પ્રસંગે ૮ ગ્રામ સોનાની સાથે રેશમી સાડી આપવાના વચને ખાસ કરીને મહિલા મતદારોમાં વિજયની લોકપ્રિયતાને આસમાને પહોંચાડી દીધી છે. શિક્ષણ અને યુવા શક્‍તિને લક્ષ્ય બનાવીને વિજયે કામરાજર કાલવી ઉરુધિ થિટ્ટમ દ્વારા ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રૂ.૧૫,૦૦૦ની સહાય જાહેર કરી છે, જે ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. માત્ર અભ્‍યાસ જ નહીં, પણ ડિગ્રી મેળવ્‍યા બાદ સંઘર્ષ કરતા યુવાનો માટે માસિક રૂ.૪,૦૦૦ સુધીનું બેરોજગારી ભથ્‍થું આપીનેTVKએ તમિલનાડુના આધુનિક યુવા વર્ગની નસ પકડી લીધી છે. મહિલાઓ માટે બસોમાં મફત મુસાફરીની સુવિધા વેત્રી પયનમ થિટ્ટમ દ્વારા પરિવહનને વધુ સુલભ બનાવવાનો પ્રયાસ કરાયો છે. વિજયના આ વચનો માત્ર કાગળ પરના આંકડા નથી, પરંતુ જનતાની રોજબરોજની જરૂરિયાતોને સ્‍પર્શતા મુદ્દાઓ છે, જેણે ચૂંટણી મેદાનમાં તેમને મોખરે લાવી દીધા છે. ખેતીપ્રધાન વિસ્‍તારોમાં પોતાની પકડ મજબૂત કરવા માટે વિજયે માસ્‍ટર સ્‍ટ્રોક મારતા નાના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરી છે. ૫ એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોનું દેવું નાબૂદ કરવું અને મોટા ખેડૂતો માટે ૫૦% લોન માફી જેવા ક્રાંતિકારી વચનોએ ગ્રામીણ તમિલનાડુમાં વ્‍સ્‍ધ્‍ તરફી લહેર પેદા કરી છે. દ્રવિડિયન વિચારધારાના ગઢમાં વિજયની આ કલ્‍યાણકારી રણનીતિએ સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર પડદાના હીરો નથી, પણ લોકોની સમસ્‍યાઓ સમજનાર ગંભીર રાજનેતા તરીકે પણ ઉભરી રહ્યા છે. જો આ વલણો મતોમાં પરિવર્તિત થશે, તો તમિલનાડુમાં દાયકાઓથી ચાલતા પરંપરાગત પક્ષોના શાસન સામે વિજય એક નવો વિકલ્‍પ બનીને ઉભરશે.
44 shares
😊
Akila News logo
Akila News
May 4, 2026, 02:27 PM
શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈ સ્કૂલે ધોરણ 12ની પરીક્ષામાં 100% પરિણામ મેળવ્યું

શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈ સ્કૂલે ધોરણ 12ની પરીક્ષામાં 100% પરિણામ મેળવ્યું

રાજકોટ તા.૪: મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્‍સ હાઈસ્‍કૂલનું ધોરણ ૧૨ નું ૧૦૦% તેજસ્‍વી પરિણામઃ શ્રી પી. એન્‍ડ ટી.વી. શેઠ હાઈસ્‍કૂલનું ૮૦.૨૦% ટકા પરિણામ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ શાળાએ છેલ્લા ૩ વર્ષથી સતત ૧૦૦ ટકા પરિણામ જાળવી રાખ્‍યું મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ અને પી. એન્‍ડ ટી.વી. શેઠ હાઈસ્‍કૂલએ શૈક્ષણિક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ શૈક્ષણિક વર્ષના ધોરણ ૧૨ ના પરીક્ષા પરિણામોમાં શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ શાળાએ ૧૦૦ ટકા પરિણામ અને પી. એન્‍ડ ટી.વી. શેઠ હાઈસ્‍કૂલ શાળાએ ૮૦.૨૦% ટકા પરિણામ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે સમગ્ર શહેર માટે ગર્વની વાત છે. શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ આ વર્ષે શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ શાળાના કુલ ૧૦૭ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી અને તમામ ૧૦૭ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે. પરિણામે શાળાનો કુલ પરિણામ દર ૧૦૦ ટકા નોંધાયો છે. એક પણ વિદ્યાર્થી નાપાસ ન થતા શાળાની શૈક્ષણિક ગુણવત્તા અને માર્ગદર્શનની અસરકારકતા સ્‍પષ્ટ થાય છે. વિદ્યાર્થીનીઓના પ્રદર્શનની વિશેષતા તરીકે ૮૦PRથી વધુ ગુણ મેળવનારા ૫૭ વિદ્યાર્થીઓ છે, જ્‍યારે ૯૦PRથી વધુ ગુણ મેળવનારા ૪૦ વિદ્યાર્થીઓએ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. આ આંકડા શાળાના મજબૂત શૈક્ષણિક ધોરણ અને સતત પ્રયત્‍નોની સાબિતી આપે છે. ગત વર્ષમાં પણ શાળાનું પરિણામ ૧૦૦ ટકા રહ્યું હતું અને આ વર્ષે પણ તે જ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ રીતે સતત ગુણવત્તાસભર શિક્ષણ આપીને શાળાએ સફળતાની નવી ઊંચાઈ સર કરી છે. અન્‍ય મહત્‍વપૂર્ણ સિદ્ધિઓમાં, શાળાએ છેલ્લા ૩ વર્ષથી સતત ૧૦૦ ટકા પરિણામ જાળવી રાખ્‍યું છે, જે શાળાની શૈક્ષણિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વર્ષે ઉમરાણિયા ક્રિષાએ ૯૯.૯૯PRમેળવી શાળાનું નામ રોશન કર્યું છે. ઉપરાંત, કુલ ૧૨ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી ઉત્‍કળષ્ટ પ્રદર્શન કર્યું છે.
26 shares
😊
Akila News logo
Akila News
May 4, 2026, 02:10 PM
કોંગ્રેસ નેતાઓએ રાજકોટ ખાતે વિદ્યાર્થીઓને સહાયનું વિતરણ કર્યું

કોંગ્રેસ નેતાઓએ રાજકોટ ખાતે વિદ્યાર્થીઓને સહાયનું વિતરણ કર્યું

રાજકોટ : શહેર વોર્ડ નં. ૧૫ના ખોડીયારપરા વિસ્‍તારમાં જય સોમનાથ સ્‍કુલ ટ્રાન્‍સપોર્ટેશન સર્વિસ સાથે જોડાયેલા ૨૦૦ વિદ્યાર્થીઓને રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી નરેશભાઇ જે. પરમારની આગેવાનીમાં વશરામભાઇ સાગઠીયા (પૂર્વ વિરોધપક્ષ નેતા મહાપાલીકા), અર્જુનભાઇ ચૌહાણ (વોર્ડ નં. ૧૬ ના કોંગ્રેસ કોર્પોરેટર), રામદેવસિંહ વાઘેલા (શહેર કોંગ્રેસ અગ્રણી), અરવિંદભાઇ મુછડીયા (મહામંત્રી પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડીપાર્ટમેન્‍ટ), રમેશભાઇ ડૈયા જોનભાઇ (ચેરમેન શહેર કોંગ્રેસ અનુ.જાતિ ડીપાર્ટમેન્‍ટ), રમેશભાઇ કે. વઘેરા (શહેર કોંગ્રેસ અનુ.જાતિ ડીપાર્ટમેન્‍ટ), મનસુખભાઇ ગોહેલ (કોળી સમાજ આગેવાન)ની ઉપસ્‍થિતિમાં દફતર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ તકે ઉપસ્‍થિત આગેવાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી માર્ગદર્શન આપી પ્રોત્‍સાહિત કર્યા હતા.
79 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 02:03 PM
એડ્યુકેશનલ ફેડરેશનની રાજકોટ ખાતે સામાન્ય સભા યોજાઈ

એડ્યુકેશનલ ફેડરેશનની રાજકોટ ખાતે સામાન્ય સભા યોજાઈ

રાજકોટઃ સેવાભારતી કાર્યાલય ખાતે અખિલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ,જિલ્લા રાજકોટ દ્વારા સાધારણ સભા તથા જિલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ,પ્રાથમિક સંવર્ગના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી,સૌરાષ્‍ટ્ર સંભાગપ્ર૧ના સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ,મીડિયા માંથી રવિભાઈ પાંડોર,માધ્‍યમિક વિભાગમાં પ્રાંતમાંથી ગીતાબેન જલુ,વિભાગ મહિલા સંગઠન મંત્રીડૉ.લાભુબેન કારાવદરા ઉપસ્‍થિત રહ્યા હતા. જિલ્લા મંત્રી સાગરભાઈ પોપટના સંચાલનમાં મંચસ્‍થ મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. ત્‍યારબાદ જિલ્લા મહિલા મંત્રી હેતલબેન ઉપાધ્‍યાય દ્વારા સરસ્‍વતી વંદનાથી બેઠકનો શુભારંભ થયો. રાજકોટ જિલ્લા અધ્‍યક્ષ સંજયભાઈ હુંબલ દ્વારા શિક્ષક મિત્રોનું સ્‍વાગત સાથે કરેલરાજકોટ તાલુકાના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિમલભાઈ ઉધાસને પ્રાંત ટીમના હસ્‍તે વિધિવત રીતે સંગઠનમાં આવકારવામાં આવેલ ગત બેઠકના પ્રોસીડિંગનું વાંચન જિલ્લા મંત્રી સાગરભાઈ પોપટ દ્વારા તથા વર્ષ ૨૦૨૫-૨૬ ના હિસાબો સહ સંગઠન મંત્રી ઉમેશભાઈ પેથાણી દ્વારા રજૂ કરવામાં આવ્‍યા હતા. પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીએ ‘‘હમારા વિદ્યાલય - હમારા તીર્થ''જેવા વિચારો તેમજ આંતરિક સંકલન મજબૂત બનાવવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપેલ.સૌરાષ્‍ટ્ર સંભાગના સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ત્‍યાર બાદ પ્રાંત મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ દ્વારા જિલ્લા ટીમ જાહેર કરવામાં આવી હતી.
56 shares
😐
Sandesh logo
Sandesh
May 4, 2026, 01:56 PM
ડાંગ જિલ્લાએ ગુજરાતના ધોરણ 12ના પરિણામોમાં ઈતિહાસ રચ્યો

ડાંગ જિલ્લાએ ગુજરાતના ધોરણ 12ના પરિણામોમાં ઈતિહાસ રચ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 12 ના પરિણામોમાં ડાંગ જિલ્લાએ ઇતિહાસ રચી દીધો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ડાંગ જિલ્લો સમગ્ર રાજ્યમાં 97.88% સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. આટલું જ નહીં, વિજ્ઞાન પ્રવાહમાં પણ ડાંગ જિલ્લાએ રાજ્યના ટોચના જિલ્લાઓમાં સ્થાન મેળવતા આઠમો ક્રમ હાંસલ કર્યો છે. અંતરિયાળ ગણાતા આ જિલ્લાના વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી સાબિત કરી દીધું છે કે સુવિધાઓ કરતા સંકલ્પ શક્તિ વધુ મહત્વની છે. જિલ્લાના મુખ્ય મથક આહવાની રહેવાસી પ્રાચી ટંડેલે વિજ્ઞાન પ્રવાહમાં 97.54% (99.99 પર્સન્ટાઈલ) મેળવી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. પ્રાચીની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે તેણે કોઈ પણ મોંઘા ટ્યુશન ક્લાસીસ રાખ્યા વગર માત્ર શાળાના શિક્ષકો અને માતા-પિતાના માર્ગદર્શન હેઠળ જ આ સફળતા મેળવી છે. પોતાની સફળતા વિશે વાત કરતા પ્રાચીએ જણાવ્યું હતું કે, તે ભવિષ્યમાં સખત મહેનત કરીને IAS ઓફિસર બની દેશની સેવા કરવા ઈચ્છે છે. ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક પરિણામથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ અને વિજ્ઞાન પ્રવાહમાં આઠમો ક્રમ મેળવવો એ ડાંગના શૈક્ષણિક સ્તરમાં થયેલા સુધારાનું પ્રતીક છે. આ સફળતા પાછળ જિલ્લાના કર્મનિષ્ઠ શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓની ધગશ જવાબદાર છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક કક્ષાએ પ્રાચી ટંડેલ સહિતના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ પર અભિનંદન વર્ષા થઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ, LCB ડાંગ-આહવાની ટીમે ઓપરેશન પાર પાડીને વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણે (ઉંમર વર્ષ 49) ને મહારાષ્ટ્રના સંગમનેર ખાતેથી દબોચી લીધો છે. આરોપી રામદાસ રહાણે વિરુદ્ધ વર્ષ 2022માં સાપુતારા પોલીસ મથકે IPCની કલમ 342, 114 તથા આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડથી બચવા માટે આરોપી સતત પોતાની ઓળખ છુપાવતો હતો. જોકે ડાંગ LCBની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રના નાશિક અને સંગમનેર વિસ્તારમાં સતત રેકી કરી હતી અને આખરે ચોક્કસ લોકેશન મળતા પોલીસે છાપો મારીને આરોપીને તેના વતન સંગમનેરથી ઝડપી પાડ્યો હતો. લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા આ આરોપીની ધરપકડ બાદ ડાંગ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીને હાલ સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ કામગીરી દ્વારા ડાંગ પોલીસે ગુનાખોરી ડામવા અને નાસતા-ફરતા અપરાધીઓને પકડવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ગાંધીનગર જિલ્લાના દહેગામમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ના પરિણામો બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં કોંગ્રેસના અપેક્ષા કરતા નબળા પ્રદર્શન બાદ દહેગામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ રબારીએ નૈતિકતાના ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પણ વાંચો -Gandhinagar News: ચિલોડા પોલીસનું હાઇવે પર ઓપરેશન, રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતા હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા
25 shares
😊
Akila News logo
Akila News
May 4, 2026, 01:52 PM
ફ્રાન્સે 2026-27 માંથી બિન-EU વિદ્યાર્થીઓ માટે ડ્રાસ્ટિક ટ્યુશન ફી વધારવાની જાહેરાત કરી

ફ્રાન્સે 2026-27 માંથી બિન-EU વિદ્યાર્થીઓ માટે ડ્રાસ્ટિક ટ્યુશન ફી વધારવાની જાહેરાત કરી

પેરિસ, તા.૦૪: વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા અને ખાસ કરીને ફ્રાન્સને પોતાની પસંદગીનું સ્થળ માનતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ફ્રાન્સ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી નીતિ મુજબ, શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી યુરોપિયન યુનિયન (EU) બહારના તમામ વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફીમાં મોટો વધારો કરવામાં આવશે. આ નવા નિયમ બાદ હવે અત્યાર સુધી મળતી ફી માફીની સુવિધા 'અપવાદ' બની જશે અને ઉંચી ફી ભરવી એ 'નિયમ' બની જશે.નવું ફી માળખું કેવું હશે?નવા અમલીકરણ મુજબ, બિન-યુરોપિયન વિદ્યાર્થીઓએ હવે બેચલર (સ્નાતક) પ્રોગ્રામ માટે વાર્ષિક €૨,૮૯૫ (આશરે ₹૨.૬૦ લાખથી વધુ) અને માસ્ટર્સ ડિગ્રી માટે વાર્ષિક €૩,૯૪૧ (આશરે ₹૩.૫૪ લાખથી વધુ) ચૂકવવા પડશે. અત્યાર સુધી ફ્રાન્સની ઘણી યુનિવર્સિટીઓ પોતાની સ્વાયત્તતાનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી ઓછી ફી વસૂલતી હતી, પરંતુ હવે સરકારે આ લવચીકતાનો અંત લાવી દીધો છે.સ્કોલરશિપમાં મળશે નવો વળાંકફ્રાન્સના ઉચ્ચ શિક્ષણ મંત્રી ફિલિપ બેપ્ટિસ્ટના જણાવ્યા અનુસાર, સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતી પ્રક્રિયાને નવું સ્વરૂપ આપી રહી છે. હવે ૬૦% સ્કોલરશિપ માત્ર એવા ક્ષેત્રોના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવશે જે ભવિષ્યની ટેકનોલોજી સાથે જોડાયેલા છે, જેમ કે:• આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)• બાયોટેકનોલોજી• ક્વોન્ટમ સ્ટડીઝ• ડિજિટલ ટેકનોલોજીયુનિવર્સિટીઓ દ્વારા વિરોધના સૂરફ્રાન્સની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ અને 'ફ્રાન્સ યુનિવર્સિટીઝ' સંગઠને આ નિર્ણયની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આ પગલું ફ્રાન્સની ઉદારવાદી છબી અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓને આવકારવાની પરંપરાની વિરુદ્ધ છે. વધારાની ફીને કારણે તેજસ્વી પણ આર્થિક રીતે મધ્યમ વિદ્યાર્થીઓ ફ્રાન્સ આવતા અટકાશે, જેની સીધી અસર યુનિવર્સિટીઓની સ્વાયત્તતા અને વૈશ્વિક રેન્કિંગ પર પડી શકે છે.વિદ્યાર્થીઓ પર અસરજે વિદ્યાર્થીઓ ૨૦૨૬-૨૭ના સત્ર માટે અત્યારથી જ આયોજન કરી રહ્યા છે, તેમણે હવે આ નવા આર્થિક બોજને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવું પડશે. જોકે, સરકારનું કહેવું છે કે ૧૦% જેટલા અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓને હજુ પણ ફી માફીનો લાભ મળી શકે છે, પરંતુ તેના માટે સ્પર્ધા ખૂબ જ કઠિન બની રહેશે. ફ્રાન્સનો આ નિર્ણય યુરોપમાં અભ્યાસ કરવા ઈચ્છતા લાખો વિદ્યાર્થીઓની ગણતરીઓ બદલી નાખશે તે નક્કી છે.
46 shares
😐
Gujarat Samachar logo
Gujarat Samachar
May 4, 2026, 11:14 AM
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે રજિસ્ટ્રીની કામગીરી અંગે નિરાશા વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે રજિસ્ટ્રીની કામગીરી અંગે નિરાશા વ્યક્ત કરી

Supreme Court Notice to ED Director:સુપ્રીમ કોર્ટમાં 4 મે 2026ના રોજ એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું જ્યારે દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંત કોર્ટની રજિસ્ટ્રીની કામગીરી પર અત્યંત નારાજ થઈ ગયા. આયુષી મિત્તલ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના કેસની સુનાવણી દરમિયાન CJIએ રજિસ્ટ્રીની ઝાટકણી કાઢતા આકરી ટિપ્પણી કરી હતી. રજિસ્ટ્રીની કામગીરી અત્યંત ખરાબ આ સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે કોર્ટ રૂમમાં કડક શબ્દોમાં કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી ખૂબ જ ખરાબ રીતે કામ કરી રહી છે. અહીં બેઠેલી દરેક વ્યક્તિ પોતાને ભારતના સુપર ચીફ જસ્ટિસ સમજે છે.’ તેમની આ ટિપ્પણીએ કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. EDને નોટિસ કેમ ન મોકલાઈ?
36 shares
😢
G
Gujarat Samachar
May 4, 2026, 11:04 AM
ગુજરાત બોર્ડે ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ અને સમયપત્રક જાહેર કર્યું

ગુજરાત બોર્ડે ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ અને સમયપત્રક જાહેર કર્યું

Article Class 12 Supplementary Exam 2026:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ નોંધાયું છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ નથી થઈ શક્યા અથવા જેઓ પોતાના ગુણથી સંતુષ્ટ નથી, તેમના માટે બોર્ડે 'બેસ્ટ ઓફ ટુ' હેઠળ પૂરક પરીક્ષાની જાહેરાત કરી છે. વર્ષ ન બગડે તે હેતુથી પૂરક પરીક્ષાનું આયોજન શિક્ષણ બોર્ડના જણાવ્યાનુસાર, નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે હેતુથી આગામી જૂન મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ બે વાર પરીક્ષા આપી શકશે અને જે પરીક્ષાનું પરિણામ સારું હશે તેને માન્ય રાખવામાં આવશે. બોર્ડ દ્વારા આજથી જ આ કામગીરી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
25 shares
😐
W
Western Times
May 4, 2026, 10:15 AM
ગુજરાત બોર્ડે કુલ સરેરાશ 92.71% સાથે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું

ગુજરાત બોર્ડે કુલ સરેરાશ 92.71% સાથે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું

ગુજરાતની જેલોમાં બંધ બંદીવાનોની પરીક્ષા જેલની અંદર જ પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરી યોજાઈ હતી જેમાં 40 બંદીવાનોમાંથી 22 ઉમેદવારો ઉત્તીર્ણ થયેલ છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આહવા ડાંગ (97.88 ટકા) – જ્યારે સૌથી ઓછું અમદાવાદ (શહેર) 87.10 ટકા પરિણામ ધોરણ 12 વિજ્ઞાન/સામાન્ય પ્રવાહ/ ગુજકેટ -2026નું પરિણામ તા. 04-05-2026ના રોજ સોમવારે સવારે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી રિવાબા જાડેજા દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું અને ધોરણ 12ના વિજ્ઞાન, વાણિજ્ય અને સામાન્ય પ્રવાહની સાથે ગુજકેટ (GUJCET)નું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઓનલાઇન જોઈ શકાશે… અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૬માં યોજાયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.આ વર્ષે રાજ્યનું સરેરાશ પરિણામ ૯૨.૭૧% નોંધાયું છે, જેમાં વિદ્યાર્થિનીઓએ ૯૫.૪૧% સાથે વિદ્યાર્થીઓ (૯૦.૧૦%) કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ પરીક્ષા માટે રાજ્યના ૫૩૫ કેન્દ્રો પર કુલ ૪,૩૬,૫૭૨ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૪,૩૫,૧૦૨ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી ૪,૦૩,૩૬૨ પરીક્ષાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે.
58 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 09:25 AM
ગુજરાત ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમનું પરિણામ 84.33% પાસ ટકાવારી સાથે જાહેર

ગુજરાત ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમનું પરિણામ 84.33% પાસ ટકાવારી સાથે જાહેર

ગાંધીનગર, 04મે2026 :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ12વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ84.33%રહ્યું છે. મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના માર્ગદર્શન હેઠળ બોર્ડ દ્વારા સુવ્યવસ્થિત રીતે પરીક્ષા અને પરિણામની કામગીરી સંપન્ન કરવામાં આવી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ મુકેશ પંડયા દ્વારા આજે ધોરણ-12વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2026નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું સરેરાશ પરિણામ84.33%નોંધાયું છે,જે ગત વર્ષના83.51%કરતા થોડો વધારો દર્શાવે છે. બોર્ડ દ્વારા અત્યંત ગોપનીય અને જટિલ કામગીરી બાદ સમયસર પરિણામ જાહેર કરી વિદ્યાર્થીઓની કારકિર્દીના મહત્વના પડાવને ગતિ આપવામાં આવી છે.પરિણામની આંકડાકીય વિગતોચાલુ વર્ષે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ1,11,270નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા,જેમાંથી1,11,090વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પૈકી93,678વિદ્યાર્થીઓ "પ્રમાણપત્ર મેળવવાને પાત્ર" (E.Q.C.)ઠર્યા છે. જાતિવાર પરિણામની વાત કરીએ તો,વિદ્યાર્થીઓનું પરિણામ84.04%અને વિદ્યાર્થિનીઓનું પરિણામ84.65%રહ્યું છે,આમ વિદ્યાર્થિનીઓએ સફળતામાં સરસાઈ મેળવી છે.જિલ્લા અને કેન્દ્રવાર સ્થિતિ*સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો: મોરબી (94.85%).*સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો: દાહોદ (57.44%).*સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર: કુંભારિયા (98.62%).*સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર: લીમડી-દાહોદ (42.98%).*રાજ્યની209શાળાઓએ100%પરિણામ પ્રાપ્ત કર્યું છે,જ્યારે22શાળાઓનું પરિણામ10%કરતા પણ ઓછું રહ્યું છે.ગ્રુપ અને માધ્યમ મુજબ પરિણામગ્રુપવાર વિગતોમાં'A'ગ્રુપના ઉમેદવારોનું પરિણામ90.79%, 'B'ગ્રુપનું79.87%અને'AB'ગ્રુપનું પરિણામ69.44%આવ્યું છે. માધ્યમ મુજબ જોઈએ તો,અંગ્રેજી માધ્યમનું પરિણામ85.13%અને ગુજરાતી માધ્યમનું પરિણામ84.32%નોંધાયું છે. આ ઉપરાંત હિન્દી માધ્યમનું63.30%,મરાઠીનું71.52%અને ઉર્દૂ માધ્યમનું પરિણામ85.71%રહ્યું છે.ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા* A1ગ્રેડ:1,576વિદ્યાર્થીઓ* A2ગ્રેડ:11,756વિદ્યાર્થીઓ* B1ગ્રેડ:19,310વિદ્યાર્થીઓ* B2ગ્રેડ:20,791વિદ્યાર્થીઓ* C1ગ્રેડ:20,859વિદ્યાર્થીઓદિવ્યાંગ ઉમેદવારોનું પ્રોત્સાહક પરિણામઆ પરીક્ષામાં કુલ194દિવ્યાંગ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા,જેમાંથી157ઉમેદવારો પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. બોર્ડ દ્વારા20%પાસિંગ સ્ટાન્ડર્ડના લાભ સાથે36દિવ્યાંગ વિદ્યાર્થીઓને સફળ જાહેર કરવામાં આવ્યા છે.પૂરક પરીક્ષા અને ટેકનોલોજીનો ઉપયોગઅધ્યક્ષ મુકેશ પંડયાએ જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ સફળ નથી થઈ શક્યા તેમના માટે તમામ વિષયોની પૂરક પરીક્ષા યોજાશે,જેમાં તેમને "Best of Two"નો લાભ મળશે. પરીક્ષા દરમિયાન પારદર્શિતા જાળવવા માટે'PAPER BOX AUTHENTICATION AND TRACKING APPLICATION'અનેGPSતેમજCCTVમોનીટરીંગનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.પરિણામ પ્રસિદ્ધિના આ અવસરે બોર્ડના મદદનીશ સચિવ પી.આર.દેસાઈ,નાયબ નિયામક ડૉ. એન.ડી. પટેલ અને નાયબ અધ્યક્ષ એ. બી. રાદડિયાએ તમામ સફળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી છે. રીઝલ્ટ ની વિગતવાર માહિતી વાંચવા માટે આ સાથે આપેલpdfફાઈલ ડાઉનલોડ કરો...
66 shares
😐
A
Akila News
May 4, 2026, 09:09 AM
વિદ્યાર્થી નેતાએ પોરબંદરમાં આર. ટી. આઈ. યોજના સુધી પહોંચ વધારવા પર ભાર મૂક્યો

વિદ્યાર્થી નેતાએ પોરબંદરમાં આર. ટી. આઈ. યોજના સુધી પહોંચ વધારવા પર ભાર મૂક્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૪, જિલ્લામાં આરટીઆઈ યોજનાનો લાભ છેવાડા વિસ્‍તાર સહિત વધુને વધુ બાળકોને લાભ મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત વિદ્યાર્થી આગેવાન કિશનભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવી છે. કેન્‍દ્રમાં ભુતપૂર્વ યુપીઆઇ સરકારે સામાન્‍ય અને મધ્‍યમ વર્ગના ગરીબ બાળકો ૨૫% ખાનગી શાળામાં અભ્‍યાસ કરી શકે તે માટે આરટીઆઇ યોજના લાવવામાં આવી હતી, આ યોજનામાં ગરીબ અને મધ્‍યમવર્ગના પરિવારમાંથી આવતા બાળકોને મફતમાં શિક્ષણ મેળવવાના મૂલભૂત અધિકારો મળે છે. રાજ્‍યની અને જિલ્લામાં ખાનગી શાળામાં ૨૫% અનામત સીટો આ યોજનાના લાભાર્થીઓને મળે છે. ગરીબ,સામાન્‍ય અને મધ્‍યમવર્ગના પરિવારના માતા-પિતાઓ સપનાઓ હોય છે કે તેમનો બાળકો સારી અંગ્રેજી માધ્‍યમ/ગુજરાતી માધ્‍યમની શાળામાં અભ્‍યાસ કરી પોતાનુ ભવિષ્‍ય ઉજજવળ બનાવે, પરંતુ એમની પાસે એટલા પૈસા હોતા નથી કે એટલી મોંઘીઘાટ ફી તે ભરી શકે તેથી તેમને સરકારી સ્‍કુલમાં ભણવાની ફરજ પડતી હોય છે. તેમ કિશનભાઇએ રજૂઆતમાં જણાવેલ છે. યોજનામાં ગરીબ પરિવારના બાળકોને મફત શિક્ષણ મૂળભુત અધિકાર ધોરણ-૧ થી ૮ સુધી મળતો હોય છે. આ યોજના આગામી ૧૪ માર્ચથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રકિયા હાથ ધરાશે, આ યોજનાનો લાભ વધુમાં વધુ ગરીબ અને સામાન્‍ય, મધ્‍યમ વર્ગના પરિવારના બાળકોને મળી રહે તે માટે યોગ્‍ય અમલવારી કરવા આજે પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આપ સાહેબ આRTEયોજનાની માહિતી નાનાથી નાના પરિવાર સુધી પહોંચે અને તેમના બાળકોને વધુમા આ યોજનાનો લાભ મળે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી રજૂઆત વિધાર્થી નેતા કિશનભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવી છે
54 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 08:59 AM
નીટ 2026 ની પરીક્ષા રાજકોટ ખાતે પૂર્ણ થઈઃ વિદ્યાર્થીઓએ પેપર સરળતાથી મોડરેટ કરાવ્યું

નીટ 2026 ની પરીક્ષા રાજકોટ ખાતે પૂર્ણ થઈઃ વિદ્યાર્થીઓએ પેપર સરળતાથી મોડરેટ કરાવ્યું

રાજકોટઃ રાજકોટ ખાતે ૧૨ કેન્‍દ્રો ઉપર મેડીકલ પ્રવેશ માટે નીટ-૨૦૨૬ની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા કેન્‍દ્ર બહારની તસ્‍વીર. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) અમદાવાદ તા.૪: દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી નીટ ૨૦૨૬ ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પરીક્ષા કેન્‍દ્રોની બહાર વિદ્યાર્થીઓના પ્રતિભાવો, વિવિધ પ્રસારણ માધ્‍યમો અને શિક્ષણ જગતના નિષ્‍ણાતોના વિશ્‍લેષણ મુજબ, આ વર્ષનું પેપર ગયા વર્ષની સરખામણીમાં એકંદરે સરળથી મધ્‍યમ સ્‍તરનું રહ્યું હતું. સમગ્ર પ્રશ્નપત્ર સંપૂર્ણપણે એનસીઇઆરટી ના અભ્‍યાસક્રમ પર જ આધારિત હતું. સૌથી વધુ રાહત બાયોલોજીના પેપરમાં જોવા મળી છે. બાયોલોજી વિભાગ અત્‍યંત સરળ હતો, જોકે તે થોડો લાંબો હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓને તેને ઉકેલવામાં ૩૫ થી ૫૦ મિનિટનો સમય લાગ્‍યો હતો. બાયોલોજીમાં ૨૯ પ્રશ્નો વિધાન આધારિત અને ૧૪ પ્રશ્નો જોડકાં જોડવાના પ્રકારના હતા. ટોપર્સ માટે આ વિભાગ ખૂબ જ સહેલો રહ્યો હતો, જ્‍યારે સામાન્‍ય સ્‍તરના વિદ્યાર્થીઓ માટે તે થોડો સમય માંગી લે તેવો હતો. બાયોલોજીના આ સરળ સ્‍તરના કારણે આ વર્ષે મેડિકલનું કટ-ઓફ ગયા વર્ષ કરતા ઊંચું જવાની પ્રબળ સંભાવના છે, પરંતુ તે ૨૦૨૪ જેટલી ઊંચી સપાટીએ નહીં પહોંચે બીજી તરફ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રી વિભાગે વિદ્યાર્થીઓના સમય વ્‍યવસ્‍થાપનની કસોટી કરી હતી. ફિઝિક્‍સનું પેપર મધ્‍યમ સ્‍તરનું અને કોન્‍સેપ્‍ટ આધારિત હતું. તેમાં ૧૦ થી ૧૨ પ્રશ્નો સીધા ફોર્મ્‍યુલા પર આધારિત અને એકદમ સરળ હતા, જ્‍યારે અન્‍ય ૧૦ થી ૧૨ પ્રશ્નો બહુસ્‍તરીય ગણતરીવાળા અને મધ્‍યમથી કઠિન સ્‍તરના હતા. ૫ થી ૬ પ્રશ્નો થોડા અટપટા અને વિવિધ પ્રકરણોના કોન્‍સેપ્‍ટને જોડતા પૂછાયા હતા. ફિઝિક્‍સમાં ખાસ કરીને મિકેનિક્‍સ, કરંટ ઇલેક્‍ટ્રિસિટી, થર્મોડાયનેમિક્‍સ, મોડર્ન ફિઝિક્‍સ અને ઇલેક્‍ટ્રોડાયનેમિક્‍સ પ્રકરણોમાંથી વધુ ભારાંક ધરાવતા પ્રશ્નો જોવા મળ્‍યા હતા.
94 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 08:56 AM
ગુજરાત બોર્ડે ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે ઐતિહાસિક 92.71% પાસ ટકાવારી જાહેર કરી

ગુજરાત બોર્ડે ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે ઐતિહાસિક 92.71% પાસ ટકાવારી જાહેર કરી

અકિલા ન્યૂઝ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા ઐતિહાસિક પરિણામ જાહેર, રાજકોટની અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ, વિદ્યાર્થીઓ ગરબે રમ્યા. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો
6 shares
😊
Sandesh logo
Sandesh
May 4, 2026, 08:37 AM
ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું; હવામાનની આગાહીમાં ફેરફાર અને ચોમાસા પહેલાની પ્રવૃત્તિઓની આગાહી

ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું; હવામાનની આગાહીમાં ફેરફાર અને ચોમાસા પહેલાની પ્રવૃત્તિઓની આગાહી

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમ પવનને કારણે ઉકળાટની અસર જોવા મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉકળાટની સ્થિતિ અનુભવાઈ રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. બીજી તરફ રાજકોટમાં આકરા તાપ સાથે લૂ વરસાવતા ગરમ પવન ફૂંકાયા છે. શહેરમાં હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 4થી 8મે દરમિયાન રાજ્યમાં હવામાનમાં પલટો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં 4થી 8મે દરમિયાન રાજ્યમાં હવામાન પલટાશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. 11થી 20મે દરમિયાન તીવ્ર ગરમી પડી શકે છે. તાપમાન 44થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મે મહિનાના મધ્ય ગાળામાં પ્રિમોન્સૂન પ્રવૃત્તિ વધવાની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 12 ના પરિણામોમાં ડાંગ જિલ્લાએ ઇતિહાસ રચી દીધો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ડાંગ જિલ્લો સમગ્ર રાજ્યમાં 97.88% સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. આટલું જ નહીં, વિજ્ઞાન પ્રવાહમાં પણ ડાંગ જિલ્લાએ રાજ્યના ટોચના જિલ્લાઓમાં સ્થાન મેળવતા આઠમો ક્રમ હાંસલ કર્યો છે. અંતરિયાળ ગણાતા આ જિલ્લાના વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી સાબિત કરી દીધું છે કે સુવિધાઓ કરતા સંકલ્પ શક્તિ વધુ મહત્વની છે. જિલ્લાના મુખ્ય મથક આહવાની રહેવાસી પ્રાચી ટંડેલે વિજ્ઞાન પ્રવાહમાં 97.54% (99.99 પર્સન્ટાઈલ) મેળવી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. પ્રાચીની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે તેણે કોઈ પણ મોંઘા ટ્યુશન ક્લાસીસ રાખ્યા વગર માત્ર શાળાના શિક્ષકો અને માતા-પિતાના માર્ગદર્શન હેઠળ જ આ સફળતા મેળવી છે. પોતાની સફળતા વિશે વાત કરતા પ્રાચીએ જણાવ્યું હતું કે, તે ભવિષ્યમાં સખત મહેનત કરીને IAS ઓફિસર બની દેશની સેવા કરવા ઈચ્છે છે. ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક પરિણામથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ અને વિજ્ઞાન પ્રવાહમાં આઠમો ક્રમ મેળવવો એ ડાંગના શૈક્ષણિક સ્તરમાં થયેલા સુધારાનું પ્રતીક છે. આ સફળતા પાછળ જિલ્લાના કર્મનિષ્ઠ શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓની ધગશ જવાબદાર છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક કક્ષાએ પ્રાચી ટંડેલ સહિતના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ પર અભિનંદન વર્ષા થઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ, LCB ડાંગ-આહવાની ટીમે ઓપરેશન પાર પાડીને વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણે (ઉંમર વર્ષ 49) ને મહારાષ્ટ્રના સંગમનેર ખાતેથી દબોચી લીધો છે. આરોપી રામદાસ રહાણે વિરુદ્ધ વર્ષ 2022માં સાપુતારા પોલીસ મથકે IPCની કલમ 342, 114 તથા આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડથી બચવા માટે આરોપી સતત પોતાની ઓળખ છુપાવતો હતો. જોકે ડાંગ LCBની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રના નાશિક અને સંગમનેર વિસ્તારમાં સતત રેકી કરી હતી અને આખરે ચોક્કસ લોકેશન મળતા પોલીસે છાપો મારીને આરોપીને તેના વતન સંગમનેરથી ઝડપી પાડ્યો હતો. લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા આ આરોપીની ધરપકડ બાદ ડાંગ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીને હાલ સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ કામગીરી દ્વારા ડાંગ પોલીસે ગુનાખોરી ડામવા અને નાસતા-ફરતા અપરાધીઓને પકડવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
99 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 06:08 AM
ગુજરાત ધોરણ-12ની પરીક્ષામાં ઐતિહાસિક 92.71% પાસ દર જોવા મળ્યો

ગુજરાત ધોરણ-12ની પરીક્ષામાં ઐતિહાસિક 92.71% પાસ દર જોવા મળ્યો

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૬માં લેવાયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ૯૨.૭૧ ટકા જેટલું ઐતિહાસિક અને ગૌરવવંતું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં નોંધપાત્ર એવી આ પરીક્ષામાં રાજ્યભરના ૫૩૫ કેન્દ્રો પરથી લાખો વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દીનું મહત્વનું સોપાન સર કર્યું છે. પરીક્ષાના આંકડાકીય લેખાજોખા બોર્ડના અધ્યક્ષ મુકેશ પંડયા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ,આ વર્ષે નિયમિત ઉમેદવાર તરીકે ૪,૩૬,૫૭૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા,જેમાંથી ૪,૩૫,૧૦૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પૈકી કુલ ૪,૦૩,૩૬૨ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થઈ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે. જાતિવાર પરિણામની વાત કરીએ તો,વિદ્યાર્થીઓનું પરિણામ ૯૦.૧૦ ટકા રહ્યું છે,જ્યારે વિદ્યાર્થીનીઓએ ૯૫.૪૧ ટકા સાથે મેદાન મારી લીધું છે. જિલ્લા અને કેન્દ્રવાર દેખાવ
54 shares
😐
S
Sandesh
May 4, 2026, 05:10 AM
ગુજરાત ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર, સાયન્સ સ્ટ્રીમમાં 84 ટકા પરિણામ આવ્યું

ગુજરાત ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર, સાયન્સ સ્ટ્રીમમાં 84 ટકા પરિણામ આવ્યું

ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા આ પરિણામમાં વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ જાહેર થયું છે. બીજી તરફ ગુજકેટનું પણ પરિણામ જાહેર કરાયું છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ કહ્યું હતું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 156 કેન્દ્રો હતાં. જેમાં 111090 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 93078 વિદ્યાર્થીઓ પાસ થયાં છે.આ બોર્ડની પરીક્ષામાં મોરબી જિલ્લાનું 94.85 ટકા પરિણામ આવ્યું છે. જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા આ પરિણામમાં વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ જાહેર થયું છે. બીજી તરફ ગુજકેટનું પણ પરિણામ જાહેર કરાયું છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ કહ્યું હતું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 156 કેન્દ્રો હતાં. જેમાં 111090 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 93078 વિદ્યાર્થીઓ પાસ થયાં છે.આ બોર્ડની પરીક્ષામાં મોરબી જિલ્લાનું 94.85 ટકા પરિણામ આવ્યું છે. જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. ધોરણ 12ની સામાન્ય પ્રવાહનું પરિણામ જોઈએ તો 92.71 ટકા પરિણામ આ વખતે જાહેર થયું છે. અમદાવાદ શહેર 87.10 ટકાએ છેલ્લા ક્રમે છે. વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી 209 શાળાઓ છે. 1576 વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપનું 90.79 ટકા ,B ગ્રુપનુ 79.87 ટકા પરિણામ આવ્યું છે. ગુજકેટના પરિણામની વાત કરીએ તો A ગ્રુપમાં 695 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.B ગ્રુપમાં 764 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે. 98 પર્સેન્ટાઈલ સાથે A ગ્રુપના 1233 ઉત્તીર્ણ થયાં છે.B ગ્રુપમાં 1563 ઉત્તીર્ણ થયાં છે.આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: સોમવારે બદલાયો પેટ્રોલ ડીઝલનો ભાવ, જાણો રાહતના સમાચાર
56 shares
😐
K
Kutch Mitra
May 4, 2026, 02:17 AM
એજ્યુકેશન એક્સ્પો પ્રગતિ અને વિકાસ માટે શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડે છે

એજ્યુકેશન એક્સ્પો પ્રગતિ અને વિકાસ માટે શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડે છે

ગાંધીધામ,તા.તા.3 :અન્ય ક્ષેત્રોમાં કદાચ ફાયદો થાય તો તે કોઈ એક ક્ષેત્રને જ ફાયદો થાય પરંતુ શિક્ષણનાં માધ્યમથી સાર્વત્રિક પ્રગતિ અને વિકાસ થાય છે. કચ્છમિત્રએ ગાંધીધામમાં એજ્યુકેશન એક્સ્પોનું આયોજન કરીને સમાજ
5 shares
😐
D
Divya Bhaskar
May 4, 2026, 12:24 AM
ભરૂચનો મહિલા અને બાળ વિકાસ વિભાગ છોકરીઓને શૈક્ષણિક કિટથી સશક્ત બનાવે છે

ભરૂચનો મહિલા અને બાળ વિકાસ વિભાગ છોકરીઓને શૈક્ષણિક કિટથી સશક્ત બનાવે છે

ભરૂચમાં 13 શાળાઓની 90 છાત્રાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાના ઉમદા આશય સાથે આ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસવિભાગ હસ્તકની મહિલા અને બાળ અધિકારીની કચ ભરૂચ શહેરની વિવિધ ૧૩ શાળાઓની તેજસ્વી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી હતી. ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનઅને સખી વન સ્ટોપ સેન્ટર તરફથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8, 9 અને 11 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર કુલ 90 દીકરીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરી તેમનો આત્મવિશ્વાસ વધારવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. શૈક્ષણિક કિટમાં દીકરીઓના અભ્યાસ માટે ઉપયોગી એવી વસ્તુઓ જેવી કે સ્કૂલ બેગ, પાણીની બોટલ, વોટર કલર, 5 નંગ ચોપડા, 5 નંગ પેન, કંપાસ બોક્સ અને ડ્રોઈંગ કિટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાધનો મળવાથી વિદ્યાર્થીનીઓને તેમના આગામી અભ્યાસમાં ઘણી સરળતા રહેશે. આ કિટ વિતરણ કાર્યક્રમમાં ડૉ. ગંગુબેન હડકર હાઇ સ્કૂલ, સાધના સ્કુલ, મુંડા ફળિયા મિશ્ર શાળા-19, છીપવાડ મુખ્ય કન્યા શાળા-27, વેજલપુર મિત્ર શાળા-15, કતોપોર ગુજરાતી મિશ્ર શાળા-18, તારાબાઈ મલજી મિશ્ર શાળા-22, પોલીસ હેડ ક્વાર્ટર્સ પ્રાથમિક શાળા-4, સંતોષી નવી વસાહત મિશ્ર શાળા-45, લીમડી ચોક મિશ્ર શાળા-17, ગાયત્રી સ્કૂલ, નગર પાલિકા શિક્ષણ સ્ટેશન રોડ મિશ્ર શાળા, લાહોરી ગોડાઉન મિશ્ર શાળા-49 અને ગાયત્રી નગર મિશ્ર શાળા-૫૬નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
30 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 12:08 AM
બામંગમ પ્રાથમિક શાળાની નવી ઈમારતનું બાંધકામ શરૂ

બામંગમ પ્રાથમિક શાળાની નવી ઈમારતનું બાંધકામ શરૂ

બમણગામમાં પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. બામણગામ પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગ મંજૂર થતા શનિવારના રોજ શાળામાં ધોરણ 8 સુધી અભ્યાસ કરી શાળા માંથી વિદાય લેતી ધોરણ 8 ની દીકરીઓના હસ્તે શાળાના નવા બિલ્ડિંગનું ખાત મુર્હૂત કરવા આ સાથે બામણગામ લેઉઆ પટેલ સમાજ ના પ્રમુખ, ગામના સરપંચ,ઉપ સરપંચ, S.M.C ના અધ્યક્ષ, તલાટી મંત્રી,ગ્રામ પંચાયતના સભ્યઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ અને વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં. નવી બનતી શાળામાં ગામ લોકોનું પણ કંઈક યોગદાન હોવું જરૂરી છે, એવા વિચાર સાથે આગેવાનો દ્વારા શાળામાં લોક ભાગીદારીથી પુસ્તકાલય ની વ્યવસ્થા ઉભી કરવાનો વિચાર મૂકવામાં આવ્યો, આ વિચારને ઉપસ્થિત સૌએ સહર્ષ સ્વીકારી લીધો હતો.
46 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 12:06 AM
જામનગરમાં એન. ઇ. ઇ. ટી. યુ. જી. ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ

જામનગરમાં એન. ઇ. ઇ. ટી. યુ. જી. ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ

જામનગરમાં NEET(UG)ની પરીક્ષામાં 1658 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા અને તેઓની પાંચ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રવિવારે ચુસ્તબંદોબસ્ત સાથે શરૂ થયેલી પરીક્ષામાં 1632 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. 26 ગેરહાજર રહ્યા હતા. શાંતિપુર્ણ પરીક્ષા પુર્ણ જામનગરના વાલસુરા અને અલીયાબાડા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય તેમજ શહેરના એરફોર્સ સ્ટેશન-1 કેન્દ્રીય વિદ્યાલય, ઈન્ફન્ટ્રી લાઈન્સમાં કેન્દ્રીય વિદ્યાલય-2 અને ડીકેવી ખાતેના કેન્દ્રો પર NEET(UG)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. NEET(UG)ની પરીક્ષામાં કુલ 1658 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે એસ.ટી.બસની વાલસુરા અને અલીયાબાડાના જવાહર નવોદય વિદ્યાલય ખાતે તેમજ શહેરના કેન્દ્રો પર એસ.ટી.બસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેથી તેઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે. બપોરે 2 વાગ્યાથી શરૂ થઈને સાંજે પાંચ વાગ્યા સુધીમાં શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ NEET(UG)ની પરીક્ષામાં નોંધાયેલા 1658માંથી 1632 હાજર અને 26 ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓ માટે જુદા-જુદા પાંચ કેન્દ્રો પર સરકારી એસટી બસ અને સીટી બસની સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી.
52 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 12:00 AM
બારમા ધોરણના પરિણામોમાં ઘટાડા વચ્ચે ભારતીય રાજ્ય બોર્ડે પરામર્શ સેવા શરૂ કરી

બારમા ધોરણના પરિણામોમાં ઘટાડા વચ્ચે ભારતીય રાજ્ય બોર્ડે પરામર્શ સેવા શરૂ કરી

બારમા ધોરણનું પરિણામ શૈક્ષણિક જીવનના તબક્કામાં એક મહત્વનો પડાવ છે. ડોકટર, એન્જિનિયરીંગ, આર્કિટેક્ટ વગેરે બનવાનું વિદ્યાર્થીઓનું સ્વપ્ન આ પરિણામ પર આધાર રાખે છે. જો કે અનેક વિદ્યાર્થીઓને અપેક્ષિત સફળતા ન મળવાથી તેઓ માનસિક તાણમાં આવી જાય છે. એની અસર વિદ્યાર્થીના જીવન પર થાય છે. તેથી આવા વિદ્યાર્થીઓને તાણમાંથી બહાર કાઢવા રાજ્ય મંડળે સ્વતંત્ર કાઉન્સેલિંગ સેવા શરૂ કરી છે. રાજ્ય મંડળે શનિવારે બપોરે 1 વાગ્યે ઓનલાઈન પદ્ધતિથી બારમા ધોરણના પરિણામ જાહેર કર્યા. આ વર્ષે બારમાના પરિણામમાં 2.09 ટકા ઘટાડો થયો છે. તેથી બધા વિષયના પરિણામ પર અસર થઈ છે. પરિણામમાં ઘટાડો થયાની અસર વિદ્યાર્થીઓ પર થવાની શક્યતા હોય છે. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓની દષ્ટિએ મહત્વના બારમાના પરિણામમાં કોઈ વિદ્યાર્થીને અપેક્ષિત માર્ક્સ ન મળે, વિદ્યાર્થી નાપાસ થાય, કોઈ વિષયમાં ઓછા માર્ક્સ મળે જેવી બાબત બને છે. તેથી અનેક વિદ્યાર્થીને મનપસંદ ક્ષેત્રમાં પ્રવેશ મળતો નથી અથવા વાલીના ડરથી તાણ હેઠળ આવે છે. તાણમાં આવવાથી વિદ્યાર્થીઓ ખોટું પગલું ભરે છે. ઘણી વખત આત્મહત્યા જેવું પણ પગલું ભરી નાખે છે. તેથી વિદ્યાર્થીઓ આવા ખોટા પગલાં ન ભરે એ માટે રાજ્ય મંડળ તરફથી દર વર્ષે વિદ્યાર્થીઓ અને વાલીઓના કાઉન્સેલિંગ માટે કાઉન્સેલરોની નિયુક્તી કરવામાં આવે છે. પરિણામના તાણમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા અને માર્ગદર્શન આપવા રાજ્ય મંડળે 10 કાઉન્સેલરોની નિયુક્તી કરી છે. આ કાઉન્સેલરો બારમા ધોરણનું પરિણામ જાહેર થયું ત્યારથી સતત આઠ દિવસ વિદ્યાર્થીઓ અને વાલીઓનું કાઉન્સેલિંગ કરીને તેમને તાણમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. આ કાઉન્સેલિંગ દરરોજ સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. તેથી વિદ્યાર્થીઓએ તેમનો સંપર્ક આ સમયમાં સાધવો. આ સેવા સંપૂર્ણપણે નિશુલ્ક છે.
80 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 12:00 AM
વિદ્યાર્થીઓની મિશ્ર પ્રતિક્રિયાઓ સાથે હિમ્મતનગરમાં નીટની પરીક્ષા પૂર્ણ થઈ

વિદ્યાર્થીઓની મિશ્ર પ્રતિક્રિયાઓ સાથે હિમ્મતનગરમાં નીટની પરીક્ષા પૂર્ણ થઈ

મેડિકલ અને પેરામેડિકલમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે યોજાયેલ નીટની પરીક્ષા હિંમતનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પરીક્ષા આપીને બહાર નીકળેલા વિદ્યાર્થીઓના ચહેરા પર મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા હતા. ગત વર્ષોની સરખામણીએ આ વખતે ફિઝિક્સ વિષયે વિદ્યાર્થીઓને રાહત આપી હતી. જ્યારે બાયોલોજી પ્રશ્નો લેન્ધી હોવાથી સમય ખૂટ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. જ્યારે કેમેસ્ટ્રી વિષયનું પેપર મધ્યમ રહ્યું હતું. આ વખતે નીટની પરીક્ષા એકંદરે સરળ હોવાથી કટ ઓફ માર્કસ ઊંચું જવાની શકયતા તજજ્ઞો દ્વારા વ્યક્ત કરાઇ છે. હિંમત હાઇસ્કૂલના બાયોલોજીના શિક્ષક પી.જે. મહેતાએ જણાવ્યું હતું કે નીટની પરીક્ષાનું બાયોલોજીનું પેપર મધ્યમ હતું. જોડકા જોડો, વિધાન સંગત કે અસંગત પ્રકારના પ્રશ્નો વધુ પૂછેલા છે. પ્રશ્નો લાંબા હોવાથી લખાણ વાંચવામાં અને જવાબ વિચારવામાં વિદ્યાર્થીઓનો વધારે સમય ગયો છે. હોંશિયાર વિદ્યાર્થી સારા માર્કસ લાવી શકશે. હિંમત હાઇસ્કૂલના કેમેસ્ટ્રીના શિક્ષક સી. જે. પટેલે જણાવ્યું હતું કે નીટની પરીક્ષાનું કેમેસ્ટ્રીનું પેપર મધ્યમ હતું. એનસીઆરટીમાંથી હતું. અમુક પ્રશ્નો જોડકા લેવલના હતા. અમુક સામાન્ય પ્રશ્નો અને થોડા કઠીન પૂછ્યા હતા. જોકે એકંદરે પેપર મધ્યમ પ્રકારનું હતું અને વિદ્યાર્થીઓ સારા માર્કસ મેળવી શકશે. સામાન્ય રીતે નીટની પરીક્ષામાં ફિઝિક્સ સૌથી અઘરું મનાતું હોય છે. પરંતુ 2026ની પરીક્ષામાં ફિઝિક્સ વિભાગ સૌથી સરળ રહ્યો હતો. નીટની પરીક્ષામાં ફિઝિક્સનું પેપર ગઈ સાલની સરખામણીએ વિદ્યાર્થીઓને સરળ લાગ્યું હતું. ગણતરીના પ્રશ્નો વધારે હતા. જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી હશે તેઓ સારા માર્ક્સ લાવી શકશે તેમ માયઓન હાઇસ્કૂલના ફિઝિકસના શિક્ષક એમ. જે. ડાભીએ જણાવ્યું હતું. મોડાસામાં 1288 છાત્રોએ નીટ આપી‎ મોડાસામાં 4 કેન્દ્રો પર નીટની પરીક્ષા લેવાઇ હતી. જેમાં 1288 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મોડાસાની કે.એન. શાહ હાઇસ્કૂલ, જે.બી શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોડાસા, એચ.એલ. પટેલ સરસ્વતી સ્કૂલ અને મોડાસાની મદની સ્કૂલમાં પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષાર્થીઓને સમય કરતાં પહેલા પરીક્ષા સ્થળે હાજર રહેવા જણાવાયું હતું. પરીક્ષા શરૂ થતાં અગાઉ વિદ્યાર્થીઓને બાયોમેટ્રિક વેરિફિકેશન અને ઓથેન્ટીકેશન પ્રક્રિયા બાદ પ્રવેશ અપાયો હતો. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપર સરળ રહ્યા હિંમત હાઇસ્કૂલની વિદ્યાર્થિની નાવ્યાએ જણાવ્યું હતું કે, બાયોલોજીનું પેપર બહુ જ લાબું હતું જ્યારે ફિઝિકસ, કેમેસ્ટ્રી સરળ હતા. તો વિદ્યાર્થિની શ્રેયા પટેલે જણાવ્યું હતું કે, મોટાભાગનું NCERTની બુકમાંથી હોવાથી ત્રણે પેપર સરળ લાગ્યા હતા. જ્યારે નિશાંક દવેએ જણાવ્યું હતું કે, ફિઝિક્સનું પેપર સરળ રહેતા માર્કસ સારા આવશે. આ વખતે નીટની પરીક્ષા એકંદરે સરળ હોવાથી કટ ઓફ ઊંચું જવાની શકયતા છે.
24 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 12:00 AM
જુનાગઢમાં ગરમી વચ્ચે નીટની શાંતિપૂર્ણ પરીક્ષા યોજાઈ

જુનાગઢમાં ગરમી વચ્ચે નીટની શાંતિપૂર્ણ પરીક્ષા યોજાઈ

જૂનાગઢમાં 7 કેન્દ્રો પર રવિવારે નીટની પરીક્ષા યોજાઇ હતી. જેમાં કુલ 2103 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. ગરમીને ધ્યાને રાખીને તંત્રએ કેન્દ્રો પર પાણી, ઓઆરએસ સહિતની તમામ સુવિધા ઉભી કરી હતી. જૂનાગઢમાં 2103માંથી 2077 છાત્રો હાજર અને 26 ગેરહાજર રહ્યા હતા એમ પરીક્ષાના નોડલ અધિકારી રજનીકાંત સુતરીયાએ જણાવ્યુ હતુ. અહીં જાણો... પેપરમાં ક્યાં વિષયના કેવા પ્રશ્નો પુછાયા
20 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 3, 2026, 11:59 PM
વિદ્યાર્થીઓની કારકિર્દી પસંદગીઓઃ ગુણ કરતાં રસ, કૌશલ્ય અને IKIGAI ને પ્રાથમિકતા આપો

વિદ્યાર્થીઓની કારકિર્દી પસંદગીઓઃ ગુણ કરતાં રસ, કૌશલ્ય અને IKIGAI ને પ્રાથમિકતા આપો

પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી પસંદગી એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય બની જાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફક્ત માર્ક્સને આધારે નહીં પરંતુ રસ, કૌશલ્ય અને સમયની માંગને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. આજના સ્પર્ધાત્મક યુગમાં સ્કીલ-બેઝ્ડ લર્નિંગ અને ફ્યુચરિસ્ટિક કોર્સિસ તરફ વલણ વધતું જાય છે. આ સંદર્ભમાં દિવ્ય ભાસ્કરની ટીમે શિક્ષણ નિષ્ણાંત મહેશ ઠાકર સાથે ખાસ વાતચીત કરીને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન મેળવવાની કોશિશ કરી છે. પ્રશ્ન :પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓએ સૌપ્રથમ શું વિચારવું? જવાબ :પરિણામ જીવનનો અંત નથી, પરંતુ નવી શરૂઆત છે. વિદ્યાર્થીઓએ ફક્ત માર્ક્સને આધારે નહીં, પરંતુ પોતાની રસ, ક્ષમતા અને વ્યક્તિત્વને ઓળખીને કારકિર્દી પસંદ કરવી જોઈએ. યોગ્ય દિશામાં લેવાયેલો નિર્ણય ભવિષ્ય ઘડે છે. પ્રશ્ન :‘IKIGAI’ કેટલું મહત્વનું છે? જવાબ :IKIGAI એટલે — જે તમને ગમે, જેમાં તમે સારા હો, દુનિયાને તેની જરૂર હોય અને જેમાંથી આવક મેળવી શકાય. વિદ્યાર્થીઓએ આ ચારેય મુદ્દાઓનું સંતુલન રાખીને કારકિર્દી પસંદ કરવી જોઈએ. ફક્ત દેખાદેખીમાં એડમિશન લેવાને બદલે પોતાની સાચી રુચિને ઓળખવી જરૂરી છે. પ્રશ્ન :સ્કિલ-બેઝ્ડ લર્નિંગ વિશે તમે શું કહેશો? જવાબ :આજના સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, સ્કિલ વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. એઆઈ, કોડિંગ, ડેટા એનાલિસિસ, ડિજિટલ માર્કેટિંગ જેવી ટેકનિકલ સ્કિલ્સ શીખવા પર વિદ્યાર્થીઓએ ખાસ ભાર મૂકવો જોઈએ. પ્રશ્ન :નવા અને ફ્યુચરિસ્ટિક કોર્સિસ વિશે શું સલાહ આપશો? જવાબ :પરંપરાગત કોર્સિસ ઉપરાંત ડ્રોન ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, સાયબર સિક્યોરિટી, ઈ-કોમર્સ અને ડેટા સાયન્સ જેવા ક્ષેત્રોમાં ખૂબ સારી તકો ઉપલબ્ધ છે. સમયની માંગ પ્રમાણે વિદ્યાર્થીઓએ નવા ક્ષેત્રો વિશે માહિતી મેળવી વિચારપૂર્વક પસંદગી કરવી જોઈએ. પ્રશ્ન:મેન્ટરશિપ અને ઈન્ટર્નશિપ કેટલા જરૂરી છે? જવાબ:મેન્ટરશિપ અને ઈન્ટર્નશિપ બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓએ પોતાના પસંદગીના ક્ષેત્રના નિષ્ણાતો સાથે માર્ગદર્શન લેવું જોઈએ અને શક્ય હોય તો માઇક્રો-ઇન્ટર્નશિપ દ્વારા પ્રેક્ટિકલ અનુભવ મેળવવો જોઈએ. પ્રશ્ન:હાઇબ્રિડ એજ્યુકેશન વિશે તમે શું કહેશો? જવાબ:આજના સમયમાં ફક્ત કોલેજની ડિગ્રી પૂરતી નથી. Coursera, Udemy અને YouTube જેવા પ્લેટફોર્મ દ્વારા પણ સતત નવા સ્કિલ્સ શીખતા રહેવું જોઈએ.
34 shares
😐